દેશનો વિકાસ ત્યારે જ થઈ શકે કે જયારે વંચિત સમુદાયોને સમાન અધિકાર મળે. આનો ઉપાય અનામતની નાબૂદી નથી

Patidar-protest_380_PTIપી એસ કૃષ્ણન (આઈ એ એસ, નિવૃત્ત)*/

છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત તેમજ અન્ય રાજયોમાં કેટલાક આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ સમુદાયો/સમાજા અનામતની માંગણી કરી રહ્યા છે. તે અંગે ઉગ્ર આંદોલનો પણ ચલાવી રહ્યા છે. આપ સૌને ખબર હશે કે ગુજરાતમાં ૧૯૮૧ અને ૧૯૮પમાં અનામત વિરોધી હિંસક આંદોલનો થયા હતા. પરંતુ તે સમયની સરકારોએ સ્પષ્ટરીતે સ્થાન લીધુ કે અનામત એ બંધારણીય અધિકાર છે અને તેને નાબુદ ન કરી શકાય. આ હિંસક આંદોલનોમાં દલિતો પર ઘણા હિંસક હુમલા થયા હતા તેમજ ૧૯૮પના આંદોલને કોમી હિંસાનો પણ વણાંક લીધો હતો. જેને કારણે મુÂસ્લમ લઘુમતી પણ તેનો ભોગ બની હતી. ત્યારબાદ કહેવાતા સવર્ણો અને રાજકીય પક્ષોને પણ ખબર પડી ગઈ કે અનામત નાબુદ થવાની નથી.

તેને ધ્યાનમાં રાખીને તેઓએ અનામત વિરોધી આંદોલનો કરવાને બદલે અનામત માંગણીના જ આંદોલનો શરૂ કર્યા. ગુજરાત જેવા રાજયમા રાજય સરકાર પણ અનામતનો ખુલ્લો વિરોધ કરે તો તેમની વોટ બેંક જતી રહે. તેવુ કરવાને બદલે સરકાર પણ અનામતનો યોગ્ય અમલ કરતી નથી. ગુજરાત રાજયમાં પાટીદાર અનામત આંદોલન પણ ચાલી રહ્યુ છે. આ સંદર્ભમાં અનામત વિશેની સમજ કેળવવી બહુ જરૂરી છે. જેથી કરીને આપણે સૌ આ પ્રકારના આંદોલનોનો યોગ્ય પ્રતિભાવ આપી શકીએ.

અનામત વિશેની કેટલીક સત્ય હકીકતો

  • અનામતની શરૂઆત કોલ્હાપુરના મહારાજા દ્વારા ૧૯૦રમાં કોલ્હાપુરમાં શરૂઆત કરવામાં આવી હતી.
  • એના પછી મૈસુરના મહારાજા દ્વારા ૧૯ર૧માં તેના રજવાડામાં શરૂ કરવામાં આવી હતી.
  • ત્યારબાદ મદ્રાસ પ્રેસીડેન્સી (હાલના તામિલનાડુ, આન્ધ્રપ્રદેશ, ઉત્તર કેરાલા અને કર્ણાટકના કેટલાંક પ્રદેશો)માં ૧૯ર૧માં જસ્ટીસ પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી હતી. જસ્ટીસ પાર્ટી બ્રાહ્મણવાદી ઈજારા શાહીને તોડી સત્તામા આવી હતી.
  • તેના પછી ૧૯૩૧માં બોમ્બે પ્રેસીડેન્સીમાં કરવામાં આવી હતી.
  • ત્યારબાદ ૧૯૩પમાં ત્રાવણકોરના મહારાજા દ્વારા અને તેના પછી કોચીનના મહારાજા દ્વારા કરવામાં આવી હતી.

આ પરથી કહી શકાય કે ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાં મોટાભાગના પ્રદેશોમાં અનામતની શરૂઆત થઈ ગઈ હતી.

