ચાલો, હિજરતીઓની કાનૂની લડાઈ લડીએ

100_2223
આકોલાલીનો બનાવ

અરવિંદ ખુમાણ, જાગૃતિબેન*/

જીવતા સળગાવી દેવાનો આકોલાલીનો બનાવ પછી રહેવા  આશરો શોધતા આ હિજરતી પરિવાર વિષે આપણે ઘણું જાણીએ છીએ, પણ ગુજરાતમાં અત્યાચારથી તંગ આવી ગામ છોડી હિજરત કરી કાયમી આશોરો શોધવા અનેક પરિવારો જજુમી રહ્યા છે, આકોલાલી, વડલી, કાંધી,રામેશ્વર, ભાડા, વિન્ઝરાણા, ભોડદર, સોઢાણા, મીઠી વાવડી, મણીયારી, બાવરડા, પડ, જેસર ગામના હિજરતીઓના  ૫ થી ૧૦ વર્ષ  થયા છે, અત્યાચારની પીડા સાથે ગામ છોડવા ઉપરાંત હિજરતી જાહેર થવા ગાંધીનગર સુધી આમરણાત ઉપવાસ કરવા પડે છે છતાં હિજરતીઓને હિજરતી જાહેર નથી કરતા, હિજરતીઓનું પુનઃસ્થાપન થતું નથી. સરકારનું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હિજરતીઓ સાથે અન્યાય કરી રહેલ છે,

આ સ્થિતિમાં આપણે હિજરતીઓ માટેની સરકારની પોલીસી, કાનૂની જોગઈઓ, યોજનાઓ ચકાસવાની ખાસ જરૂરિયાત ઉભી થઈ છે, ૧૯૯૮ માં સરકારે “ખાસ આકસ્મિક યોજના“ બનાવી. આ યોજનામાં અનેક ખામીઓ છે છતાં ૨૦ વર્ષ પછી પણ યોજનામાં કોઈ જ સુધારા નથી થયા, આ બધી સ્થિતિમાં તમામ હિજરતી પરિવારોના પુનઃ સ્થાપનની ચકાસણી કરવાની, પોલીસી/યોજનાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો, પુનઃસ્થાપન માટે નવી પોલીસી ઘડતર કરવાનો, ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવાની જરૂરિયાત ઉભી થઇ છે જેની નીચેની વિગતે વિસ્તૃત માહિતી મુખી છે, હિજરતીઓના હક્કની લડાઈમાં સૌને જોડવા, બધાના સહયોગની જરૂર છે.

હિજરતી પરિવારોની પીડા

આકોલાલીમાં પીયુષભાઈના ભાઈને ૨૦૧૨માં ઘરે જીવતો સળગાવી દેતા ૩ પરિવારે હિજરત કરેલ, ૬ વર્ષથી હિજરત છતાં પુનઃવસન થયું નથી.કાંધી ગામના ભાનુબેન સહીત ૬ બહેનો પર જીવલેણ હુમલો થતા ૧૫ વર્ષ પહેલા ૪ પરિવારે હિજરત કરી છે છતાં હિજરતી જાહેર નથી કર્યા, વડલીના ૪ પરિવારોએ અમરેલી કલેકટર ઓફીસે ૧ વર્ષ સુધી ધરણા, આમરણાત ઉપવાસ પછી હિજરીતી જાહેર કર્યા પછી પણ યોગ્ય પુનઃવસન થતું નથી, ઉના અત્યાચારમાં પીડિતોના ન્યાય માટે રામેશ્વરના રાજુભાઈએ ઝેર પીય આત્મહત્યાની કોશિષ કરી તેણે પણ ત્રાંસના કારણે ૨ પરિવારો સાથે હિજરત કરવી પડી.

આ સિવાય ગુજરાત રાજ્યમાં વિન્ઝરાણા, ભોડદર, સોઢાણા, મીઠી વાવડી, મણીયારી, બાવરડા, પડ, જેસર જેવા અનેક ગામના અનેક પરિવારોએ અત્યાચારના કારણે હિજરત કરી છે, ૫ – ૧૦ વર્ષ થવા છતાં સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્રારા પુનઃવસન થતું નથી, સમાજ કલ્યાણ વિભાગ દ્રારા ફક્ત હિજરતી જાહેર થવા માટે પણ જેતે જીલ્લા અને ગાંધીનગર સુધી ધરણા, આત્મ વિલોપનના પ્રયાસો કરવા પડે છે, ઉના તાલુકાના પીયુશભાઇ આમરણાંત ઉપવાસમાં બેસેલ ત્યારે કોમામાં સારી પડતા ૪-૪ દિવસ કોમમાં હોસ્પીટલમાં રહેવું પડે છે, છતાં હિજરતીઓનું પુનઃસ્થાપન થયું નથી, ત્યારે હિજરતીઓ માટેની કાનૂની જોગવાઈઓ/ યોજનાઓને વૈજ્ઞાનિક પધ્ધતિથી ચકાસવાની જરૂર છે અને તેમાં સુધારા લાવવા માટે કાનૂની લડત તૈયારી કરી છે.

