ચેરમેન, હરીજન સામુદાયિક ખેતી સહકારી મંડળી લી., મુ. બાબાપુર, તા.જી. અમરેલી (સૌરાષ્ટ્ર), ચાવડા દેવરાજભાઈ જેઠાભાઈનો ચેરપર્સન, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એચ. એલ. દત્તુને પત્ર:
- વિષય:દીવને આઝાદ કરાવનાર સ્વાતંત્ર સેનાની જેઠાભાઈ ડાયાભાઇ ચાવડાના વારસદારોની હરીજન સામુદાયિક ખેતી સહકારી મંડળી લી. બાબાપુર, તા.જી. અમરેલીની ખેતીની જમીન રી –ગ્રાન્ટ કરવા અંગેની ફેર તપાસ અરજી અંગે સચિવ, મહેસુલ વિભાગ (વિવાદ), અમદાવાદ દ્વારા જમીન રી ગ્રાન્ટ માટે કરવામાં આવેલ હુકમની તાત્કાલીક અમલવારી કરવા બાબત.
- રેફરન્સ: ગુજરાત સરકાર, સચિવ, જમીન મહેસુલ વિભાગ(વિવાદ), આંબાવાડી, અમદાવાદના પત્ર ક્રમાંક નં. મવિવિ/જમન/ અમલ/ ૨૦૦૮, તારીખ ૨૫/૧૦/૨૦૧૨
ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે અમો દેવરાજભાઈ જેઠાભાઈ ચાવડા, જાતે અનુસુચિત જાતિ, ઉમર વર્ષ , પુખ્ત રે. બાબાપુર તા.જી. અમરેલી ખાતે અમારા કુટુંબ કબીલા સાથે રહીએ છીએ. આ ગામે રહી ખેતી કામ કરી અમારું અને અમારા કુટુંબનું ગુજરાન ચલાવીએ છીએ.
અમો દેવરાજભાઈ જેઠાભાઈ રે. બાબાપુર ખાતે હરીજન સામુદાયિક ખેતી સહકારી મંડળી લી. બાબાપુરના ચેરમેન તરીકે ફરજ બજાવીએ છીએ અને આ ગામમાં ખેતી કરીએ છીએ.
અમોને ગુજરાત સરકાર દ્વારા મોજે બાબાપુર તા. અમરેલી ના સર્વે નંબર ૨૯૪/૧ પૈ.ની એ.૯૦-૦૧ ગું. જમીન આ મંડળીના નામે પ્રાંત ઓફીસ અમરેલીના: તા. ૫/૧/૫૭ ના હુકમથી અમોને ગ્રાન્ટ કરેલ હતી જે અમો વર્ષોથી મંડળીના સભ્યો સાથે ખેડતા આવીએ છીએ અને અમો અમારા કુટુંબનું ભરણ પોષણ કરીએ છીએ.
ઉપરોક્ત સર્વે નંબર ૨૯૪/૧ પૈ. ની ૯૦-૦૧ ગું. કુલ જમીન માંથી ૨૦ એકર જે તલાવડી વળી છે અને ખેડી શક્ય તેવી નથી તે જમીન કપાત કરી કુલ જમીન એકર ૭૦ માં જે વાવેતર થાય છે તે જમીન રી – ગ્રાન્ટ કરવા માટે અમો દ્વારા જમીન મહેસુલ કાયદાની કલમ ૨૧૧ હેઠળ ફેર તપાસ અરજી સચિવ, મહેસુલ વિભાગ(વિવાદ), આંબાવાડી, અમદાવાદ ખાતે કરેલ હતી., સચિવ, મહેસુલ વિભાગ (વિવાદ), અમદાવાદની કચેરી ખાતે સુનાવણીના અંતે તારીખ ૨૨/૧૦/૨૦૧૨ના રોજ જી. જે. ચાંપાનેરી સાહેબ, સચિવ, મહેસુલ વિભાગ(વિવાદ), અમદાવાદ દ્વારા હુકમ કરવામાં આવેલ છે.
