ગુજરાતની રોજગાર ક્ષમતામાં ઉત્તરપ્રદેશ અને બિહાર કરતા પણ ઓછો વધારો થયો છે

skillડૉ મનીષ દોશી/

સમગ્ર દેશના ૨૯ રાજ્યો, ૭ કેન્દ્રશાસિત અને ૩૦૦૦ શૈક્ષણિક કેમ્પસના ૫.૬૦ લાખ યુવાનો-વિદ્યાર્થીઓમાં નોલેજ, સ્કીલ-એપ્ટીટ્યુડ, બિહેવીયલ કંપોનન્ટ, સ્કીલ ગેપ માપદંડો સાથે વૈજ્ઞાનિક અભિગમ થી ૧૧ વિવિધ સેક્ટરના સ્કીલ રીપોર્ટ-૨૦૧૭માં સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર ક્ષમતા સહિતના મુદ્દે નંબર-૧ના મોટા મોટા દાવા કરતી ભાજપ સરકારના દાવાના પરપોટા ફૂટી ગયા અને ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ અને રોજગારમાં “પછાત” રાજ્ય બિહાર, ઉત્તરપ્રદેશ કરતાં ઘણું પાછળ ધકેલાઈ ગયું છે.

સ્કીલ ઈન્ડિયા ૨૦૧૭ માં જાહેર કરાયેલા અહેવાલમાં ગુજરાત રાજ્યના યુવાનો રોજગાર ક્ષમતામાં ટોપ-૫ રાજ્યમાં પણ સમાવેશ નથી. હકીકતમાં ગુજરાતની રોજગાર ક્ષમતામાં ઉત્તરપ્રદેશ, બિહાર કરતા પણ ઓછો વધારો થયો છે. સ્કીલ રીપોર્ટ-૨૦૧૭માં વિદ્યાર્થીઓની રસરૂચી, નોકરી આપનારની જરૂરિયાત, કોમ્યુનિકેશન સ્કીલ સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

રાજ્યમાં યુવાનોને રોજગારમાં વેતન ઓછુ મળી રહ્યું છે. રૂ.૨ લાખ કરતાં વધુ પગાર આપી શકે તેવી વ્યવસ્થા ધરાવતા ટોપ-૫ રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થતો નથી. રોજગાર પસંદગીમાં ગુજરાત દેશના ટોપ-૧૦ રાજ્યમાં પણ યુવાનો માટે પસંદગી રાજ્ય તરીકે સમાવેશ થતો નથી. પુરૂષ કરતાં મહિલાઓને નોકરી આપવામાં પણ સમગ્ર દેશના ટોપ-૧૦ રાજ્યમાં ગુજરાતનો સમાવેશ દશમાં ક્રમાંકે થાય છે.

skill

બેન્કિગ, ફાઈનાન્સ, સર્વિસ, ઈન્સ્યોરન્સ, BPO, KPKPO, ITES, ઓઈલ, ગેસ પાવર, સ્ટીલ, એન્જીનીયરીંગ, ઓટોમેટીવ, ઓટોમોબાઈલ, FMCG, હોસ્પિટાલીટી, ટુર્સ-ટ્રાવેલ્સ, સોફ્ટવેર, ટેલીકોમ સહિતના ૧૧ થી વધુ સેક્ટરમાં યુવાનો માટે પસંદગીના રાજ્ય તરીકે ગુજરાત ક્યાંય પ્રથમ પાંચ રાજ્યોમાં સમાવેશ થયો નથી. ભાજપ શાસકોના છેલ્લા ૨૨ વર્ષના દિશાવિહીન, સાતત્યવિનાની નીતિ, શિક્ષણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ગુણવત્તાનો અભાવના પરિણામો ગુજરાતના યુવાનો સામે મોટો પડકાર ઉભો થયો છે.

ગુજરાતના યુવાનોને સારા રોજગાર માટે અન્ય રાજ્યમાં જવાની ફરજ પડી રહી છે. રાજ્યના શિક્ષણ વિભાગ, શ્રમ-રોજગાર વિભાગ ભ્રષ્ટાચારમાં સંપૂર્ણ “કૌશલ્ય” પ્રાપ્ત કર્યું હોવાથી ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે મોટા પાયે ચેડાં થઇ રહ્યા છે. ગુજરાતના ૫૦૦ કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં યુવાનોને કૌશલ્ય પ્રાપ્ત કરવાને બદલે આઉટસોર્સિંગ એજન્સીના નામે ભાજપ સરકારના મળતિયાઓ મજા કરી રહ્યા છે.

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s