ભીમા કોરેગાંવ હિંસાના જવાબદાર ગુન્હેગારો વિરુધ્ધ રાજદ્રોહ મુજબ કાર્યવાહી કરવી

26730953_1920725268240887_2228152540727954297_n

કિરીટ રાઠોડ*/

વિરમગામમાં SC/ST/OBC/લઘુમતી સમાજ દ્વારા વિશાળ રેલી: ભીમા કોરેગાંવની ઘટનાને વખોડી કાઢીને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું.

  • મહારાષ્ટ્ર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાશન લગાવવાની માંગ
  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને આરોપી બનાવવાની માંગ

વિરમગામ/માંડલ/દેત્રોજ તાલુકાના SC/ST/OBC/લઘુમતી સમાજ દ્વારા ભીમા કોરેગાંવ ની નિંદનીય ઘટનાને વખોડી કાઢવામાં આવી. વિરમગામના ભરવાડી દરવાજા થી ગોલવાડી દરવાજા થઈને તાલુકા સેવા સદન ખાતે વિશાળ રેલી યોજીને નાયબ કલેકટર દ્વારા રાષ્ટ્રપતિને વિવિધ માંગણીઓ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું.

૦૧-૦૧-૨૦૧૮ ના રોજ મહારાષ્ટ્રના પુણેમાં ભીમા કોરેગાંવ ખાતે મહાર સમાજના વીરોની લડાઈની એતિહાસિક જીતના ૨૦૦ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે “ શોર્ય દિન” તરીકેની ઉજવણી થઈ રહેલ હતી. તે દરમ્યાન મનુવાદી માનસિકતા ધરાવતા હિંસક તત્વો દ્વારા અહી આવેલ SC/ST/OBC/લઘુમતી સમાજ ઉપર હિંસક હુમલો કરવામાં આવેલ છે. તેના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં જોવામાં મળે છે. જેમાં વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકાના SC/ST/OBC/લઘુમતી સમાજ ભીમા કોરેગાંવની નિંદનીય ઘટનાને વખોડવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલીના અંતે આગેવાનો કિરીટ રાઠોડ, બળવંત ઠાકોર, હાર્દિક રાઠોડ, જીલાણી બાપુ, યાસીનભાઈ પેરેડાઈઝ, હરેશ પરમાર દ્વારા વિવિધ માંગણીઓ લઈને નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વિરમગામમાં ભીમા કોરેગાવના પડઘા પડ્યા. SC/ST/OBC/લઘુમતી સમાજ દ્વારા સયુક્ત રેલી યોજીને આવેદનપત્ર આપીને ભીમા કોરેગાંવ ખાતે બનેલ ઘટના બાબતે  આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ રજુ કરી હતી.

26230069_1920725171574230_610686664551119317_n

માંગણીઓ –

(૧). મહારાષ્ટ્રમાં ધોળા દિવસે કાયદો અને વ્યવસ્થાને નેવે મુકીને તા.૦૧/૦૧/૨૦૧૮ના રોજ ભીમા કોરેગાંવ ખાતેSC/ST/OBC સમાજ ઉપર મનુવાદી માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો દ્વારા હિંસા આચરવામાં આવેલ છે. આ ધટના પૂર્વ આયોજિત કાવતરું હોવા છતાં મહારાષ્ટ્ર સરકાર તેને રોકવામાં તદ્દન નિષ્ક્રિયતા દાખવેલ હોઈ મહારાષ્ટ્ર સરકારને તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે. તેમજ મહારાષ્ટ્રમાં તાકીદે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે તેવી અમારી માંગ છે.

(૨). ભીમા કોરેગાંવ હિંસાના જવાબદાર ગુન્હેગારો વિરુધ્ધ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરી હોઈ તેમની સામે રાજદ્રોહ મુજબ કાર્યવાહી કરવી.

(૩). ભીમા કોરેગાંવ હિંસામાં મૃત્યુ પામેલ નિર્દોષ પરિવારનેજનોને ૨૦ લાખનું વળતર આપવું, તેમજ ઘાયલ થયેલ લોકોને વળતર આપવું અને તેમના વાહનોને ભારે નુકશાન પહોચાડેલ હોઈ તમામને આર્થિક વળતર ચુકવવું.

(૪). ભીમા કોરેગાંવની ઘટનાને રોકવામાં નિષ્ફળ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવીસ વિરુદ્ધ ગુનેગારોને મદદ કરવા અને પ્રોત્સાહન આપવામાં મદદ કરી હોઈ સમગ્ર ધટનામાં આરોપી બનાવવા.

આવેદનપત્રમાં આપેલ માંગણીઓ અંગે જો કાર્યવાહી કરવામાં નહી આવે તો ભીમા કોરેગાંવની અસ્મિતાની લડાઈ માટે ઉગ્ર આંદોલન આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

*કન્વીનર, SC/ST/OBC અધિકાર આંદોલન, ગુજરાત


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s