અમો અરજદાર ચેરમેન, હરીજન સામુદાયિક ખેતી સહકારી મંડળી લી. રે. મુ. બાબાપુર તા.જી. અમરેલીની રીવીઝન અરજી મંજુર કરવામાં આવેલ છે અને અમોને અમારા તરફે સચિવ, મહેસુલ વિભાગ (વિવાદ), અમદાવાદ ના તારીખ ૨૫/૧૦/૨૦૧૨ ના પત્ર ક્રમાંક નં. મવિવિ/જમન/ અમલ/ ૨૦૦૮ થી તા. ૨૨/૧૦/૨૦૧૨ના રોજ ૭૦ એકર જમીન રી – ગ્રાન્ટ માટે કરવામાં આવેલ હુકમ કરવામાં આવેલ છે જે હુકમની ચાર વર્ષ થવા આવ્યા છતાં અમલવારી થયેલ નથી તો તાત્કાલીક અમલવારી કરવા આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે.
અમો સૌ હરીજન સામુદાયિક ખેતી સહકારી મંડળી લી. બાબાપુર સ્વ. જેઠાભાઈ ડાયાભાઈ ચાવડા, દીવને આઝાદ કરવા માટેના સ્વાતંત્ર સેનાની હતા, તેઓના વારસદાર છીએ. આ જમીન અમોને બાબાપુર મંડળીમાં ફાળવેલ હતી તેઓ મરણ પામતા તેમના અમો વારસદારો આ જમીન પર હાલમાં અમારો કબજો ૧૯૬૦ થી છે. અમારી આ સવાલવાળી જમીન ડે. પ્રાંત કલેકટર, અમરેલી દ્વારા ગેરકાયદેસર રીતે શરતભંગ ગણી ‘’ખાલસા’’ કરેલ હતી. આ સવાલવાળી જમીન ગેરકાદેસર ખાલસા કરેલ હોય જેથી અમોને ફરીથી રી-ગ્રાન્ટ કરવા વિનંતી છે.
અમારી બાબાપુર મંડળીની જમીન ખાલસા કરવાના મુદ્દે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી ગેરકાદેસર ,મનસ્વી, ભેદભાવભરી અને અન્યાયી તેમજ એક તરફી હોઈ અમો જેઠાભાઈ ડાયાભાઇ ચાવડા, સ્વાતંત્ર સેનાનીના પરિવારજનોની અમારી આજીવિકા છીનવવા ના કૃત્ય સામાન હોઈ અમોને ન્યાય આપી અમારી જમીન રી-ગ્રાન્ટ કરવા માંગણી છે.
અમો તમામ મંડળીના સભ્યો અનુસુચિત જાતિના હોઈ સરકારે અનુસુચિત જાતિના લોકોને ૧૯૫૯-૬૦ માં સાથણીની જમીન ફાળવણીમાં પ્રાથમિકતા આપી અમોને આજીવિકા માટે ખેતીની જમીન ફાળવેલ છે જે છેલ્લા ૬૦ વર્ષથી અમારા ક્બ્જમાં છે અને અમો જાતે ખેતી કરી અમારું અને અમારા કુટુંબનું ગુજરાન ચલાવીએ છીએ.
આ સિવાય આ આ ગામે કે અન્ય જગ્યાએ અમારી કે અમારા વાલી વારસોની ખેતીની જમીન અન્યત્ર જગ્યાએ આવેલ નથી.
બાબાપુર હરીજન સામુદાયિક ખેત સહકારી મંડળી લી.ને જમીન રી-ગ્રાન્ટ કરવાના કારણો:-
૧. સવાલવાળી બાબાપુર હરીજન સામુદાયિક ખેત સહકારી મંડળી લી ને અમરેલી નાયબ કલેકટર (પ્રાંત) દ્વારા ફાળવવામાં આવેલ જમીન શરતભંગ ગણી ખાલસા કરવાનો મૂળ હુકમ જ ક્ષતિગ્રસ્ત જ છે.
