દેશનો વિકાસ ત્યારે જ થઈ શકે કે જયારે વંચિત સમુદાયોને સમાન અધિકાર મળે. આનો ઉપાય અનામતની નાબૂદી નથી

પી એસ કૃષ્ણન (આઈ એ એસ, નિવૃત્ત)*/ છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત તેમજ અન્ય રાજયોમાં કેટલાક આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ સમુદાયો/સમાજા અનામતની માંગણી કરી રહ્યા છે. તે અંગે ઉગ્ર આંદોલનો પણ ચલાવી રહ્યા છે. આપ સૌને ખબર હશે કે ગુજરાતમાં ૧૯૮૧ અને ૧૯૮પમાં અનામત વિરોધી હિંસક આંદોલનો થયા હતા. પરંતુ તે સમયની સરકારોએ સ્પષ્ટરીતે સ્થાન … More દેશનો વિકાસ ત્યારે જ થઈ શકે કે જયારે વંચિત સમુદાયોને સમાન અધિકાર મળે. આનો ઉપાય અનામતની નાબૂદી નથી

બંધારણના એક અને અનન્ય ઘડવૈયા ડો બાબાસાહેબ આંબેડકર

ચંદુ મહેરિયા/ ડો.બાબાસાહેબ આંબેડકર દલિતો-પીડિતોના અધિકારો માટે જીવનભર સંઘર્ષ કરનાર સંઘર્ષવીર, સામાજિક ન્યાય અને સમાનતાના લડવૈયા, પ્રકાંડ પંડિત, કુશળ રાજનીતિજ્ઞ અને આર્ષદ્રષ્ટા મહામાનવ તરીકે તો જાણીતા છે જ પણ ભારતીય બંધારણના એક અને અનન્ય ઘડવૈયા તરીકેની એમની ઓળખ કદી ન ભૂંસી શકાય તેવી છે. આઝાદી પૂર્વે ઈ.સ.૧૯૪૬માં કેબિનેટ મિશન યોજના મુજબ યોજાયેલી ચૂંટણી પછી પંડિત … More બંધારણના એક અને અનન્ય ઘડવૈયા ડો બાબાસાહેબ આંબેડકર

બીજેપી અને પાટીદારોનો દબદબો ગુજરાતના રાજકારણમાંથી સહેલાઈથી ભૂંસી શકાશે નહીં

વિશ્લેષક/ ચૌદમી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ૨૨ વરસની રાજવટ પછી ભલે સાંકડી બહુમતીથી પણ ભારતીય જનતા પક્ષનું  પુન: સત્તામાં આવવું અસામાન્ય બાબત છે. પૂર્વેની તમામ બેઠકો કરતાં બીજેપીને આ વખતે સૌથી ઓછી બેઠકો મળી છે. છતાં તેની સત્તા ટકી છે તે કોઈ નાનીસૂની વાત નથી. ભાજપને ૯૯, કોંગ્રેસને ૭૭ બેઠકો મળી એ હિસાબે કોંગ્રેસે સારી લડત … More બીજેપી અને પાટીદારોનો દબદબો ગુજરાતના રાજકારણમાંથી સહેલાઈથી ભૂંસી શકાશે નહીં

રાજ્યસભા તેના ઉદ્દેશ, ગરિમા અને ઉપયોગિતા ગુમાવી બેસે તે પહેલાં ચેતવા જેવું છે

ચંદુ મહેરિયા*/ આજકાલ રાજ્યસભા વિવિધ કારણોસર ચર્ચામાં છે. ભાજપનું બહુ પ્રિય તીનતલાક બિલ રાજ્યસભામાં પસાર થઈ શક્યું નથી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને રાજ્યસભાની વિશેષાધિકાર ભંગની નોટિસ મળવામાં છે, નીતિશ કુમાર વિરોધી શરદ યાદવ અને અલી અનવરની રાજ્યસભા સદસ્યતા અધ્યક્ષે રદ કરી છે, બસપાના માયાવતી, ત્રુણમુલ કોંગ્રેસના મુકુલ રોય અને જનતા દળ(યુ)ના વિરેન્દ્રકુમારે રાજ્યસભાના સભ્ય તરીકે … More રાજ્યસભા તેના ઉદ્દેશ, ગરિમા અને ઉપયોગિતા ગુમાવી બેસે તે પહેલાં ચેતવા જેવું છે

વિધાન સભા ચૂંટણી: સમસ્યાઓ હારી ને શંસય જીત્યો!

સાગર રબારી/ ગુજરાત વિધાનસભાની બહુચર્ચિત ચૂંટણીઓ આવી ને વીતી ગઈ. દેશ અને દુનિયાનું ધ્યાન જેના પર મંડાયું હતુ એવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સરવાળે શું નીકળ્યું ? કોણ હાર્યુ, કોણ જીત્યુ એના સૌએ પોત પોતાનાં તારણો તારવ્યાં ને એક ઘટના પુરી થઈ. પરંતુ ગુજરાતવાસીંઓ માટે આ ચૂંટણી ખરેખર ઘટના માત્ર હતી કે વરવા વિકાસની વાતો પછી … More વિધાન સભા ચૂંટણી: સમસ્યાઓ હારી ને શંસય જીત્યો!