અનામતમાં પછાત વર્ગો (ત્યારે જે વ્યાખ્યા થઈ તે મુજબ) કે જેમાં વર્તમાન અનુસૂચિત જનજાતિઓ અને અનુસૂચિત જાતિઓ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે ઘણાં પછાત વર્ગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

સામાજિકરીતે સંવેદનશીલ રજવાડાના શાસકો દ્વારા અનામતની શરૂઆત કરવામાં આવી હતી. તે સમયે ચાલતી જ્ઞાતિપ્રથાને પડકારતી સામાજિક ચળવળોના પ્રતિભાવ રૂપે આ શાસકોએ અનામત વિશે વિચાર્યુ હતુ. આ ચળવળો જ્ઞાતિપ્રથાને તોડવા અંગેની તેમજ શાસન અને વહીવટમાં વંચિત સમુદાયોને યોગ્ય સ્થાન મળે તે માટેની હતી.

બંધારણમાં કરેલી આર્ટિકલ ૩૪૦ (૧), ૧પ (૪), ૧૬ (૪) મુજબ અનુસૂચિત જાતિ અને જનજાતિની સાથે-સાથે પછાત વર્ગો માટે અનામતની જાગવાઈ કરવામાં આવી છે.

અનામતની ૧૦ વર્ષ અંગેની જાગવાઈ બંધારણમાં ફક્ત વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ માટે જ કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય સ્તરે અનુસૂચિત જાતિ માટે અનામત અંગેની પહેલ ૧૯૪૩માં ડો.બાબાસાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવી હતી. બાબાસાહેબને ખબર હતી કે દેશ આઝાદ થઈ ગયા પછી અનામતની માંગણી કરવી અને તેને અમલમાં મુકવી ઘણું કપરૂ કામ હતુ. જે લોકો સત્તામાં આવે તેઓ અનામતને સ્વીકારે અને લાગુ કરે તે શક્યતાઓ ઓછી હતી. તેને ધ્યાનમાં રાખીને બાબાસાહેબે વાઈસરોયની કાર્યકારી પરિષદમાં સભ્ય તરીકે જાડાયા અને વાઈસરોયને અનામત, પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ તેમજ વિદેશમાં ભણવા માટેની શિષ્યવૃત્તિ અંગે પોતાની દલીલોથી મનાવ્યા. ડો આંબેડકરને પછાત વર્ગો માટે પણ આવી જ જાગવાઈ ૧૯૪૩માં થાય તેવી ઈચ્છા હતી પરંતુ અન્ય કેટલાંક કારણો અને પરિબળોને કારણે તે નહી થઈ શક્યુ અને પછાત વર્ગના નેતાઓએ આ તક ગુમાવી દીધી જેની રાહ તેઓએ ૧૯૯૦માં માંડલ કમીશનની ભલામણો લાગુ કરવામાં આવી ત્યાં સુધી જાવી પડી.

અનામતના ત્રણ પ્રકારો

૧.      સરકારી નોકરીઓ અને હોદ્દાઓમાં અનામત (કેન્દ્ર, રાજય સરકારની નોકરીઓ, સરકારી સાહસો, જાહેર ક્ષેત્રની બેંકો, યુનીવર્સીટીઓ અને અન્ય સંસ્થાઓ જે આર્ટીકલ ૧ર મુજબ સુપ્રિમ કોર્ટના અર્થઘટન મુજબ આવે છે તે તમામ)

૨.      શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે

૩.      લોકસભા અને રાજયની વિધાનસભાઓની ચૂંટણીમાં

નંબર-૩માં દર્શાવેલ અનામતની જાગવાઈ ૧૦ વર્ષની સમય મર્યાદા માટે નક્કી કરવામાં આવી હતી.

નંબર-૧ અને ર માં અનામતની કોઈ સમય મર્યાદા નથી. ઘણાં બૌદ્ધિકો આમ જનતાને તમામ પ્રકારની અનામત ૧૦ વર્ષ માટે હતી તે અંગે ગેરમાર્ગે દોરે છે.

