હાથીના દાંત: ચાવવાના જુદા અને બતાવવાના જુદા

માર્ટીન મેકવાન/

ભારતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી ૮.૬ ટકા છે. તેઓ વિકાસમાં બીજા સમાજની હરોળમાં આવી શકે તે માટે આદિવાસી પેટા યોજનાની નીતિ ૧૯૭૪ની સાલમાં ઘડવામાં આવી હતી. તે જ રીતે અનુસૂચિત જાતિની વસ્તી સાડા સોળ ટકા છે. તે પણ બીજા સમાજની હરોળમાં આવી શકે તે માટે અનુસૂચિત જાતિ પેટા યોજનાની નીતિ ૧૯૭૯ની સાલમાં ઘડવામાં આવી.

આ નીતિની મુખ્ય બાબતો નીચે મુજબ છેઃ

૧. વિકાસની યોજના એવી હોવી જોઈએ કે, જેથી તેનો સીધો ફાયદો અનુસૂચિત જાતિ/જનજાતિની વ્યક્તિ કે તેમના વિસ્તારોને થવો જોઈએ.

૨. આ માટે ફાળવવામાં આવતાંનાણાં બીજી કોઈ બાબત માટે તબદીલ ન થઈ શકે.

૩. આ માટે ફાળવેલનાણાંનો વપરાશ પ્રાથમિકતાના ધોરણે થવો જોઈએ.

૪. અનુસૂચિત જાતિ/જનજાતિની વસ્તી જેટલી હોય તેટલા ટકાનાણાં કુલ અંદાજપત્રના આ હેતુ માટે ફાળવવા.

૫. આનાણાં ફાળવવામાં કોઈ ગફલત ન થાય માટે અંદાજપત્રમાં આ વિષયનો ખાસ કોડ નક્કી કરવો. આથી અંદાજપત્રમાં ૭૮૯ અને ૭૯૬ એમ બે સંજ્ઞા નક્કી થઈ, જેથી આ બાબતનાનાણાંની ફાળવણી જોઈ શકાય.

ખાસ મહત્વની બાબત નોંધવાની કે આ નીતિ કૉંગ્રેસના સમયમાં નક્કી થઈ હતી. ભાજપે આ નીતિનો અમલ કર્યો? આ નીતિ તેમણે આગળ વધારી અને વધારે મજબૂત કરી? હકીકત એ છે કે, ભાજપે આ નીતિને નબળી કરી નાંખી છે.

ભારતનાં ૧૫ રાજ્યોનાં અંદાજપત્રોનો અભ્યાસ કરતાં જણાયું કે, કુલ મળીને દલિત/આદિવાસીના વિકાસ માટેના કુલ ૧,૧૨,૩૫૮ કરોડ રૂપિયાની એવી યોજના કરવામાં આવી કે જેનાથી તેમને સીધો ફાયદો થાય જ નહીં !

પ્રગતિશીલ ગુજરાત રાજ્યમાં દલિત/આદિવાસીના વિકાસ માટેનાંનાણાંની નીતિના શા હાલ છે?

૧. દલિતોના વિકાસ માટે ફાળવેલાંનાણાં બીજે વાપરી નાંખ્યાં.

૨૦૧૧-૧૨ની સાલમાં દલિત વસ્તીના ધોરણે જોતાં,

ગુજરાત સરકારે ૨૦૫૦.૧૯ કરોડ રૂપિયા ફાળવવા જોઈતા હતા તેના બદલે ઘટાડીને ૧૭૮૫.૭૮ કરોડ ફાળવ્યા. આગળ જતાં આ ઓછાં ફાળવેલાંનાણાંમાંથી પણ ૧૭.૮૧ કરોડ રૂપિયા વાપર્યા જ નહીં. એટલે કે, આ વર્ષે દલિતોના ભાગના ૨૮૨.૨૨ કરોડ રૂપિયા બીજે વાપરી નાંખ્યા.

