હત્યાનો ભોગ બનનાર નાનજીભાઇએ રોડના ભ્રષ્ટાચાર બાબતે આરટીઆઇ એકટ તળે માહિતી માંગી હતી

nanji (1)
નાનજીભાઈ સોંધરવા

કાન્તિલાલ યુ .પરમાર, સામાજિક અને માનવ અધિકાર કાર્યકર, અમદાવાદ-ગુજરાત, નો ચેરમન,ભગવતી પ્રસાદ, રાજ્ય માનવ અધિકાર આયોગ, ને માણેકવાડા, તા કોટડાસાંગાણી, જી રાજકોટના દલિત યુવાન નાનજીભાઈ સોંધરવાની હત્યા બાબતે અસરકારક કાયદાકીય પગલા ભરવા બાબત પત્ર:

માણેકવાડા ગામ, કોટડાસાંગાણી તાલુકો, રાજકોટ જીલ્લાના અનુસુચિત જાતિના નાનજીભાઈ સોંધરવાની તારીખ ૯/૩/૨૦૧૮ન રોજ હત્યા કરવામાં આવેલ જેની કેસની વિગત નીચે મુજબ છે.

ગામ: માણેકવાડા તા. કોટડાસાંગાણી જીલ્લો, રાજકોટ

મરનારનું નામ : નાનજીભાઈ મેઘાભાઇ સોંધરવા, ઉમર, ૩૨ ધંધો, કડીયાકામ, રે.માણેકવાડા

બનાવ તારીખ: ૦૯/03/૨૦૧૮

ફરિયાદ તારીખ: ૧૦/03/૨૦૧૮

ગુના રજીસ્ટર નંબર: I-૧૩/૨૦૧૮

એફ.આઈ.આર.માં લાગેલ કલમ: આઈ.પી.સી. ૩૦૨, ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯, 120(બી) ૫૦૬(૨) અને એસ.સી./એસ.ટી.એક્ટની કલમ ૩(૧) (r)(s) અને ૩(૨) ૫ GPA ૧૩૫ મુજબ

ફ્રીયાદીનું નામ: મંગાભાઈ સોંધરવા ઉ.વ.૬૨ , જાતે અનુ.જાતિ

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે બે ભાન અવસ્થામાં મરનાર નાનજીભાઈ મેઘાભાઇને લાવેલ જ્યાં તેમનું ટુકી સારવાર બાદ મોત થયેલ છે.

બનાવની જગ્યા: સોળિયા ગામ પાસે, રાજકોટ રોડ, તા. કોટડાસાંગાણી, જી. રાજકોટ, ગુજરાત

આરોપીઓના નામ: ૧) મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા ૨) અજયસિંહ ઉર્ફે દામુભા ચંદુભા જાડેજા ૩) જીતેન્દ્રસિંહ ચંદુભા જાડેજા ૪) જીતેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા ૫) નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા ૬) જગાભાઇ ભરવાડ રહેવાસી ૧થી ૫ માણેકવાડા નં. ૬ કોટડાસાંગાણી

ફરીયાદી મેઘાભાઇ સોંધરવાના દીકરા નાનજીભાઈના બે દીકરા રાજેશ અને અજય રાજકોટ ખાતે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા હોઈ તેમને નાસ્તો આપી મોટર સાયકલ પર પરત ફરી રહ્યા હતા ત્યારે ફોર વ્હીલ ગાડી અથડાવી નીચે પાડી દઈ હુમલો કરી તીક્ષણ હથિયારથી આ આરોપીઓએ હત્યા કરી છે.

ફોરેન્સીક પી. એમ. માં ડોકટરોની પેનલોએ હત્યાની શંકા વ્યકત કરતા પોલીસે સરપંચ મહેન્દ્રસિંહ જાડેજા સહિત ૬ સામે ગુન્હો દાખલ કર્યોઃ

આર.ટી.આઇ. એકટીવીસ્ટ નાનજીભાઇ અને ગરાસીયા જુથ વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલતી’તી અને પોલીસમાં ફરીયાદો થઇ’તીઃ હત્યાના ગુન્હામાં સામેલ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનોનો ઇન્કાર કરેલ હતો. નાનજીભાઈની  લાશને રાજકોટ સિવિલમાં રાખવામાં આવેલ હતી.