૪.      અનામતનો હેતુ અને કોને માટે

અનામત ગરીબી નાબુદી કે બેરોજગારીના ઉકેલના હેતુથી કયારે પણ શરૂ કરવામાં આવી ન હતી. પરંતુ જ્ઞાતિ આધારિત અન્યાયી સામાજિક વ્યવસ્થામાંથી પેદા થતી ભેદભાવ, અત્યાચાર અને શોષણની પરિÂસ્થતિનો ભોગ બનનાર સમુદાયોને સમાન અધિકાર, સમાન તક અને ન્યાય મળે તે ઉદેશ્યથી અનામતની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ ભોગ બનેલ સમુદાયનુ સામાજિક, આર્થિક અને રાજનૈતિક સશÂક્તકરણ થાય તે પણ હેતુ રહેલ છે. તદ્‌ઉપરાંત અન્ય સામાજિક, ભૌગોલિક, શૈક્ષણિક પરિબળોમાંથી પેદા થતી અસમાન, અન્યાયી પરિÂસ્થતિને કારણે પણ જે સમુદાયોને અન્યાય થાય છે, અધિકારોથી વંચિત રહે છે તેવા સમુદાયોને પણ સમાન તક, સમાન અધિકાર મળે તે પણ અનામતનો હેતુ રહેલ છે. આને ધ્યાનમાં રાખીને બંધારણ દ્વારા અનામતની જાગવાઈ નીચે મુજબના ત્રણ પ્રકારના સમુદાયો / વર્ગો માટે કરવામાં આવી છે.

૧.      અનુસુચિત જાતિ (જેઓ જ્ઞાતિ આધારિત ભેદભાવનો ભોગ બનેલ છે, જેઓને અસ્પૃશ્ય ગણવામાં આવેલ છે અને જેઓ આજે દલીત તરીકે ઓળખાય છે).

૨.      અનુસુચિત જનજાતિ (જેઓ ભૌગોલિક રીતે અંતરીયાળ ડુંગર / જંગલ વિસ્તારોમાં રહે છે અને આદિવાસી તરીકે ઓળખાય છે).

૩.      સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો (પછાત વર્ગો)

૪.      બંધારણ ગરીબો કે આર્થિક રીતે પછાત વર્ગો માટે અનામતની જાગવાઈ કરતુ નથી કે તે અંગેની છૂટ આપતુ નથી. સુપ્રિમ કોર્ટે માંડલ કેસમાં આપેલ જજમેન્ટ મુજબ સામાજિક પછાતપણાં માથી (અસ્પૃશ્યતા કે અન્ય નિર્બળતા કે તેવી વંચિતતાની પરિÂસ્થતિ) ગરીબી પેદા થઈ હોય તેવાને અનામત મળી શકે.

પ.    ત્રણ પ્રકારના સામાજિક વર્ગોની કેવી રીતે ઓળખ કરવામાં આવી અને કેવી રીતે તેમાં બદલાવ લવાય છે?

૧.  અનુસુચિત જાતિઃ

અનુસુચિત જાતિની ઓળખ અસ્પૃશ્યતાને આધારે કરવામાં આવી છે. જ્ઞાતિપ્રથાનો ભોગ બનનાર સમુદાયો કે જેઓને અસ્પૃશ્ય માનવામાં આવ્યા છે અને તેઓની સાથે અસ્પૃશ્યતા રાખવામાં આવે છે તેવા સમુદાયો / જ્ઞાતિઓની યાદી રાષ્ટ્રપતિના હુકમથી તૈયાર કરવામાં આવી છે. તે યાદીને અનુસુચિત જાતિ અનામત માટે ગણવામાં આવી છે. અનુસુચિત જાતિની યાદીમાં કોઈ જ્ઞાતિને ઉમેરવી કે તેને કાઢી નાંખવી કે તેમાં કોઈ સુધારો કરવો તે ફક્ત સંસદમાં જ થઈ શકે. કોઈ રાજયનો મુખ્યમંત્રી કે મંત્રી કે પ્રધાનમંત્રી કે કોઈ રાજકીય નેતા પોતે નિર્ણય લઈને લાગુ ન કરી શકે.

