વિકાસની દુનિયામાં ‘કુપોષિત’ બાળકો, ધાત્રી માતા, સગર્ભા સ્ત્રી અને કિશોરી

મોહનભાઈ પરમાર અને કલ્પેશ અસોડીયા/ બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના પાંચ ગામની શાળામાં મુલાકાત લેતાં જણાયું કે, સરકારી આંગણવાડીમાં ભણતાં ૫૮ બાળકો ‘કુપોષણ’થી પીડાઈ રહ્યાં છે. અતિશય કુપોષિત બાળકોને ‘લાલ’ અને પ્રમાણમાં ઓછાં કુપોષિત બાળકોને ‘પીળા’ રંગની ઓળખ સરકારી ચોપડે આપવામાં આવે છે. આ આંકડા સરકારી છે અને ૨૦૧૭ની સાલના છે. આ પાંચ ગામમાં આંગણવાડીમાં આવતાં … More વિકાસની દુનિયામાં ‘કુપોષિત’ બાળકો, ધાત્રી માતા, સગર્ભા સ્ત્રી અને કિશોરી

ગધેમાર વિસ્તાર: ધોળકા

પ્રીતિબેન વાઘેલા/ ધોળકા શહેરના ‘ગધેમાર’ વિસ્તારમાં સૂરજ મોડો જાગે છે. સવારે ત્રણ વાગે લોકો જાગી જાય છે. અમદાવાદમાં શાકભાજી રાત્રે ઠલવાય છે અને ત્યાંથી જથ્થાબંધ ભાવે શાકભાજી લાવી તેને લારીમાં ગોઠવી, પાણી છણકોરી વહેલી સવારે ધોળકા શહેરની સોસાયટીઓમાં શાકભાજી વેચવા નીકળી પડવું, તે અહિયા રહેતાં લગભગ ૩૦૦ ‘દેવીપૂજક’ પરિવારો માટે નિત્યક્રમ છે. સંપત્તિમાં બધાં પાસે … More ગધેમાર વિસ્તાર: ધોળકા

વડનગર: દલિતો માટે ‘સોનાની લંકા’

ભરતભાઈ પરમાર; શાંતાબેન સેનમા/ વડનગરમાં હવે નગરપાલિકા છે. જૂનું ગામ ચોમેર ફરતી ‘કોટ’ની દીવાલમાં સુરક્ષિત છે. કોટ-કિલ્લાના ૬ ઝાંપા. દલિત વસ્તી ઝાંપાની બહાર છે. વડનગરની ૭.૮ ટકા દલિત વસ્તી-વિસ્તાર ગંદકી, તૂટેલા રસ્તાથી અલગ તરી આવે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે, ૨,૧૭૮ ની દલિત વસ્તીમાં કોઈની પણ પાસે સમ ખાવા પૂરતી પણ ખેતીની જમીન નથી. બુદ્ધ … More વડનગર: દલિતો માટે ‘સોનાની લંકા’

ત્યકતા બહેનને આંગણે વિકાસ પહોંચ્યો નથી

મંજુલાબેન મકવાણા અને ડાહ્યાભાઈ દાફડા વિંછીયા તાલુકાના વિંછીયા ખાતે રહેતાં વાલીબેન ત્યકતા છે. તે પોતાની નાની બહેન વિંજલ સાથે રહે છે. નાની બહેન ‘વિકલાંગ’ હોવા ઉપરાંત ‘કુપોષિત’ છે અને તેનાં લગ્ન થયાં નથી. બંને બહેનોને વિકાસની વાત ગપગોળા લાગે છે, કારણ કે તેમનાં નામ ‘બી.પી.એલ.’માં નથી. તેમને હજી સુધી સરકારી કોઈ યોજનાનો લાભ મળ્યો નથી. … More ત્યકતા બહેનને આંગણે વિકાસ પહોંચ્યો નથી

વિકાસનો મતલબ ‘ઓછી ગરીબી’ હોય તો ભારતના વિકસિત રાજ્યોમાં ગુજરાતનો નંબર પંદરમો છે

“વિકાસમાં ભારતનું કયું રાજ્ય પહેલા નંબરે આવે છે?” એવા પ્રશ્નના જવાબમાં ‘ગુજરાત’ નથી આવતું. વિકાસની સીધીસાદી વ્યાખ્યા એટલે, ‘જેમ જેમ ગરીબી ઘટે તેમ વિકાસ થયો કહેવાય, એવી સામાન્ય લોકોની સમજ છે.’ આ સમજ પ્રમાણે, ભારતના રાજ્યોને ગોઠવીએ તો જ્યાં સૌથી ઓછી ગરીબાઈ છે તેવા રાજ્યોની યાદીમાં ગુજરાતનો નંબર ૧૫મો આવે છે. આ આંકડા ‘રિઝર્વ બૅંક … More વિકાસનો મતલબ ‘ઓછી ગરીબી’ હોય તો ભારતના વિકસિત રાજ્યોમાં ગુજરાતનો નંબર પંદરમો છે

