રાજા શેખર વુંન્દ્રું
ઉત્તરપ્રદેશના સહરાનપુરમાંની ભીમ સેનાએ દલિત અધિકારોની માંગણીની ચળવળને ફરીથી પૃષ્ઠભૂમિ પર લાવી છે. ખરેખર કહીએ તો, આ સેનાને દલિત સમાજના વૈકલ્પિક રાજકારણ તરીકે જોવામાં આવે છે. તેમ છતાં, આ જૂથ ખરેખર તો આખા ભારતમાં વિસ્તરેલ આંબેડકરી અધિકારોની ચળવળોની પરંપરાનો એક ભાગ છે. ભીમ સેનાનો જન્મ ૧૯૬૮ માં આંબેડકરની ૭૭મી જન્મજયંતિએ ગુલબર્ગ, કર્ણાટકમાં થયો હતો. આ સેનાની રચના નિઝામના સમયના હૈદરાબાદમાં આંબેડકરી દલિત આગેવાન બી શ્યામ સુંદરે કરી હતી. ભીમ સેના એ સમાનતા અને સ્વરક્ષણ મેળવવા માટેની એક સ્વયંસેવક સંગઠિત દળ હતી. ખૂબ ઝડપથી તે દલિતો વિરુદ્ધ અત્યાચાર કરનાર લોકોમાં ભય ફેલાવવામાં સફળ નીવડી. શ્યામ સુંદરને નિઝામના હૈદરાબાદમાં નાગરિકોનું સૌથી શ્રેષ્ઠ એવું ખુસરો-એ- ડેક્કનનું સન્માન મળેલું હતું. તેમણે દલિતો એ મૂળ ભારતીય (ભારતના મૂળ નિવાસી) છે એ વિચારનો પ્રસાર કર્યો.
ભીમ સેનાના બે લાખ સભ્યો હતાં અને તે મહારાષ્ટ્ર, તેલંગાણા અને કર્ણાટક સિવાય ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબમાં ફેલાયેલા હતાં. સેનાની માંગ હતી કે દરેક તાલુકાના ૨૫ ટકા ગામો દલિતોને આપવામાં આવે જેમાં અલગ ચૂંટણી વિભાગો હોય, અલગ મહાવિદ્યાલયો હોય અને આનો હેતુ દલિતોનું એક અલગ રાજકારણી સંગઠન રચવાનો હતો. દલિત યુવાનોએ ભીમ સેના સાથે અત્યાચારો વિરોધી રેલીમાં ભાગ લઈને સ્વરક્ષા ટુકડી પણ પૂરી પાડી હતી. ૧૯૭૫ માં શ્યામ સુંદરના નિધન પછી ભીમ સેના વિખેરાઈ ગઈ. પરંતુ તે ૧૯૭૨માં દલિત પેંથર નામના બીજા દલિત સંગઠનની રચનાનું કારણ બની.
દલિત પેંથર એ આંબેડકરી યુવા ચળવળોમાંથી સૌથી વધુ રોમાંચક બનાવી દીધેલું અને સૌથી જાણીતું સંગઠન છે. તે અમેરિકાના બ્લેક પેંથરની રચનાની પ્રેરણાથી બન્યું છે અને તેના સભ્યો શહેરી, શિક્ષિત કામગાર મધ્યમ વર્ગમાંથી આવે છે અને તે સંગઠન દાવાનળની જેમ ગ્રામીણ ભાગોમાં ફેલાયું. ૧૯૭૦માં વધતા જતા દલિત વિરોધી અત્યાચારોએ પેંથર ચળવળને આગળ ધપાવી. પેંથરના ઘણા સભ્યો એક મજબૂત સાહિત્યિક ચળવળના ભાગ પણ હતાં જેમણે ૧૯૪૭ પછીના કેટલાક સર્વોત્તમ સાહિત્ય અને કવિતાથી લોકોને વિચારતા કરી દીધા. દલિત પેંથર અને કવિ નામદેવ ઢસાળ હાર્લેમ ચળવળના પોએટ-લોરીયેટ લેંગstan હ્યુ જેવા હતા.