૨૦૧૨-૧૩ની સાલમાં દલિત વસ્તીના ધોરણે જોતાં,

ગુજરાત સરકારે ૩૧૦૮.૬૦ કરોડ રૂપિયા ફાળવવા જોઈતા હતા, તેના બદલે ઘટાડીને ૨૯૧૯.૮૫ કરોડ ફાળવ્યા. આગળ જતાં આ ઓછાં ફાળવેલાંનાણાંમાંથી પણ ૧૦૨.૯ કરોડ રૂપિયા વાપર્યા જ નહીં. એટલે કે, આ વર્ષે દલિતોના ભાગના ૨૯૧.૬૫ કરોડ રૂપિયા બીજે વાપરી નાંખ્યા.

૨૦૧૩-૧૪ની સાલમાં દલિત વસ્તીના ધોરણે જોતાં,

ગુજરાત સરકારે ૨૮૫૦.૭૩ કરોડ રૂપિયા ફાળવવા જોઈતા હતા, તેના બદલે ઘટાડીને ૨૬૯૨.૪૨ કરોડ ફાળવ્યા. આગળ જતાં આ ઓછાં ફાળવેલાંનાણાંમાંથી પણ ૨૧૩.૮૨ કરોડ રૂપિયા વાપર્યા જ નહીં. એટલે કે. આ વર્ષે દલિતોના ભાગના ૩૭૨.૧૩ કરોડ રૂપિયા બીજે વાપરી નાંખ્યા.

૨૦૧૪-૧૫ની સાલમાં દલિત વસ્તીના ધોરણે જોતાં,

ગુજરાત સરકારે ૩૫૫૪.૬૧ કરોડ રૂપિયા ફાળવવા જોઈતા હતા, તેના બદલે ઘટાડીને ૩૩૫૨.૪૧ કરોડ ફાળવ્યા. આગળ જતાં આ ઓછાં ફાળવેલાંનાણાંમાંથી પણ ૫૧૨.૭૭ કરોડ રૂપિયા વાપર્યા જ નહીં. એટલે કે, આ વર્ષે દલિતોના ભાગના ૭૧૪.૯૭ કરોડ રૂપિયા બીજે વાપરી નાંખ્યા.

૨૦૧૫-૧૬ની સાલમાં દલિત વસ્તીના ધોરણે જોતાં,

ગુજરાત સરકારે ૩૯૪૭.૧૭ કરોડ રૂપિયા ફાળવવા જોઈતા હતા, તેના બદલે ઘટાડીને ૩૬૬૭.૧૭ કરોડ ફાળવ્યા. આગળ જતાં આ ઓછાં ફાળવેલાંનાણાંમાંથી પણ ૨૯૬.૭૯ કરોડ રૂપિયા વાપર્યા જ નહીં. એટલે કે. આ વર્ષે દલિતોના ભાગના ૬૨૦.૭૬ કરોડ રૂપિયા બીજે વાપરી નાંખ્યા.

૨૦૧૬-૧૭ની સાલમાં દલિત વસ્તીના ધોરણે જોતાં,

ગુજરાત સરકારે ૪૩૯૧.૧૪ કરોડ રૂપિયા ફાળવવા જોઈતા હતા, તેના બદલે ઘટાડીને ૩૮૯૦.૬૨ કરોડ ફાળવ્યા. આગળ જતાં આ ઓછાં ફાળવેલાંનાણાંમાંથી કેટલા રૂપિયા વાપર્યા જ નહીં તેના આંકડા હજુ બહાર પડ્યા નથી. એટલે કે, આ વર્ષે દલિતોના ભાગના ૫૦૦ કરોડ રૂપિયા બીજે વાપરી નાંખ્યા.

સરવાળે જોઈએ તો,

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ છેલ્લા છ વર્ષમાં ૨૭૮૨ કરોડ ૭૨ લાખ ૮૦ હજાર રૂપિયા દલિતોના વિકાસનાનામે બીજે વાપરી નાંખ્યા.

૨. દલિતોના વિકાસ માટે તેમની વસ્તી પ્રમાણેનાણાં ફાળવ્યાં જ નહીં

ગુજરાતમાં અનુસૂચિત જાતિની વસ્તી ૭.૦૧ ટકા છે માટે નક્કી થયેલી નીતિ અનુસાર, કુલ અંદાજપત્રના ૭ ટકાનાણાં દલિતવિકાસ માટે ફાળવવાં પડે. શું એટલાંનાણાં ફાળવ્યા? હકીકત જોતાં જણાશે કે, ભાજપ સરકારે આ નીતિનું જાણીજોઈને ઉલ્લંઘન કર્યું છે. આ ઉલ્લંઘન સામે અનામત બેઠક પરથી ચુંટાઈ આવેલા ૧૩ દલિત-ધારાસભ્યો ચૂપ બેસી રહ્યા હતા !

