ગુજરાતનો ‘દલિતવિકાસ’ ઉનાના દલિત યુવાનોની પીઠ પર કોતરાયો છે

Dalits beaten up GUJARAT‘શોલે’ ફિલ્મમાં ડાકુ ગબ્બરસિંહ પોતાની છાતી ઠોકીને પોતાનું સમાજમાં કેટલું વર્ચસ્વ છે તે બતાવવા કહે છે, ‘જયારે કોઈ ઘરમાં બાળક રડતું હોય તો એની મા બાળકને કહે છે કે, “બેટા, સૂઈ જા નહીંતર ગબ્બરસિંહ આવશે”. ગુજરાતના દરેક દલિત બાળક, યુવાન, સ્ત્રી, વૃદ્ધ સૌને ‘ઉનાના મોટા સમઢિયાળા ગામે દલિત યુવાનોની પીઠ પર જાહેરમાં મારવામાં આવેલા ફટકા’ યાદ છે. ફરક એટલો જ છે કે ગબ્બરસિંહની યાદ આવતાં બધાં ડરીને થીજી જતાં હતા. ઉનાની યાદથી દલિતોની આંખોમાં આક્રોશના તણખા ઝરે છે.

આધુનિક ફૅશન મુજબ જીવન જીવતા, મોબાઈલ કે કમ્પ્યૂટર વાપરતા, સારા પગારવાળી નોકરી કરતા, ઉચ્ચ શિક્ષણ પામેલા, પ્રગતિ કરવાનાં સપનાં ધરાવતા દલિત યુવાનોને એવું લાગ્યું કે લાકડીના ફટકા પોતાની પીઠ ઉપર પડી રહ્યા છે.

દલિત યુવાનો એ દૃશ્ય ભૂલી નથી શકતા કે ઉના શહેરના ભરચક જાહેર વિસ્તારમાં દલિત યુવાનોને ગાડીની પાછળ બાંધીને ઢસડવામાં આવેલા હતા. દલિત યુવાનો એ દૃશ્ય ભૂલી નથી શકતા કે મોટા સમઢિયાળાના દલિત યુવાનોની પીઠ પર લાકડીઓના ધડાધડ ફટકા ઉના પોલીસમથકની સામે, પોલીસની હાજરીમાં, પોલીસના દંડાથી મારવામાં આવ્યા હતા અને પોલીસ હસી રહી હતી !

દલિતો એ ભૂલી નથી શકતા કે ઉના ખાતે દલિતો પરના આ હુમલાનું કાવતરું ચૂંટાયેલા સરપંચની આગેવાની હેઠળ ઘડવામાં અને પાર પાડવામાં આવ્યું હતું. ‘રાજકીય સત્તામાં વિકાસ’ પામેલા લોકો દલિતોને કેવા પ્રકારની ગુલામીમાં ઢસડવા માંગે છે તેનો આ અત્યાચાર એક પરચો હતો.

જાગૃત દલિતો એ સમજે છે કે વિકાસનું મહોરું પહેરીને ફરતાં સત્તાલાલચુઓને દલિતોના માત્ર ‘મત’ની જરૂર છે.

દલિતોને યાદ છે કે ‘મારા દલિત ભાઈઓને મારવાના બદલે મને ગોળી મારો’ કહેનાર ભારતના વડાપ્રધાને આ ઘટના બન્યાના ૨૧ દિવસ સુધી પોતાનું મોં ખોલ્યું ન હતું.

“૮૦ ટકા ગૌરક્ષકો નકલી છે અને ધર્મના નામે પોતાની હાટડી ખોલીને બેઠા છે, તે દરેકની પ્રવૃત્તિ વિષે ‘ડોઝીયર’ (ફાઈલ) તૈયાર કરવામાં આવશે” તેવું વડાપ્રધાન બોલેલા. ગુજરાતમાં કે દેશમાં કેટલા ગૌરક્ષકોની પ્રવૃત્તિઓ વિષે ‘ફાઈલ’ બનાવી?

ગુજરાતમાં ગૌરક્ષકો દ્વારા હાડકાંનો વ્યવસાય કરનાર દલિતોની ટ્રક સળગાવી અને તેમના ખાતર બનાવતા કારખાનાને આગ ચાંપી, મરેલાં ઢોરનો નિકાલ કરવાની ના પાડનાર સગર્ભા સ્ત્રીને પેટમાં લાતો મારવામાં આવી. આમાંથી કેટલા ગૌરક્ષકોને સજા થઈ?

ઉનાનું ‘સમઢીયાળા’ ગુજરાતના વિકાસનું મોડલ હોય તો તે મોડલ દલિતો ને મંજૂર છે?


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s