
માર્ટિન મેકવાન/
સર્વોચ્ચ અદાલતનો ચુકાદો તાજો છે. અત્યાચાર ધારાનો દૂર ઉપયોગ નિર્દોષ લોકોને હેરાન કરવા માટે કરવામાં આવી રહ્યો છે. તેવા નિષ્કર્ષ પર ન્યાયમૂર્તિઓ આવ્યા તેની શાહી સુકાઈ તે પહેલાં ૨૧ વર્ષના દલિત યુવાનની હત્યા થઈ.
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે પ્રદીપ કાળુભાઇ રાઠોડ ઉ.વ.૨૧ તરવરીયો યુવાન જિંદગીમાં આગળ વધે તે પહેલાં જ જિંદગી બુઝાઈ ગઈ.
હમણાં પાંચ મહિના પહેલા જ તેના આગ્રહ અને પ્રેમને વશ થઈ તેના પિતાજીએ રૂપિયા ૩૦ હાજરમાં તેના માટે ઘોડો ખરીધ્યો આજુ બાજુના કોઈપણ ગામમાં દલિત પાસે ઘોડો નથી, એટલે પ્રદીપનો ઘોડો છવાઈ ગયો.
અઠવડીયા પહેલા બાજુના ગામના ક્ષત્રિયએ તેના પિતાને ઘોડો વહેંચી દેવા સૂચના પણ આપી હતી. અને મારી નાખવાની ધમકી પણ.
ગઈ કાલે તા. ૨૯/૦૩/૨૦૧૮ ની સાંજના સુમારે ઘોડો લઈને તે વાડીએથી ઘરે આવવા નીકળ્યો પણ ઘરે માત્ર ઘોડો પહોંચ્યો. થોડા સમયબાદ તેના પિતાજીને રસ્તાની બાજુમાંથી લોહીના ખાબોચિયામાં પડેલી લાશ મળી આવી.
પ્રદીપની લાશ ફરી એકવાર સર્વોચ્ચ અદાલતને પ્રશ્ન પૂછે છે કે દેશમાં દલિતો પરના અત્યાચાર અને આભડછેટ કેટલા ખોટા અને બનાવટી છે.
Nyaytantra Sarkar ni Sathganth etle Lokshahi nu Patan…
BHarat ni 21% Vasti Ano Javab Apse
Kaydo nablo banavine sarkar ane Nyaytantra Dalito adivasi NE pahela jevi gulami karava mage chhe