નર્મદા નદીને મૃતપાય થતી અટકાવવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ માં જાહેર હિતની અરજી દાખલ

IMG-20180527-WA0000

મહેશ પંડ્યા/

  • સમુદ્ર નદીને ભરખી જતા  નદીના પર્યાવરણને વ્યાપક નુકસાન
  • નદીને જીવંત રાખવા ઓછામાં ઓછું 1500 ક્યુસેક પાણી છોડવાની માંગ
  • નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિ તેમજ ભરૂચ સિટીઝન્સ કાઉન્સિલ દ્વારા જાહેર હિતની અરજી

નર્મદા નદીના ડાઉન સ્ટ્રીમ માં ડેમ થી ભાડભૂત સુઘી પાણીનો પ્રવાહ સતત ઘટી રહ્યો છે. અને તેના કારણે પાણીની તંગી વર્તાઈ રહી છે ઉપરાંત દરિયાનું પાણી ધસી આવતા અનેક ક્ષેત્રમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે. નર્મદા નદીને બચાવવા માટે ભરૂચની સ્વૈચ્છીક સંસ્થાઓ આગળ આવી છે. અને નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિ તેમજ ભરૂચ સિટીઝન્સ કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા એન.જી.ટી. માં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.

નર્મદા નદી દિન પ્રતિદિન સુકાઈ રહી છે. એક સમયે બંને તરફ વહેતી નર્મદા નદી હાલ નહેર જેવી બની ગઈ છે. એટલું જ નહિ દરિયાનું ખારું પાણી નર્મદા નદીમાં ધસી આવ્યું છે સરદાર સરોવર ડેમથી ડાઉન સ્ટ્રીમમાં પૂરતા પ્રમાણમાં પાણી ન છોડાતા નદીની આ હાલત થઇ છે. નર્મદા નદીમાં પાણી ન છોડાતા તેની આડ અસરો ઉભી થવા પામી છે. પાણી ન હોવાના કારણે જળચરોને પણ વ્યાપક પણે નુકસાન થવા પામ્યું છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને નર્મદા નદીને મૃતપાય થતી અટકાવવા માટે નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિ તથા ભરૂચ સિટીઝન્સ કાઉન્સિલ દ્વારા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ – એન.જી.ટી. માં જાહેર હિતની અરજી દાખલ કરી છે.

અને આ અરજીમાં નર્મદા નદીમાં પાણીના અપૂરતા પ્રવાહના કારણે ઉભી થયેલ આડ અસરના વિસ્તૃત અહેવાલ માટે સ્વતંત્ર એક્સપર્ટ કમિટી નીમવા અંગે, તથા કેન્દ્રના પર્યાવરણ વન અને કલાઇમેટ ચેન્જ મંત્રાલયની સંબંધિત વિભાગને ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદીના પાણી પર નભતા તમામની જરૂરિયાતને પહોંચી વળાય તેટલો પ્રવાહ અંગેનો અહેવાલ તૈયાર કરવા દાદ  કરવામાં આવી છે ઉપરાંત નદીના પર્યાવરણને થયેલ નુકસાન અંગેનું એસેસમેન્ટ કરવા અને સરદાર સરોવર બંધથી નર્મદા નદીના બેસીન સુધીના વિસ્તારને ક્રિટિકલ વનરેબલ કોસ્ટલ એરિયા જાહેર કરી તેનું જતન કરવાની દાદ  માંગવામાં આવી છે.

IMG-20180527-WA0001

સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલ ટ્રીબ્યુનલ દ્વારા 1979માં ત્રણ રાજ્ય અંગેના પાણીના વિતરણ માટેની પોલિસી જાહેર કરવામાં આવી હતી। જે 45 વર્ષ સુધી એટલે કે વર્ષ 2024 સુધી અમલી રહેશે પરંતુ વર્ષ 1987માં સરદાર સરોવર પ્રોજેક્ટને શરતી પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી હતી જેમાં આ પ્રોજેક્ટ દ્વારા થતી અસરોનો સર્વેક્ષણ રિપોર્ટ તૈયાર કરી ઉચિત પગલાં લેવા જણાવવામાં આવ્યું હતું વર્તમાન 600 ક્યુસેક પાણીને નર્મદા ડાઉન સ્ટ્રીમમાં છોડવામાં આવે છે જે છેલ્લા 20-25 વર્ષમાં ઉદ્ભવેલી પરિસ્થિતિના સંદર્ભમાં પર્યાપ્ત નથી જેથી તેની પૂન:વિચારણા થવી જોઈએ

જાણવા મળ્યા મુજબ હાલમાં દરિયાનું ખારું પાણી 72 કિમિ સુધી પહોંચી ગયું છે જેના કારણે નદી ખારપટમાં ફેરવાઈ ગઈ છે. મત્સ્ય ઉદ્યોગોને પણ આડ અસર થી છે. નર્મદા નદીનો પરરવાઃ બદલાઈ ગયો છે વર્ષો અગાઉ નર્મદા નદીમાં માઇગ્રેટેડ પક્ષીઓ પણ આવતા હતા જે પણ હવે નહિવત છે. જમીનોમાં ખારાશ વધતા ફળદ્રુપ ખેતીલાયક જમીન બંજર થઇ છે. ભૂતળમાં ખારાશ વધી ગઈ છે.

એન.જી.ટી.માં જતા પહેલા સરકાર અને બંધારણીય સંસ્થાઓ સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ રજૂઆતોનો દોર ચાલતો આવ્યો છે. પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ ન આવતા નાગરિકોના પાણીની હકની અને જરૂરિયાતની વાત અને તે સાથે સંકળાયેલ સસ્મસ્યા અંગે મુદ્દાઓને ધ્યાનમાં લેતા ન્યાય પાલિકા જ આમ સાચું માર્ગદર્શન આપીને નદીને બચાવી શકશે એમ માની આ જાહેર હિતની અરજી કરવામાં આવી છે. નદીમાં પાણી ન હોવું એટલે સામાન્ય નાગરિકના પાણીના હક તેમજ ધાર્મિક અને સામાજિક મૂલ્યો પર તરાપ સમાન છે. નદીને મૃતપાય ન કરી શકાય અને તેને બચાવવા માટે આ અરજી દાખલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિ દ્વારા ભૂતકાળમાં ઉદ્યોગોનું પાણી નર્મદા નદીમાં ન છોડાય તે માટેની મુહિમ ઉપાડવામાં આવી હતી. અને અનેકવિધ રજૂઆતો કર્યા બાદ અંતે આ પાણી વાહન કરતી લાઈન દરિયામાં છોડવા  માટેનો પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો હતો અને નર્મદાને પ્રદુષિત થતી અટકાવવામાં આવી હતી. ત્યારે નર્મદાને બચાવવા માટે વધુએક વખત મુહિમ ઉપાડવામાં આવી છે. તો ભરૂચ સિટીઝન્સ કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા પણ ભરૂચ જિલ્લાના વિકાસ માટે અને સગવડો માટે વખતો વખત આંદોલનો કરવામાં આવ્યા છે. ત્યારે આ મુદ્દે પણ બંને સંસ્થાઓ અન્ય સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે મળી નર્મદા નદીને બચાવવા પ્રયાસો કરાઈ રહ્યા છે


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s