ગુજરાત સરકાર દ્વારા હિજરતી દલિત પરિવારોનું પુન:વસન કરવામાં આવતું નથી

કાન્તિલાલ યુ પરમાર*/

દલિત કુટુંબો જે હિજરત કરી ગયા છે, તેમના માનવ અઘીકારોનું રક્ષણ કરવા માટે જરૂરી છે કે, ગુજરાત સરકારનું  સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ તે પરિવારોને હિજરતી જાહેર કરે અને સરકાર તેમનું  તાત્કાલિક ધોરેણે ખાસ આકસ્મિક યોજનમાં દ્વારા પુન:વસન કરે.

આ પરિવારો છે:

૧. ગામ આંકોલાળી, તાલુકો ઉના, જીલ્લો ગીર-સોમનાથના કાળાભાઈ સરવૈયાના પુત્ર લાલજીભાઈને ગામના લોકોએ જીવતો સળગાવી નાખતા તેઓ  અને તેમના પરિવારના ૧૪ સભ્યો ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨ થી ઉના ખાતે આંબેડકર નગરમાં હિજરત કરેલ છે. સરકારે તેઓને હિજરતી જાહેર કરેલ છે પણ હજુ સુધી તેઓના પરિવારનું સંપુર્ણ  પુન:વસન કરવામાં આવેલ નથી.

૨. ગામ મીઠી વાવડી, જીલ્લાના અનીલભાઈ પરમાર અને તેમના બે ભાઈઓના પરિવારો પાટણ ખાતે  હિજરત કરી  ગયેલ છે તેમને સરકારે હિજરતી જાહેર કરેલ છે પણ હજુ સુધી સંપુર્ણ  પુન:વસન કરવામાં આવેલ નથી. હાલ પરિવારના ૧૪ લોકો મીઠી વાવડી થી પાટણ માં હિજરત કરી રહે છે.

૩. ગામ બાવરડા, તાલુકો સાંતલપુર, જીલ્લો પાટણ ખાતે કરણાભાઈ અને તેઓના પરિવારના સભ્યો પર જમીનના વિવાદને લઈને હુમલો કરવામાં આવેલ. તેઓ અને તેમના પરિવારજનો ગાંધીધામ કચ્છ ખાતે ૨૦૦૮ માં હિજરત કરી ગયેલ. ગુજરાત સરકાર દ્વારા તેઓના પરિવારજનોને હિજરતી જાહેર કરેલ છે પણ હજુ સુધી સંપુર્ણ પુન:વસન કરેલ નથી.

૪. ગામ વડલી, તાલુકો રાજુલા, જીલ્લો અમરેલીના રહીશ લાલજીભાઈ બાબરિયા તારીખ ૧/૧/૨૦૧૬ થી અમરેલી કલેકટર કચેરી સામે હિજરત કરી પોતાના ત્રણ પરિવારોના ૨૨ સભ્યો સાથે રહે છે. ગુજરાત સરકારે આ પરિવારોને ઓગસ્ટ ૨૦૧૬માં હિજરતી જાહેર કરેલ છે. સરકારે તેઓનું પણ સંપુર્ણ પુન: વસન કરેલ નથી.

ભારત સરકાર ખાસ કાયદા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ ૧૯૮૯ ના નિયમો ૧૯૯૫ મુજબ સરકાર ખાસ આકસ્મિક યોજનામાં આ પરિવારોનું પુન: વસન કરવા માટે  નીચે મુજબની કાર્યવાહી કરે તે જરૂરી છે:

 • એટ્રોસિટી એક્ટના નિયમો ૧૯૯૫ ની ખાસ આકસ્મિક યોજના મુજબ ગુજરાત  સરકારે ન્યાયના હિતમાં નીચે મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવી.
 • રહેણાક ઘર બનવવા માટે મફત પ્લોટ ૨૫૦ sq મીટર દરેક પરિવારને ફાળવવા.
 • આજીવિકા માટે ખેતીની જમીન દરેક કુટુંબને દસ, દસ એકર જમીન ફાળવવી.
 • મફત પ્લોટ ફાળવણી કરી મકાનના બાંધકામ માટે સહાય આપવી.
 • સમશાન માટે જમીન ફાળવવી
 • મકાન માટે લાઈટ કનેક્શન મફત પૂરું પાડવું.
 • ખાસ કિસ્સામાં બાળકો માટે વધુ અભ્યાસની વ્યવસ્થા રાજ્ય સરકારે તેમના ખર્ચે કરવી અને પૂરી પાડવી.
 • દરેક કુટુંબના એક સભ્યને સરકારના નીચે આવતા વિભાગમાં લાયકાત મુજબ ખાસ કિસ્સમાં નોકરી આપવી.
 • ગામમાંથી કરેલ હિજરત દરમ્યાન નિયમ મુજબ કેસ ડોલ્સ પૂરું પાડવું.
 • કુટુંબના પુખ્ત ઉમરના વ્યક્તિને સરકારે રોજગારી પૂરી પાડવી.
 • સરકારે દરેક કુટુંબને બી.પી.એલ. લીસ્ટમાં સમાવવા.
 • રાજ્ય સરકારે ધંધા રોજગાર માટે હિજરતી કુટુંબના વ્યક્તિઓને રોજગારી માટે લોન અને સહાય પૂરી પાડવી.
 • રાજ્ય સરકારે દરેક હિજરતી કુટુંબને અંત્યોદય રાશનકાર્ડ ખાસ કિસ્સામાં ફાળવવા.
 • જ્યાં રાજ્ય સરકાર રહેણાંક માટે  રહેણાક પ્લોટની જમીન ફાળવે ત્યાં પાણી, વીજળી, બાળકો માટે આંગણવાડી, કોમ્યુનીટી હોલ, અને રોડ રસ્તાની સગવડ કરી આપવી.