૨. સવાલ વાળી જમીન ખાલસા કરવાનોમૂળ અમરેલી નાયબ કલેકટર (પ્રાંત) દ્વારા કરવામાં આવેલ મૂળ હુકમ જ ક્ષતિગ્રસ્ત છે અને ભૂલ ભરેલો છે તેવું સચિવ (વિવાદ) મહેસૂલ વિભાગ, અમદાવાદ દ્વારા તેમના હુકમમાં જ કહેવામાં આવેલ છે. જેથી જમીન રી-ગ્રાન્ટ થવાને પાત્ર છે.
૩. સવાલ વાલી જમીન અંગે સચિવ (વિવાદ) મહેસૂલ વિભાગ ના હુકમ મુજબ મૂળ હુકમ ક્ષતિગ્રસ્ત છે અને જે ૭૦ એકર જમીન ખેડાણ લાયક છે તે જમીન અમરેલી કલેકટરે રી-ગ્રાન્ટ કરવી અને જુરુર પડે રાજ્ય સરકારની મંજુરી લઇ જમીન રી-ગ્રાન્ટ કરી આપવી તેવો હુકમ કરેલ હોઈ જેથી જમીન રી-ગ્રાન્ટ કરવાની અમારી માંગણી યોગ્ય અને ન્યાયી છે.
૪. સવાલ વાળી જમીન પર બાબાપુર હરીજન સામુદાયીક ખેત સહકારી મંડળી લી. નો જમીનની ફાળવણી ૧૯૫૭થી થઇ ત્યારથી છે. તેમજ હાલમાં પણ આ કબજો યથાવત છે.
૫. સવાલવાળી જમીનમાં બાબાપુર હરીજન સામુદાયીક ખેત સહકારી મંડળી લી. દ્વારા જમીન પર ખેડાણ કરી વાવેતર કરીને પાક લેવામાં આવે છે.
૬. સવાલવાળી જમીનમાં બાબાપુર હરીજન સામુદાયીક ખેત સહકારી મંડળી લી. જમીન પર ખેડાણ કરવામાં આવે છે, કુવો બનાવવામાં આવેલ છે અને વર્ષમાં બે વાર ચોમાસામા રોકડીયો અને શિયાળુ રવિ પાક લેવામાં આવે છે. આ સવાલવાળી જમીન પર દર વર્ષે કપાસ, તલ, બાજરી, એરંડા, ઘઉં જેવા પાકો નિયમિત લેવામાં આવે છે.
૭. સવાલવાળી જમીન પર અનુસુચિત જાતિના બાબાપુર હરીજન સામુદાયીક ખેત સહકારી મંડળી લી. સાથે જોડાયેલ ૨૭ સભ્યો અને તેના પરિવારોનું ગુજરાન ચાલે છે. આ પરિવારોની આજીવિકા આ જમીન સાથે જોડાયેલ છે.
૮. સવાલવાળી જમીન પર સાતલી સિંચાઈ યોજના જે ફક્ત વર્ષ ૨૦૧૩થી કાગળ પર જ છે, સરકારની કોઈ જ મંજુરી મળેલ નથી, તેમજ રાજ્ય સરકારના બજેટમાં આ સાતલી સિચાઈ યોજના અંગે કોઈજ નાણાકીય જોગવાઈ કરવામાં આવેલ નથી
૯. સવાલવાળી જમીન પર સાતલી સિંચાઈ યોજના જો શ્રીસરકાર દ્વારા બનાવવામાં આવે તો બાબાપુર હરીજન સામુદાયીક ખેત સહકારી મંડળી લી.ને અન્ય જગ્યાએ વિકલ્પ રૂપે ખેડવા લાયક જમીન ફાળવવામાં આવશે તો અન્યત્ર ખેડાણ લાયક જમીન પર જવા અને સવાલવાલી જમીન શ્રીસરકારને પરત કરી આ જમીન છોડવા તૈયાર છીએ.