કોઈ સમુદાય / જ્ઞાતિ અનુસુચિત જાતિમાં પોતાનો સમાવેશ થાય તેવુ ઈચ્છતિ હોય તો તેણે પુરવાર કરવુ પડે કે વર્ષોથી તેની સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર થાય છે. આ હકીકત જે-તે રાજય સરકારે પુરાવા સાથે સાબિત કરવી પડે અને તેની વધારે તપાસ રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈÂન્ડયાની માનવ શાસ્ત્ર વિભાગ દ્વારા કરવામાં આવે ત્યાર પછી જ શક્ય બની શકે. ત્યારબાદ કેન્દ્ર સરકારની સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા પુરી રીતે માને ત્યારે જ આ બાબતને સંસદમાં રજૂ કરવામાં આવી શકે. કોઈ રાજય સરકાર કોઈ હુકમ કે સરકારી ઠરાવ દ્વારા કોઈ સમુદાય / જ્ઞાતિનો સમાવેશ અનુસુચિત જાતિમાં ન કરી શકે.

૨.  અનુસુચિત જનજાતિઃ

અનુસુચિત જનજાતિની ઓળખ તેમાં આવતા સમુદાયોની સામુહિક લાક્ષણિકતાઓ જેવી કે અન્ય સમાજાથી અલગ, કમજાર (નબળા), વંચિતતા વિગેરેને આધારે નક્કી કરવામાં આવે છે. આ યાદીમાં કોઈ સમુદાયનો સમાવેશ કરવો હોય તો ઉપર જણાવેલ પ્રક્રિયા દ્વારા જ થઈ શકે. અનુસુચિત જાતિમાં કોઈ જ્ઞાતિ કે પેટા જ્ઞાતિ કે જે જ્ઞાતિ વ્યવસ્થાનો ભોગ બનેલ છે તેનો સમાવેશ થાય છે. જયારે અનુસુચિત જનજાતિમાં કોઈ આદિજાતિ (ટ્રાઈબ)નો સમાવેશ થાય છે. કોઈ એક રાજય એ અનુસુચિત જનજાતિમાં કોઈ આદિજાતિનો સમાવેશ કરવો હોય તો એણે પુરવાર કરવુ પડે કે તે એક આદિજાતિ છે.

ઘણી વખતે રાજકીય ખુશામતને કારણે કેટલીક રાજકીય સરકારો અનુસુચિત જાતિ કે અનુસુચિત જનજાતિમાં અમુક જ્ઞાતિ, પેટા જ્ઞાતિ કે આદિજાતિનો સમાવેશ કરવા માટે જાહેરાતો કરે છે, ભલામણો કરે છે. તેઓને ખબર હોય છે કે તેમની જાહેરાત કે ભલામણો અયોગ્ય છે છતાં પણ.

૩.  સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોઃ

પછાત વર્ગોની ઓળખ તેમની સામાજિક અને શૈક્ષણિક પછાત પણાંને આધારે કરવામાં આવે છે. ફક્ત સામાજિક પછાતપણુ કે ફક્ત શૈક્ષણિક પછાત પણું પુરતુ નથી પરંતુ બન્ને પ્રકારના પછાત પણાં હોય તો જ પછાત વર્ગમાં આવા સમુદાયોનો સમાવેશ થઈ શકે.

