અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની વિકાસનીતિ અનુસાર, તેમની વસ્તી જેટલા ટકા હોય તેટલા ટકા અંદાજપત્રનાં કુલનાણાંમાંથી ફાળવવાં. એટલે કે દલિત વસ્તી દેશમાં સાડા સોળ ટકા છે અને કેંદ્ર સરકારનું અંદાજપત્ર ૧૦૦ રૂપિયાનું છે તો, તેમાંથી સાડા સોળ રૂપિયા દલિતવિકાસ માટે જુદા મૂકવા પડે. હકીકતમાં આવું થતું જ નથી. નીચેના આંકડા બોલે છે કે દલિત વિકાસ માટે કેંદ્ર સરકારના અંદાજપત્રમાં વસ્તીના આધારે પૈસા ફાળવ્યા જ નથી.
૨૦૧૪-૧૫ની સાલમાં અનુસૂચિત જાતિના ભાગે નક્કી થયેલ નીતિ મુજબ ૮૧,૪૬૦ કરોડ ફાળવવાની જગ્યાએ સરકારે ૫૦૫૪૮ કરોડ રૂપિયા ફાળવ્યા. એટલે કે સરકારે ૩૦૯૧૨ કરોડ રૂપિયા ઓછા ફાળવ્યા.
૨૦૧૫-૧૬ની સાલમાં અનુસૂચિત જાતિના ભાગે નક્કી થયેલ નીતિ મુજબ ૮૨,૧૧૯ કરોડ ફાળવવાની જગ્યાએ સરકારે ૩૦,૮૫૧ કરોડ રૂપિયા ફાળવ્યા. એટલે કે સરકારે ૫૧૨૬૮ કરોડ રૂપિયા ઓછા ફાળવ્યા.
૨૦૧૬-૧૭ની સાલમાં અનુસૂચિત જાતિના ભાગે નક્કી થયેલ નીતિ મુજબ ૯૧,૩૮૬ કરોડ ફાળવવાની જગ્યાએ સરકારે ૫૦૫૪૮ કરોડ રૂપિયા ફાળવ્યા. એટલે કે સરકારે ૪૦,૮૩૮ કરોડ રૂપિયા ઓછા ફાળવ્યા.
૨૦૧૭-૧૮ની સાલમાં અનુસૂચિત જાતિના ભાગે નક્કી થયેલ નીતિ મુજબ ૯૬,૮૪૭ કરોડ ફાળવવાની જગ્યાએ સરકારે ૫૨૩૯૩ કરોડ રૂપિયા ફાળવ્યા. એટલે કે સરકારે ૪૪,૪૫૪ કરોડ રૂપિયા ઓછા ફાળવ્યા.
એટલે કે, છેલ્લાં ચાર વર્ષમાં અનુસૂચિત જાતિના કલ્યાણ માટે ૧,૬૭,૪૭૨ ( એક લાખ સડસઠ હજાર ચાર સો બોંતેર) કરોડ કેંદ્ર સરકારે રૂપિયા ઓછા ફાળવ્યા.