૨૦૧૫-૧૬ના વર્ષ દરમિયાન ગુજરાતનું કુલ અંદાજપત્ર ૧,૨૭,૪૯૯.૬૯ કરોડ રૂપિયાનું હતું. દલિતોની વસ્તી પ્રમાણે, કાયદેસર ૮,૯૩૭ કરોડ ૭૨ લાખ ૮૨ હજાર ૨૬૯ રૂપિયા ફાળવવાના અને વાપરવાના થાય. તેની સામે ગુજરાતની ભાજપ સરકારે માત્ર ૩૩૭૦.૩૮ કરોડ રૂપિયા જ ફાળવ્યા. એટલે કે, આ વર્ષ દરમિયાન દલિતવિકાસના પૈસામાંથી ૫,૫૬૦.૩૫ કરોડ રૂપિયા બીજે ફાળવી દીધા !

૨૦૧૬-૧૭ના વર્ષ દરમિયાન ગુજરાતનું કુલ અંદાજપત્ર ૧,૪૮,૨૦૫.૭૬ કરોડ રૂપિયાનું હતું. દલિતોની વસ્તી પ્રમાણે, કાયદેસર ૧૦,૩૮૯ કરોડ ૨૨ લાખ ૩૭ હજાર ૭૬૦ રૂપિયા ફાળવવાના અને વાપરવાના થાય. તેની સામે ગુજરાતની ભાજપ સરકારે માત્ર ૩૮૯૦.૩૮ કરોડ રૂપિયા જ ફાળવ્યા. એટલે કે, આ વર્ષ દરમિયાન દલિતવિકાસના પૈસામાંથી ૬૪૯૮.૮૪ કરોડ રૂપિયા બીજે ફાળવી દીધા !

૨૦૧૭-૧૮ના વર્ષ દરમિયાન ગુજરાતનું કુલ અંદાજપત્ર ૧,૭૨,૧૭૯.૨૪ કરોડ રૂપિયાનું હતું. દલિતોની વસ્તી પ્રમાણે, કાયદેસર ૧૨,૦૬૯ કરોડ ૭૬ લાખ ૪૭ હજાર ૨૪૦ રૂપિયા ફાળવવાના અને વાપરવાના થાય. તેની સામે ગુજરાતની ભાજપ સરકારે માત્ર ૪૬૦૩.૬૯ કરોડ રૂપિયા જ ફાળવ્યા. એટલે કે, આ વર્ષ દરમિયાન દલિતવિકાસના પૈસામાંથી ૭,૪૬૬. ૦૭ કરોડ રૂપિયા બીજે ફાળવી દીધા !

સરવાળે જોઈએ તો,

ગુજરાતની ભાજપ સરકારે દલિતવિકાસ માટે છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન દલિતોના ભાગના ૧૯,૫૨૫.૨૬ કરોડ રૂપિયા બીજે ફાળવી દીધા !

૩.નામ દલિતનું, કામ દલિતનું નહીં

૨૦૧૬-૧૭ની વાત કરીએ તો ગુજરાતની સરકારે દલિત વિકાસના લગભગ પોણા ભાગના પૈસા એવી રીતે વાપર્યા કે જેમાં ચોપડેનામ દલિતનું ગણાય પણ દલિતને સીધો ફાયદો ન થાય.

શહેરીવિકાસ ખાતાએ દલિત વિકાસનો હેતુ જણાવી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરીવિકાસ યોજના માટે ૨૩૯.૭૯  કરોડ ફાળવ્યા અને વાપર્યા. વપરાશના હેતુમાં જણાવ્યું કે, આંતરિક રસ્તા, સ્ટ્રીટ-લાઈટ  ખાનગી સોસાયટીમાં પાણી માટે પાઈપ-લાઈન નાંખવા માટે; શહેરોમાં સીટી બસની સેવા, ટ્રાફિકનું સંચાલન, ફ્લાઈ ઑવરપુલ બાંધવા, રેલવે, ઑવરબ્રિજ અને અંડરબ્રિજ બાંધવા તથા રીંગરૉડ બનાવવા માટે. આ બધાં કામોમાં દલિત વ્યક્તિ કે વસ્તીને સીધો ફાયદો કયો? રૉડ બને તેનો ઉપયોગ માત્ર દલિતો જ કરવાના?

