સાગર રબારી/
ગુજરાત વિધાનસભાની બહુચર્ચિત ચૂંટણીઓ આવી ને વીતી ગઈ. દેશ અને દુનિયાનું ધ્યાન જેના પર મંડાયું હતુ એવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સરવાળે શું નીકળ્યું ? કોણ હાર્યુ, કોણ જીત્યુ એના સૌએ પોત પોતાનાં તારણો તારવ્યાં ને એક ઘટના પુરી થઈ. પરંતુ ગુજરાતવાસીંઓ માટે આ ચૂંટણી ખરેખર ઘટના માત્ર હતી કે વરવા વિકાસની વાતો પછી સુગ્રથિત સામૂહિક ભવિષ્ય તરફની દિશા નક્કી કરવાની વેળા? કશું નીકળ્યું ખરૂં?
ગુજરાત વિધાનસભાની બે ચૂંટણીઓ વચ્ચે ઘણા ચડાવ-ઉતાર આવ્યા. ખેડૂતોના મોરચે જોવા જઈએ તો (1) ૨૦૧ ૩માં માંડલ-બહુચરાજી ‘સર’ આંદોલનથી લઈને (2) ધોલેરા ‘સર’, (3) કમાન્ડ વિસ્તારો સુધી નર્મદાનું પાણી પહોંચાડવાની સતત માગણી-આંદોલન, (4) જમીન સુધારણા કાયદાઓ અંતર્ગત મળેલી જમીનો ખેડૂતોને નામે કરવા માટેની પદયાત્રા હોય કે (5) ખેડ્રત્તોનાં દેવાં અને એવા અનેક સવાલો લઈને સોમનાથથી સચિવાલય સુધીની 460 કિ.મિ.ની પદયાત્રા, (6) ગુજરાત વ્યાપી બાઈક યાત્રા, (7) વાઈબ્રન્ટ સમિટના વિરોધ બદલ ધરપકડ અને કેસ સહિત આખો સમયગાળો અતિ સક્રિય રહ્યો.
પરિણામ, આ ચૂંટણીમાં ખેડૂતોના મુદ્દા રાજય અને રાષ્ટ્રીયસ્તરે રાજકીય ક્ષેત્ર અને માધ્યમોના જગતમાં છવાયેલા રહ્યા. સરવાળેકેન્દ્રીય નાણામંત્રીએ કહેવું પડ્યું કે ગ્રામીણ અર્થતંત્રની સમસ્યાઓની ઓળખ અને ઉકેલ પર ધ્યાન આપવું પડશે. વચગાળામાં લોકસભાની ચૂંટણી દરમ્યાન કપાસના ૧૫૦૦ રૂપિયા ટેકાના ભાવથી લઈને અનેક વાયદાઓ, ખેડૂતોની સિંચાઈ, પાક વીમો, ટેકાના ભાવ ને વીજળી જોડાણની માંગણીઓ વણસઁતોષાયેલી રહી એની સાથે સાથે બેંક ખાતામાં ૧૫ લાખની ઘટતી આશા, રોવડાવતો કપાસ ને ઉજાગરા કરાવતી વીજળી વચ્ચે ઉન્માદ ઓસરતો ગયો.
સામાજિક આંદોલનોમાં મૂળે ખેતી અને લઘુ ઉઘોગોની અવગણનામાંથી ઊપજેલું પાટીદાર અનામત આંદોલન અને, છે તે ટકાવી રાખવા માટે ઊભરેલું ઓંબીસી આંદોલન જાહેર પ્રવાહૉને ધમરોળતાં રહ્યાં. એવી જ રીતે, એકધારા શાસનના ટેકૈ અણધારી ઉંચાઈએ પહોંચેલા હિન્દુત્વના કૈફ્મા, ગૌરક્ષાના ઘમંડમાં આચરાચેલા દલિતો પરના અત્યાર સામે પણ ઘણા સમય પછી પહેલીવાર એક મજબૂત પ્રતિરોધ ઊભો થયો ઉના આંદોલન દ્વારા. આમ, આર્થિક ઉદારીકરણની આડપદાશ સમા ખેતી અને લઘુ ઉઘોગોની અવગણના થકી ઉપસેલી આર્થિક સંકડામશોના ધૂંધવાટમાંથી પ્રગટેલાં સામાજિક આંદોલનો અને સતત ચાલતાં ખેડૂત આંદોલનોએ રાજકીય પ્રવાહોને પલટ્યા.
2014નાં લોકસભાના પરિણામો પછી ‘હવે ૧૦ વરસ મોદીનાં’ માનીને ચાલતા વિવેચકો આસમાની ખ્યાલોમાંથી ધરતી પર ઊતરવા માંડ્યા. અશ્વમેઘના ઘોડાને રોકી શકાય છે એવો આત્મવિશ્વાસ નિષ્પ્રાણ ગુજરાત કોંગ્રેસમાં દેખાવા માંડ્યો. સંપૂર્ણ સ્વતંત્ર એવા સોશીયલ મિડીયા પર ‘વિકાસ ગાંડો થયો’ થી લઈને ‘હવે તો પાડી દો’ ચાલ્યું. માહોલ બન્યો કે સત્તા પરિવર્તન થશે, એકધારી સત્તાએ સિંચેલો અહંકાર ધોવાશે! પરિણામ ખરેખર અપેક્ષિત છે કે આંચકો આપનારા?