પછાત વર્ગમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એવા ફક્ત હિન્દુઓજ નહી પરંતુ મુસ્લિમ અને ખ્રિસ્તીઓનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. મુÂસ્લમ વસ્તીના ૭પ% થી ૮પ% લોકો કે જે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું ધરાવે છે તેમનો સમાવેશ પછાત વર્ગમાં કરવામાં આવે છે. તે જ રીતે ખ્રિસ્તી લોકો (બિન-આદીવાસીઓ)માંથી પણ ઘણાં બધા સમુદાયો કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે તેઓનો સમાવેશ પછાત વર્ગમાં કરવામાં આવેલ છે. શીખોમાંથી પણ એક નાના વર્ગનો સમાવેશ પણ પછાત વર્ગમાં કરવામાં આવેલ છે. જૈનો અને પારસીઓ ધાર્મિક લઘુમતીઓ છે પરંતુ તેઓ સમાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે સંપન્ન સમુદાયો છે.

. રાજયની પછાત વર્ગોની યાદીમાં સમુદાય / જ્ઞાતિનો સમાવેશ કરવાની પ્રક્રિયા

જે સમુદાય / જ્ઞાતિ તેઓનો સમાવેશ રાજયની પછાત વર્ગની યાદીમાં કરાવવા માંગતુ હોય તેઓએ રાજય પછાત વર્ગ આયોગને અરજી કરવાની હોય છે. દરેક રાજયમાં માંડલ કેસમાં સુપ્રિમ કોર્ટના જજમેન્ટ ૧૯૯ર મુજબ અને કેન્દ્ર સરકારના ૧૯૯૦ના હુકમ કે જેને સુપ્રિમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો તે મુજબ પછાત વર્ગોનું આયોગ સ્થાપિત કરવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકારનો હુકમ મારા માર્ગદર્શન હેઠળ વી.પી.સિંગની સરકાર વખતે કરવામાં આવ્યો હતો. આ હુકમમાં પછાત વર્ગોને કેન્દ્ર સરકારની નોકરીઓમાં (બઢતીમાં નહી) ર૭% અનામત મળે તેવી જાગવાઈ કરવામાં આવી હતી.

જે-તે રાજયના આયોગને અરજી કરનાર સમુદાયે / જ્ઞાતિએ સ્થાપિત કરવુ પડે કે તેમનો સમયુદાય / જ્ઞાતિ સામજિક અને શૈક્ષણિક રીતે પછાત છે અને તેનુ સરકારી નોકરીઓમાં અપુરતુ પ્રતિનિધિત્વ છે. ત્યારબાદ રાજયના આયોગ દ્વારા તેની પુરતી તપાસ અને ચકાસણી કરવામાં આવે છે. પુરતી ચકાસણી અને તપાસ કર્યા પછી જ આયોગ એ તારણ ઉપર આવી શકે કે અરજદાર સમુદાય / જ્ઞાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે. ત્યારબાદ આયોગ રાજય સરકારને પછાત વર્ગની યાદીમાં આ અરજદાર સમુદાય / જ્ઞાતિનો સમાવેશ થાય તેવી ભલામણ કરે છે. પરંતુ આયોગને પુરતી ચકાસણી અને તપાસ કર્યા પછી લાગે કે અરજદાર સમુદાય / જ્ઞાતિ સામાજિક અને શૈક્ષણિક પછાતપણાંના માપદંડ મુજબ યોગ્યતા ધરાવતો નથી તો તેની અરજી નામંજુર કરવા માટે સરકારને સલાહ આપે છે. સામાન્ય રીતે આયોગની ભલામણ / સલાહ રાજય સરકાર માનતુ હોય છે. અસહમતી હોય તેવા કેસોમાં કારણો સાથે તેને લેખિત રેકોર્ડમાં લેવામાં આવે છે.

. આંદોલનો અને આંદોલનોનો પહાડ બનાવવાની ક્ષમતા એ કોઈ પછાત વર્ગની યાદીમાં સમાવેશ માટેનો માપદંડ નથી.

