અનામતનો માપદંડ આર્થિક કેમ ન હોઈ શકે: દેશના દલિતો-આદિવાસીઓ-પછાતોનો મોટો સમૂહ ગરીબીમાં સબડે છે

volviqsecq-1519371591

ચંદુ મહેરિયા/

મણિલાલ એમ. પટેલ “નિરીક્ષક” (તા.૦૧-૦૯-૨૦૧૫) ના એમના  લેખ “અનામતના માપદંડની પુ:ન વિચારણાનો સમય”માં  અંતે લખે છે, “રાજકીય પક્ષો માટે જ્ઞાતિને બદલે આર્થિક માપદંડ વિચારવાનો સમય પાકી ગયો છે.” સંઘ પરિવારનો આ પ્રિય એજ એજન્ડા છે, જે તાજેતરમાં સંઘના  એક આગેવાન એમ.જી. વૈધ્યે પણ જણાવ્યો છે. પાટીદાર આંદોલનકારીઓ પણ આવું જ માનતા લાગે છે. ત્યારે અનામતના માપદંડ વિશે સ્પષ્ટતા થવી રહી.

દલિતો- આદિવાસીઓ માટેની અનામત આઝાદી સાથે જ અમલી બની હતી. આઝાદી પચી ૧૯૫૩માં કાકાસાહેબ કાલેલકરના અધ્યક્ષસ્થાને પછાતવર્ગો માટેનું  ખાસ કમિશન રચવામાં આવ્યું હતું.૧૯૫૫માં કાલેલકરે પ6ચે તેનો જે અહેવાલ આપ્યો હતો, તેમાં નીચો સામાજિક દરજ્જો,શિક્ષણમાં પછાતપણું, સરકારી નોકરીઓમાં અપૂરતું પ્રતિનિધિત્વ અને વ્યાપાર ઉધ્યોગમાં ઓચી ભાગીદારી જેવા ચાર માપદંદોના આધારે ૨૩૯૯ જૂથોને પછાત જ્ઞાતિઓ તરીકે ખોળી કાટઃયા હતા. સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જોગવાઈ કરવા સહિતના વિવિધ કલ્યાણકારી પગલાં સૂચવ્યા હતાં.

કાલેલકર પંચની ભલામણો અંગે સંસદમાં અને અન્યત્ર ચર્ચાઓ થઈ પણ કેન્દ્રએ તેના અમલ  અંગે કોઈ નિર્ણય ન લેતાં પછાતવર્ગોના  વિકાસની બાબત રાજ્યો પર છોડવામાં આવી. ઘણા રાજ્યોએ તે પચી પછાતવર્ગો નક્કી કરવા પંચો રચ્યા હતા.

અન્ય પછાતવર્ગોમાં આવેલી સામાજિક-રાજકીય જાગ્રતિને ધ્યાનમાં લઈને આઝાદીના ખાસ્સા ત્રણ દાયકા પછી, ૨૦મી ડિસેમ્બર ૧૯૭૮ના રોજ મોરારજી દેસાઈના વડપ્રધાનપદ હેઠળની જનતા પક્ષની સરકારે બિદેક્ષ્વરીપ્રસાદ મંડલના અધ્યક્ષપદે અન્ય પછાતવર્ગો માટે બીજું પંચ રચ્યું. ૧૯૮૦માં આ પંચે તેનો અહેવાલ આપ્યો. મંડલ પંચે સામાજિક,શૈક્ષણિક અને આર્થિક એવા ૧૧ માપદંદોના આધારે ૩૭૪૩ હિંદુ-બિનહિદુ પછાત જાતિઓ નક્કી કરી. અન્ય પછાત વર્ગોની વસ્તી દેશમાં ૫૨% છે, પરંતુ અનામતની કુલ મર્યાદા ૫૦% જ હોવાથી પંચે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સાંસ્થાઓમાં ૨૭% અનામત/અને ભૂમિ કાયદામાં મૂળગામી ફેરફારો સહિતની ભલામણો કરી.

૧૯૮૦ની ઈંદિરા ગાંધીની કે ૧૯૮૪ની રાજીવ ગાંધીની કોંગ્રેસી સરકારોએ તેનો અમલ ન કર્યો.૧૯૮૯માં વી.પી.સિંઘની સરકારે તેનો અમલ કરતાં ભારે વિરોધ થયો. તે પછી નરસિંહરાવની કોંગ્રેસી સરકારે આર્થિક પછાતો માટે ૧૦%  સાથે ૨૭%ના અમલની જાહેરાત કરી  વિરોધને ઠાર્યો. સુપ્રીમ કોર્ટે  આ બંને નિર્ણૅયો સામે મનાઈહુકમ આપ્યો.  ૭ ન્યાયાધીશોની ખંડપીઠવાળા ઈન્દ્રા સાહની વિરુધ્ધ ભારત સરકારના કેસનો ૧૬મી નવેમ્બર ૧૯૯૨ના રોજ ચુકાદો આવ્યો. જેમાં સર્વોચ્ચ અદાલતે પચાતવર્ગોમાંના સમ્રુધો(ક્રીમિલેયર) ને બાકાત રાખીને ૨૭% અનામતને બંધારણીય ઠેરવી. પરંતુ ૧૦% આર્થિક પછાતો માટેની અનામતોને ગેરબંધારણીય ગણાવી. આ ઐતિહાસિક હકીકતોના આધારે આર્થિક ધોરણે અનામતની માંગણી  ચકાસવી રહી.

જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે ૧૯૭૨માં નિવ્રુત ન્યાયાધીશ એ.આર.બક્ષીના વડપણ હેઠળ સામાજિક-શૈક્ષણિક પછાતવર્ગો માટેનું પહેલું પંચ રચાયું હતું. તેના રિપોર્ટના આધારે ૮૨ જાતિઓ માટે ૧૯૭૮માં ૧૦ વરસ માટે ૧૦% અનામત અમલી બની. જસ્ટિસ સી.વી.રાણેના ૧૯૮૧ના બીજા પછાતવર્ગ કમિશને  આવક, વ્યવસાય, મિલકત અને શિક્ષણના માપદંડના આધારે ૨૭% અનામતની ભલામણ કરી હતી.

૧૯૮૧ અને ૧૯૮૫ના અનામત વિરોધી રમખાણો વખતે પણ અનામતનો માપદંડ જ્ઞાતિને બદલે આર્થિક રાખવાની માંગ ઉઠી હતી.જ્યારે આવી માંગ થાય છે ત્યારે એ હકીકત વિસારે પાડી દેવાય છે કે  દેશના બંધારણના અનુચ્છેદ-૩૪૦માં “સામાજિક-શૈક્ષણિક પછાતવર્ગો”નો જ ઉલ્લેખ છે. તેમાં આર્થિક પછાતનો ઉલ્લેખ નથી.(જો કે તે માટે બંધારણ સુધારો થઈ શકે) વળી મંડળ પંચે પછાતપણા માપદંડો તરીકે જે ૧૧ માપદંડો ના આધારે પછાત વર્ગો તારવ્યા છે તેમાં ૪(ચાર) માપદંડો આર્થિક છે. એટલે માત્ર જ્ઞાતિના આધારે જ અનામત અપાય છે તે કહેવું  ઓબીસી અનામત માટે સાચું નથી.

મંડલ પંચના ૧૧ પૈકીના ૪ આર્થિક માપદંડો આ પ્રમાણે છે.

૧. રાજ્યની સરેરાશ કરતાં જે કુટુંબની મિલકની કિંમત ૨૫% કરતાં ઓછે હોય,

૨. રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિઓના ૨૫% કરતાં વધુ કુંટુંબો કાચા મકાનમાં રહેતા હોય.

૩. જે જ્ઞાતિઓના ૫૦% કરતાં વધુ કુટુંબોને પીવાનું પાણી મેળવવા અડધો કિલોમીટર ચાલવું પડટું હોય અને

૪. રાજ્યની સરેરાશ કરતાં જે કુતુંબોના ૨૫% લોકોને દૈનિક જરૂરિયાત પૂરી કરવા લોન લેવી પડતી હોય.

જો આટલા  સ્પષ્ટ આર્થિક આધારો પછી મંડલ પંચે પછાતપણું નક્કી કર્યું હોય ત્યારે આર્થિક માપદંડની વાત કરવી નકરી બેઈમાની છે, બેંકોમાંથી કરોડોની થાપણો ઉપાડી લઈ રાજ્યના અર્થતંત્રને અસ્થિર કરવાનો કાર્યકમ આપનાર પાટીદારો ક્યા મોઠે ગરીબોની અનામત માંગે છે?

છેલ્લા સામાજિક-આર્થિક વસ્તી ગણતરીના જે આંકડા ભારત સરકારે જાહેર કર્યા છે તેમાં સ્પષ્ટ થયું છે કે દેશના દલિતો-આદિવાસીઓ-પછાતોનો મોટો સમૂહ ગરીબીમાં સબડે છે અને ગામડાઓમાં બેહાલીમાં બદતર જિંદગી જીવે છે. ૭૪.૪૯% ગ્રામીણ કુટુંબોની માસિક આવક રૂ. ૫૦૦૦/- છે. ખેતકામદારો, સફાઈકામદારો, વેઠિયા અને અન્ય શ્રમિકો આ જ વર્ગના છે.  અને એટલે આર્થિક બાબત તેમની અનામત સાથે જોડાયેલી છે.અહીં એ સ્પષ્ટ કરવું રહ્યું કે તમામ કોમોમાં ગરીબો છે તેથી તે પછાત નથી.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s