ભીમ સેનાની માફક દલિત પેંથરે પણ સ્વરક્ષા દળ તરીકે અત્યાચારોનો સામનો કર્યો. ૧૯૮૦ના દાયકાના છેલ્લા વર્ષોમાં દલિત પેંથર વિખરાઈ ગયું પણ સક્રિય રહ્યું. રામદાસ આઠવલે અને જોગેન્દ્ર કાવડે જેવા કેટલાક પેન્થરો સક્રિય રાજકારણમાં જોડાયા જ્યારે નામદેવ ઢસાળ જેવા બીજા સાહિત્યિક ચળવળની સાથે જોડાયેલા રહ્યા. દલિત પેન્થરે મરાઠવાડા યુનિવર્સીટીને આંબેડકરના માનમાં નામ બદલવાના આંદોલનમાં તથા મહારષ્ટ્ર સરકારને આંબેડકરનું રીડલ્સ ઈન હિન્દુઈસમ પ્રકાશિત કરાવામાં મહત્વનો ભાગ ભજવ્યો. પેંથર ગુજરાતમાં ફેલાયું અને તેણે ગુજરાતી દલિત સાહિત્ય ચળવળ પર પ્રભાવ પાડ્યો અને યુવાનોને અને યુવતીઓને રાજ્યમાં થયેલ અનામત આંદોલન માટે સંગઠિત કર્યાં.
આંબેડકરને ૧૯૨૭માં જ્યારે તેમણે મહાડમાં દલિતોને પાણી વપરાશ કરવા દેવાનું આંદોલન શરુ કર્યું ત્યારે સ્વયંસેવક દળની જરૂર જણાઈ. આ ટુકડી- સમતા સૈનિક દળની રચના ૧૯૨૭માં જ થઈ. સમતા સૈનિક દળે જ્યારે આંબેડકર ૧૯૩૨માં ગોળમેજી પરિષદમાંથી પાછા આવ્યા ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું ત્યારે આ દળ જાણીતું બન્યું. તે પોતાના ધ્વજ, પહેરવેશ અને શિસ્ત સાથે એક અદ્દલ રક્ષા દળ તરીકે કામ કરતું. આંબેડકરના અવસાન પછી તેનો પ્રભાવ ઓછો થઈ ગયો અને ભીમ સેના અને દલિત પેંથરનો ઉદય થયો.
એસ એસ ડી ને બ્રિટીશ સેનામાંથી સેવાનિવૃત્ત થયેલા દલિત મહાર સૈનિકોની મદદ મળી. મહાર લોકોએ છત્રપતિ શિવાજીએ અને ત્યારબાદ બ્રિટીશરોએ ૧૮૧૮ના કોરેગાવના યુદ્ધમાં બતાવેલ શૌર્ય માટે પ્રશંસા મળી હતી. જ્યારે બ્રિટીશરોએ કોરેગાવમાં વિજય સ્તંભ ઉભો કર્યો ત્યારે તેની ઉજવણી માટે ૧ જાન્યુઆરી, ૧૯૨૭ નાં રોજ આંબેડકર ત્યાં ગયા હતાં. ત્યારબાદ આંબેડકરે જ્યારે તેઓ સુરક્ષા સલાહકારી મંડળમાં હતા ત્યારે ૧૯૪૧માં મહાર રેજીમેન્ટ બનવાની પણ ખાતરી આપી હતી.
