બની બેઠેલા સામાજિક-સાંસ્કૃતિક ક્ષેત્રના રખેવાળો નાજુક સામાજિક સંતુલનને અસંતુલિત કરી રહ્યા છે

rally (1)

ભાલચંદ્ર મુન્ગેકર

ઉત્તર પ્રદેશનાં સહરાનપુરમાં થયેલ દલિત વિરોધી હિંસા સૌનો સાથ, સૌનો વિકાસનાં નારા સાથે આવેલ નરેન્દ્ર મોદીની સરકાર માટે સારું ભવિષ્ય ભાખતું નથી. હિંસા કહેવાતી રીતે ત્યારે શરુ થી જ્યારે ઘણા જ શક્તિશાળી એવા ઠાકુર સમાજના લોકોએ શબ્બીરપુર ગામના દલિતોને આંબેડકર જયંતિના દિવસે સંત રવિદાસના મંદિરમાં આંબેડકરનું પૂતળું તેમણે બધી જ સરકારી અનુમતિઓ લીધી હોવા છતાં રોક્યા. દલિતો આ રોષ સાંખી ન શક્યાં. તેથી જયારે ઠાકુરોએ મહારાણા પ્રતાપની જયંતિએ સરઘસ કાઢ્યું ત્યારે દલિતોએ તેનો વિરોધ કર્યો. ઠાકુરોએ આ વિરોધને એક પડકાર ગણ્યો અને હિંસા પર ઉતરી આવ્યાં. દલિત ઘરોને આગ લગાવામાં આવી, ગમાણોને ઉધ્વસ્ત કરી અને તેમની મિલકતનો નાશ કર્યો.  આમાં બે દલિતોના મોત થયા તેમાંનો એક ૨૨ વર્ષીય વ્યક્તિ માયાવતીની જાહેર સભામાંથી પાછો આવી રહ્યો હતો. યોગી આદિત્યનાથની સરકારે કેટલાક પગલાં લીધાં. જે લોકોએ માયાવતીની જાહેર સભામાંથી પાછાં આવતાં દલિતો પર હુમલો કર્યો હતો તેમની ધરપકડ કરવામાં આવી અને જિલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ સુપરીન્ટેન્ડન્ટને પણ બરતરફ કરવામાં આવ્યાં. છતાં પણ વાતાવરણ તંગ છે અને શાંતિ છેતરામણી લાગી રહી છે.

જ્યારે ભારતમાં સમય સમયે થઈ રહેલી દલિત વિરોધી હિંસાનું મૂલ્યાંકન કરવમાં આવે ત્યારે જણાય છે કે ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યો કે જે “ગાયના પટ્ટા (કાઉ બેલ્ટ) તરીકે જાણીતા છે તે મોખરે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડાઓ મુજબ આખા ભારતમાં દલિત વિરોધી ગુનાઓ ૨૦૧૦ માં ૩૨,૬૪૩ હતાં જેમાં ઉત્તર પ્રદેશમાં ૭૫૨૨ (૨૩ ટકા) નોંધાયા હતા. ૨૦૧૪માં આ ગુનાઓ વધીને ૪૭,૦૬૪ થયા જેમાં ઉત્તર પ્રદેશનો ફાળો ૮૦૭૫ હતો. ભલે આ આંકડો ૪ ટકા નીચો આવીને ૧૭ ટકા થયો છે છતાં પણ હજુ ઉત્તર પ્રદેશ યાદીમાં મોખરે જ છે. ઉત્તર પ્રદેશનો ફાળો ઘટ્યો છે કારણ કે અનુસૂચિત જાતિનાં લોકો વિરોધી ગુના મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વધ્યા છે.

દેખીતી રીતે જ સહરાનપુર એ એક અપવાદ ઘટના નથી. છતાં, દલિત વિરોધી હિંસાનાં પરિણામો પર ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂર છે. પહેલી વાત, તે એ વાતને સમર્થન આપે છે હજુ પણ જાત એ ભારતીય સમાજનું મૂળભૂત માળખું રચે છે. સાક્ષરતા અને શિક્ષણનો પ્રસાર, સંવાદ અને યાતાયાતના સાધનોનો વિકાસ, શહેરીકરણ, અનામતને કારણે પછાત વર્ગો ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિની વ્યાવસાયિક ઉર્ધ્વ ગતિને લીધેઆ માળખાનો વ્યાપક પ્રભાવ નબળો પડ્યો છે છતાં પણ, દલિતો વિરોધી જાતિમાં ચઢિયાતા હોવાની ભાવના અને પૂર્વગ્રહો અને ખરાબ ભાવનાઓ હજુ પણ ઘણા અંશે જળવાઈ રહેલી છે. છતાં પણ આ બધા વિકાસના ભૌતિક પરિમાણોમાં ધીમી પ્રગતિને લીધે આ પ્રકારની માનસિકતા તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળ જેવા દક્ષિણનાં રાજ્યો કરતા કાઉ બેલ્ટના રાજ્યોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.

બીજું, પેરિયાર ઈવીએ તમિલનાડુમાં શરુ કરેલ તર્કવાદી જાતિ વિરોધી આંદોલન અને કેરલમાં નારાયણ ગુરુ દ્વારા શરુ કરવામાં આવેલ સુધારાવાદી ચળવળથી ૨૦મી સદીમાં દક્ષિણમાં સામાજિક બદલાવનો દોર શરુ થયો. આ સમયમાં કાઉ બેલ્ટ રાજ્યોએ કોઈ પુરોગામી આમૂલ સામાજિક ચળવળનો અનુભવ ન કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતીના આર્ય સમાજે વૈદિક સંસ્કૃતિના મહત્વ પર ભાર મૂક્યો જેણે જાતિવાદી ઊંચનીચની રૂઢિચુસ્તતાનો જ વધારો કર્યો. આનાથી આ રાજ્યોમાં ગૌરક્ષાનું પ્રમાણ આ રાજ્યો પુરતું જ કેમ મર્યાદિત છે એ વાત સમજાય છે.

