એક રાષ્ટ્ર, એક ચૂંટણી સત્તાના કેન્દ્રીકરણની ચાલ: વાસ્તવિકતા એ છે કે આ પૂર્વે પણ આ બાબત ચર્ચાઈ ચૂકી છે

ચંદુ મહેરિયા*/ રાષ્ટ્રપ્રમુખ રામનાથ કોવિંદે સંસદના બજેટ સત્રના આરંભે બંને ગ્રુહોની સંયુક્ત બેઠકને સંબોધતા ‘એક રાષ્ટ્ર ,એક ચૂંટણી’ વિશે બહુ ભાવનાત્મક અપીલ કરી હતી.  રાષ્ટ્રપ્રમુખના આ ઉદગારો એક રીતે તો વડાપ્રધાનના ‘મનકી બાત’ હતા ! ભારતીય જનતા પક્ષે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીના તેના ઢંઢેરામાં લોકસભાની જોડાજોડ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ યોજવાનું વચન આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી … More એક રાષ્ટ્ર, એક ચૂંટણી સત્તાના કેન્દ્રીકરણની ચાલ: વાસ્તવિકતા એ છે કે આ પૂર્વે પણ આ બાબત ચર્ચાઈ ચૂકી છે

એટ્રોસિટી એક્ટ: આઝાદી કાળથી જ રાજકીય પક્ષોનું દલિતો પ્રત્યે બેવડુ અને ઓરમાયું વર્તન રહ્યું છે

ચંદુ મહેરિયા*/ કેન્દ્ર સરકાર એટ્રોસિટી એકટના સુપ્રીમ કોર્ટના ચુકાદાને બેઅસર કરવા નવો વટહુકમ લાવી રહી હોવાના વાવડ છે.  દેશની સર્વોચ્ચ અદાલતે ૧૯૮૯ના અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર અટકાવ ધારાને સાવ લૂલો કરી નાંખતી જે માર્ગદર્શિકા જાહેર કરી તેનો દેશના દલિત આદિવાસીઓનો પ્રચંડ વિરોધ પારખવામાં ભારતીય જનતા પક્ષ અને સરકાર નાકામિયાબ રહ્યા છે. વાણીશૂરા વડાપ્રધાને આ બાબતે … More એટ્રોસિટી એક્ટ: આઝાદી કાળથી જ રાજકીય પક્ષોનું દલિતો પ્રત્યે બેવડુ અને ઓરમાયું વર્તન રહ્યું છે

જ્યાં સુધી દલિત-આદિવાસીની જમીનના પ્રશ્નો ન ઉકલે ત્યાં સુધી બંધારણીય માળખામાં રહીને આંદોલનો કરવામાં આવશે

કાન્તિલાલ પરમાર/  તા. ૧૯/૦૪/૨૦૧૮ ના રોજ સાણંદ તાલુકાના નાની દેવતી નજીક આવેલ દલિત શક્તિ કેન્દ્ર ખાતે  દલિતોનું વિશાળ જમીન અધિકાર અને એટ્રોસિટી પર ચર્ચા કરવા માટેનું સંમેલન મળેલ હતું, જેમાં ૧૨ જીલ્લાના ૪૨ તાલુકાના લોકોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી. આ સંમેલનમાં દલિત સમાજના જુદાજુદા જીલ્લાના આગેવાનો, અત્યાચારના પીડિત પરિવારો, કર્મશીલો તથા માજી ધારા સભ્ય … More જ્યાં સુધી દલિત-આદિવાસીની જમીનના પ્રશ્નો ન ઉકલે ત્યાં સુધી બંધારણીય માળખામાં રહીને આંદોલનો કરવામાં આવશે

જ્યાં સુધી ગેર બરાબરી, જાતિ પ્રથા, ગરીબો પર અત્યાચાર, શોષણ હશે, ત્યાં સુધી બાબા સાહેબનું નામ અમર રહેશે

કાંતિલાલ પરમાર*/ ડો.બાબા સાહેબ આંબેડકરનો જન્મ ૧૪ અપ્રિલ ૧૮૯૧ ના રોજ મધ્યપ્રદેશમાં મહુની લશ્કરી છાવણીમાં થયો હતો. પિતાનું નામ રામજી માલોજી સકપાલ, માતાનું નામ ભીમાભાઇ હતું. તે ચૌદમું સંતાન હતા. એમનું મૂળ વતન મહારાષ્ટ્રમાં આવેલ કોંકણ પ્રદેશના રત્નાગીરી જીલ્લાનું  આંબાવડે ગામ હતું. તેઓ આછુત ગણાતી મહાર જ્ઞાતિ માંથી આવતા હતે તેઓનું કુટુંબ કબીર પંથી હતું. તેઓનું … More જ્યાં સુધી ગેર બરાબરી, જાતિ પ્રથા, ગરીબો પર અત્યાચાર, શોષણ હશે, ત્યાં સુધી બાબા સાહેબનું નામ અમર રહેશે

હત્યાનો ભોગ બનનાર નાનજીભાઇએ રોડના ભ્રષ્ટાચાર બાબતે આરટીઆઇ એકટ તળે માહિતી માંગી હતી

