દલિતોને ‘જમીન’ કાગળ પર મળી છે!

મોહનભાઈ, કલ્પેશ આસોડીયા/

બનાસકાંઠા જિલ્લાના સૂઈગામ તાલુકાનું સોનેથ ગામ. ખેતીની જમીનના ટોચમર્યાદા કાયદા હેઠળ તારીખ ૮ માર્ચ, ૧૯૮૪ની સાલમાં ગામનાં ૩૨ દલિત કુટુંબોને ૧૪૩.૨ એકર જમીન સરકારે ફાળવેલી. દલિતો કાયદો હાથમાં લેવામાં માનતા નથી એટલે મામલતદાર-કલેક્ટરને કબજો મેળવવા માત્ર આવેદનપત્ર જ આપ્યાં છે. પરિણામે આજે ૩૩ વર્ષ પછી પણ જમીન સરકારી ચોપડે દલિતોનાં નામે બોલે છે અને કબજો મૂળ માલિક પાસે છે.

સરકારની આવી ઢીલાશ ઉદ્યોગપતિઓ માટે નથી. તેમનો ધંધો શરૂ થઈ જાય પછી તેમને ખરીદેલી જમીન ‘બિનખેતી’માં સરકાર ઘડીના છટ્ઠા ભાગમાં ફેરવી આપે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી, લખતર, વઢવાણ અને સાયલામાં દલિતોને આવી કાગળ પર મળેલી જમીનો નવસર્જને આઠ વર્ષની લડત પછી અપાવી હતી. વાલજીભાઈ પટેલે પણ આ ક્ષેત્રે ઘણો સંઘર્ષ વેઠી દલિતોને જમીનના અધિકારો અપાવ્યા છે.

કચ્છ જિલ્લામાં ટોચર્યાદાની જમીનો દલિતોની સહકારી મંડળીને મળેલ અને તેનો વર્ષોથી તેમની પાસે કબજો નથી તેવી અસંખ્ય ફરિયાદો છે. ‘વિકાસ’ના વાયરામાં સરકાર-ઉદ્યોગપતિ વચ્ચેના ગઠબંધનમાં આંખનો ડોળો જમીન ઉપર જ સ્થિર થયેલો છે. જે ઉદ્યોગપતિઓને સરકારે ‘ગૌચર’ની જમીનો પધરાવી ગાયને ગુજરાતમાં ‘પ્લાસ્ટિક’ ખાતા કરી દીધી, તેમણે ગુજરાતમાં હજારો ‘નોકરી’ પેદા કરવાના ધોળા દિવસે તારા બતાવ્યા હતા. તે દાવાઓ તપાસ કરતાં ખબર પડશે કે તેમાં જુઠ્ઠાણું જ ચાલ્યું છે. સરકાર તેના પર ‘શ્વેતપત્ર’ બહાર નહીં પાડે.

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s