ગુજરાતના દલિત સમાજની પડતર અને મહત્વની ચૂંટણીના સંદર્ભમાં માંગણીઓ

una_murder_15

કિરીટભાઈ રાઠોડ

ડો.બાબા સાહેબ આંબેડકરે બનાવેલ બંધારણનો અમલ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ થી શરુ થયો અને તેના ૬૭ વર્ષનો સમય પણ વીતી ગયો છે. ત્યારે બહુ દુખ સાથે કહેવું પડે છે કે જે ગુજરાત સરકાર અનેક કાર્યક્રમો કરીને ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરી રહી છે તે જ સરકાર ડો. બાબા સાહેબ આંબેડકરના બંધારણના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવામાં ઉણી ઉતરી છે. જેથી રાજ્યના ૭ % અનુસુચિત જાતિને બંધારણીય અધિકારના ભંગ બદલ અન્યાયનો સામનો કરવો પડે છે.

રાજ્ય સરકાર દ્વારા બંધારણીય અધિકારોમાં અનુસુચિત જાતિને મળેલ સમાનતાનો અધિકાર, સરકારી નોકરીઓમાં અનામતનો અધિકાર, વેઠ પ્રથા નાબુદી સામે રક્ષણ, અસ્પૃશ્યતા પાળવા ઉપર પ્રતિબંધ, અત્યાચાર સામે રક્ષણ, ગૌરવથી જીવન જીવવાનો અધિકાર અને આર્થિક અધિકાર, રાજકીય અધિકારના રક્ષણના અધિકારોનું હનન થઇ રહ્યું છે.

અનુસુચિત જાતિનાની માંગણીઓ

 આભડછેટનો ઉકેલ માટે કાર્યવાહી કરવા અંગે:-

 1. ગુજરાતના ગામડાઓમાં આજે પણ અનુસુચિત જાતિના લોકો સાથે જાહેર જગ્યાઓમાં પળાતી આભડછેટના દુષણની સમીક્ષા કરવા હાઈકોર્ટના નિવૃત જજના વડપણ હેઠળ સ્પે.ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ) ની રચના કરીને બંધારણની કલમ – ૧૭ (આભડછેટની નાબુદી) નો કડક અમલ કરી, ગતિશીલ ગુજરાતને આભડછેટ મુક્ત રાજ્ય બનાવી ડો.બાબા સાહેબ આંબેડકરનું સપનું સાકાર કરવું.

 ડો.બાબા સાહેબ આંબેડકર ભવન અને પ્રતિમા અંગે:-

 1. ગુજરાતના દરેક તાલુકા સ્તરે ડો.બાબા સાહેબ આંબેડકર ભવન બનાવવાની યોજના જે હાલ બંધ હાલતમાં છે. આ યોજના માટે નવી નાણાકીય જોગવાઈ કરી ચાલુ કરવી.
 2. ગુજરાતના તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકવા માટેની યોજના બનાવવા નાણાકીય જોગવાઈ કરવી.

અનુસુચિત જાતિના વિકાસ માટે ફાળવેલ નાણાનો દુરુપયોગ અટકાવવા અંગે

 1. ગુજરાત સરકારના બજેટમાં અનુસુચિત જાતિ પેટા યોજના (ખાસ અંગભૂત યોજના) હેઠળ વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૮ ત્રણ વર્ષના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બજેટમાં અનુસુચિત જાતિના વિધાર્થી અને વિધાર્થીનીઓ માટે જુદા જુદા જીલ્લોમાં હોસ્ટેલ બનાવવા માટે રૂપિયા ૪૯૨૦૫/- (લાખ) ની જોગવાઈ હેઠળ બનેલ હોસ્ટેલો સમરસ જાહેર કરી અનુસુચિત જાતિના બજેટના નાણાનો બિન અનુસુચિત જાતિના વિધાર્થીઓને પ્રેવેશનો પરિપત્ર કરવાથી નાણાનો દુર ઉપયોગ થયો છે. જેથી આ સમરસ હોસ્ટેલનો ઠરાવ રદ કરવો. અને આ હોસ્ટેલમાં ફક્ત અનુસુચિત જાતિના વિધાર્થીઓને જ પ્રવેશ મળે તેવી તેવી જોગવાઈ કરવી.

અનામત અંગે:-

 1. ગુજરાત સરકારમાં સરકારી નોકરીઓમાં અનુસુચિત જાતિની ૪૦ હજારથી વધારે બેકલોગની જગ્યાઓ ખાલી છે. સરકારી નોકરીઓમાં માટે અનામતનો નીતિનો કડક અમલ કરવા માટે અનુસુચિત જાતિ અનામતનો કાયદો બનાવે.
 2. ગુજરાતમાં અનુચુચિત જાતિના યુવાનોને ખાનગી કંપનીઓના જાતિ આધારિત ભેદભાવનો ભોગ બનવું પડે છે. જેથી ખાનગી ક્ષેત્રમાં અનામત નીતિનો કડક અમલ કરવા માટે અનુસુચિત જાતિ માટે ખાનગી ક્ષેત્રમાં અનામતનો કાયદાઓ બનાવવો,