આ જ રીતે દલિતવિકાસ માટે કેવી રીતે પૈસા વાપરવા તેની માર્ગદર્શિકાનું સરેઆમ ઉલ્લંઘન કરી રસ્તા અને પુલવિભાગે રૂપિયા ૧૫૦ કરોડ જુદા જુદા તાલુકાના રસ્તા સુધારવામાં વાપર્યા. કેટલાં ગામમાં આ રસ્તા દલિત વસ્તીને જોડશે, તેની કોઈ વિગત ન મળે.

૨૦૧૬-૧૭ દરમિયાન સરકારી તાલીમ કેન્દ્રો બાંધવાં અને જૂનાંનું સમારકામ કરવા માટે રૂપિયા ૧૦૯.૩૨ કરોડ ‘દલિતવિકાસ’ ખાતે ઉધાર્યા. આ કેન્દ્રોનો સીધો ફાયદો માત્ર દલીતોને જ થવાનો?

૨૦૧૬-૧૭માં ‘નરેગા’ યોજના હેઠળ, દરેક કુટુંબને ઓછામાં ઓછી વર્ષે દહાડે ૧૦૦ દિવસની રોજગારી ફાળવવા માટે ‘દલિતવિકાસ’ના ખાતામાં ૯૬ કરોડ રૂપુયા ઉધાર્યા. અનુસૂચિત જાતિ/જનજાતિ પેટા યોજનાની માર્ગદર્શિકામાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ‘નરેગા’ માટેના પૈસા દલિતવિકાસ ખાતે ન ઉધારવા.

૨૦૧૬-૧૭માં કમ્યૂનિટી હેલ્થ સેન્ટર ફાઈનાન્સ કમિશન માટે ‘દલિતવિકાસ’ ખાતે ૭૧.૧૭ કરોડ રૂપિયા ખતવ્યા. આ પૈસાનો ઉપયોગ કંપાઉંડ-દીવાલ સાથે ૧૫ પેટાકેન્દ્રોનાં બાંધકામ કરવા ઉપયોગ થયો. આ તો કેન્દ્રીય યોજના છે અને તેનો દલિતવિકાસ સાથે કોઈ સંબંધ નથી.

૨૦૧૬-૧૭માં પાટણ ખાતે મેડિકલ કૉલેજનાં બાંધકામ, સાધન ખરીદી, પગાર, ઑફિસ-ખર્ચ ખાતે ૫૯.૮૧ રૂપિયાનો ગુજરાત સરકારે ખર્ચ કર્યો અને એને ઉધાર્યા ‘દલિતવિકાસ’ના ખાતામાં !

૨૦૧૬-૧૭માં પંચાયતમાં જંગમ મિલકત ઊભી કરવા માટે ૮૭ કરોડ રૂપિયા વાપર્યા. આનો ઉપયોગ માત્ર દલિત કરવાના? આવી ઘણી પંચાયતોમાં દલિતસભ્યો માટે ચા-પાણીનાં વાસણ અલગ રાખવામાં આવે છે !

૨૦૧૬-૭ના અંદાજપત્રમાં દલિતવિકાસના ખાતામાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ માટે ૨૦૦ કરોડ રૂપિયા નર્મદાની નહેર-વિસ્તરણ માટે ઉધાર્યા. આનો સીધો ફાયદો કઈ રીતે દલિતને થાય?

ઉપર જણાવેલા પૈસા દલિત વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપવામાં, માથે મેલું દૂર થાય તેના પુનર્વસનમાં, દલિત વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ વગેરમાં વાપરી શકાયા હોત.

આ બધાનો સાર એટલો જ કે, ગુજરાત સરકારે દલિત-આદિવાસી વિકાસના માટે ફાળવેલા પૈસામાંથી માત્ર ૧૮.૯ ટકા પૈસા સીધો દલિત/આદિવાસીને ફાયદો થાય તેમાં વાપર્યા અને ૮૧.૧ ટકા પૈસા બીજા હેતુ માટે વાપરી નાંખ્યા!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s