જ્યાં સુધી દલિત-આદિવાસીની જમીનના પ્રશ્નો ન ઉકલે ત્યાં સુધી બંધારણીય માળખામાં રહીને આંદોલનો કરવામાં આવશે

dsk

કાન્તિલાલ પરમાર/ 

તા. ૧૯/૦૪/૨૦૧૮ ના રોજ સાણંદ તાલુકાના નાની દેવતી નજીક આવેલ દલિત શક્તિ કેન્દ્ર ખાતે  દલિતોનું વિશાળ જમીન અધિકાર અને એટ્રોસિટી પર ચર્ચા કરવા માટેનું સંમેલન મળેલ હતું, જેમાં ૧૨ જીલ્લાના ૪૨ તાલુકાના લોકોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી. આ સંમેલનમાં દલિત સમાજના જુદાજુદા જીલ્લાના આગેવાનો, અત્યાચારના પીડિત પરિવારો, કર્મશીલો તથા માજી ધારા સભ્ય સિદ્ધાર્થભાઈ પરમાર, દલિત અધિકાર પાક્ષિકના ચંદુભાઈ મહેરિયા અને  દલિત શક્તિ કેન્દ્રના નિયામક માર્ટીનભાઈ મેકવાન હાજર રહ્યા હતા.

સંમેલનમાં ધોળકાના રીંઝા ગામેથી આવેલ બાબુભાઈ દ્વારા સરકાર અમદાવાદ કલેકટર કચેરી દ્વારા ૨૨ કુટુંબોને પુન:વસન કરવામાં છેલ્લા ૧૧ વર્ષથી અખાડા કરે છે અને હુકમો કરી ફરી રદ કરી પાછા નવા હુકમો કરી અમોને માનસિક અને શારીરિક રીતે હેરાન પરેશાન કરી દીધેલ છે અને સરકાર અમારું શાંભળતી નહિ હોવાનું જણાવેલ હતું.

ત્યાર બાદ ભાવનગર જીલ્લાના વલ્લભીપુરથી આવેલ નીરૂબેન ચોરસિયા, સાબરકાંઠાથી આવેલ મોહનભાઈ પરમાર, સુરેન્દ્રનગરથી આવેલ મહેશભાઈ રાઠોડ, ધોળકાથી આવેલ પરસોતમભાઈ અને ડભોઈથી આવેલ રમેશભાઈ વસાવા, દ્વારા પોત પોતાના જિલ્લાઓમાં દલિતો અને આદિવાસીઓની જમીનને લઈને આ મુદ્દે પડતી મુશ્કેલીઓ વર્ણવી હતી.

૫૦ ટકા અત્યાચારો જમીનને લઈને થાય છે. સરકારી જમીન પરનું દબાણ ફક્ત દલિતોનું જ દબાણ દુર કરવામાં આવે છે. સરકાર નવી જમીન સાંથણીમાં ફાળવતી નથી અને ઉદ્યોગોને જમીનો તાત્કાલિક આપી દેવામાં આવે છે. સરકારી અધિકારીઓ દ્વારા દબાણ રેગ્યુલાઇઝ કરી આપવામાં ભેદભાવ કરવામાં આવે છે, સકારી પરિપત્રોની અમલવારી થતી નથી, હાઈકોર્ટમાં જમીનની પીટીશનમાં સુરેન્દ્રનગરના જીલ્લા કલેકટર દ્વારા ખોટું સોગંધનામું કરવામાં આવેલ છે, સાંથણીમાં ફાળવવામાં આવેલ જમીનો ફક્ત કાગળ પર મળેલ છે વાસ્તવિક કબજો મળેલ નથી, સેટેલાઈટ થી માપેલ જમીનોમાં ભૂલ રહી જવા પામેલ છે જે સરકારી ખર્ચે દુરસ્ત કરવા માંગ કરાઈ હતી.