કાન્તિલાલ યુ .પરમાર, સામાજિક અને માનવ અધિકાર કાર્યકર, અમદાવાદ-ગુજરાત, નો ચેરમન,ભગવતી પ્રસાદ, રાજ્ય માનવ અધિકાર આયોગ, ને માણેકવાડા, તા કોટડાસાંગાણી, જી રાજકોટના દલિત યુવાન નાનજીભાઈ સોંધરવાની હત્યા બાબતે અસરકારક કાયદાકીય પગલા ભરવા બાબત પત્ર: માણેકવાડા ગામ, કોટડાસાંગાણી તાલુકો, રાજકોટ જીલ્લાના અનુસુચિત જાતિના નાનજીભાઈ સોંધરવાની તારીખ ૯/૩/૨૦૧૮ન રોજ હત્યા કરવામાં આવેલ જેની કેસની વિગત નીચે મુજબ … More હત્યાનો ભોગ બનનાર નાનજીભાઇએ રોડના ભ્રષ્ટાચાર બાબતે આરટીઆઇ એકટ તળે માહિતી માંગી હતી

ગુજરાતની રોજગાર ક્ષમતામાં ઉત્તરપ્રદેશ અને બિહાર કરતા પણ ઓછો વધારો થયો છે

ડૉ મનીષ દોશી/ સમગ્ર દેશના ૨૯ રાજ્યો, ૭ કેન્દ્રશાસિત અને ૩૦૦૦ શૈક્ષણિક કેમ્પસના ૫.૬૦ લાખ યુવાનો-વિદ્યાર્થીઓમાં નોલેજ, સ્કીલ-એપ્ટીટ્યુડ, બિહેવીયલ કંપોનન્ટ, સ્કીલ ગેપ માપદંડો સાથે વૈજ્ઞાનિક અભિગમ થી ૧૧ વિવિધ સેક્ટરના સ્કીલ રીપોર્ટ-૨૦૧૭માં સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર ક્ષમતા સહિતના મુદ્દે નંબર-૧ના મોટા મોટા દાવા કરતી ભાજપ સરકારના દાવાના પરપોટા ફૂટી ગયા અને ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ અને રોજગારમાં … More ગુજરાતની રોજગાર ક્ષમતામાં ઉત્તરપ્રદેશ અને બિહાર કરતા પણ ઓછો વધારો થયો છે

દેશનો વિકાસ ત્યારે જ થઈ શકે કે જયારે વંચિત સમુદાયોને સમાન અધિકાર મળે. આનો ઉપાય અનામતની નાબૂદી નથી

પી એસ કૃષ્ણન (આઈ એ એસ, નિવૃત્ત)*/ છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત તેમજ અન્ય રાજયોમાં કેટલાક આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ સમુદાયો/સમાજા અનામતની માંગણી કરી રહ્યા છે. તે અંગે ઉગ્ર આંદોલનો પણ ચલાવી રહ્યા છે. આપ સૌને ખબર હશે કે ગુજરાતમાં ૧૯૮૧ અને ૧૯૮પમાં અનામત વિરોધી હિંસક આંદોલનો થયા હતા. પરંતુ તે સમયની સરકારોએ સ્પષ્ટરીતે સ્થાન … More દેશનો વિકાસ ત્યારે જ થઈ શકે કે જયારે વંચિત સમુદાયોને સમાન અધિકાર મળે. આનો ઉપાય અનામતની નાબૂદી નથી

અનુસુચિત જાતિના પરિવારો સાથે ભેદભાવ રાખી ફાળવેલ જમીન ગેરકાયદેસર શરતભંગ કરી ખાલસા કરેલ છે

ચેરમેન, હરીજન સામુદાયિક ખેતી સહકારી મંડળી લી., મુ. બાબાપુર, તા.જી. અમરેલી (સૌરાષ્ટ્ર), ચાવડા દેવરાજભાઈ જેઠાભાઈનો  ચેરપર્સન, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એચ. એલ. દત્તુને પત્ર: વિષય:દીવને આઝાદ કરાવનાર સ્વાતંત્ર સેનાની જેઠાભાઈ ડાયાભાઇ ચાવડાના વારસદારોની હરીજન સામુદાયિક ખેતી સહકારી મંડળી લી. બાબાપુર, તા.જી. અમરેલીની ખેતીની જમીન રી –ગ્રાન્ટ કરવા અંગેની ફેર તપાસ અરજી અંગે સચિવ, મહેસુલ વિભાગ (વિવાદ), અમદાવાદ … More અનુસુચિત જાતિના પરિવારો સાથે ભેદભાવ રાખી ફાળવેલ જમીન ગેરકાયદેસર શરતભંગ કરી ખાલસા કરેલ છે

ગાડાચીલા પર સ્પીડબ્રેકર ના હોય માનનીય જજસાહેબ

મેહુલ મંગુબહેન/ અમદાવાદમાં જજીસ બંગલો નામનો વિસ્તાર છે. ત્યાં હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સહીત જજસાહેબોના બંગલાઓ છે. ઘણા સમય અગાઉ એ રસ્તા પર એક બંગલાની આગળ એક બમ્પ યાને કે સ્પીડબ્રેકર મુકવામાં આવેલું. મજાની વાત એ હતી કે ટ્રાફિકથી ભરચક જજીસ બંગલો ચાર રસ્તા ફક્ત ૧૦૦-૨૦૦ ફૂટ જ દુર પણ બમ્પ જજસાહેબના બંગલા આગળ. હું મજાકમાં … More ગાડાચીલા પર સ્પીડબ્રેકર ના હોય માનનીય જજસાહેબ