રાજય સરકાર સામાજિક અને આર્થિક સેવાઓ કરતાં સામાન્ય સેવાઓ પાછળ ખર્ચ વધારે કરે છે

મહેન્દર જેઠમલાણી*/ વર્ષ ૨૦૧૮-૧૯માં બિન-વિકાસ્લક્ષી કામો માટે પાછલા વર્ષની સરખામણીએ ૧૧૭૬૫ કરોડનુ વધારો કરાયો છે. વર્ષ ૨૦૧૮-૧૯માં રાજયના કુલ અંદાજીત રૂ. ૧૮૧૫૭૭ કરોડના ખર્ચ પૈકી ૩૮.૫૬% નાણા બિન વિકાસલક્ષી કામો માટે ખર્ચાશે, જયારે સામાજિક સેવાઓના વિકાસ માટે ૩૫.૩૯% અને આર્થિક વિકાસના કામો માટે ૨૬.૦૫% રકમોજ ખર્ચાશે.  આ ત્રણે સેવાઓ માટે વર્ષ ૨૦૧૭-૧૮ની નાણાકીય જોગવાઇ સામે … More રાજય સરકાર સામાજિક અને આર્થિક સેવાઓ કરતાં સામાન્ય સેવાઓ પાછળ ખર્ચ વધારે કરે છે

ગુજરાત: અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના બંધારણીય અને અંદાજપત્રીય હક્કની પરિસ્થિતિ 

માર્ટીન મેકવાન/ ગુજરાત સરકાર ૨૦૧૮-૧૯નું અંદાજપત્ર રજુ કરવા જઈ રહી છે તે સમયે પાછલા વર્ષોનો ઇતિહાસ જણાવે છે કે વિકાસમાં પાછળ રહી ગયેલા સમાજના બે મુખ્ય વર્ગો; અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અંદાજપત્રમાં તેમના હક્કના નાણાં ફાળવવામાં ભારે અન્યાય થતો આવ્યો છે. અંદાજપત્રના શિક્ષણ, આરોગ્ય હોય કે પછી સામાજિક ન્યાય; દલિતો અને આદિવાસીના હિતોની ઉપેક્ષા … More ગુજરાત: અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના બંધારણીય અને અંદાજપત્રીય હક્કની પરિસ્થિતિ 

વન બેલ્ટ વન રોડ: આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીની બસ આપણે ચુકી ગયા. જો ભાગ લીધો હોત તો આપણાં હિતની વાત મૂકી શક્યા હોત

વિકાસ સુરતી*/  બે દિવસ ચીનમાં વન બેલ્ટ વન રોડનું મહાસંમેલન મળી ગયું. અમેરિકા, રશિયા, ઇંગ્લેન્ડ, જર્મની વગેરે વિકસિત દેશો ઉપરાંત જગતના 50 દેશોના વડાઓ હાજર રહ્યા અને યુરોપથી ચીન સુધી સિલ્ક રૂટ પર એક ભવ્ય રસ્તો બાંધવાનો ચીનનો પ્લાન સફળ ગયો. ચીનથી લઈને 50 દેશો અને જગતની 7 અબજ વસતીમાંથી 4.4 અબજ લોકોને પહોંચે તે … More વન બેલ્ટ વન રોડ: આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીની બસ આપણે ચુકી ગયા. જો ભાગ લીધો હોત તો આપણાં હિતની વાત મૂકી શક્યા હોત

નવા ઉધોગો અને મોજૂદ ઉધોગોની ઉત્પાદન ક્ષમતા વધારવા પર પ્રતિબંધ ઉઠાવવાના નિર્ણયનો વિરોધ

રોહિત પ્રજાપતિ/ પર્યાવરણ મંત્રી શ્રી અનિલભાઈ દવેએ વાપી, અંકલેશ્વર અને વટવામાંથી યેનકેન પ્રકારે‘મોરોટોરિયમ’ (વિસ્તારમાં નવા ઉધોગો અને મોજૂદ ઉધોગોની ઉત્પાદન ક્ષમતા વધારવા પર પ્રતિબંધ) ઉઠાવી લેવા જાહેરાત કરી એ ‘પર્યાવરણની પ્રદૂષણ સામે હાર’ છે. જી.પી.સી.બી. છેલ્લા ઘણા સમયથી પર્યાવરણ કાયદાઓનો ખુલ્લંમ ખુલ્લા ભંગ કરતાં ઉદ્યોગોને અવારનવાર ક્લોઝર નોટિસો આપતી આવી હોવા છતાં વાપી, અંકલેશ્વર, વટવા, વગેરે ઔધોગિક વિસ્તારોની પ્રદૂષણની માત્રામાં ગુણાત્મક ફેરફાર જણાતો … More નવા ઉધોગો અને મોજૂદ ઉધોગોની ઉત્પાદન ક્ષમતા વધારવા પર પ્રતિબંધ ઉઠાવવાના નિર્ણયનો વિરોધ

આરોગ્યના બજેટના ૨૫ ટકા રકમ લોકોની સારવાર પાછળ ખર્ચવામાં આવે છે, બાકી રકમ પગારો, બીજા ખર્ચમાં જાય છે