આંબેડકર માનતા હતા કે દલિતોનું શૌર્ય બીજા સમાજના લોકોના શૌર્યથી ઓછું નથી. તેમણે બ્રિટીશરોને વારંવાર કહ્યું કે તેઓ ફક્ત અસ્પૃશ્ય સૈનિકોની મદદથી જ પોતાનો અડ્ડો ભારતમાં જમાવી શકશે : આ માટે તેમણે પ્લાસીનું યુદ્ધ (૧૭૫૭) જે દુશાદોની મદદથી, વનદિવંશનું યુદ્ધ કે જે પરૈયાઓની મદદથી અને કોરેગાવનું યુદ્ધ જે મહારોની મદદથી જીતાયું હતું એવા ઉદાહરણો આપ્યા. અસ્પૃશ્યો અને નીચલી જાતના લોકો જ સૌથી પહેલા બ્રિટીશ સેનામાં જોડાયા કારણકે તેમને ખોરાક સંબંધિત નિષેધો ન હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે ૧૯૪૩ માં આંબેડકરે ચમાર રેજીમેન્ટ બને તેની ચોકસાઈ રાખી અને તેણે જાપાનીઝ સામ્રાજ્યની સેના સામે લડત આપી તેને બર્માથી જ પાછી વાળી દીધી. બ્રિટીશરોએ ૧૯૪૫માં વિશ્વયુદ્ધ પછી બાકીની જાતોની લશ્કરી ટુકડીઓ જાળવી રાખી પણ આ ટુકડીને વિખેરી નાખી.
આવી જ “સેનાઓ” તમિલનાડુમાં પણ હતી. થોલ. થીરુમાવાલનની વિદ્યુંથાલાઈ ચિરુથાઈગલ કત્ચી (લીબરેશન પેંથર પાર્ટી) ૧૯૮૦માં દલિત પેંથરમાંથી બની. કેરળમાં ૧૯૦૭માં દલિત આગેવાન અય્યનકાલીએ અય્યનકાલી પાડા (અય્યનકાલીની સેના) બનાવી. હજુ પણ નાના જૂથો જે પોતાને અય્યનકાલી પાડા તરીકે ઓળખાવે છે તે સક્રિય છે.
આપણે દલિતોની સમાનતા માટેની ચળવળના ઉદયને આ દ્રષ્ટિકોણથી સમજવાની જરૂર છે. લોકપ્રિય પંજાબી લોકસંગીત કે જે જાટ પુરુષોના શૌર્યનાં ગુણ ગાય છે તેણે નવા પ્રકારના દલિત સંગીતને જન્મ આપ્યો જેની આગેવાની એક યુવા ગાયિકા ગીની માહી કરે છે. તેના ગીતો દલિત બહાદુરી અને “ડેન્જર ચમાર” ની વાત કરે છે. તે પોતાના ગીતોમાં ગુરુ રવિદાસને અને આંબેડકરને સંબોધે છે અને જાતિઓ વચ્ચે સમાનતાની વાત કરે છે. એક પંજાબી સંગીતના પેટા પ્રકાર ચમાર પોપ એ ઘણા જ મહત્વ ધરાવતા ઉત્તર ભારતના દલિત સમાજ જાતવને આનંદિત કર્યો છે.
એવી જ રીતે, ભીમ સેનાનો પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં પણ “મહાન ચમાર ચળવળ” નિમિત્તે સાંસ્કૃતિક હકોની લડત તરીકે ઉદય થયો છે. દલિત અધિકારોની ચળવળોનો સમાનતામાં ના માનનારા જૂથો દ્વારા હંમેશા હિંસક વિરોધ કરવામાં આવ્યો છે. પરંતુ, આંબેડકરની સેનાઓ કાયમ ન્યાય અને સમાનતા મેળવવા માટે આગળ કૂચ કરતી રહી છે.
—
લેખક આઈએએસ અધિકારી છે, તેઓ નેશનલ લો સ્કૂલ, બેગ્લોરમાંથી આંબેડકરનાં વિચારો આ વિષય પર પીએચડીની પડાવી ધરાવે છે. અહીં આપેલ મંતવ્યો લેખકના વ્યક્તિત છે