વેરાવળ ખાતે દલિત યુવકને જીવતો સળગાવવાની ઘટનામાં માનવ અધિકાર આયોગની નોટીસ

કાંતિલાલ પરમાર*/

વેરાવળ ખાતે દલિત યુવકને જીવતો સળગાવવાની ઘટનામાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની જીલ્લા કલેકટર અને ડી.એસ.પી. ને નોટીસ ચાર અઠવાડિયામાં માંગ્યો જવાબ છે.

વેરાવળના આંબલીયારા ખાતે રહેતા ભરતભાઈ ગોહેલ, ઉમર વર્ષ ૩૨ ને ગઈ તારીખ ૨૩/૨/૨૦૧૮ ના રોજ વેલાવાળ આહિર સમાજની વાડી પાસે કરના બાકી પૈસાની માથાકુટમાં ભરતભાઈ ગોહિલને કારમાં જીવતા સળગાવી દેવાની ઘટના બની હતી. આ ઘટનાના પાચ દિવસ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ભરતભાઈ ગોહેલનું ટુકી સારવાર બાદ અવસાન થયેલ હતું.

દલિત સમાજે આ ઘટનાને વખોડી કાઢી જ્યાં સુધી આરોપી ના પકડાય ત્યાં સુધી કુટુંબીજનો દ્વારા  ભરતભાઈ ગોહેલની લાશ સ્વીકાર કરવાનો ઇનકાર કરેલ હતો. આરોપી દેવાયત આહિરની મુંબઈમાંથી ધરપકડ કરવામાં આવેલ હતી. આરોપી પકડાયા બાદ કુટુંબીજનો અને દલિત સમજે  ભરતભાઈ ગોહેલની લાશ સ્વીકારી અંતિમ સંસ્કાર તેમના વતન એવા આંબલીયાળા ગામે પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવેલ હતા.

આ બનાવના અગાઉ ભરતભાઈ ગોહેલને આરોપી દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલી જેની લેખિતમાં ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરેલ નહિ અને આ બનાવને હળવાશથી લેતા આ ગંભીર હત્યાનો બનાવ પોલીસની લાપરવાહીથી બનવા પામેલ હતો.

આ બાબતે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, દિલ્હીમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા માનવ અધિકાર આયોગ દ્વારા બનાવને ખુબજ ગંભીરતાથી લઇ તાબડતોબ વેરાવળ જીલ્લા  કલેકટર અને જીલ્લા પોલીસ વડા પાસેથી ચાર અઠવાડિયામાં એક્શન ટેકન રીપોર્ટ માંગેલ છે.

તેમજ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના સેક્રેટરીને પણ ફરિયાદની નકલ મોકલી આ બનાવમાં લેવાયેલ પગલા બાબતે તાત્કાલિક આ બનાવમાં લેવાયેલ પગલા બાબતે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને રીપોર્ટ કરવાનું કહેવાયું છે અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના ડી.જી.(તપાસ)ને ત્રણ દિવસમાં ટેલીફોનીક માહિતી લઇ આયોગ સમક્ષ  રીપોર્ટ મુકવા જણાવેલ છે.

*સામાજિક કાર્યકર – અમદાવાદ-ગુજરાત


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s