ઉપરોક્ત ગામો સિવાય નીચે મુજબના બીજા ગામોમાંથી અનુસુચિત જાતિના પરિવારોએ હિજરત કરેલ છે. તેઓને તાત્કાલિક ગુજરાત સરકારે હિજરતી જાહેર કરી અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ ૧૯૮૯ ના નિયમો ૧૯૯૫ મુજબ ખાસ આકસ્મિક યોજનામાં પુન: વસન કરવા જોઈએ:

૧. હીરાભાઈની હત્યા બાદ તેમનુ કૂટુંબ (૫ પરિવાર, ૨૮ સભ્ય) હિજરત કરી દેવળિયા, લખતર તાલુકો, જીલ્લો સુરેન્દ્રનગર થી વઢવાણ, અણીયાળી વસાહત, સુરેન્દ્રનગર જીલ્લામાં સન ૨૦૦૦થી રહે છે.

૨. દલિત યુવાન પરમાર દેવશીભાઈની ટ્રેક્ટર નીચે કચડી હત્યા કરેલ જેથી ૨૬ પરિવારો, ૧૩૨ લોકો ૨૦૦૯મા ધાડા, ડીસા તાલુકો, બનાસકાંઠા જીલ્લો ગામેથી હિજરત કરી સોડાપુર, ડીસા તાલુકો, બનાસકાંઠા જીલ્લો ગામે રહે છે.

૩. સામતભાઈ મહીડા ઉપર ગામના માથાભારે શખ્સ દ્રારા  હુમલો થયેલ,જેમા પગ ભાંગી નાખેલ, આથી બીક લાગતા બે પરિવારના ૧૪ સભ્યો ૨૦૧૨માં ભાડા ગામ, જાફરાબાદ તાલુકો, અમરેલી જીલ્લાથી હિજરત કરી  વંથલી, ગીર ગઢડા તાલુકો, ગીર સોમનાથ જીલ્લો ગામે આવી ગયા.

૪. મારખીભાઇ દુદાભાઈ બડવાનાં બે પાકા મકાનો પાડી નાખી ખેતીની જમીન છોડાવી, જેથી ૧ પરિવારના  ૧૨ સભ્યો ૨૦૧૨માં ભોડદર, રાણાવાવ તાલુકો, પોરબંદર જીલ્લો ગામેથી હિજરત કરી હાલ રોઘડા, કુતિયાણા તાલુકો, પોરબંદર જીલ્લામાં ચાલ્યા ગયા.

૫. સુમનભાઈ બેચરભાઈ ચાવડા ઉપર ૨૦૧૫માં હુમલો થયેલ, તેમના પગ ભાંગી નાખેલ, જેથી તે પોતે જીવ બચાવવા તેઓ વીંઝરાણા ગામ, પોરબંદર તાલુકાથી હિજરત કરી સીતારામ નગર ,એરોડ્રામ, પોરબંદર, ખાતે ચાલ્યા ગયા.

૬. રામાભાઈ ભીખાભાઈ સિંગરખિયાના બે પરિવાર (૭ વ્યક્તિ) સોઢાણા ગામ, પોરબંદર જીલ્લાથી હત્યા થતા ૨૦૧૬માં હિજરત કરી સીતારામ નગર ,એરોડ્રામ, પોરબંદર ખાતે ચાલ્યા ગયા. સોઢાણા ગામે ટોળાએ જમીન પર  ખેતરમાં હુમલો કરેલ, રામભાઈની હત્યા કરેલ.

૭. રાજુભાઈને તેઓને ગામમાં મારી નાખવાની ધમકી  મળતા ડરી જઈ ૧ પરિવારના ૫ વ્યક્તિઓ સામતેર, ઉના તાલુકો, જીલ્લો ગીર સોમનાથ થી ગાડીલા, વંથલી તાલુકો, જુનાગઢ જીલ્લો ખાતે ૨૦૧૬ મા હિજરત કરી ગયા.

૮. પ્રહલાદભાઈને ગામમાં મારી નાખવાની ધમકી મળતા માર મારેલ, તેમનું સમાજિક બહિષ્કાર કરવામાં આવ્યું. તેમના ૬ પરિવારનાં  ૩૩ લોકો સાથે તેઓ મણીયારી ગામ, તાલુકો ચાણસ્મા, જીપાટણથી પાટણમાં ડો બાબા સાહેબ આંબેડકર હોલમા ૨૦૧૬-૧૭માં હિજરત કરી ગયેલ.

૯. પર ગામ, સાંતલપુર તાલુકો, પાટણ જિલ્લા, થી હિજરત કરી પાટણ, કલેકટર કચેરી ખાતે ૩૪ કુટુંબો આવલા. છતા સરકારે તેમને હિજરતી જાહેર કરેલ નથી ફક્ત પાટણમા પ્લોટ માટે જમીન ફાળવેલ છે.સંપુર્ણ પન: વસન કરવામાં આવેલ નથી.

૧૦. ચાંવડ, તાલુકો લાઠી, જિલ્લા અમરેલીના ૩૨ કુટુંબો બાબરા ખાતે હિજરત કરેલ છે. હિજરતીઓનુ સંપુર્ણ પન: વસન કરવામાં આવેલ નથી. આ બાબતે રોજગારી, ખેતીની જમીન, પીવાના પાણીની સુવિધા, ગટર, કોમ્યુનિટી હોલ, વીજળી, એપ્રોચ રોડ, સરકારી નોકરીની માંગણી છે.

*સામાજિક કાર્યકર


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s