સરકારનો વિકાસ એકલબેન સુધી પહોંચ્યો નથી

મંજુલાબેન મકવાણા અને ડાહ્યાભાઈ દાફડા/ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કાળાસર ગામે સુમિત્રાબેન મધદરિયે એકલપંડે પોતાનું વહાણ હંકારી રહ્યાં છે. પાંત્રીસેક વર્ષની ઉંમર માંડ થઈ છે અને વર્ષ પહેલાં પતિનું મરણ થયું. પોતાને ત્રણ સંતાન છે. ૧૪ વર્ષની દીકરી નવમું ભણે છે અને બે દીકરા પાંચમા અને છટ્ઠા ધોરણમાં છે. સાસુમા વિધવા છે અને પાકટ ઉંમરે … More સરકારનો વિકાસ એકલબેન સુધી પહોંચ્યો નથી

વિકાસ ગાંડો નથી થયો; ‘એ’ ગાંડા થઈ ગયા છે!

મહેશભાઈ રાઠોડ અને અશ્વિનભાઈ બાબરિયા/ ઉના તાલુકાનું સૈયદ રાજપરા ગામ અને જિલ્લો ગીર સોમનાથ. ૬,૧૨૧ની વસ્તી ધરાવતું ગામ મોટું છે. બહુમતી વસ્તી કોળી-મુસલમાન-દલિત. અહીં બધાં બંદર પર નિર્ભર અને ખલાસીનું કામ કરે છે. માછલી વેચવાનું મુખ્ય કામ. તેમને ઘણી આશા હતી કે સાગરખેડુ યોજનાનો બધાને લાભ મળશે પણ એકંદરે નિરાશ છે. ૨,૨૫૦ રૂપિયા રીક્ષા ભાડું … More વિકાસ ગાંડો નથી થયો; ‘એ’ ગાંડા થઈ ગયા છે!

પશ્ન ન પૂછી શકે તે પછાત. દલિતો પ્રશ્ન પૂછી શકે છે

ડૉ. આંબેડકરનું માનવું દીવા જેટલું સ્પષ્ટ હતું. રાજકારણમાં દલિતોનું ‘સીધું પ્રતિનિધિત્વ’ એ જ તેમના ‘વિકાસ’ અને અધિકારોની સલામતીની જડીબુટ્ટી છે. ૨૦૧૭માં અનામતને કારણે સંસદમાં ચૂંટાયેલા ૧૨૫ સાંસદો અને દેશની તાલુકા-જિલ્લા પંચાયતો અને વિધાનસભામાં ચૂંટાયેલા દલિત પ્રતિનિધિઓની નોંધપાત્ર હાજરી ભાજપમાં છે. ગત ચૂંટણીમાં ભાજપ કેંદ્ર સરકારમાં સત્તાસ્થાને આવી શકી તેનું કારણ ‘દલિત’ મત છે, તેવું શંકા … More પશ્ન ન પૂછી શકે તે પછાત. દલિતો પ્રશ્ન પૂછી શકે છે

ગુજરાતનો ‘દલિતવિકાસ’ ઉનાના દલિત યુવાનોની પીઠ પર કોતરાયો છે

‘શોલે’ ફિલ્મમાં ડાકુ ગબ્બરસિંહ પોતાની છાતી ઠોકીને પોતાનું સમાજમાં કેટલું વર્ચસ્વ છે તે બતાવવા કહે છે, ‘જયારે કોઈ ઘરમાં બાળક રડતું હોય તો એની મા બાળકને કહે છે કે, “બેટા, સૂઈ જા નહીંતર ગબ્બરસિંહ આવશે”. ગુજરાતના દરેક દલિત બાળક, યુવાન, સ્ત્રી, વૃદ્ધ સૌને ‘ઉનાના મોટા સમઢિયાળા ગામે દલિત યુવાનોની પીઠ પર જાહેરમાં મારવામાં આવેલા ફટકા’ … More ગુજરાતનો ‘દલિતવિકાસ’ ઉનાના દલિત યુવાનોની પીઠ પર કોતરાયો છે