બંને પક્ષોને મળેલી બેઠકોને ધ્યાનમાં લઈએ તો બે બાબતો ઉપસી આવે છે. ગુજરાતને ખેતી અને પાણીની ઉપલબ્ધતાની રીતે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે, એ પ્રમાણે ચૂંટણીના પરિણામો પણ ઉપસ્યાં છે. સૌરાષ્ટ્ર, જયાં વરસાદ ઓછો, સિંચાઈની સગવડો લગભગ નહિવત્ અને ભૂગર્ભજળ અતિમર્યાદિત છે એવા વિસ્તારમાં ૨૨ વરસમાં ભાજપે સત્તા પર રહેવા છતાં ખાસ કંઈ નથી ઉકાળ્યું. ત્યાંના લોકોમાં સત્તાપક્ષ પ્રત્યે વધુમાં વધુ રોષ મતમાં રૂપાંતરિત થયો. સૌરાષ્ટ્રની ખેતી અત્યારે પણ વધારે વરસાદ આધારિત અને ખૂબ ઓછા પ્રમાણમાં પુરક સિંચાઈ ધરાવે છે.
એના બે મુખ્ય પાકો, કપાસ અને મગફ્ળીમાં છેલ્લા ત્રણ વરસમાં ટેકાના ભાવો બજારમાં માંડ માંડ મળ્યા છે, મોટાભાગે ખેડૂતોએ ખોટ ખાઈને વેચવાનો વારો આવ્યો છે. પાક વીમાના પૈસા માટે ખેડૂતોને ટટળાવ્યાં છે તો ખેતીમાં ખોટ જતાં આપઘાતનું અંતિમ પગલું ભરનારા ખેડૂત પરિવારોની ઉપેક્ષા થઈ છે. આમ, ખેતીમાં રોજ-બ-રોજ હાડમારીઓ વેઠવી પડી છે એવા વિસ્તારમાં નાત-જાત-ધર્મના નશાએ કામ નથી કર્યુ. દરેકના ખાતામાં ૧૫ લાખની લાલચે મતદારોને ઘેલા કર્યા એ પછી નોટબંધી ને જીએસટી વચ્ચે ‘સૌની’ યોજનાના ગાજર છતાં, આટલાં વરસોનાં અનુભવે ઊભા થયેલા અવિશ્વાસે સત્તાપક્ષને સૌથી વધારે આકરો જાકારો આપ્યો છે.
બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં, લગભગ સૌરાષ્ટ્ર જેવો જ વરસાદ, પરંતુ છેલ્લાં વર્ષોમાં થોડે અંશે નર્મદાનાં પાણી સીધા કે આડકતરા પહોંચ્યા છે, ભૂગર્ભજળને કારણે મોંઘી સિંચાઈ થકી વડે પાક બચાવી શકાય છે ત્યાં સત્તાપક્ષને નુકશાન અવશ્ય થયું છે, પરંતુ સાવ સૌરાષ્ટ્ર જેવો આકરો જાકારો નથી મળ્યો. કારણ, ઊંચી પડતર છતાં પાક્ બચાવી શકવાને કારણે નુક્શાન સૌરાષ્ટ્રના ખેડૂતો જેટલું વેઠવાનું નથી આવ્યું. આ બંને વિસ્તારો એવા છે જ્યાં કોંગ્રેસને પ્રમાણમાં વધારે બેઠકો મળી છે, એ સત્તાપક્ષની ખેતીક્ષેત્રની સતત અવગણનાનું પરિણામ છે.
ત્રીજી તરફ મધ્ય અને દક્ષિણ ગુજરાત, જયાં પાણીનો વિપુલ જથ્થો છે, ખેતી વરસાદ પર આશ્રિત નથી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની જેમ કપાસ-મગફ્ળીનું વાવેતર નથી ત્યાં ભાજપને વધુ બેઠકો મળી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તમાકુ, કેળ, શેરડી, ડાંગર અને બીજા બાગાયતી -રોક્ડીયા પાકો લેવાય છે. સહકારી માળખુ સુદઢ હોવાથી ટેકાના ભાવ કે પાક વીમા માટે સરકાર આશ્રિત નથી એવી જ રીતે વિપુલ જળભંડારને કારણે સિંચાઈ માટે પણ સરકાર ભરૉસે નથી. આ વિસ્તારના ખેડૂતોને જમીન સંપાદન સિવાયના મામલે સરકાર સાથે ખાસ પનારો પાડવાનો આવ્યો નથી એટલે એમના ભાગે સરકારની અવગણના/અવહેંલના વેઠવાની આવી નથી. સરકારની ખેડૂત વિરોધી નીતીઑનો ભોગ બનવું પડ્યું નથી એટલે હજી એમનો સત્તાપક્ષથી મોહભન્ગ થયો નથી. ભાજપના અસલી રૂપને ઓળખવામાં આ વિસ્તારો કાચા પડ્યા છે.
