વિશ્વામિત્રી રિવરફ્રન્ટપ્રોજેક્ટની એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ એપ્લિકેશન માટે સ્વતંત્ર ન્યાયિક તપાસની માંગણી

વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલેપમેન્ટ પ્રોજેક્ટની આવી ખામી યુક્ત પ્રક્રિયાને કારણે વડોદરાના લોકોના વેડફાયેલા નાણાં અને સમય માટે જવાબદાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને નિમેલ કન્સલટન્ટસ અંગે સ્વતંત્ર ન્યાયિક તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજની આગેવાની હેઠળ કરવાની માંગણી કરતો, વિગતવાર જરૂરી દસ્તાવેજો સાથેનો, શેહરના જાગૃત નાગરિકોનો મુખ્ય સચિવ, શેહરી મંત્રાલયના સચિવ, સ્ટેટ એન્વાયારોમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ ઓથોરીટી, ગુજરાત રાજ્ય  અને મ્યુનિસિપલ કમિશ્નર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર:

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને VRDP (વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલેપમેન્ટ પ્રોજેક્ટ)ની એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ એપ્લિકેશન, ‘ઉતાવડે કરેલ ખામી યુક્ત પ્રોજેક્ટ’ને કારણે કરી હોવાથી આ અરજી પાછી લેવાની ફરજ પડી હતી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને તા. ૨૭.૦૭.૨૦૧૭ના રોજ વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલેપમેન્ટ પ્રોજેક્ટને પાછો ખેચવા માટે એપ્લિકેશન કરવી પડી હતી.

વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલેપમેન્ટ પ્રોજેક્ટની આવી ખામી યુક્ત પ્રક્રિયાને કારણે વડોદરાના લોકોના વેડફાયેલા નાણાં અને સમય માટે જવાબદાર ‘વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન’ના અધિકારીઓ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને નિમેલ કન્સલટન્ટસ અંગે ‘સ્વતંત્ર ન્યાયિક તપાસ’ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ કરવાની માંગણી કરતો, વિગતવાર જરૂરી દસ્તાવેજો, સાથેનો તા. ૧૭.૦૨.૨૦૧૮નો પત્ર શેહરના જાગૃત નાગરિકોએ મુખ્ય સચિવ, શેહરી મંત્રાલયના સચિવ, સ્ટેટ એન્વાયારોમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ ઓથોરીટી, ગુજરાત રાજ્ય  અને મ્યુનિસિપલ કમિશ્નર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને લખ્યો.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા પાયે ‘વિશ્વમિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ (વીઆરડીપી)નો 2008થી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેનાં હૉર્ડિંગ્સ હજી પણ શહેરની શેરીઓમાં / રસ્તાઓ પર લાગેલાં છે. ‘વી.આર.ડી.પી.’ માટેનો Feasibility Report Master Plan dated 16.12.2014 “Vishwamitri Riverfront Development Project: Presentation to Advisory and Technical Committee”, કન્સલ્ટિંગ ફર્મ HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લિમિટેડ, અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત પ્રોજેક્ટની એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ (ઈસી) માટેની અરજી તા. 26.11.2015, State Environment Impact Assessment Authority, Gujarat State (SEIAA)ને સુપરત કરવામાં આવી હતી. તા. 05.12.2015ના રોજ SEIAAએ આ પ્રોજેકટની ખામીઓ વિશે પ્રશ્નો ઉભા કર્યાં હતા અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને તા. 14.12.2015ના રોજ SEIAAને ફરીથી સુધારા-વધારા કરીને અરજી મોકલી આપી હતી. તા. 16.12.2015ના રોજ The State Level Expert Appraisal Committee (SEAC)એ આ દરખાસ્તનો સ્વીકાર કર્યો હતો અને તેને તા. 11.04.2016ના રોજ SEIAAને આગળની કાર્યવાહી માટે મોકલી આપી હતી. The State Level Expert Appraisal Committee (SEAC)એ ‘એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ’ની ‘વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન’ની અરજી અંગેની કાર્યવાહી શરુ કરી દીધી હતી.

શ્રી રોહીત પ્રજાપતિ અને અન્યએ ‘વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ (વી.આર.ડી.પી.)ને  નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, પશ્ચિમ બેન્ચ સમક્ષ પડકારતો કેસ એપ્લીકેશન નં. 49/2016 કર્યો હતો. આ અરજીમાં તેમણે સ્પષ્ટ પણે રજૂઆત કરી હતી કે VRDPના ક્ષેત્રની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરેલ અને શરૂ કરવામાં આવેલ પ્રવૃત્તિઓ જેવી કે બાંધકામ તોડી પાડવું, ડ્રેજિંગ કરવું, ખોદકામ કરવું, પૂરાણ કરવું, સ્તરીકરણ કે leveling કરવું, બાંધકામ કરવું, પ્રોજેકટ્સની જાહેરાત કરવી વગેરે ગેરકાયદેસર છે, કારણ કે (EIA) જાહેરનામા 2006 મુજબ આ પ્રવૃત્તિઓ ‘Environment Impact Assessment’ (EIA)’ અને ‘Environmental Clearance’ (EC)ની યોગ્ય કાર્યવાહીની પૂરી કરતા પહેલાં હાથ ધરવામાં આવેલી છે.