ત્રીજું, જાતિવાદી ઊંચનીચ, આંબેડકરનાં શબ્દોમાં કહીએ તો “ઉચ્ચતાક્રમવાળી અસમાનતા”, ભલે આખા ભારતમાં જોવા મળતી બાબત હોય પણ કાઉ- બેલ્ટ રાજ્યોમાં તે વધુ દેખીતી રીતે જોવા મળે છે. ચોથું, જાતિ એ હજુ પણ ભારતના ચૂંટણી રાજકારણમાં સૌથી પ્રભાવી પરિબળ હોય છે. ગ્રામીણ વિસ્તારોમાં મુખ્યત્વે કાઉ બેલ્ટ રાજ્યોના ગ્રામીણ વિસ્તારમાં તે વધુ ઉઠીને દેખાઈ આવે છે. સહરાનપુરમાં થયેલ દલિતો વિરોધી હિંસા એવું બતાવી આપે છે કે ભલે સવર્ણો અને બીજી જાતિના લોકો તથા ઓબીસી માંથી આવતાં લોકો નામ પૂરતાં આંબેડકરના ગુણગાન ગાય પણ તેમના માટે તો આંબેડકર ફક્ત એક દલિત આગેવાન જ રહ્યાં છે. આપણો રાજકીય વર્ગ આધુનિક ભારત બનાવવામાં આંબેડકરના ફાળા વિષે લોકોને સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો છે.

ચાર પાંચ દાયકા અગાઉ, દલિતો સામાજિક, આર્થિક અને રાજકીય બાબતોમાં કહેવાતા ઊંચી જાતિના લોકોની ઈચ્છાઓને નમ્ર બનીને માની લેતા હતા. પણ હવે આ સાચું નથી. ઉચ્ચ અને વ્યાવસાયિક શિક્ષણની સુલભતાને લીધે દલિતોની આડી તથા ઉભી સામાજિક અને આર્થિક પ્રગતિને શક્ય બનાવી છે. તેને લીધે દલિત સમાજમાં લેખકો, વ્યાવસાયિકો, વહિવટકારો, ઉદ્યોજકોનો એક વર્ગ ઉભો થયો છે.  આ નવો વર્ગ ઊંચી જાતિના પરંપરાગત સામાજિક કલંક અને તાબેદારીને નકારવાની શરૂઆત કરી છે. આંબેડકરની દલિત સ્વતંત્રતાની ચળવળે દલિતોમાં આત્મવિશ્વાસ અને અધિકારોની માંગ વિશે જાગૃતિ લાવે છે જેને કારણે તેમનામાંની પરજયવાદી ભાવનાઓ દૂર થઈ છે. દલિત સાહિત્ય એ દલિતોનો આત્મવિશ્વાસ વધારવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

આ દલિત અધિકારોની માંગએ વર્ષો પુરાણી ઉચ્ચ્તાક્રમ પર આધારિત ઉચ્ચ જાતિના લોકો અને વચ્ચેની જાતિઓ અને ઓબીસી લોકોના પ્રભુત્વને પડકારવાની શરૂઆત કરી છે. છેલ્લે જણાવેલ ઓબીસીમાંથી આવતાં લોકો આ બાબતને સ્વીકારવામાં મુશ્કેલી અનુભવે છે કારણ કે દલિતોના અધિકારોની માંગ તેમના ઘણા બધા ફાયદાઓને મુશ્કેલીમાં મૂકી શકે છે. રોહિત વેમુલા કે જેણે જાતિને લીધે અત્યાચારોનો સામનો કર્યો,તેની આત્મહત્યા પછી હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સીટી ખાતે વિદ્યાર્થીઓનો વિરોધ, ગુજરાતમાં ઉનામાં થયેલ મરેલી ગાયની ચામડી ઉતરડવા પર થયેલ પાંચ દલિત યુવાનોની મારપીટનાં વિરોધમાં જીજ્ઞેશ મેવાણીની હજારો દલિતોને સંગઠિત કરવા અને હવે યુવા વકીલ ચંદ્રશેખર અને ભીમ સેના દ્વારા દેશની રાજધાનીનાં જંતરમંતર ખાતે દલિતોના સંગઠન એ બધા દલિત અધિકારોની માંગને દર્શાવતા ઉદાહરણો છે જેણે જાતીવાદી ભાગોને નારાજ કર્યા હોય એવું લાગે છે. અત્યાર સુધી આ બધા વિરોધો શાંતિપૂર્ણ રહ્યા છે અને તે આ રીતે જ ચાલતા રહે તેવી ઈચ્છા છે.

આ લેખ મોદી સરકારના ત્રણ વર્ષના શાસનને મૂલ્યાંકિત કરવા માટે નથી. પરંતુ આ સમય એક અથવા બીજા કારણસર અસહિષ્ણુતાનાં ઉગમ અને પ્રસારથી અંકાયેલો છે. પોતાની જાતે બની બેઠેલા સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રના રખેવાળો આ નાજુક સામાજિક સંતુલનને અસંતુલિત કરી રહ્યા છે. સમાજમાં અસલામતીની ભાવના પ્રધાનમંત્રી મોદીના હસ્તક્ષેપની માંગ કરે છે.

લેખક રાજ્ય સભા અને આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય છે

સ્રોત: http://indianexpress.com/article/opinion/columns/understanding-dalit-assertion-saharanpur-clashes-bhim-army-narendra-modi-4692188/


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s