રાજકોટ  કોટડા સાંગાણીના માણેકવાડામાં રહેતા આર. ટી. આઇ. એકટીવીસ્ટ નાનજીભાઇ મેઘાભાઇ સોંદરવા (ઉ.૩ર) ની સોડીયા ગામ પાસે છ શખ્સોએ હત્યા કર્યાની વિગતો જણાવાયા બાદ પોલીસે તપાસ આદરતા મૃત્યુ ભેદી સંજોગોમાં જણાતા પોલીસે ડોકટરની પેનલ દ્વારા ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું.

જેમાં ડોકટરોએ હત્યા થયાની શંકા વ્યકત કરતા કોટડાસાંગાણી પોલીસે સરપંચ મહેન્દ્રસિંહ સહિત ૬ શખ્સો સામે ગુન્હો દાખલ કરેલ.

માણેકવાડામાં રહેતા નાનજીભાઇ મેઘાભાઇ સોંદરવા (ઉ. ૩પ) ને ગઇકાલે રાત્રે બેભાન હાલતમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. મૃતક નાનજીભાઇના પિતા મેઘાભાઇ મંગાભાઇ સોંદરવાએ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફ સમક્ષ જણાવ્યું હતું કે, તેમના પુત્ર નાનજીભાઇ બાઇક ચલાવી રાજકોટથી માણેકવાડા આવતા હતાં ત્યારે ચંદુભાઇ વઘાસીયાની વાડી પાસે કાર ઘસી આવી હતી. અને કારમાંથી ઉતરેલા માણેકવાડાના મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા,નરેન્દ્રસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, અને જગા ભરવાડ સહિતના શખ્સોએ ધોકા પાઇપના ઘા ઝીંકયા હતાં. મૃતક નાનજીભાઇ ત્રણભાઇમાં મોટા હતા તેનાથી નાના દેવશીભાઇ અને ચંદુભાઇ છે. તેને સંતાનમાં  બે પુત્ર રાજેશ અને અભય છે. રાજેશ ધોરણ ૧ર તથા અભય ધોરણ ૧૧ માં રાજકોટમાં એસ. વી. વીરાણી હાઇસ્કુલમાં અભ્યાસ કરે છે અને બંને કાલાવડ રોડ પરની એમ. જી. હોસ્ટેલમાં રહે છે. નાનજીભાઇ સોંદરવા ગઇકાલે તેના બે પુત્રોને રાજકોટ મળવા આવ્યા હતાં. અને રાત્રે બાઇક લઇને માણેકવાડા જતા હતાં. ત્યારે સોડીયા ગામ પાસે જીજે-૧ર-બી. આર. પ૭૬૦ નંબરની માલ વાહક જીપના ચાલકે બાઇકને ઠોકર મારી નાનજીભાઇને પછાડી દીધા હતા બાદ જીપમાંથી છ શખ્સો એ આવી ધોકા – પાઇપ ફટકારી હૂમલો કરી નાસી ગયા હતાં. બાદ આસપાસના વાડી માલીક નાનજીભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા જોઇને તાકીદે તેના પિતા મેઘાભાઇ સહિતના પરિવારજનોએ સ્થળ પર પહોંચી નાનજીભાઇને રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

નાનજીભાઇના પિતા મેઘાભાઇ મંગાભાઇ સોંદરવા એ જણાવ્યું હતું કે, નાનજીભાઇ કડીયા કામ કરતા હતાં. અને તે આરટીઆઇ એકટીવીસ્ટ પણ હતાં. દોઢ   વર્ષ પહેલા તેણે ગામના નવા બનેલા રસ્તા મામલે માહિતી માંગી હતી. અને તે જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તેમાં તે હારી ગયા હતાં. તેણે જયારે રસ્તા મામલે માંગેલી માહિતી બાબતે ગરાસીયા શખ્સોએ નાનજીભાઇ, પિતા મેઘાભાઇ મંગાભાઇ, રામજીભાઇ, રામજીભાઇ, મનજીભાઇ તથા નાનજીભાઇના પત્ની કાજલબેન ઉર્ફે હંસુબેન તથા શીતલબેન ઉપર હૂમલો કરવામાં આવ્યો હતો. ત્યારે કોટડા સાંગાણી પોલીસે હૂમલાખોરો વિરૂધ્ધ હત્યાની કોશીષનો ગુન્હો દાખલ કર્યો હતો.

