એક રાષ્ટ્ર, એક ચૂંટણી સત્તાના કેન્દ્રીકરણની ચાલ: વાસ્તવિકતા એ છે કે આ પૂર્વે પણ આ બાબત ચર્ચાઈ ચૂકી છે

ચંદુ મહેરિયા*/ રાષ્ટ્રપ્રમુખ રામનાથ કોવિંદે સંસદના બજેટ સત્રના આરંભે બંને ગ્રુહોની સંયુક્ત બેઠકને સંબોધતા ‘એક રાષ્ટ્ર ,એક ચૂંટણી’ વિશે બહુ ભાવનાત્મક અપીલ કરી હતી.  રાષ્ટ્રપ્રમુખના આ ઉદગારો એક રીતે તો વડાપ્રધાનના ‘મનકી બાત’ હતા ! ભારતીય જનતા પક્ષે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીના તેના ઢંઢેરામાં લોકસભાની જોડાજોડ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ યોજવાનું વચન આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી … More એક રાષ્ટ્ર, એક ચૂંટણી સત્તાના કેન્દ્રીકરણની ચાલ: વાસ્તવિકતા એ છે કે આ પૂર્વે પણ આ બાબત ચર્ચાઈ ચૂકી છે

નેપાળની ચૂંટણીના સૂચિતાર્થ: ભારતે મોટાભાઈની ભૂમિકા બદલી સમાનતાનો વ્યવહાર અપનાવવો પડશે

ચંદુ મહેરિયા* આજે નેપાળની નવરચિત પ્રાંતિક ધારાસભાઓ સંસદના ઉપલાગ્રુહ એવા નેશનલ એસમ્બલીના સભ્યો ચૂંટી રહી છે. એ પછી નેપાળની તાજેતરની ચૂંટણીઓનું ચક્ર પૂરું થશે. નવા બંધારણ અનુસાર થયેલ પ્રથમ ચૂંટણીમાં સામ્યવાદી પક્ષને સ્પષ્ટ બહુમતી મળી છે.પરંતુ સત્તાધારી નેપાળી કોંગ્રેસ બંધારણની આડ લઈને સત્તાહસ્તાંતરણમાં વિલંબ કરી રહી છે. ૨.૮૯ કરોડની વસ્તીના દક્ષિણ એશિયાઈ હિમાલયી દેશ નેપાળ … More નેપાળની ચૂંટણીના સૂચિતાર્થ: ભારતે મોટાભાઈની ભૂમિકા બદલી સમાનતાનો વ્યવહાર અપનાવવો પડશે

વિશ્વામિત્રી રિવરફ્રન્ટપ્રોજેક્ટની એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ એપ્લિકેશન માટે સ્વતંત્ર ન્યાયિક તપાસની માંગણી

વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલેપમેન્ટ પ્રોજેક્ટની આવી ખામી યુક્ત પ્રક્રિયાને કારણે વડોદરાના લોકોના વેડફાયેલા નાણાં અને સમય માટે જવાબદાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને નિમેલ કન્સલટન્ટસ અંગે સ્વતંત્ર ન્યાયિક તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજની આગેવાની હેઠળ કરવાની માંગણી કરતો, વિગતવાર જરૂરી દસ્તાવેજો સાથેનો, શેહરના જાગૃત નાગરિકોનો મુખ્ય સચિવ, શેહરી મંત્રાલયના સચિવ, સ્ટેટ એન્વાયારોમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ ઓથોરીટી, ગુજરાત … More વિશ્વામિત્રી રિવરફ્રન્ટપ્રોજેક્ટની એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ એપ્લિકેશન માટે સ્વતંત્ર ન્યાયિક તપાસની માંગણી

બંધારણના એક અને અનન્ય ઘડવૈયા ડો બાબાસાહેબ આંબેડકર

ચંદુ મહેરિયા/ ડો.બાબાસાહેબ આંબેડકર દલિતો-પીડિતોના અધિકારો માટે જીવનભર સંઘર્ષ કરનાર સંઘર્ષવીર, સામાજિક ન્યાય અને સમાનતાના લડવૈયા, પ્રકાંડ પંડિત, કુશળ રાજનીતિજ્ઞ અને આર્ષદ્રષ્ટા મહામાનવ તરીકે તો જાણીતા છે જ પણ ભારતીય બંધારણના એક અને અનન્ય ઘડવૈયા તરીકેની એમની ઓળખ કદી ન ભૂંસી શકાય તેવી છે. આઝાદી પૂર્વે ઈ.સ.૧૯૪૬માં કેબિનેટ મિશન યોજના મુજબ યોજાયેલી ચૂંટણી પછી પંડિત … More બંધારણના એક અને અનન્ય ઘડવૈયા ડો બાબાસાહેબ આંબેડકર