છેલ્લા ૩૭વર્ષમાં અનૂસૂચિતજાતિના વિકાસ માટે કોઇ પણ વર્ષમાં ૭% વસ્તીના ધોરણે નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ નથી

મહેન્દર જેઠમલાની* અનૂસૂચિતજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે ખાસ અંગભૂત યોજના  માટે છેલ્લા ૩૭ વર્ષમાં કોઇ પણ વર્ષમાં વસ્તીના ટકાવારી પ્રમાણે નાણાકીય જોગવાઇ કરાઇ નથી અને ૩૭ વર્ષો પૈકી ૩૨ વર્ષોમાં કરવામાં આવેલ બજેટનુ સંપૂર્ણ ખર્ચ કરવામાં આવેલ નથી. અનૂસૂચિત જાતિના વિકાસ સાઘવા માટે વર્ષ ૧૯૭૯-૮૦માં ખાસ અંગભૂત યોજના જેને અંગ્રેજીમાં એસસીએસપી (Special Component Plan for … More છેલ્લા ૩૭વર્ષમાં અનૂસૂચિતજાતિના વિકાસ માટે કોઇ પણ વર્ષમાં ૭% વસ્તીના ધોરણે નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ નથી

અસ્પૃશ્યતા નિવારણ ન થાય તો હિંદુ ધર્મ બચી શકે તેમ નથી. આ મૂળભૂત બાબત સમજવામાં આર.એસ.એસ. 50 વર્ષ મોડો પડ્યો

નીરવ પટેલ* નવ ધર્મ અને નાગરિક ધર્મ સિવાયના કોઈ પણ ધર્મમાં હું માનતો નથી, એટલે સ્વાભાવિક રીતે જ હું કોઈ પણ ધર્મનાં દેવદેવીઓ કે એના ધર્મગ્રંથો કે ધર્મપ્રવર્તકો કે ધર્મગુરુઓ કે ધર્મ પ્રચારકોમાં પણ હું માનતો નથી. અલબત્ત મારી અંગત લાઈબ્રેરીમાં આ બધા જ સારા પાડોશીઓની જેમ અન્ય લેખકો અને તેમની અલગ વિચારધારાઓ સાથે શાંતિપૂર્ણ … More અસ્પૃશ્યતા નિવારણ ન થાય તો હિંદુ ધર્મ બચી શકે તેમ નથી. આ મૂળભૂત બાબત સમજવામાં આર.એસ.એસ. 50 વર્ષ મોડો પડ્યો

કાશ્મીર, ‘આઝાદી’ અને આતંકવાદ: સૈન્યને અમર્યાદ સત્તા આપતો કાયદો થયા પછી સૈન્યે પણ ન કરવા જેવું ઘણું કર્યું છે

ઉર્વીશ કોઠારી/ હિઝ્‌બુલ મુજાહિદ્દીનના યુવાન ત્રાસવાદી બુરહાનને ભારતીય સૈન્યે ઠાર માર્યા પછી, કાશ્મીર વધુ એક વાર અશાંત બન્યું છે. બુરહાનને વીરગતિ પામેલા નાયક જેવું સન્માન આપતો લોકજુવાળ ઊભો થયા પછી કાશ્મીરમાં અસ્થિરતાનું નવું પ્રકરણ શરૂ થયું હોય એવું લાગે છે. કાશ્મીરની સમસ્યાના ગુંચવાયેલા છેડા છૂટા પાડવાનું કે તેની ઓળખ કરવાનું પણ આસાન નથી. તેમાં ઇતિહાસ, … More કાશ્મીર, ‘આઝાદી’ અને આતંકવાદ: સૈન્યને અમર્યાદ સત્તા આપતો કાયદો થયા પછી સૈન્યે પણ ન કરવા જેવું ઘણું કર્યું છે

બાપુ હજી તમે શાંત કેમ છો, દલિતો ઉપર અત્યાચાર થાય અને તમે ચુપ છો… તમે તો અમારા ગુજરાતી સંત છો…

પુજય મોરારીબાપુ, મારી ઉમંર ત્યારે લગભગ દસ વર્ષની હશે, આ વાત લગભગ ચાલીસ વર્ષ પહેલાની કરી રહ્યો છુ, મેં તમને પહેલી વખત અમદાવાદના નવરંગપુરા હોમગાર્ડ ગ્રાઉન્ડમાં જોયા હતા, ત્યારે કથા સાંભળવા માટે બહુ ઓછા લોકો આવ્યા હતા, હું પણ મારા દાદા સાથે આવ્યો હતો, જો કે મારો સ્વાર્થ કથા કરતા દાદા કઈક ખાવાની વસ્તુ લઈ આપે … More બાપુ હજી તમે શાંત કેમ છો, દલિતો ઉપર અત્યાચાર થાય અને તમે ચુપ છો… તમે તો અમારા ગુજરાતી સંત છો…