સોડીયા ગામ વચ્ચે બનેલા બનાવ બાદ નાનજીભાઇનું મૃત્યુ નિપજતા ગોંડલ ડીવાયએસપી ચૌહાણ તથા કોટડા સાંગાણી પોલીસે તપાસ શરુ કરી હતી.  આ બનાવ અકસ્માત કે હત્યા તે અંગેનું ચોકકસ કારણ જાણવા માટે પોલીસે મૃતદેહનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સીક પીએમ કરાવ્યું હતું. જેમાં તબીબોની પેનલોએ મૃતક નાનજીભાઇની હત્યા થયાની શંકા વ્યકત કરતા કોટડાસાંગાણી પોલીસે સરપંચ મહેન્દ્રસિંહ સહિત ૬ શખ્સો સામે હત્યાનો ગુન્હો દાખલ કર્યો છે.  મૃતક નાનજીભાઇના પિતા મેઘાભાઇ મંગાભાઇ સોંદરવા અને તેના પરિવારજનોએ આ હત્યાના બનાવમાં જયાં સુધી આરોપીઓ નો પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. ગોંડલ ડીવાયએસપી ચૌહાણના માર્ગદર્શન હેઠળ કોટડાસાંગાણી પોલીસે તમામ આરોપીઓને ઝડપી લેવા તપાસ શરુ કરી હતી. બીજીબાજુ મૃતકના પરિવારની માંગણી મુજબ આરોપીઓ સામે હત્યાનો ગુન્હો દાખલ કર્યો હોય પરિવારજનોને લાશ સ્વીકાર પોલીસ સમજાવટ કરી રહી હતી. મૃતક નાનજીભાઇએ પોતાની હત્યા થશે તેવો અગાઉ વિડીયો વાયરલ કર્યો’તોઃ

રોડના ભ્રષ્ટાચાર બાબતે માહિતી માંગતા ખૂનની ધમકીઓ મળી’તી, કોટડાસાંગાણીના માણેકવાડાના આરટીઆઇ એકટીવીસ્ટ નાનજીભાઇ સોંદરવાના રહસ્યમય મોતના બનાવમાં પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કર્યો છે ત્યારે એક એવી વિગત બહાર આવી છે કે, હત્યાનો ભોગ બનનાર મૃતક નાનજીભાઇએ થોડા સમય પહેલા પોતાના વિડીયો વાયરલ કરી પોતાની હત્યા થશે તેવી શંકા વ્યકત કરી હતી અને આ શંકા અંતે સાચી ઠરી હતી.

હત્યાનો ભોગ બનનાર નાનજીભાઇએ રોડના ભ્રષ્ટાચાર બાબતે આરટીઆઇ એકટ તળે માહિતી માંગી હતી અને તે બાબતે ગરાસીયા જૂથ દ્વારા ખૂનની ધમકીઓ મળતા પોતાની હત્યા થશે તેવી દહેશત વ્યકત કરી હતી.

અગાઉ આરટીઆઇ એકટીવીસ્ટ નાનજીભાઇ સોંદરવા અને ગરાસીયા જૂથ વચ્ચે ૨૦૧૬માં પણ ડખ્ખો થયો હતો. જે તે વખતે બંને જૂથો દ્વારા પોલીસમાં સામસામે ફરીયાદો થઇ હતી.

