રાજય સરકાર સામાજિક અને આર્થિક સેવાઓ કરતાં સામાન્ય સેવાઓ પાછળ ખર્ચ વધારે કરે છે

મહેન્દર જેઠમલાણી*/

વર્ષ ૨૦૧૮-૧૯માં બિન-વિકાસ્લક્ષી કામો માટે પાછલા વર્ષની સરખામણીએ ૧૧૭૬૫ કરોડનુ વધારો કરાયો છે.

વર્ષ ૨૦૧૮-૧૯માં રાજયના કુલ અંદાજીત રૂ. ૧૮૧૫૭૭ કરોડના ખર્ચ પૈકી ૩૮.૫૬% નાણા બિન વિકાસલક્ષી કામો માટે ખર્ચાશે, જયારે સામાજિક સેવાઓના વિકાસ માટે ૩૫.૩૯% અને આર્થિક વિકાસના કામો માટે ૨૬.૦૫% રકમોજ ખર્ચાશે.  આ ત્રણે સેવાઓ માટે વર્ષ ૨૦૧૭-૧૮ની નાણાકીય જોગવાઇ સામે વર્ષ ૨૦૧૮-૧૯માં બિન-વિકાસલક્ષી કામો માટે રૂ. ૧૧૭૬૫ કરોડનુ વધારો કરાયો, જયારે સામાજિક ક્ષેત્રના કામો માટે રૂ.૨૯૫૪ કરોડ અને આર્થિક વિકાસની સેવાઓ માટે રૂ. ૨૭૮ કરોડનુ ઘટાડો કરાયો.

રાજય સરકારનુ કુલ બજેટ મુખ્યત્વે ત્રણ સેવાઓમાં ખર્ચ કરવામાં આવે છે,

(૧) સામાજિક સેવાઓ, જેમા શિક્ષણ, આરોગય, પાણી, પોષણ, સામાજિક સુરક્ષા અને કલ્યાણ, તથા અન્ય સેવાઓ, જેનાથી સામાજિક અને માનવ વિકાસ સાધી શકાય છે.

(૨) અગત્યની સેવા આર્થિક સેવા છે, જેમા મુખ્યત્વે રાજયની આર્થિક વિકાસ સાધવા માટે કૃષિ અને સંલગ્ન પ્રવૃતિઓ, પશુ પાલન, સિચાઇ, ગ્રામ્ય વિકાસ, ઉર્જા, ખાણ ખનીજ અને ઉધોગો પૈકી નાન, મધ્યમ તથા મોટા ઉધોગોનુ વિકાસ, પરિવહન, સાઇન્સ અને ટેકનોલોજીનુ વિકાસ, તથા ખાસ વિસ્તાર વિકાસના માટે કાર્યો કરવા  માટે  મહેસૂલી અને મૂડી ખર્ચ કરવામાં આવે છે, જયારે

(૩) સામાન્ય સેવાઓમાં રાજયના અંગો, તથા, વિત્તીય સેવાઓ અને રાજયના નિવૃત કર્મચારીઓને પેન્શન ભથ્થા, વ્યાજ ચૂકવાણી અને દેવા ચૂકણીઓ નુ સમાવેશ થાય છે.

budgetg

“પાથેય બજેટ સેન્ટર” દ્વારા રાજય બજેટના  ઉપરોક્ત ત્રણેય સેવાઓ પાછળ ખર્ચના આંકડાઓના અભ્યાસથી એવુ માલુમ થાય છે કે રાજય સરકાર સામાજિક અને આર્થિક સેવાઓ કરતાં સામાન્ય સેવાઓ પાછળ ખર્ચ વધારે કરે છે.   સામાજિક સેવાઓ પાછળ, વર્ષ ૨૦૧૮-૧૯ના અંદાજીત ખર્ચની નાણાકીય અંદાજીત જોગવાઇ રૂ. ૬૪૨૫૭ કરોડ, અર્થિક સેવાઓ માટે રૂ. ૪૭૩૦૮ કરોડ અન્ય સામાન્ય સેવાઓ માટે રૂ. ૭૦૦૧૨ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. આ ત્રણ સેવાઓ માટે નાણાકીય જોગવાઇ ટકાવારીમાં સામાજિક સેવાઓ માટે ૩૫.૩૯%, આર્થિક સેવાઓ માટે ૨૬.૦૫% અન સામાન્ય સેવાઓ માટે ૩૮.૫૬%નુ ખર્ચનુ અંદાજીત જોગવાઇ કરવામાં આવેલ છે.

