ધવલ ચોપડા*/
અંકલેશ્વર થી ૩ કિમી દુર ગડખોલ ગામ આવેલ છે, અંકલેશ્વર શહેર વધી ને ગામ સુધી પહોંચી ગયું છે પરંતુ તેમ છતાં ગામ ની પરિસ્થિતિ જોતા ખ્યાલ આવે કે હજુ વિકાસ પહોંચવાને વાર છે. ૧૨૦૦ ની વસ્તી માં એક આંગનવાડી છે, આંગનવાડી ની પરિસ્થિતિ ઉપર થી જોતા ઠીક ઠાક લાગે પરંતુ જોયું કે બાળકો પીવાના પાણી ને બદલે વાપરવાનું પાણી જેના માટે નળ લગાડવા માં આવેલ છે તેમાં થી પાણી પીએ છે આંગણવાડી માં આરો પ્લાન લગાવેલ હતો તેમ છતાં બાળકો નળ માંથી પાણી પિતા હતા એટલે આંગનવાડી બેન ને સીધો સવાલ કર્યો કે, કેમ બાળકોને આ પાણી પીવું પડે છે?
નાનાં ભૂલકાઓને સીધી બીમારી ની અસર થઇ શકે અગર તેઓ આ પ્રકારનું પાણી પીવે તો?? તો કેમ આ ચિંતા આંગણવાડી કાર્યકર કે બાળકોના માતા પિતા ને નથી?? પૂછતાં આંગણવાડી કાર્યકર કીધું, ‘’ આરો તો છે પણ સંગ્રહ કરવા પાણી ની ટાંકી નથી. અને તેથી આરો મશીન એમ જ પડી રહ્યું છે.’’
જુઓ અહી સુવિધા તો છે પણ તે દીવાલ માં ધૂળ ખાય છે અને બાળકો ના આરોગ્ય સાથે ચેડા થાય છે. માત્ર સુવિધા આપી દેવી પુરતી છે કે તેનું અમલ સ્થળ પર થાય છે કે નહિ તે જોવું પણ જરૂરી છે. તેથી જ આંગણવાડી ની નિયમિત મુલાકાતે આવતા સુપરવાઈઝર ખબર નહિ કોની મુલાકાત લઇ સંતોષ પામતા હશે ?? તેમની કામગીરી પર પણ સવાલ થાય છે.
બીજું ઓછું હોય તેમ આંગણવાડીની જે છત છે તે પણ ગમે ત્યારે પડી શકે તે પરિસ્થિતિમાં છે. ખબર નહિ કેમ વાલીઓ બાળકો ને ત્યાં મુકવા માટે મજબુર બની રહ્યા છે? છત રીપેરીંગ કેમ નથી થતી, આ બાબતે શું આયોજન છે? તે બાબતે આંગણવાડી કાર્યકરનું કહેવું હતું કે સેજા પ્રમાણે થતી દર આયોજન મીટીંગ માં જે પ્રશ્નો હોય છે તે રજીસ્ટરમાં નોંધાવીએ છીએ તેમ છતાં પણ આ બાબત ને લઈને કોઈ આયોજન કરવા માં આવેલ નથી. એટલે ફરી સીનીયર વ્યક્તિની ભૂમિકા પર સવાલો થાય છે કે આ પ્રકારની સંકલન મીટીંગ માં જે તે પ્રશ્નોનું નિરાકરણ થાય તે જરૂરી હોય છે જેનો અમલ થઇ નથી રહ્યો.
આ એજ આગણવાડી છે જેની મુલાકાત લીધેલ છે.
૧..જ્યાં નાના ભૂલકા ઓ ને આરો પ્લાન્ટ હોવા છતાં આ નળ માંથી પાણી પીવાનો વારો આવેલ છે .મેં પણ ત્યાં પાણી પીધું તો તે પાણી ખારું અને ક્ષાર વાળું છે અને આવું પાણી નાના નાના ભૂલકા પીએ છે.
૨. સામે દીવાલ માં તમને આરો પ્લાન્ટ દેખાશે પણ તેનું કનેક્સન ક્યાય આપેલ નથી કે જેના થી તેમાં થી શુદ્ધ પાણી મળે અને બાળકો તે પાણી પીએ.
૩. આ એજ છત છે જેની નીચે બાળકો ભણે છે અને તેમાં રીપેરીંગ ની જરૂર છે… પહેલી નજર માં ઠીક ઠાક દેખાતી આંગણ વાડી માં પાયાની અને અતિ મહત્વની બાબત ને લઈને કચાશ છે. આ ઢીલાશ આપણા જ બાળકો પર વિપરીત અસર ન કરે એની ચિંતા સાથે અને તંત્ર આ બાબતે ગંભીર બને એ જ ધ્યેય સાથે…
—
*સામાજિક ન્યાય કેન્દ્ર