છેલ્લે વાત શહેરી વિસ્તારોની
શહેરોમાં વસતો વર્ગ હજી સંકુચિતતા અને કાલ્પનિક દરમાંથી બહાર આવ્યો નથી. એવું નથી કે વડાપ્રધાને ચૂંટણી ટાણે, વર્ષે ૨ કરોડ રોજગાર, ખાતામાં ૧૫ લાખ, પાકિસ્તાનને નાની યાદ કરાવી દેવાની ને ચીનને ઠેકાણે લાવી દેવાના વાયદા કર્યા હતા તે યાદ નથી. એ નોટબન્ધીમાં લાઈનોમાં ઊભો રહી રહીને અકળાયો હતો, મહિનાઓ સુધી હાડમારીઓ વેઠી હતી તે કે પછી નાની મોટી દુકાન થકી રોટલો રળી લેતો બહુમતિ વર્ગ જી.એસ.ટી.ના ચક્કરમાં પીંસાયો એય ભુલ્યો નથી.
પરંતુ શહેરીવર્ગ માટે ભાજપ પાસે એક અમોઘ હથિયાર છે, જે દર ચૂંટણીએ વપરાય છે ને અસરકારક નીવડે છે, તે છે ભયનું રાજકારણ. ચૂંટણીના મહિનાઓ અગાઉ, ભાજપ પહેલાં જાણે કે અમદાવાદ દોજખ હતું, અહીં બહુમતિ સમાજના લોકો તો રહી શકતા જ નહોતા, શહેરમાં કામ-ધન્ધો-રોજગાર હતાં જ નહીં એવી વાર્તાઓ ભાજપ એની સાથી સંસ્થાઓ થકી વહેતી કરે છે, ઘેર ઘેર પહોંચાડે છે. વડાપ્રધાન કક્ષાએથી જાહેરસભામાં પૂછાય કે ‘તમારે મંદિર જોઈએ કે મસ્જિદ’ ને છેલ્લે લાગશીવશ રોદણાં રોવાય કે તમે મત નહીં આપો તો હું ક્યાં જઈશ? આ બહુ જુનો ને જાણીતો ડર ફરી તાજો કરાવાય છે. ભણેલો પણ જરાય ગણેલો નહીં, ફૂવામાંના દેડકાથી વિશેષ કશુંય નહીં ને છતાં જગત ગુરુનો ઘમંડ ભરેલો સાધારણ ડરપોક મધ્યમ વર્ગ ફરી સત્તાપક્ષની ચાલમાં ફસાઈ ગયો. એ
• નોટિબન્ધીની લાઈનો,
• મોંઘવારી,
• ભાંગી પડેલા વેપાર-ધંધો,
• મૃતપ્રાય આરોગ્ય સેવાઓ,
• શિક્ષણનું વેપારીકરણ,
• રોડ-રસ્તાની બિસ્માર હાલત,
• મોંઘા વીજળી બિલ,
• સંતાનોનો રોજગાર,
• સરકારનું દમન, પોલીસનો માર, લોકશાહી મૂલ્યોની હત્યા.
સઘળું માફ કરીને, માત્ર અને માત્ર મુસ્લિમો પ્રતિ ઊભા કરેલા ભાજપના કાલ્પિક ભયને વશ થઈને સત્તાપક્ષને મત આપી બેઠો છે. આ જ પોચકો વર્ગ કાલે પાછો ચાની લારીએ ને પાનને ગલ્લે રોદણાં રોતો હશે. ગેસના ભાવ વધ્યા ને શિક્ષણ મોંઘુ થયું, હવે તો ના ચલાવી લેવાયના તાકા ફાડસે. પણ, મૂળે તો કાલ્પનિક ડરનો માર્યો ભાજપને ખોળે ભરાયો છે એ કબૂલશે નહીં, ઓઠું લેશે દેશભક્તિનું…
ખરેખર તો, લોકશાહી ઢબે, સરકારના કામનું મૂલ્યાંકન કરીને મત આપતો સ્વસ્થ, સ્વતંત્ર નાગરિક હાર્યો છે, સમસ્યાઓ હારી છે ને કાલ્પનિક ડર, શંસય જીત્યો છે. આ હાર જીત કોંગ્રેસ-ભાજપની નથી, અહીં હાર રોજ-બ-રોજ વેઠવીં પડતી સમસ્યાઓની થઈ છે ને જીત ડર સંશયની થઇ છે. સમસ્યાઓ હારી ને સંશય, ડર જીત્યો..!
saras lekh
Bjp saru kam kare che