મૃતક નાનજીભાઇ સોંદરવા દ્વારા ૨૭-૧૦-૨૦૧૭ના એસસીએસટી સેલના ડીવાયએસપીને પણ અરજી કરાયેલ હતી. જેમાં નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા વગેરે સામે નોંધાવેલ એફઆઇઆર મુજબ આરોપીઓની ધરપકડ નો કરાતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

ત્યારબાદ આ અંગે રૂરલ એસપી અને જિલ્લા કલેકટરને પણ લેખીત રજૂઆત કરાઇ હતી.

તારીખ ૨૯/૧૨/૨૦૧૬ના રોજ કલેકટર, રાજકોટને લેખિત અરજી આપી હતી જેમાં અગાઉના ૩૦/૧0/૨૦૧૬ દિવાળીના રાત્રીના રોજ થયેલ ઝગડા બાબતે પગલા લેવા અને તપાસ કરવા વિનંતી કરેલ હતી અને આ અરજીની નકલ ગાંધીનગર અને દિલ્હી માનવ અધિકાર આયોગમાં મોકલી હતી. આ બનાવમાં સામસામી ફરિયાદ થયેલ હતી. જેમાં પોલીસે  ભોગ બનનારને પોલીસ રક્ષણ પુરતું ફાળવવાની જરૂર હતી અને તાત્કાલિક સામાવાળા સામે પગલા લેવાની જરૂર હતી.

૧૧/૯/૨૦૧૭ ના રોજ તાલુકા વિકાસ અધિકારીને માણેકવાડામાં શૌચાલય અને એટીવીટીના કામોમાં ગેરરીતી બાબતે આર.ટી.આઈ. કરી લીધેલ માહિતીના આધારે ફરિયાદ કરેલ હતી. આ બાબતે કોઈજ પગલા લેવામ આવેલ ન હતા.

અગાઉ ૨૬/૯/૨૦૧૭ ના રોજ નાનજીભાઈ મેઘાભાઇ સોંધરવા દ્વારા એટ્રોસિટી એક્ટ નીચે આરોપીઓ સામે ફરિયાદ કરી હતી. આ બાબતે આરોપીઓ સામે કોઈ જ અસરકારક પગલા લેવામાં આવેલ નથી અને નાનજીભાઈને પોલીસ રક્ષણ આપવામાં આવે ન હતું.

રાજકોટ જીલ્લા કલેકટર, એસ.પી. ગોંડલ ડી.વાય.એસ.પી. અને કોટડાસાંગાણી પી.એસ.આઈ. ને પોતાના મોતના ભયની લેખિતમાં અરજી આપી હતી. તારીખ ૨૧/૨/૧૦૧૭ ના રોજ ફરિયાદ આપેલ જેમાં પોતાના મોત અંગેનો ભય રજુ કરેલ તેમજ સામા વાળા ગમેં ત્યારે મારી નાખશે તેવો વિડીઓ જાહેર કરેલ છતાં પોલીસ તરફથી કોઈજ કાર્યવાહી ન થતા અનુસુચિત જાતિના નાનજીભાઈ સોંધરવાનું ખૂન થવા પામેલ છે.

તારીખ ૩/૧૧/૨૦૧૬ ના રોજ પોતાના ઘરે હુમલો થયેલ તે બાબતે પગલા લેવા કલેકટર રાજકોટને લેખિત અરજી આપી હતી. જે બાબતે પણ કોઈ પ્રકારની કાર્યવાહી સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ન થવાથી અનુસુચિત જાતિના નાનજીભાઈ સોંધરવાનું ખૂન થવા પામેલ છે.

અનુસુચિત જાતિના વ્યક્તિ અને આર.ટી.આઈ. કાર્યકર્તા દ્વારા ગામમાં રોડ અને શોચાલય તેમજ અન્ય જગ્યાએ ચાલતી ગેરરીતી બાબતે માહિતી લઇ તપાસ કરવાની રજૂઆત કરતા આર.ટી.આઈ. એવા અનુસુચિત જાતિના કાર્યકરની હત્યા થયેલ છે. રાજકોટ જીલ્લા પોલીસવડા, જીલ્લા કલેકટર અને સ્થાનિક ગોંડલ, ડી.વાય.એસ.પી. અને જીલ્લા પોલીસ વડાને વાંરવાંર રજૂઆત કરવામાં આવી છતાં તેઓએ નાનજીભાઈની હત્યા થવાની છે તેવું કહેવા છતાં કોઈજ ધ્યાન ન આપતા હત્યા કરવામાં આવેલ છે અને એક અનુસુચિત જાતિના વ્યક્તિનો માનવ અધિકાર હણાયો છે. માનવ અધિકારનો ભંગ થયો છે. જે બાબતે ફરજમાં બેદરકારી બદલ આ કર્મચારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવી.