જન સ્વાસ્થ્ય અભીયાન/ ગુજરાતમાં ત્રણ હજાર જેટલા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો હોવા છતાં અનેક સ્થળે લોકોને આ આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવા માટે ૩૦થી ૪૫ કીલોમીટર જેટલું અંતર કાપવાની ફરજ પડે છે. આરોગ્ય કેન્દ્રોની પુનઃફાળવણી કરવાની સભ્યોએ માગણી કરી હતી. આરોગ્ય કેન્દ્રોમાં અને સામુદાયીક આરોગ્ય કેન્દ્રોમાં તબીબો અને નીશ્ણાતો ન હોવાને કારણે દર્દીઓને મોટા શહેરોમાં રીફર કરવામાં … More આરોગ્યના બજેટના ૨૫ ટકા રકમ લોકોની સારવાર પાછળ ખર્ચવામાં આવે છે, બાકી રકમ પગારો, બીજા ખર્ચમાં જાય છે

ઉદારીકરણની રજતજયંતિ: ભારતું અર્થતંત્ર રૂંધામણ અનુભવતું હતું. વિકાસદર અત્યંત ધીમો હતો

ઈલસ્ટ્રેટેડ વીક્લી, ડિસેમ્બર 28, 1991 ઉર્વીશ કોઠારી*/  જુલાઇ, ૧૯૯૧ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં અત્યંત મહત્ત્વનું સીમાચિહ્ન છે. બરાબર પચીસ વર્ષ પહેલાં આ દિવસોમાં ભારતે નેહરુશાઇ સમાજવાદ છોડીને મુક્ત અર્થતંત્રની દિશામાં ડગ માંડ્યાં. એ કામ કરનાર નરસિંહરાવ નેહરુ પરિવારના ન હોય એવા પહેલા કૉંગ્રેસી, પૂર્ણકાલીન વડાપ્રધાન હતા. એટલે,પરિવારભક્તિમાં ડૂબેલા કૉંગ્રેસજનોએ રાવને આ પગલા માટે યથાયોગ્ય જશ આપ્યો … More ઉદારીકરણની રજતજયંતિ: ભારતું અર્થતંત્ર રૂંધામણ અનુભવતું હતું. વિકાસદર અત્યંત ધીમો હતો

રાજ્ય સરકાર વિકાસ માટે આયોજન ખર્ચમાં વધારો કરે છે, પરંતુ આયોજન મુજબ ખર્ચ કરવામાં આવતો નથી

પાથેય બજેટ સેન્ટર/ નાણામંત્રીએ વર્ષ ૨૦૧૫-૧૬માં રાજ્યના વિકાસ માટે રૂ. ૭૯૨૯૫ કરોડ ૧૧ લાખનું આયોજન બજેટ રજુ કર્યું, જે વર્ષ ૨૦૧૩-૧૪ના આયોજન ખર્ચની સરખામણીએ ૪૮.૮૧% રકમનો અને વર્ષ ૨૦૧૪-૧૫ના ફેરફાર કરેલ આયોજન બજેટ જોગવાઈની સરખામણીએ ૧૦.૯૦% રકમનો વધારો સૂચવે છે. રાજ્ય સરકાર રાજ્યના વિકાસ માટે વર્ષો વર્ષ આયોજન કરે છે, પરંતુ તે આયોજન મુજબ ખર્ચ … More રાજ્ય સરકાર વિકાસ માટે આયોજન ખર્ચમાં વધારો કરે છે, પરંતુ આયોજન મુજબ ખર્ચ કરવામાં આવતો નથી

૪૦ લાખ દલિતોના વિકાસના રૂ ૧૦ હજાર કરોડ ગુજરાતમાં વપરાયા નથી

કિરીટ રાઠોડ/ માહિતી અધિકાર હેઠળ સરકારી માહિતીના આધારે ગુજરાત રાજની પોલ ખુલી ગઈ છે. રાજ્યમાં ૪૦ લાખ દલિતોના વિકાસના ૧૦ હજાર કરોડ મોદી રાજમાં વપરાયા નથી. છેલ્લા ૮ વર્ષમાં ગુજરાત સરકારે અનૂસૂચિત જાતિના લોકોના વિકાસ અને કલ્યાણ માટે અનૂસૂચિત જાતિ ના વસ્તીના ૭% પ્રમાણે આયોજન પંચની ગાઇડલાન્યસ મુજબ રાજયના આયોજન બજેટ (પ્લાન બજેટ) માંથી દલિત … More ૪૦ લાખ દલિતોના વિકાસના રૂ ૧૦ હજાર કરોડ ગુજરાતમાં વપરાયા નથી

મુખ્યમંત્રી દ્વારા સદભાવના ના નામે ૪૦ હજાર કરોડના સ્પેશ્યલ પેકેજની જાહેરાત અંગે રજૂઆત

કિરીટ રાઠોડ/ સમગ્ર ભારતમાં હાલમાં લોકસભા ચુંટણી – ૨૦૧૪ ની ચુંટણી અંતિમ તબ્બકામાં છે. ત્યારે આપને ગુજરાતની છ કરોડની વસ્તીના મતદારો વતી આપની સમક્ષ જાગૃત મતદાર તરીકે ન્યાયના હિતમાં કાર્યવાહી કરવા નીચેની હકીકતો ધ્યાન લેવું જરૂરી છે. આ વિષે એક રજૂઆત ગુજરાતના રાજ્યપાલશ્રી ને પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૧માં ગુજરાતના તમામ … More મુખ્યમંત્રી દ્વારા સદભાવના ના નામે ૪૦ હજાર કરોડના સ્પેશ્યલ પેકેજની જાહેરાત અંગે રજૂઆત