જે જ્ઞાતિઓની પછાત વર્ગમાં સમાવેશ કરવામાં માટેની અરજીઓ આવેલી અને રાષ્ટ્રીય આયોગની તટસ્થ સલાહ બાદ અસ્વીકારી હતી તેમાની બે-ત્રણ જ્ઞાતિઓ અનામત માટેના આંદોલનો ચલાવી રહી છે. આ જ્ઞાતિઓ સામાજિક, આર્થિક અને રાજકીય રીતે ખૂબ જ તાકતવર છે.

અત્યારે અનામત માટે આંદોલનો કરતી જ્ઞાતિઓ ગુજરાતના પાટીદાર / પટેલ, મહારાષ્ટ્રના મરાઠા અને ઉત્તર – પશ્ચિમ રાજયોના જાટ લોકો કરી રહ્યા છે. મરાઠાઓની માંગણીને તેમના રાજયના આયોગે તેમજ કેન્દ્રના આયોગે કેન્દ્રના મહારાષ્ટ્રની યાદીમાં સમાવેશ માટે અસ્વીકાર કરેલ છે કારણ કે તેઓ સામાજિક રીતે પછાત નથી. જાટની માંગણી પણ રાજસ્થાનમાં જ સ્વીકારાય છે અન્ય રાજયોમાં તેનો અસ્વીકાર થયો છે. પાટીદારો/ પટેલો ગુજરાત રાજયના પછાત વર્ગ આયોગ પાસે તેમની માંગણી સંદર્ભે ગયા છે કે નહી તેની જાણ કોઈને નથી. ચોક્કસ જાણકારી મુજબ કહી શકાય છે કે તેઓ કેન્દ્રના પછાત વર્ગના આયોગ પાસે તેમની માંગણી નથી મુકી.

જે-તે જ્ઞાતિ/ સમુદાય તેનો સમાવેશ પછાત વર્ગમાં થાય તે અંગેની અરજી રાજય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા ના મંજૂર કરવામાં આવે તો તેઓ ફક્ત અને ફક્ત સુપ્રિમ કોર્ટમાં જ અપીલ કરી શકે. આ પ્રકારનો ઉપાય સુપ્રિમ કોર્ટે માંડલ કેસમાં તેના ચુકાદાના ભાગરૂપે આપ્યો હતો.

ગુજરાતમાં પાટીદારોનું આંદોલન કંઈ નવુ નથી. પાટીદારોએ ૧૯૮૧માં અનુસુચિત જાતિઓ પર હુમલા કર્યા હતા. આ સમય દરમ્યાન પછાત વર્ગો માટે ગુજરાતમાં અનામતની પહેલ કરવામાં આવી હતી. પરંતુ હુમલા અનુસુચિત જાતિઓ (દલીતો) પર થયા. ફરીથી ૧૯૯પમાં સુપ્રિમ કોર્ટના માંડલ કેસના ચુકાદા પછી જયારે ગુજરાત સરકારે પછાત વર્ગો માટે અનામત વધારીને ર૮% કરી ત્યારે પણ તેઓએ આંદોલન કર્યુ હતુ. અત્યાર સુધી તેમણે અનામત વિરોધી આંદોલન કર્યુ. હવે તેઓ તેમનો સમાવેશ પછાત વર્ગમાં થાય તે માટે આંદોલન કરી રહ્યા છે. હવે તાકાતવર જ્ઞાતિઓ તેઓનો સમાવેશ પછાત વર્ગની યાદીમાં થાય તે માટે આંદોલનો ચલાવે છે અથવા તો અનામત પ્રથા નાબૂદ થાય તેવી માંગણી કરે છે. તેમનો સમાવેશ પછાત વર્ગની યાદીમાં થાય તે સંપૂર્ણરીતે અશક્ય છે કારણ કે તેઓ સામાજિક રીતે પછાત નથી. એટલે તેઓની મૂળ જુની માંગણી મુજબ અનામત નાબૂદ થાય તે જ છે.

હવે પછી શું?

