કાંતિલાલ પરમાર*/
મોદીના વતન વડનગર ખાતે દલિત યુવકે શિક્ષકોના ત્રાસથી કરેલ આત્મહત્યાની ઘટનામાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની ગુજરાતના ચીફ સેક્રેટરીને નોટીસ ચાર અઠવાડિયામાં માંગ્યો જવાબ છે.
મોદીના વતન મહેસાણા જીલ્લાના વડનગર ખાતે દલિતવાસમાં રહેતા અને મધ્યાહ્ન ભોજન સંચાલક તરીકે શેખપુર ગામે પ્રાથમિક શાળામાં કામ કરતા મહેશભાઈ ચૌહાણ ઉમર વર્ષ, ૪૨ એ શિક્ષકોના માનસિક ત્રાસથી અને ભેદભાવભર્યા વર્તાવથી કંટાળીને આત્મહત્યા કરી હતી. ગત તારીખ ૬ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ મધ્યાહ્ન ભોજન સંચાલક તરીકે ફરજ બનાવતા મહેશભાઈ ચૌહાણ શેખપુર પ્રાથમિક શાળાના શિક્ષકો પ્રજાપતિ વિનોદભાઈ, ઠાકોર અમાજી, અને મોમીન હુસેનના માનસિક ત્રાસથી કુવામાં પડી આત્મહત્યા કરી લીધી હતી.
જેની ફરિયાદ વડનગર પોલીસ સ્ટેશનમાં આ ત્રણ શિક્ષક વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલ હતી. આ બાબતે સરકારી કર્મચારીઓ દ્વારા માનવ અધિકાર ભંગની ઉશ્કેરણી નો બનાવ બનેલ હોઈ અમદાવાદ ખાતે રહેતા સામાજિક કાર્યકર દ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, દિલ્હી ખાતે ફરિયાદ દાખલ કરી તાત્કાલિક આ માનવ અધિકાર ભંગના કિસ્સામાં દખલ કરવા અરજ કરવામાં આવેલ હતી. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા બનાવને ગંભીરતાથી લઇ તાત્કાલિક રાજ્યના ચીફ સેક્રેટરીને નોટીસ પાઠવી ચાર અઠવાડિયામાં માનવ અધિકાર ભંગના બનાવમાં એક્સન ટેક્ન રીપોર્ટ રીપોર્ટ રજુ કરવા નિર્દેશ કરેલ છે.
હજુ તો હાલમાંજ આંબલીયાળા ગામના દલિત યુવકને જાહેરમાં સળગાવવાના બનાવમાં ગીર સોમનાથ જીલ્લાના કલેકટર અને જીલ્લા પોલીસ વડાને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા નોટીસ અપાયાના ચોવીસ કલાકમાં જ બીજી નોટીસ આવતા તંત્રમાં હડકંપ મચી ગયેલ છે.
—
*સામાજિક કાર્યકર – અમદાવાદ-ગુજરાત