અનુસુચિત જાતિ અધિકાર આંદોલનના કન્વેનર કિરીટ રાઠોડ દ્વારા ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ખુલ્લો પત્ર:
વિષય: અનુસુચિત જાતિઓ અને જનજાતિઓ માટેની અંગભૂત યોજનાઓ (SCP, TsP) માટે નો કાયદો આગામી બજેટ સત્રમાં પારિત કરવા બાબત
અનુસુચિત જાતિઓ અને જનજાતિઓનાં આર્થિક ઉત્કર્ષ અર્થે SCP અને TSP જોગવાઈઓ ૧૯૭૦થી બંધારણીય જોગવાઈઓ સહ અમલમાં છે. એવું વર્તાય છે કે SCPઅને TSP માટેની આ જોગવાઈઓ અપેક્ષિત SC/ST ઉત્કર્ષની દિશામાં સેવેલ અપેક્ષાઓ જેમ કે નિર્ધારિત લક્ષ્યો જેવા કે;
- SC/ST જનસમુદાયોનો સર્વાગીણ આર્થિક વિકાસ
- ગ્રામ્ય વિસ્તારોમાં વસતા SC/ST જનસમુદાયોની અન્યોની તુલનામાં શૈક્ષણીક, સમાનતા અને સામાજિક ગૌરવ
- એમને થતા સામાજિક ભેદભાવો અને જાતિગત અત્યાચારો સામે દીર્ઘકાલીન સુરક્ષા
- ગુજરાતમાં SC/ST અને રાજ્યના અન્ય જાતિ સમુદાયો વચ્ચે વિકાસ એવં કલ્યાણમાં સતત વધતી જતી ખાઈ
- અનુસુચિત જનજાતિઓ(ST)ની આગવી સભ્યતા, સંસ્કૃતિ અને પરંપરાગત સ્થાનિક સ્વાયતત્તાનું સંરક્ષણ
- સફાઈકામ અને ઢોરના ચામડા ચીરવાના કામ સાથે સકળાયેલા સમુદાયોનાં પુનર્વસનની સ્થિતિ
છેલ્લા ચાર દાયકાના SCP અને TSP ભંડોળ હેઠળ માતબર ખર્ચ થવા છતાં આ સમુદાયોની સ્થિતિમાં ઇચ્છનીય પરિવર્તન આવ્યું જણાતું નથી. અત: પ્રવર્તમાન SCP/TSP ભંડોળ વ્યવસ્થાપનના પુનરાવલોક્નની આવશ્યકતા છે. અનુસુચિત જાતિઓ માટેના સ્પેશીયલ કોમ્પોનન્ટ પ્લાન(SCP) અને અનુસુચિત જનજાતિઓ માટેના ટ્રાઇબલ સબ પ્લાન(TSP)ની વાર્ષિક બજેટ જોગવાઈઓને SC અને STના ઉત્કર્ષ માટેની સર્વસમાવેશી દીર્ઘકાલીન યોજનાઓ અને સાથે સાથે એના પરિણમલક્ષી નિષ્કર્ષ અર્થે માઈક્રો પ્લાનીગને સાંકળવાની આવશ્યકતા છે.
આના સંકલિત આયોજન, અમલીકરણ અને નિયમન માટે રાજ્યસ્તરે એક અલાયદા કાયદાકીય પ્રાવધાન, “અનુસુચિત જાતિઓ અને જનજાતિઓ માટેની અંગભૂત યોજનાઓ (SCP, TsP) એકટની આવશ્યકતા છે. જેમાં
- વિકાસ ભંડોળની રાજ્યના જુદા જુદા ૨૮ વિભાગસ: રાજ્યની SC અને STની વસ્તી પ્રમાણમાં અનુક્રમે SCP અને TSP ભંડોળની અલાયદી ફાળવણી થાય.
- અલાયદા ફાળવાયેલ આ SCPઅને TSP ભંડોળને રાજ્ય ખાતે એક સ્વાયત્ત “રાજ્ય SC અને ST વિકાસ પ્રાધિકરણ”ની રચના કરી ભંડોળ વ્યવસ્થાપન એને હસ્તક મુકાય.
- રાજ્ય સરકારશ્રીના દ્વારા રચિત આ “રાજ્ય SC અને ST વિકાસ પ્રાધિકરણ”માં સામાજિક ન્યાય અંતર્ગત વિકાસના કાર્યો એવં SCP અને TSP ફાળવણીનો અનુભવ અને નિપુણતા હોય એવા SC, STઅને NTDNT સમુદાયના પ્રતિનિધિઓ હોય.
- SCP અને TSP હેઠળ ફાળવાયેલા નાણા ભંડોળ નું જિલ્લાસ્તરે મોનીટરીંગ કરવા માટે પણ સ્વાયત્ત પ્રાવધાનીક બોર્ડ હોય, જે ફાળવાયેલ રકમનો યથોચિત વપરાશ માટે ધ્યાન રાખશે.
- ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે જીલ્લા/તાલુકા પચાયાતોમાં “સામાજિક ન્યાય નિધિ”ની જોગવાઈ છે, જેના અતર્ગત આ સંસ્થાઓએ પોતાના સ્થાનિક ભંડોળમાથી સામાજિક ન્યાય નિધિમાં ફાળવણી કરવાની હોય છે. આ ભંડોળ અનુંસુચિત જાતિઓ/જનજાતિઓની સ્થાનિક આવશ્યકતાઓ/પ્રાથમિકતાઓ અનુસાર ખર્ચવાનું હોય છે. વળી, આ નિધિ હેઠળ વણવપરાયેલ ભંડોળ આપોઆપ પછીનાં વર્ષોમાં આગળ ખેચાતું હોય છે. વિસરાઈ ગયેલ રાજ્ય સરકારની આ ઉમદા યોજનાને ઉપરોક્ત સૂચિત એકટમાં આવરી પુન:કાર્યાન્વિત કરવામાં આવે.
- રાજ્ય સરકાર દ્વારા અનુંસુચિત જાતિઓ માટે ત્રણ અને જનજાતિઓ માટે બે એમ કુલ પાંચ બોર્ડ/નિગમો કાર્યરત છે, આ નિગમોમાં અપૂરતા ભડોળ અને મહેકમનાં કારણે લોકો સાથે પ્રત્યક્ષ સકળાયેલ આ નિગમો થકી જોઈએ એટલો લાભ થયો હોય એવું જણાતું નથી. રાજ્ય સરકારના આ તમામ નિગમોને સૂચિત SCP & TSP એક્ટ હેઠળ આવરવામાં આવે.
- અનુસુચિત જાતિઓ અને જ્નજાતિઓમાં પ્રવર્તમાન ચિંતાજનક સ્વાસ્થ્યલક્ષી સ્થિતિ, કુપોષણ, વિગેરેમાં સુધાર માટે પણ સૂચિત એક્ટ અંતર્ગત વિશેષ પ્રયાસ હાથ ધરાય.
ઉપરોક્ત પરિમાણોની પરિપૂર્તિ માટે SCP અને TSP ફાળવણીમાં સ્થાયિત્વ, સાતત્ય, પારદર્શકતા અને અસરકારકતા લાવવા ગુજરાતમાં વૈધાનિક પ્રાવધાનની આવશ્યકતા માટે અમારું નમ્ર નિવેદન છે.
Very Good is a our Consitutional Right