અનુસુચિત જાતિઓ, અનુસુચિત જનજાતિઓ અને પછાત વર્ગો માટેઃ

સામાજિક રીતે સંપન્ન અને કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓનો સમાવેશ અનુસુચિત જાતિ કે પછાત વર્ગની યાદીમાં થાય તેવી માંગણી તેમજ બિનઆદી જાતિઓનો સમાવેશ અનુસુચિત જનજાતિમાં થાય તેવી માંગણીઓ વર્તમાન અનામત વ્યવસ્થા (બંધારણીય રીતે લાગુ પડેલ)ને બદલી ન શકે.

અનામત તો સામાજિક ન્યાય અને સમાન અધિકાર માટેની એક વ્યવસ્થા છે. અનામત સિવાય પણ બીજા પગલાંઓ લેવા પડે કે જેના દ્વારા અનુસુચિત જાતિઓ, અનુસુચિત જનજાતિઓ અને પછાત વર્ગને સાચા અર્થમાં સમાન અધિકાર મળે, સામાજિક ન્યાય મળે, ભેદભાવ ખતમ થઈ જાય, શિક્ષણ-સ્વાસ્થયનું સ્તર અન્યની સરખામણીમાં આવે, પાયાની સગવડો સાથે આવાસ મળે.

ભારત દેશનો વિકાસ કે તેની પ્રગતિ ત્યારે જ થઈ શકે કે જયારે દેશના વંચિત સમુદાયો – અસ્પૃશ્યો (દલીતો), આદીવાસીઓ, પછાત વર્ગો વિગેરેને સમાન અધિકાર મળે, સામાજિક સમાનતાનો અહેસાસ થાય. આ ત્યારે જ શક્ય છે જયારે બંધારણમાં, કાયદામાં અને યોજનાઓમાં કરેલી વિવિધ જાગવાઈઓનો યોગ્ય અમલ થાય તેમજ નવી જાગવાઈઓ પણ જરૂર જણાય તો કરવામાં આવે અને તેનો પણ અમલ કરવામાં આવે. આજે પણ આપણાં દેશમાં સદીઓથી ચાલી આવતી અસ્પૃશ્યતા, ભેદભાવ અÂસ્તત્વ ધરાવે છે. સૌથી અમાનવીય ગણાય તેવી પ્રથાઓ (માનવમળ ઉપાડવુ, દેવદાસી વિગેરે) પણ ચાલે છે. આ આપણા સ્વતંત્ર ભારત માટે શરમજનક છે.

તાકતવર જ્ઞાતિઓ / સમુદાયો અનામત પ્રથા નાબૂદ કરવા માટે આંદોલનો કરે છે, શાસક સરકારો પણ અનામતનો યોગ્ય અમલ ન થાય તે માટે ચાલાકી કરે છે. અનામત તબક્કાવાર ત્યારે જ નાબૂદ થઈ શકે જયારે નીચેની પરિÂસ્થતિ આપણાં દેશમાં પેદા થાય.

૧.      વંચિત સમુદાયો (અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને પછાત વર્ગો)ને તેમના રોજગારમાં, નોકરીઓમાં, ધંધાઓમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં, શાસનના દરેક સ્તરે યોગ્ય હિસ્સો મળે.

૨.      દરેક રાજયોમાં અને કેન્દ્ર સરકારની નોકરીઓમાં અને નોકરીના દરેક હોદ્દાઓમાં તેમની વસ્તીના આધારે તેમનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરે.

૩.      રાજય અને કેન્દ્ર સરકારો વંચિત સમુદાયો બધી રીતે સક્ષમ બને અને ખુલ્લી સ્પર્ધામાં ભાગ લઈ શકે.

૪.      સમગ્ર દેશમાં સમાજ અને સરકારી તંત્રમાંથી સંપૂર્ણ રીતે ભેદભાવ, અસ્પૃશ્યતા ખતમ થઈ જાય તેમજ આ વંચિત સમુદાયના લોકો મુકત રીતે ઈચ્છે ત્યાં રહી શકે, સ્વમાનભેર જીવી શકે અને અન્ય સામાજિક રીતે સંપન્ન સમુદાયો સાથે સમાનતા પ્રાપ્ત કરી શકે.