હિજરતીઓ માટેની સરકારની નીતિ/યોજના

અનુસુચિત જાતિ /જનજાતિ અત્યાચાર નિવારણ અધીનીયન ૧૯૯૮ ની જોગવાઈઓ આધારે અત્યાચાર નિવારણ નિયમ ૧૯૯૫ બનેલા છે, જેના નિયમ ૧૫ હેઠળ અત્યાચારો સામે રક્ષણ આપવા આકસ્મિક યોજના તૈયાર કરવાનું નક્કી થયું હતું જેથી ગુજરાત સરકારના ભૂતપૂર્વ સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગે ઠરાવ નંબર હાસ/૩૧૯૭/૩૭૬૪-હ તા. ૧૮/૦૩/૧૯૯૮ થી “ખાસ આકસ્મિક યોજના“ નામે યોજના જાહેર કરી જેમાં મુખ્ય ૧૮ મુદ્દાઓ નક્કી થયા. હવે આ યોજનાને સમજીએ તો હિજરતીઓનું પુનઃસ્થાપન થતું નથી કારણ કે આ યોજનામાં જવાબદારી અસ્પષ્ટતા છે તથા સહાયની મામુલી રકમ નક્કી થઈ છે તે છે, હિજરતી જાહેર કરવાની ખોટી પ્રક્રિયા છે,  છતાં વર્ષ ૨૦૦૨માં આ યોજનાની રકમ, જવાબદારીની સ્પષ્ટતા, જાહેર કરવાની પ્રક્રિયામાં કોઈ પણ સુધારા વગર આ યોજનાને ફક્ત “વીર મેઘમાયા અત્યાચાર નિવારણ ખાસ કન્ટીજન્સી પ્લાન“ નામ આપી દીધેલ. ફરી વર્ષ ૨૦૧૭ માં કોઈ જ સુધારા વગર ફરી ફક્ત “ઈમ્પ્લીમેન્ટ અ પ્લાન ટુ એફીસીયંન્ટ પ્લાન“ નામ આપી સંતોષ માનેલ છે.

આમ, આ યોજના બન્યાના ૨૦ વર્ષમાં ગુજરાતના અનેક હિજરતીઓનું યોગ્ય પુનઃસ્થાપન થતું, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે યોજનામાં કોઈ જ સુધારા કર્યા નથી ને હિજરતીઓ ધરણા, આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે ત્યારે હાલના ગુજરાતના તમામ હિજરતીઓના ન્યાય માટે અને ભવિષ્યના હિજરતીઓના ન્યાય માટે યોજનામાં ધરખમ ફેરફાર માટે કાનૂની લડાઈની શરૂઆત કરી છે, દેશના અન્ય સમુદાયો માટેની હિજરતી યોજનાઓનો પણ અભ્યાસ કર્યો છે, કાશ્મીરીમાં પંડિત હિજરત કરે તો મકાન સહાય માટે ૮ લાખની જોગવાઈ છે જયારે ગુજરાતમાં અનુસુચિત જાતિના લોકો હિજરત કરે તો મકાન માટે રૂપિયા ૭૫૦૦૦ની જોગવાઈ છે. આ રીતે હિજરતી પોલીસી – યોજનામાં ધરમૂળથી ફેરફારો લાવવાની જરૂર છે, જો મજબુત હિજરતી પોલીસી સરકાર પાસે મંજુર કરાવી શકીએ તો ભવિષ્યનો દરેક અત્યાચાર પીડિત સ્વમાનથી ન્યાયની લડત લડી શકાશે. એટલે પોલીસીમાં બદલાવ લાવવો એન હિજરતીઓનું પુનઃસ્થાપન કરવું તે આપણો મુખ્ય લક્ષ છે, તે માટે હાઈકોર્ટમાં  પી. આઈ. એલ. કરવાની જરૂર પડશે. હિજરતીઓના હિતમાં આપ સર્વોના સહયોગની જરૂર છે.

*કાનૂની સહાય કેન્દ્ર, ન્યાયિક, રાજુલા, અમરેલી


One thought on “ચાલો, હિજરતીઓની કાનૂની લડાઈ લડીએ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s