જમીનોના મુદ્દે ખાસ્સી ચર્ચા અને રાજકોટના માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પરમાર દ્વારા જમીન અધિકાર સંમેલનમાં એકતા પર ભાર મૂકી લડત બંધારણની મર્યાદામાં સંગઠિત થઇ તમામા જૂથને સાથે રહી લડવામાં આવે તો દુનિયાની કોઈ તાકાત તમને સફળતા મેળવતા રોકી નહિ શકે તેમ જણાવેલ અને ડો.બાબા સાહેબના રસ્તે ચાલવા જણાવેલ હતું. જમીન મુદ્દે ગુજરાત વ્યાપી વ્યુહાત્મક લડત લડવા હાકલ કરેલ હતી.

ચંદુભાઈ દ્વારા સંમેલનમાં સરકાર સામે સંગઠિત થઇ લડવા માટે હાકલ કરેલ હતી. ગુજરાતમાં જમીનને લઈને દલિતોને પડતી મુશ્કેલીઓની વિગતવાર વાત કરેલ હતી. ગુજરાત સરકાર પુનવર્સનમાં ધ્યાન ન દેતી હોવા બાબત પ્રકાશ પડેલ હતો.

જમીન અધિકાર સંમેલનમાં અધ્યક્ષ સ્થાનેથી માર્ટીનભાઈ મેકવાન દ્વારા ગુજરાતમાં દલિતો પર થયેલ  અત્યાચાર અંગે  ગુજરાત હાઈકોર્ટના દ્વારા આપેલ ત્રણ ચુકાદાઓની ઝીણવટભરી વાત સંમેલનમાં કરી હતી તેમજ તાજેતરમાં તારીખ ૨૦ માર્ચના રોજ સુપ્રીમકોર્ટ દ્વારા અત્યાચાર ધારાને લઈને જે ચુકાદો આપવામાં આવેલ છે અને રાજ્યોમાં અમલીકરણ પણ શરુ કરી દેવામાં આવેલ છે તે બાબતની વાત કરી હતી.

આ અંગે મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્યને આવેદન પત્ર પારિત કરી મોકલી આપવામાં આવ્યું હતું:

આજ રોજ ગુજરાતના બાર જિલ્લાના પ્રતિનિધિઓ સ્વખર્ચે ભેગા મળ્યા હતા. સભાનો ઉદ્દેશ ગુજરાતમાં દલિત-આદિવાસી-ભૂમિહીન લોકોના આર્થિક વિકાસ માટે ગુજરાત સરકારની જાહેર જમીન અંગેની નીતિ વિશે વિચાર કરવાનો હતો. આજની સભાએ ઠરાવ્યું છે કે, હાલના સમયમાં દલિત-આદિવાસી-ભૂમિહીન લોકોને તેમના જાહેર જમીન ઉપરના અધિકારો છીનવાયા હોય તો તેનું કારણ આ અંગેની સરકારી-નીતિનો અમલ થતો નથી તેનાં કારણે છે. આજની સભાએ સરકારી પડતર તથા સરકારી પડતર જમીન પર દબાણ તેમજ સરકારી જમીન ઉદ્યોગોને આપવાની નીતિ અંગેના પરિપત્રોનો ઝીણવટથી અભ્યાસ કર્યો છે. સરકારી પરિપત્રોમાં કઈ રીતે સરકારની વારંવારની સૂચના હોવા છતાં સ્થાનિક અધિકારીઓ તથા ગ્રામ પંચાયતો સરકારી જમીનો ઉપરનું દબાણ હટાવવા કામ કરતા નથી કે આમ કરવા રસ ધરાવતા નથી તેનું ભરપૂર વર્ણન જોઈ શકાય છે.

આજની સભા ઠરાવે છે કે, પોતે સન્માનનીય નાગરિક હોવા છતાં પોતાના અધિકારોનું રક્ષણ કરવા લોકોને સરકારી અધિકારીઓ સમક્ષ ભીખ માંગતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ પરિસ્થિતિના કારણે પારાવાર આક્રોશ અને હતાશા પેદાં થઈ રહ્યાં છે, જેનાં પરિણામે પાટણ ખાતે ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યું તેવા સંજોગો સર્જાયા છે. રાજ્યમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચાર અંગે બે દિવસ પહેલાં જ આપે જાહેરમાં નારાજગી દર્શાવી છે એટલે એમાં આજની સભા વિશેષ કંઈ ઉમેરવા માગતી નથી.