તારીખ ૩૦/૧૦/૨૦૧૬ ના માણેકવાડા ખાતે પોતાના ઘેરે થયેલ હુમલા બાબતે રામજીભાઈ મંગાભાઈ સોંધરવા દ્વારા ફરિયાદ કોટડાસાંગાણી ખાતે એટ્રોસિટી એક્ટની કલમ ૩(૧) (r)(s) અને ૩(૨) ૫-એ અને આઈ.પી.સી. ૩૦૭, ૩૨૩,૩૨૪, ૧૪૩, ૧૪૭,૧૪૮, ૧૪૯, ૫૦૬(૨) મુજબ ફરિયાદ કરેલ હતી. જેમાં સ્થાનિક પોલીસે અમારા તરફ એક બાજુ પગલા લેવામાં આવેલ હતા. અને આરોપીઓને બચાવવા પોલીસ કામે લાગી ગઈ હતી અને અમારા તરફે ખોટો કેસ દાખલ કરી ક્રોસ ફરિયાદ દાખલ કરાવેલ હતી. અમારા ઘેરે અમારા પરિવારના નાના બાળકોને માર મારવામાં આવેલ હતો.આરોપીઓની મને તથા મારા પરિવારને વાંરવાર મારી નાખવાની ધમકી મળતી હતી અને અમોએ અમારી ફરિયાદ લેખિતમાં આ બાબતે ઉપરી જવાબદાર અધિકારીઓને મોકલી છાનબીન કરવા મોકલેલ હતી છતાં કોઈ જ  પગલા ના લેવાતા અનુસુચિત જાતિના નાનજીભાઈ સોંધરવાની હત્યા કરી દેવામાં આવી છે. અને માનવ અધિકાર ભંગનો બનાવ અટકાવવામાં પોતાની ફરજમાં

તારીખ ૦૯/03/૨૦૧૮ના રોજ નાનજીભાઈ સોંધરવાની હત્યાના માનવ અધિકાર ભંગના બનાવમાં નીચે મુજબ મુખ્ય માંગણીઓ ન્યાયના હિતમાં કરવામાં આવે છે.

૧. તારીખ ૯/૩/૨૦૧૮ના રોજ નાનજીભાઈની સોલિયા ખાતે થયેલ હત્યાના ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓની ધરપડક કરવામાં આવે.

૨. આરોપીઓના ફોનની કોલ ડીટેલ રેકોર્ડ (સી.ડી.આર.) કઢાવવામાં આવે અને જો હત્યાના બનાવામાં વધારે આરોપીઓની  સંડોવણી માલુમ પડે તો તાત્કાલિક ધરપકડ કરવી.

૩. રાજ્ય સરકાર દ્વારા ખાસ સરકારી વકીલની (સ્પે.પી.પી.) તરીકે આ કેસમાં નિમણુક કરવામાં આવે.

૪. તપાસ અધિકારી દ્વારા અત્યાચાર ધારાના નવા સુધારા નિયમ ૨૦૧૬ મુજબ ૬૦ દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજુ કરવામાં આવે.

૫. ડો. બાબા સાહેબ આંબેડકર ફાઉન્ડેશન તરફથી અનુસુચિત જાતિના વ્યક્તિની હત્યાના બનાવમાં રૂ. ૫ લાખ ભોગ બનનારને સહાય તરીકે ચુકવવામાં આવે છે તે મળે તે માટે કાર્યવાહી કરવી.