આ કેસમાં નેશનલ ગ્રીન ટ્રીબુનલ, પૂના બેન્ચે, ‘વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ના વિસ્તારમાં તમામ કામો બંધ કરવાનો તા. ૨૫-૫-૨૦૧૬ના રોજ વચગાળાનો હુકમ કર્યો હતો.

તા. 25.05.2016ના ઓર્ડરના અમલને ટાળવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને Withdrawal Application for the Environment Clearance, તા 27.07.2016 અને ‘વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ પાછો ખેંચી લેવા માટેની ઓનલાઈન એપ્લીકેશન, તા 05.08.2016ના રોજ કરી હતી. જેનો SEIAA દ્વારા કેટલીક પાયાની મહત્વની શરતોને આધારે આ અરજીનો સ્વીકાર કર્યો હતો.

“…. SEIAA દ્વારા નીચેની શરતો સાથે અરજી નંબર SIA/GJ/NCP/4584/2015, તા.14.12.2015ને પાછી લઈ લેવાની પરવાનગી આપવામાં આવે છે:

“વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પરીસ્થિતિ યથાવત્ જાળવી રાખશે અને વિશ્વામિત્રિ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના વિસ્તારમાં કોઈ પણ વધુ બાંધકામ અને વિકાસને લગતી પ્રવૃત્તિઓ હાથ ધરી શકશે નહીં જ્યાં સુધી તેને આ પ્રોજેક્ટ માટે પહેલાં/અગાઉથી એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ ના મળે.”

મેમ્બેર સેક્રેટરી, સ્ટેટ લેવલ એક્સપર્ટ અપ્રેઈઝલ કમિટીને મોકલેલ withdrawal અરજી નં. 410/1 / 16-17, 27.07.2016, સ્પષ્ટપણે જણાવે છે કે:

“એવું સ્પષ્ટ રીતે દેખાય છે કે કોર્પોરેશન દ્વારા આ એપ્લિકેશન ખૂબ ઉતાવળથી અને યોગ્ય સમય પહેલાં કરવામાં આવી હતી

[…]

“કોર્પોરેશને હાલના તબક્કે અરજીનો અમલ ન કરવાનો નિર્ણય લીધો છે, અને જયારે કોર્પોરેશન દ્વારા યોગ્ય પ્લાન નક્કી કરવામાં આવશે ત્યારે તે યોગ્ય સમયે અને યોગ્ય તબક્કે એપ્લિકેશન દાખલ કરશે.

“… પ્રોજેક્ટ હજુ પણ કલ્પનાકરણના પ્રારંભિક તબક્કે છે, યોગ્ય નથી, અને હકીકતમાં સ્રોતોનો બગાડ છે.

[…]

“કોર્પોરેશન, કમિટી પ્રત્યે કમિટીના સભ્યો દ્વારા, કોર્પોરેશને જાહેર યોજના માટે અપાયેલી અરજીમાં રસ દાખવવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને કોર્પોરેશનના અરજી પાછી ખેંચી લેવાના નિર્ણયથી કમિટીના સભ્યોને પડેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે.”

અમારી માહિતી મુજબ, VRDPના કામ માટે સલાહકાર તરીકે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લિમિટેડ, અમદાવાદને આજ સુધી રૂ. 1,23,59,738/-ની ચૂકવણી આ કામ માટે કરેલ છે.

આ સંદર્ભમાં નીચે મુજબની માંગણી કરી છે:

  1. VRDP (વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલેપમેન્ટ પ્રોજેક્ટ)ની એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ એપ્લિકેશન અને પ્રોજેક્ટને પાછો લેવા માટે કરવી પડેલ અરજી–વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલ આખી પ્રક્રિયાની ‘સ્વતંત્ર ન્યાયિક તપાસ’ હાઇકોર્ટના નિવૃત્ત જજની આગેવાની હેઠળ કરવામાટેનો હૂકમ કરવામાં આવે.
  2. અહેવાલના તારણોના આધારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ સંબંધિત જવાબદાર અધિકારીઓ અને તેના કન્સલ્ટન્ટ્સ / સલાહકારો સામે પર્યાવરણને કરેલા નુકસાન સાથે નાણાં, સમય અને માનવ સંસાધનોનો બગાડ કરવા બદલ ઉદાહરણ પાત્ર – દાખલો બેસાડતી કાર્યવાહી હાથ ધરવામાં આવે.

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s