પ્રદુષણના નિવારણ માટે ગુજરાત અને અંકલેશ્વર ખાતે હજુ સુધી કોઈ ખાસ પ્રગતિ થઈ નથી

Where (1)ઉધોગો અને શહેરો વ્દારા ફેલાવામાં આવતા નદી, ભૂગર્ભજળના પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટના પર્યાવરણ સુરક્ષા સમિતિના કેસ Writ Petition (c) No. 375 of 2012ના તા. ૨૨.૦૨.૨૦૧૭ના ચુકાદાના અમલના અનુસંધાનમાં NGT, Delhiમાં ચાલી રહેલ  કેસમાં NGT, Principal Bench, Delhiનો તા. ૧૨.૦૩.૨૦૧૮નો મહત્વનો આદેશ:

દેશના તમામ રાજયો અને યુનિયન ટેરીટરીઝને એક અઠવાડિયાની અંદર જો પોતે કેસમાં NGT, Principal Bench, Delhiમાં રજુ કરેલ ચુકાદાના અમલ બાબતના જવાબોની નકલ રજીસ્ટરીમાં ‘પર્યાવરણ સુરક્ષા સમિતિ માટે’ રજુ કરવાનો આદેશ કર્યો અને જો તેમ ન કરે તો એક લાખ રૂપિયાના દંડ કરવામાં આવશે તેવો હુકમ કર્યો.

દિલ્લી ખાતે  પ્રદુષણ મામલે પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં  કરવામાં આવેલ Writ Petition (c) No. 375 of 2012 ચાલી જતા તેમાં તા. 22.02.2017ના હુકમ મુજબ આ કેસના ચુકાદાનો અમલ કરાવવાની જવાબદારી NGTને સોપવામાં આવી હતી.

જે NGT, Principal Bench, Delhiમાં  ઓરીજીનલ એપ્લીકેશન ન. 593/2017થી તેની સુનવણી ચાલે છે, જેના અનુસંધાને  તા. 15.01.2018ના રોજ આ સુનવણી દરમ્યાન કોર્ટે  હુકમ કર્યો હતો કે દેશના તમામ રાજયો અને યુનિયન ટેરીટરીઝને NGT, Principal Bench, Delhiમાં રજુ કરેલ ચુકાદાના અમલ બાબતના જવાબોની નકલ તેમના રાજ્યમાં પ્રદૂષણ બાબતે હાલની  પરિસ્થિતિ તેમજ સુપ્રીમ કોર્ટે કરેલ અગાઉના હુકમ બાબતે રાજ્યો દ્વારા  કરેલ કાર્યવાહી અને બનાવવામાં આવેલ એક્શન પ્લાન બાબતે તેમનો જવાબની કોપીમાં પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિને Email દ્વારા મોકલી આપવાનો હુકમ કરી સુનવણી તા. ૧૨.૦૩.૨૦૧૮ના રોજ રાખી હતી.

તા. 12.03.2018ના આ કેસની સુનાવણી દરમ્યાન ઘણા બધા રાજ્યોએ તેમના જવાબો ઇમેઇલ દ્વારા પર્યાવરણ સુરક્ષા સમિતિને મોકલ્યા ન હતા તેવી રજૂઆત રોહિત પ્રજાપતિએ NGT, Principal Bench, Delhiમાં સુનવણી દરમ્યાન કરી હતી. દેશના તમામ રાજયો અને યુનિયન ટેરીટરીઝને એક અઠવાડિયાની અંદર જો પોતે કેસમાં NGT, Principal Bench, Delhiમાં રજુ કરેલ ચુકાદાના અમલ બાબતના જવાબોની નકલ રજીસ્ટરીમાં ‘પર્યાવરણ સુરક્ષા સમિતિ માટે’ રજુ કરવાનો આદેશ કર્યો અને જો તેમ ન કરે તો એક લાખ રૂપિયાના દંડ કરવામાં આવશે તેવો હુકમ કર્યો છે. હવે પછી ની સુનાવણી ની તારીખ 24 એપ્રિલ 2018 નક્કી કરવામાં આવી છે.

આ સાથે પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહીત પ્રજાપતિને પણ તેઓ પર્યાવરણ સુરક્ષા સમિતિના ઓફિશિયલ રિપ્રેઝેન્ટેટીવ છે અને NGT કોર્ટમાંથી જવાબ લેવા અને રજુઆત કરવાના કામે તેમની નિમણૂક બાબતનો  સંગઠનના ઠરાવનો પત્ર NGT કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યાર બાદ રાજ્યો તરફથી આવેલ જવાબોની કોપી તેમને NGT, Principal Bench, Delhi દ્વારા આપવામાં આવશે.

પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે પ્રદુષણના નિવારણ માટે ગુજરાત અને અંકલેશ્વર ખાતે હજુ સુધી કોઈ ખાસ પ્રગતિ થઈ નથી. હજુ પણ હવા પાણીના પ્રદૂષણો યથાવત છે. ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં જતા એફલુએન્ટ ગુજરાત પોલુશન કન્ટ્રોલ બોર્ડે  આપેલ ધારા-ધોરણથી ઘણા વધારે આવે છે. પ્રદૂષણના  પ્રશ્નોને રાજકીય રીતે ઉકેલવાની કોશીશ કરવા કરતાં બનાવાયેલ એક્સન પ્લાનનું ઝડ થી અમલ થાય તો પરિણામ મળવાની  અપેક્ષા છે.

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s