૧૦. સવાલવાળી જમીન રી-ગ્રાન્ટ કરવામાં ના આવે તો ૨૭ અનુસૂચીત જાતિના પરિવારોની રોજી-રોટી અને આજીવિકા છીનવાઈ જાય તેમ છે. તેમજ સવાલવાળી જમીન પર અમો વર્ષોથી ખેડાણ કરીએ છીએ અને આ ખેડાણ લાયક જમીન કરવા અમો દ્વારા મોટો ખર્ચ કરેલ હોઈ અમોને મોટું આર્થીક નુકસાન જાય તેમ છે જે અમો અનુસુચિત જાતિના પરિવારોને પરવડે તેમ નથી.
અમો સવાલવાળી જમીન પર અનુસુચિત જાતિના ૨૭ પરિવારો બાબાપુર હરીજન સામુદાયિક ખેત સહકારી મંડળી લી. દ્વારા આ જમીન પર જમીન મળી ત્યારથી કબજો ધરાવીએ છીએ, દર વર્ષે નિયમિત જમીન ખેડાણ કરીએ છીએ, નિયમિત જમીન પર પાક લઈએ છીએ, જમીન ખેડાણ કરવા મોટો ખર્ચ કરેલ છે અને આ જમીન પર વાવણી કરી પાક લઇ અમારા પરિવારોનું ભરણપોષણ કરીએ છીએ. આ જમીન સાથે અમારા પરિવારોની આજીવિકા જોડાયેલ છે.
અમરેલી નાયબ કલેકટર (પ્રાંત) દ્વારા જમીન શરતભંગ કરી ખાલસા કરવાનો મૂળ હુકમ જ ક્ષતિગ્રસ્ત હોઈ જેથી આ જમીન સચિવ (વિવાદ) મહેસૂલ વિભાગના હુકમ મુજબ માનવતા ભર્યો નિર્ણય શ્રીસરકાર દ્વારા કરી બાબાપુર હરીજન સામુદાયિક ખેત સહકારી મંડળી લી.ને જમીન રી-ગ્રાન્ટ કરવા અમારી વિનંતી છે.
અમો અનુસુચિત જાતિના ૨૭ પરિવારોની રોજીરોટી અને આજીવિકા સાથે સંકળાયેલ બાબાપુર હરીજન સામુદાયિક ખેત સહકારી મંડળી લી. ને ફાળવેલ ખેતીની જમીનને અમરેલી નાયબ કલેકટર(પ્રાંત) દ્વારા શરતભંગ ગણી જમીન ખાલસા કરવાનો ગેરકાદેસર હુકમ કરેલ જે હુકમ ક્ષતિગ્રસ્ત છે અને જમીન રી-ગ્રાન્ટ કરવા અમરેલી જીલ્લા કલેકટરને સચિવ(વિવાદ) મહેસૂલ વિભાગ, અમદાવાદ દ્વારા હુકમમાં જણાવેલ હોઈ રાજ્ય સરકાર અમોને કાયદાનું સરખું રક્ષણ ન આપી ભારતીય બંધારણની કલમ ૧૪ નો ભંગ કરે છે.
અમો અનુસુચીત્ત જાતિના હોઈ અમારી સાથે રાજ્યએ ભેદભાવ રાખી જમીન ફાળવેલ તે જમીન ગેરકાયદેસર શરતભંગ કરી ખાલસા કરેલ છે. અમો સાથે ભેદભાવ રાખી રાજ્ય સરકાર ભારતીય બંધારણના આર્ટીકલ ૧૫ નો ભંગ કરે છે.
અમોને અનુસુચિત જાતિના ૨૭ પરિવારોની મંડળીને રાજ્ય સરકારે ફાળવેલ જમીન પરથી ગેરકાયદેસર હટાવી અમારી રોજીરોટી અને આજીવિકા છીનવાઈ છે જે ભારતીય બંધારણના આર્ટીકલ ૨૧ નો સીધો જ ભંગ છે.