આથી આજની સભા આપ સમક્ષ નીચે દર્શાવેલ નાગરિક અધિકારપત્ર રજૂ કરી તે અંગે સમયસર નિર્ણય લેવા આપની બંધારણીય ફરજ આપ અદા કરો તેવો આગ્રહ રાખે છે.

૧. જ્યાં સુધી દલિતોના જમીનના સંપૂર્ણ પ્રશ્નો ન ઉકલે ત્યાં સુધી સરકાર દલિત-આદિવાસીની જમીનમાં શરતભંગ ન કરે.

૨. દલિત-આદિવાસીની જમીનના કાનૂની પ્રશ્નો ઉકેલવા અત્યાચાર ધારા માટે છે તેવી વિશેષ અદાલતોની રચના કરે.

૩. લેન્ડ કચેરી ભરવાનો કાર્યક્રમ જાહેર કરે,

૪. ગંભીર અત્યાચારના કેસોમાં પીડિતોને જમીન આપવાની કાયદાકીય જોગવાઈનો અમલ કરે.

૫. વન અધિકાર અધિનિયમ હેઠળ આદિવાસીને આપવા પાત્ર જમીન તાત્કાલિક આપવામાં આવે.

૬. સરકાર દ્વારા રીસર્વે થયું તે દરમિયાન લોકોની ઘટેલી જમીન, બદલાયેલ સર્વે નંબર જેવી અસંગતિઓ સરકાર પોતાના ખર્ચે તાત્કાલિક ધોરણે પૂરી કરે.

આજની સભા ઠરાવે છે કે, આ કાર્યક્રમ સાથે સંકળાયેલ કોઈપણ વ્યક્તિ આત્મવિલોપનના કાર્યક્રમ હાથ નહીં ધરે કે તેનો પ્રોત્સાહન નહીં આપે. વધુમાં આજની સભા સ્પષ્ટપણે માને છે કે ઉપરોક્ત નાગરિક અધિકારપત્રનો અમલ કરાવવા આંદોલનનો કાર્યક્રમ બંધારણીય માળખામાં રહીને જ કરવામાં આવશે.

આજની સભા ઠરાવે છે કે, ઉપરોક્ત નાગરિક અધિકારપત્રની છ બાબતો અંગે સરકાર ૧ મે, 2018, ગુજરાત સ્થાપનાદિન સુધીમાં પોતાનો પ્રતિભાવ જાહેરમાં નહીં આપે તો આ નાગરિક અધિકારપત્રની પરીપૂર્તિ માટે દરેક જિલ્લામાં આંદોલન કરવામાં આવશે.

આવેદન પત્ર ઉપર સહી કરનાર:

માર્ટિનભાઈ મૅકવાન

સિદ્ધાર્થભાઈ પરમાર

દિનેશભાઈ પરમાર

વજુભાઈ પરમાર

અરવિંદભાઈ મકવાણા

શાતાબેન સેનવાઃ

ભરતભાઈ પરમાર

નરેન્દ્રભાઈ પરમાર  

મોહનભાઈ પરમાર

 મહેશભાઈ રાઠોડ

જયેશભાઈ પરમાર

પરસોત્તમ મકવાણા

કાંતિભાઈ પરમાર

કિરીટભાઈ રાઠોડ

હરજીભાઈ અંજારાઃ

મનજીભાઈ જાદવ

બળદેવભાઈ મકવાણા

નિરૂબેન ચોરસિયા

વિનુભાઈ મકવાણા

પરેશભાઈ પરમાર

પ્રવિણભાઈ રોહિત

નિમિષાબેન

કલ્પેશભાઈ આસોડિયા

મહેશભાઈ તૂરી

અંબાલાલ ચૌહાણ

મંજુલાબેન મકવાણા


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s