જનવિકાસ, અમદાવાદ/
અમદાવાદ શહેરના યંડોળા તળાવની આસપાસ ગરીબો ઝુપડપટ્ટીમાં વસવાટ કરી રહ્યાં છે અને ત્યાં તેઓને સરકાર દ્વારા જરૂરી પ્રાથમિક સુવિધા મળતી નથી અને તેઓ ખુબ જ દયનીય સ્થિતિમાં જીવન ગુજારી રહ્યાં છે.
આ વિપરીત પરિસ્થિતિમાં તા. રપ/૦૩/૨૦૧૮ના રોજ રાત્રીના અંદાજે ૧૧:૩૦ કલાકે યંડોળા તળાવની નજીક આવેલ નવાબનગરના છાપરભાં અચાનક આગ લાગી હતી. આ આગમાં અંદાજે ૨૪૩ ઝુંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે અને તમામ પરિવારો ઘર વિહોણા થઈ ગયા છે.
જનવિકાસ દ્વારા ર૬/૦૩/૨૦૧૮ના રોજ સવારે સ્થળની મુલાકાત કરી હતી. નવાબનગરના સ્થાનિક આગેવાનો અને અસરગ્રસ્ત્તો સાથે રાખીને કલેકટરશ્રી, અમદાવાદને અસરગ્રસ્તોને ત્વરીત સહાય મળે અને તમામ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તે બાબતે રજુઆત કરવામાં આવી હતી.
આગની દુઃખદ ઘટનામાં તમામ પરિવારો નીસ્સહાય સ્થિતિમાં આવી ગયા છે… આ અનુસંઘાનમાં તમામ અસરગ્રસ્ત પરિવારોને થયેલ નુકસાનનીં વાસ્તવિક માહિતી એકત્રીત કરવી જરૂરી હતી. આથી, તા. ર૮/૦૩/૨૦૧૮ના રોજ જનવિકાસ દ્વારા ત્થાના સ્થાનિક અમ્ગેવાનોને સાથે રાખીને તમમ્મ અસરગ્રસ્ત પરિવારોનો સર્વે કરવામાં આવ્યો હતો.
આ સર્વેમાં બહાર આવેલ મુખ્ય અવલોકનો અને નુકસાનનીં માહિતી નીચે મુજબ છે:
૧. કુલ ૨૪૩ પરિવારોના મકાન / ઝુંપડા આગને લીધે સંપૂર્ણ પણે સળગી ગયા છે…
૨. કુલ ૨૪૩ પરિવારોના કુલ ૯૮૪ સભ્યો અસરગ્રસ્ત છે
૩. અ! અસરગ્રસ્ત પરિવારોને અંદાજિત રૂ!… ૩ કરોડનું નુકસાન થયું છે…
૪. અસરગ્રસ્તોના ઘરમાં રહેલ ઘર – વખરી તથા પશુઓનું નુકસાન નીચે મુજબ છે.
સરકાર પાસે ૨૪૩ અસરગ્રસ્ત પરિવારો માટં તાત્કાલિક માંગણીઓ નીચે મુજબ છે:
૧. બનાવના સ્થળે તાત્કાલિક જરૂરી વિજળી અને પીવા તેમજ વપરાશ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે.
૨. અસરગ્રસ્ત પરિવારોને રોકડ નાણાંકીય સહાય કરવામાં આવે.
૩. તમામ અસરગ્રસ્ત પરિવારોને અંત્થોદય પરીવાર તરીકે જાહેર કરવામાં આવે અને આ યોજના હેઠળ મળતા તમામ લાભ આપવામાં આવે.
૪. તમામ પરિવારોને રાશનકાર્ડ, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ વિગેરે… પુરાવાઓ તાત્કાલિક પુરી પાડવામાં આવે.
પ. આગના બનાવને લીધે તેમના ઘરમાં થયેલ નુકસાનનું વળતર ચુકવવામાં આવે.
૬. તમામ અસરગ્રસ્ત પરિવારોને રહેવા માટં યોગ્ય સુવિઘાવાળુ મકાન પ્રાથમિકતાના ધોરણે ફાળવવામાં આવે.
સરકારશ્રીને તમામ અસરગ્રસ્ત તેમ જ ઘર વીહોણાપરીવારોને જીવન જરુરીયાતની સુવીધા પુરી પાડવા વીનન્તી છે..