રાજયના કુલ ખર્ચ આ ત્રણ સેવાઓ અંતર્ગત કરવામાં આવેલ નાણાકીય જોગવાઇઓને વર્ષ ૨૦૧૭-૧૮ સરખામણીએ ૨૦૧૮-૧૯ન અંદાજીત જોગવાઇઓ સાથે સરખામણી કરીએ તો એવુ માલૂમ પડે છે કે વર્ષ ૨૦૧૭-૧૮ની સરખામણીએ સામાજિક સેવાઓ પાછળ વર્ષ ૨૦૧૮-૧૯ના અંદાજમાં માત્ર રૂ. ૨૯૫૪ કરોડનુ (૪.૮૨%) વધારો કરવામાં આવેલ છે, જ્યારે આર્થિક સેવાઓ માટે તો રૂ. ૨૭૮ કરોડનુ (૦.૫૮%)ઘટાડો કરવામાં આવેલ છે અને સામાન્ય સેવાઓ માટે રૂ. ૧૧૭૬૫ કરોડનુ ૨૦% રકમોનુ વધારો કરવામાં આવેલ છે, જે મોટા ભાગે બિન-વિકાસલક્ષી કામો માટે નાણા ખર્ચાશે.

સામાન્ય સેવાઓ, જેમા વ્યાજ ચુકવણી, મુદ્દલ ચુકવણી અને પેન્શન બિલનુ સમાવેશ થાય છે, તેના ખર્ચની વિગત અહિંયા આપેલ છે.

budgetg1

સામાન્ય સેવાઓ (બિન વિકાસલક્ષી) ખર્ચમાં વ્યાજ ચૂકવણી માટે વર્ષ ૨૦૧૭-૧૮ની સરખામણીએ વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૧૧૧૮.૯૪ કરોડની રકમના વધારા સાથે કુલ રૂ. ૨૦૧૭૯.૧૧ કરોડની ચૂકવણી કરવા જોગવાઇ કરવામાં આવેલ છે, જયારે રાજય સરકાર પાછલા દેવાના મુદ્દ્લ ચૂકવણી માટે વર્ષ ૨૦૧૭-૧૮માં   (૧૨.૬૫%) રૂ. ૧૭૩૩ કરોડનુ વધારો કરી વર્ષ  ૨૦૧૮-૧૯માં રૂ. ૧૫૪૩૪.૨૮ કરોડની રકમનુ દેવા ચુકવણી કરશે, જયારે નિવૃત કર્માચારીની પેન્શન તથા અન્ય ભથ્થાની ચુકવણી માટે દર વર્ષે ખર્ચમાં વધારો થઇ રહ્યો છે,  વર્ષ ૨૦૧૭-૧૮માં પેન્શન ખર્ચ રૂ. ૧૩૫૫૦.૬૧ કરોડ વધીને વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૧૫૪૩૪ કરોડ થવા પામશે. આમ રાજયના કુલ ખર્ચ પૈકી વ્યાજ ચુકવણી, મુદ્દલ ચુકવણી અને પેન્શન બિલનુ સંયુક્ત ખર્ચ વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૪૬૩૧૧.૭૪ કરોડમાંથી વધીને વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૫૦૩૮૦.૯૪ કરોડ સુધી પહોંચી જશે.

*પાથેય બજેટ સેન્ટર, અમદાવાદ


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s