અત્યારે તો સામાજિક રીતે સંપન્ન / કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓ જ સત્તાના સ્થાનો ધરાવે છે. તેમનુ વર્ચસ્વ અર્થતંત્ર, બજાર વ્યવસ્થા, નાણાંકીય સંસ્થાઓ, દેશના શાસનમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં રહેલુ છે. આ પરિસ્થિતિ બદલાઈ તો જ ભવિષ્યમાં અનામતની જરૂર ન પડે.

સામાજિક રીતે સંપન્ન જ્ઞાતિઓ માટેઃ

આ જ્ઞાતિઓમાં પણ અમુક વ્યÂક્તઓ ગરીબ અને બેરોજગાર છે. પરંતુ અનામત વિરોધી આંદોલન કરવા માટે આ કારણ વ્યાજબી નથી. અનામતને કારણે વંચિત સમુદાયના કેટલાક લોકોની પ્રગતિ થઈ છે. તેમની પ્રગતિની ઈર્ષા કરીને તેમના પ્રત્યે ખૂબ જ નફરતની લાગણી ઉદ્‌ભવી છે.

સામાજિક સંપન્ન જ્ઞાતિઓ વિકાસના દરેક માપદંડમાં આગળ છે. આ માપદંડો આવક, શૈક્ષણિક સ્તર, સ્વાસ્થય, જીવન જીવવાની રીત, રહેઠાણ વિગેરેમાં અનુસુચિત જનજાતિઓ અને અનુસુચિત જાતિઓ કરતા ખૂબ જ આગળ છે. પછાત વર્ગ અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિ કરતા થોડાંક ઉપર છે.

આનો ઉપાય અનામતની નાબૂદી નથી. નીચે મુજબના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે સરકારી નોકરીઓમાં અનામતને કારણે કેટલા લોકોને નોકરી મળી છે. વંચિત સમુદાયનો બહુ જ મોટો વર્ગ બેરોજગાર છે.

data

સ્રોતઃ સામાજિક – આર્થિક આંકડા, ભારત, ર૦૧૧, ભારત સરકાર, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

ઉપરના કોઠા પરથી કહી શકાય કે અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને પછાત વર્ગો માટે કુલ શિક્ષિત બેકારોના ૦.૬૯% નોકરીઓ મેળવી છે. એટલે એવુ કહેવુ કે અનામતના કારણે સામાજિક રીતે સંપન્ન/ કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓમાં બેરોજગારી છે તે તદ્દન ખોટી બાબત છે. બેરોજગારીનો મુદ્દો દેશની આર્થિક નીતિઓની પેદાશ છે. અનામતને કારણે બેરોજગારી ઉભી થાય છે તે કેવી રીતે માની શકાય?

જે લોકો સામાજિક રીતે સંપન્ન જ્ઞાતિઓમાં ગરીબ છે તેમના માટે સરકાર શિષ્યવૃત્તિઓ, શૈક્ષણિક લોન, ગરીબી નાબૂદીના કાર્યક્રમો વિગેરે ચલાવે જ છે. પરંતુ શરત એટલી જ કે આવા ગરીબ લોકોની ઓળખ સરકાર તટસ્થ રીતે અને કાળજી પૂર્વક કરે. બી.પી.એલ.ની યાદીમાં જણાવ્યું છે તેમ સામાજિક રીતે સંપન્ન જ્ઞાતિઓમાંથી આર્થિક રીતે સમૃદ્ધ એવા ઘણા પરિવારોનો સમાવેશ થઈ ગયેલ છે. ઘણાં જમીનદારો પણ આ પ્રકારના લાભો ખોટી રીતે લઈ રહ્યા છે.

*અનુવાદ: વિજય પરમાર


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s