ગૌતમ ઠાકર, મહામંત્રી-પીયુસીએલ (ગુજરાત), નો રાજયપાલ શ્રી, ગુજરાત રાજ્ય, ને પત્ર:
ગુજરાતમાં રાજ્ય માનવ અધીકાર પંચ કાર્યરત છે અને પ્રજાના માનવ અધિકાર અને નાગરિક સ્વાતંત્ર્યની જાળવણી માટે પોતાનો યથા-શકતિ ફાળો આપે છે.
પણ આપશ્રીને જાણી ને નવાઈ લાગશે કે ગુજરાતમાં માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે છેલ્લા પાંચેક માસથી કોઈ વ્યક્તી નિમાઈ નથી. અધ્યક્ષની જગ્યા ખાલી હોઇ તેને કારણે પ્રજાને ન્યાય કે રાહત મેળવવામાં વિલંબ થાય છે. તદુપરાંત પંચના અન્ય સભ્યોની જગ્યાઓ ખાલી છે. સહુથી અગત્યની રજીસ્ટ્રારની જગ્યાએ પણ કોઈને મૂકયા નથી. તાજેતરમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની ગુજરાત મુલાકાત દરમ્યાન આ પરિસ્થિતી જાણીને તેમને અત્યંત આશ્ચર્ય થયું હતું.
આપ સાહેબને નમ્ર વિનંતી કરવાની કે ગુજરાત સરકારને આદેશ કરી આ બધી જગ્યાઓ તેમાં પણ ખાસ કરીને રાજ્ય માનવ અધિકારના પંચના અધ્યક્ષ અને રજીસ્ટ્રારની તત્કાલીક નિમણૂક કરવા જણાવશો. આશા રાખીએ છીએ કે આપશ્રી આ ખૂબજ અગત્યના પ્રશ્નમાં અંગત રસ લઈને નિમણૂકો કરાવશો તો અમો આપના આભારી રહીશું.