ગુજરાતમાં એક ટકા આદિવાસીઓને પણ જંગલની જમીનની માલિકી આપી નથી

પૌલોમી મિસ્ત્રી, હેમંતકુમાર શાહ*/ હાલ વિધાનસભાના સત્રમાં તા ૨૧-૦૩-૨૦૧૮ને બુધવારના રોજ  અનુસૂચિત આદિ જાતિ કલ્યાણ અને આદિ જાતિ વિસ્તાર પેટા યોજનાની માગણીઓના સંદર્ભમાં  પ્રશ્નોની ચર્ચા પર આદિ જાતિ વિકાસ મંત્રી શ્રી ગણપત વસાવાએ આપેલો જવાબ અર્ધસત્ય છે અને જમીની હકીકત કરતાં ખોટા છે. વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ના અમલમાં ગુજરાત સરકાર બિલકુલ બેજવાબદાર અને મનસ્વી રીતે વર્તે … More ગુજરાતમાં એક ટકા આદિવાસીઓને પણ જંગલની જમીનની માલિકી આપી નથી

આદિવાસી વિસ્તારમાં રોજગારીનો મોટા પ્રશ્નો: ખેતીલાયક ઓછી જમીન, ચોમાસા પર આધારિત ખેતી, રોજગારી માટે સ્થળાંતર

સામાજિક ન્યાય કેન્દ્ર, અમદાવાદ/  આદિવાસી વિસ્તારમાં રોજગારીનો મોટો પ્રશ્ન છે, ખેતીલાયક ઓછી જમીન અને ચોમાસા પર આધારિત ખેતી ને લીધે અહીના લોકોને રોજગારી માટે સ્થળાંતર કરવું પડે છે. ૬-૭ મહિના સુધી ના લાંબા સમય રોજગારી માટે જનાર લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. સતત લોકોની સાથે સંવાદ, મુલાકાત દરમ્યાન આ સમસ્યા બાબતે નક્કર … More આદિવાસી વિસ્તારમાં રોજગારીનો મોટા પ્રશ્નો: ખેતીલાયક ઓછી જમીન, ચોમાસા પર આધારિત ખેતી, રોજગારી માટે સ્થળાંતર

ગુજરાત સરકારના અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતોનું વિસ્તરણ કાયદાનો અમલના દાવા તદ્દન ખોટા અને ભ્રમમાં નાખનારા છે

પૌલોમી મિસ્ત્રી અને હેમંતકુમાર શાહ/ ગુજરાત સરકારે તાજેતરમાં એવો દાવો કર્યો છે કે તે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પેસા (અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતોનું વિસ્તરણ) કાયદાનો અમલ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંધારણમાં 73મો સુધારો 1992માં કરાયો તે પછી દેશના આદિવાસી વિસ્તારો માટે પેસા કાયદો કરાયો કે જેથી 73મો બંધારણ સુધારો વધારે સારી રીતે તે વિસ્તારોમાં … More ગુજરાત સરકારના અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતોનું વિસ્તરણ કાયદાનો અમલના દાવા તદ્દન ખોટા અને ભ્રમમાં નાખનારા છે

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગૌચર જમીનોમાં ફળવાયેલી ખનીજ ઉત્ખનની હરકતો સરકારને કેમ દેખાતી નથી

રોમેલ સુતરિયા/ વન અધિકાર અધિનીયમ – ૨૦૦૬ અંતર્ગત સમગ્ર ગુજરાત ના ૯૦ લાખ આદિવાસીઓમાંથી સરકાર પાસે જંગલ જમીન પર કાયદેસરના જમીન હકો ની માન્યતા મેળવવા ૧,૮૨,૮૬૯ દાવા રજુ થયા છે, જેમાંથી માત્ર ૭૩,૯૨૧ દાવાઓ ને સરકારે મંજુરી આપી છે.૧,૦૮,૯૪૮ દાવાઓ હજુ પણ પેંડીંગ છે. જેનો નીકાલ થયો નથી. ટ્રાઇબલ ડેવલોપમેંટ ડીપાર્ટમેંટ – ગુજરાત ના આંકડાઓ … More ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગૌચર જમીનોમાં ફળવાયેલી ખનીજ ઉત્ખનની હરકતો સરકારને કેમ દેખાતી નથી

અમદાવાદ જીલ્લામાં ૬૭.૦૩% કુટુંબોને, ડાંગ જીલ્લાનાં ૮.૪૦% કુટુંબોને શુદ્ધ કરેલ પાણી આપવામાં આવે છે

પાથેય બજેટ સેન્ટર/ વસ્તી ગણતરી ૨૦૧૧ના આંકડાઓ પ્રમાણે રાજયમાં ૪૦% કુટુંબોને શુધ્ધ કરેલ સ્ત્રોતમાંથી નળદ્વારા પાણી આપવામાં આવે છે, જ્યારે ૬૦% કુટુંબોને અન્ય સ્ત્રોતથી પાણી આપવામાં આવે છે, શહેરી વિસ્તારોમાં શુધ્ધ કરેલ સ્ત્રોતોમાંથી પાણી મેળવનાર કુટુંબો ની સંખ્યા વધારે. સામાજિક વિકાસના મુખ્ય પાસાઓમાં શિક્ષણ અને આરોગ્ય એ અગત્યના પરિબળો છે અને સારા આરોગ્ય માટે પીવાના … More અમદાવાદ જીલ્લામાં ૬૭.૦૩% કુટુંબોને, ડાંગ જીલ્લાનાં ૮.૪૦% કુટુંબોને શુદ્ધ કરેલ પાણી આપવામાં આવે છે

આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચાના કાર્યકરોને તંત્ર દ્વારા હેરાનગતિ કરી ખોટા કેસમાં ફસાવવાના પ્રયત્નો

આદિવાસી આંદોલનને કચડવાના આશયથી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓના વિરોધમા આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચાનો નિવેદન: એક તરફ આદિવાસી વિરૂદ્ધ અને ખેડૂતો વિરુદ્ધ તૈયાર થઈ રહેલી નીતિઓ જે કોર્પોરેટ ક્ષેત્ર ને ખેડૂતો ના જિવ સમાન જમીન આપી દેવા તત્પર છે તો બીજી તરફ રાષ્ટ્ર વ્યાપી ખેડૂતો એક મંચ ઉપર આવી સંઘર્ષ કરી આવી નીતિને … More આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચાના કાર્યકરોને તંત્ર દ્વારા હેરાનગતિ કરી ખોટા કેસમાં ફસાવવાના પ્રયત્નો