૬. ભોગ બનનાર કુટુંબીજનો ના પરિવારના જીવન નિર્વાહ માટે આશ્રિત કુટુંબને રાજ્ય સરકાર ૫ એકર ખેતીલાયક જમીન ફાળવણી કરે

૭. રાજ્ય સરકાર ભોગ બનનાર કુટુંબીજનના આશ્રિત સભ્યોમાંથી એક વ્યક્તિને જીવન નિર્વાહ માટે સરકારી નોકરી આપે.

૮. રાજ્ય સરકાર નાનજીભાઈની હત્યા બાદ ભોગ બનનાર કુટુંબનજનોના રક્ષણ માટે એસ.આર.પી.નું પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે

૯. અનુસુચિત જાતિના નાનજીભાઈની હત્યાના બનાવમાં ખાસ કિસ્સામાં ભોગ બનનાર અનુસુચિત જાતિના આશ્રિત કુટુંબને ૧૫૦ ચો. વાર પ્લોટ રાજકોટ ખાતે ફાળવવામાં આવે અને મકાન બનાવવા માટે સરકારી સહાય આપવામાં આવે.

૧૦. અનુસુચિત જાતિના નાનજીભાઈ સોંધરવાના ખૂનના બનાવમાં ખાસ કિસ્સામાં ભોગ બનનાર અનુસુચિત જાતિના આશ્રિત કુટુંબને મુખ્ય મંત્રી રાહત અને વડાપ્રધાન રાહત ફંડમાંથી  રૂ. ૨-ર (બે-બે) લાખ ખાસ કિસ્સામાં સહાય તરીકે ચુકવવામાં આવે

૧૧. અનુસુચિત જાતિના નાનજીભાઈના ખૂનના બનાવમાં ભોગ બનેલ દરેક આશ્રિત કુટુંબના બે બાળકો જેમાં એક ધોરણ ૧૧ સાયન્સ અને એક ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે તેમના સંપૂર્ણ અભ્યાસક્રમ અંગેનો તમામ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો.

૧૨. રાજ્ય સરકારે અનુસુચિત જાતિ નાનજીભાઈના  ખૂનના બનાવમાં ભોગ બનેલ કુટુંબને રાહત દરે સરકારી દુકાનેથી(પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર)અનાજ મળી રહે તે માટે અંત્યોદય કાર્ડ અને અને આરોગ્યની માટે ‘મા અમૃતમ કાર્ડ’ પુરા પાડવા.

૧૩. અનુસુચિત જાતિના નાનજીભાઈના ખૂનના બનાવમાં ખાસ કિસ્સામાં ભોગ બનનાર અનુસુચિત જાતિના આશ્રિત કુટુંબને ખેતી કરવા માટે બળદ, બળદ ગાડુ લેવા તેમજ જીવન નિર્વાહ માટે ગાય, ભેસ જેવા દુધાળા ઢોર લેવા માટે ખાસ કિસ્સામાં સરકાર દ્વારા આ  કુટુંબને સહાય કરે એવી માંગણી છે.

૧૪. રાજ્ય સરકારના જીલ્લાના વહીવટીતંત્ર અને પોલીસમાં સ્થાનિક લેવેલે થી ગાંધીનગર, દિલ્હી સુધી પોતાના પર હુમલા થવાની ભીતિ બાબતે પોતાનો જીવ જોખમમાં હોઈ આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી કરવા અને પોલીસ રક્ષણ આપવામાં વિનંતીઓ કરવામાં આવી છતાં કશુજ ન થતા નાનજીભાઈની આયોજનપૂર્વક હત્યા કરવામાં આવી જેથી આ બાબતે તપાસ કરવા માંગ છે અને આ તપાસમાં જે કોઈ પણ જવાબદાર હોય તેમની સામે કાયદાકીય પગલા લેવા માંગ છે.

૧૪. ભોગ બનનારના કુટુંબના સભ્યો બીકમાં અને ભયમાં હોય અને તેઓના પણ જીવ જોખમમાં હોય નાનજીભાઈ સોંધરવાના કુટુંબને રાજ્ય સરકાર દ્વારા એસ.આર.પી. નું રક્ષણ પૂરું પાડવામાં આવે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s