ગુજરાત અને હિમાચલના પરિણામો પછી રાહુલ ગાંધીએ આવનારા દિવસોમાં મોટા પડકારોનો સામનો કરવાનો રહેશે

ચંદુ મહેરિયા*/ આજે ગુજરાત વિધાનસભાની બાકીની ૯૮ બેઠકો માટે મતદાન થશે.તે સાથે ગુજરાતના મતદારો આગામી પાંચ વરસ માટે ક્યા પક્ષની સરકાર બનાવવી તે નક્કી કરશે. આ વખતે ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારની જવાબદારી રાહુલ ગાંધીના શિરે હતી. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં જ રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ બન્યા છે. એટલે  ગુજરાતના પરિમાણો રાહુલ ગાંધીના નેત્રુત્વ અંગે પણ … More ગુજરાત અને હિમાચલના પરિણામો પછી રાહુલ ગાંધીએ આવનારા દિવસોમાં મોટા પડકારોનો સામનો કરવાનો રહેશે

અનામત સહિતની બેઠકો પર દલિત મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપે અને તે નિર્ણાયક બને તેવું કદીએ બન્યું નથી

ચંદુ મહેરિયા*/ ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૩૦માં લોકસભામાં અને ૩૩૨માં રાજ્યોના વિધાનગ્રુહોમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત બેઠકોની જોગવાઈ છે. ૧૯૩૨ના પૂના કરારમાં, દલિતોને તેમની વસ્તીના ધોરણે રાજકીય પ્રતિનિધિત્વ આપવાનું નક્કી થયું હતું. જે આજે આઝાદીના સાત દાયકે પણ ચાલુ છે. ગુજરાત વિધાનસભામાં  દલિતોની  ૧૩ અને આદિવાસીઓની ૨૭ એમ કુલ ૪૦ બેઠકો અનામત છે.  દલિતોની … More અનામત સહિતની બેઠકો પર દલિત મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપે અને તે નિર્ણાયક બને તેવું કદીએ બન્યું નથી

નીચે મુજબના નીતી નિયમો સાથે કયા નેતાઓ વિધાનસભામાં જવા તૈયાર છે?

રોહિત પ્રજાપતિ*/ નીચે મુજબના નીતી નિયમો (ધારાસભ્ય તરીકેની નોકરીની શરતો) સાથે ક્યાં નેતાઓ “વિધાનસભા”માં જવા તૈયાર છે ? 1)      તમામ ચુટાયેલા પ્રતિનિધિઓને હાલમાં The Salary, Allowances and Pension of Members of Parliament Act, 1954  મુજબ જે સગવડો, સેવા અને ભથ્થાઓ મળે છે તે બંધ કરી દેવા. તેને બદલે ‘કુશળ કામદાર; માટે જાહેર થતાં ‘લઘુતમ વેતન’ … More નીચે મુજબના નીતી નિયમો સાથે કયા નેતાઓ વિધાનસભામાં જવા તૈયાર છે?

ભાજપની મંડલ-મંદિર રાજનીતિ કેવા પલટા લેશે તે આજે ગુજરાત, કાલે દેશ નક્કી કરશે

ચંદુ મહેરિયા*/ ગુજરાતમાં ભાજપને સવા બે દાયકા જૂની સત્તા ટકાવવી આ વખતે થોડી કઠિન લાગી રહી છે. એટલે પોતાના જૂના વિકાસના નારાને બદલે તે હવે  “ન જાતિવાદ, ન ધર્મવાદ, હવે ફક્ત રાષ્ટ્રવાદ” નો રાગ આલાપી રહ્યો છે. મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ પણ ગુજરાતના ચૂંટણી મુદ્દા તરીકે ‘યુવાનોને કામ સાથે અયોધ્યામાં રામ અને કલમ ૩૭૦’ની વાતો કરી … More ભાજપની મંડલ-મંદિર રાજનીતિ કેવા પલટા લેશે તે આજે ગુજરાત, કાલે દેશ નક્કી કરશે

ગુજરાતમાં નાતજાતના સમીકરણોનું ધ્રુવીકરણ કરવાની કોઈ ભેદી ચાલ?

માર્ટીન મૅકવાન દલિતો પરના અત્યાચારો ગુજરાતમાં નવી વાત નથી. પણ હાલમાં થયા દલિતો પર  થયેલા અત્યાચારોની સંખ્યા એ ચોક્કસ નવી વાત છે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતનાં વાતાવરણમાં ભારે હલચલ છે. આ ચૂંટણી ભારતીય જનતા પક્ષ માટે પ્રતિષ્ઠાનો મુદ્દો બનવાની છે. લોકોનો આ પક્ષ તરફનો  અવિશ્વાસ વધી રહ્યો છે અને દલિતો પરના … More ગુજરાતમાં નાતજાતના સમીકરણોનું ધ્રુવીકરણ કરવાની કોઈ ભેદી ચાલ?