વિકાસ માટે સ્ટાફ ઓછો છે

કિરીટભાઈ રાઠોડ/

અમદાવાદ જિલ્લાની જુદી જુદી શાળા-કૉલેજોમાં ભણતાં દલિત વિદ્યાર્થીઓ પાસેથી શિષ્યવૃત્તિ ન મળવાની ઘણી ફરિયાદો મળતાં ‘માહિતી અધિકાર કાનૂન’ હેઠળ વિગતો મેળવવા જિલ્લા પછાત વર્ગ અધિકારીને અરજી કરી. ‘સ્ટાફ ઓછો છે’ તેવું કારણ આગળ ધરી નિયત સમય મર્યાદામાં માહિતી ન આપી. આથી નિયામક શ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગર સમક્ષ અપીલ દાખલ કરી. કદાચ પોતાના હાથ નીચેના અધિકારીને બચાવવા માહિતી આપવાનો હુકમ ન કર્યો. આથી, ૨૦.૦૭.૨૦૧૦ના રોજ ગુજરાત રાજ્ય માહિતી આયોગ સમક્ષ અપીલ કરી. સુનાવણી દરમિયાન રાજ્ય માહિતી કમિશ્નર સમક્ષ અધિકારીઓનો બચાવ હાથવગો હતો, ‘સ્ટાફ ઓછો હોવાથી માહિતી આપી શક્યા નથી’.

છેલ્લે માહિતી મળી પણ અધૂરી. માહિતી પરથી વિદ્યાર્થીઓની ફરિયાદ સાચી હોવાનું સાબિત થયું. અમદાવાદ શહેર, સાણંદ, બરવાળા, ધંધુકા, માંડલ, વિરમગામ, રાણપુર, દસક્રોઈ, તાલુકાની વિવિધ સરકારી અને સ્વનિર્ભર કૉલેજમાં દાકતર, નર્સ, ઈજનેર શાખામાં અભ્યાસ કરતા વિધાર્થીઓની કરોડો રૂપિયાની શિષ્યવૃત્તિ ચૂકવાઈ ન હતી. તારીખ ૩૧.0૩.૨૦૧૩ સુધીમાં શિષ્યવૃત્તિ ન ચૂકવાઈ હોય તેવા ૧૬૧૩ કિસ્સા હતા જયારે ‘ગ્રાંટના અભાવે’ ૧૫૧૨ વિદ્યાર્થીઓની દરખાસ્ત બાકી હતી. નહીં ચૂકવેલી શિષ્યવૃત્તિની રકમ ૩ કરોડ રૂપિયા હતી !

ધોરણ ૧ થી ૧૨ના શિષ્યવૃત્તિ ન ચૂકવાઈ હોય તેવા બાળકોની માહિતી હજુ મળી ન હતી. જિલ્લા પછાત કલ્યાણ અધિકારીના કહેવા મુજબ, તેમને શિષ્યવૃત્તિ ચૂકવવી છે પણ ‘ઉપરથી’ ગ્રાંટ આવતી નથી. સરકારી મેળાવડા પાછળ કરોડોના ખર્ચા માટે ‘ઉપરથી’ ગ્રાંટ આવે છે. હકીકતમાં દલિતવિકાસ માટે ફાળવેલાં નાણાં બીજા જ હેતુઓ માટે વાપરી નાંખવામાં આવે છે અને આ રાજરમત સામે અનામત પર ચુંટાયેલા ‘શાંત’ બેઠા છે.

છેલ્લે, રાજ્યના મુખ્યમંત્રી અને સમાજ કલ્યાણ મંત્રી સમક્ષ આ પ્રશ્ન માટે તપાસપંચ નીમવાની માંગણી કરી. સરકાર આટ-આટલું થવા છતાં પોતાની મેળે ન જાગી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની નોટિસ મળી એટલે અને અખબારોમાં આ સમાચાર છપાતાં જાગી. છેલ્લે, ત્રણ વર્ષના અંતે ૩૧૨૫ દલિત વિદ્યાર્થીઓને રૂપિયા ૧૬ કરોડ ૩૯ લાખની શિષ્યવૃત્તિ ચૂકવાઈ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s