અત્યાચાર ધારાના કડક અમલીકરણ અંગે:-

 1. ગુજરાત સરકાર દ્વારા અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિ અત્યાચાર (અટકાવ) સુધારણા અધિનિયમ -૨૦૧૫ અને તેના નિયમનું કડક અમલીકરણ કરો.
 2. ગુજરાતમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિ અત્યાચાર (અટકાવ) સુધારણા અધિનિયમ -૨૦૧૫ નોંધાયેલ ૫૦૦૦ થી વધુ કેશો કોર્ટોમાં પડતર હોઈ તેનો ઝડપી નિકાલ કરો
 3. ગુજરાત સરકાર દ્વારા અત્યાચાર ધારાનો – ૨૦૧૩ નો કડક અમલ કરવા માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને રાજ્ય સ્તરની સમીક્ષા બેઠક યોજીને આ બેઠકમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાં અત્યાચાર ધારાના અમલીકરણની સમીક્ષા ટીમોએ જે ભલામણો સ્વીકારીને તેનો અમલ તાત્કાલિક કરવો.
 4. ગુજરાતમાં ૧૯૮૯ થી મેં-૨૦૧૭ સુધીમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિ અત્યાચાર (અટકાવ) સુધારણા અધિનિયમ -૨૦૧૫ હેઠળ નોંધાયેલ ગુન્હાઓમાં અનુસુચિત જાતિના ૫૯૫ – ખૂન થયા છે  અને ૯૫૨ – બળાત્કારના બનાવ છે. આ તમામ પીડિત પરિવારોને પુનઃ વસન યોજના હેઠળ થયેલ જોગવાઈનો અમલ કરી ૧૦ -૧૦ એકર ખેતીની જમીન આપવી તેમજ સરકારી નોકરીઓ આપવી.

ગ્રામપંચાયતમાં સામાજિક ન્યાય સમિતિ અંગે:-

 1. ગુજરાતની ગ્રામ પંચાયતોમાં અનુસુચિત જાતિને મળેલ રાજકીય અનામત હેઠળ ચુંટાયેલ સરપંચો વિરુદ્ધ ખોટી અવિશ્વાસની દરખાસ્તને અટકાવવા માટેનો કાયદો ગુજરાત સરકાર બનાવે
 2. પંચાયત ધારો -૧૯૯૩ માં ગામમાં મૃત પશુનો નિકાલ કરવાની જવાબદારી સામાજિક ન્યાય સમિતિને સોપેલ બંધારણ વિરુદ્ધનું વેઠ પ્રથા (જ્ઞાતિ પ્રથા ) મજબુત કરતુ કામને નાબુદ કરો.
 3. ગુજરાતની દરેક ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિની રચના કરી, સમિતિના અધ્યક્ષને કામગીરી માટે ખુરસી, ટેબલ, લેટરપેડની સુવિધા આપવી તેમજ સમિતિની બોડીના તમામ હોદેદારો અને સભ્યોના નામના બોર્ડ મુકવા,
 4. ગુજરાતની તમામ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના નેજા હેઠળ અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિના વિકાસ માટે અલગથી ગ્રાંટ ફાળવવી.

સફાઈ કામદારોના સવાલો અંગે

 1. મેન્યુઅલ સ્કેવન્જર્સ પ્રોહીબીશન એક્ટ – ૨૦૧૩ અને તેના નિયમોનો કડક અમલ કરવો.
 2. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ૧૯૯૩ પછીના ૩૦૦ ગટર કામદારોના મોતના બનાવોમાં ભોગ બનેલના વારસદારોને પુનઃ વસન કરવાનો હુકમના અમલીકરણ માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો દ્વારા નીતિ બનાવવાની કાર્યવાહી કરવી અને ૧૯૯૩ પછી તમામ મૃતકના વારસદારોને રૂપિયા ૧૦.૦૦ લાખ ( દશ લાખ ) વળતર, અને પુનઃ વસન કરવું.
 3. ગુજરાતની તમામ ગ્રામ પંચાયતમાં સફાઈ કામદારનું મહેકમ ઉભું કરવું.
 4. ગુજરાતની તમામ નગર પાલિકા, અને મહા નગરપાલિકામાં હાલની વસ્તીના ધોરણે સફાઈ કામદારોનું નવું મહેકમ ઉભું કરવું.
 5. ગુજરાતની તમામ ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગર પાલિકાઓમાં વર્ષોથી કામ કરતા સફાઈ કામદારોને કાયમિક નોકરી આપવી.

જમીન અંગે

 1. અનુસુચિત જાતિના ચર્મકામમા રોકાયેલ લોકો માટે સાથણીની જમીન આપવી,
 2. અનુસુચિત જાતિના લોકોને સરકાર દ્વારા ખેતી માટે ફાળવવામાં આવેલ જમીનના સ્થળ કબ્જા આપવા,
 3. ગુજરાતની તમામ તમામ ગ્રામ પંચાયતમાં ખેતી લાયક ફાજલ પડેલ જમીનોની લેન્ડ કમિટી ભરી અનુસુચિત જાતિના જમીન વિહોણા પરિવારોને ખેતીની જમીન ફાળવવી.
 4. ગુજરાતની તમામ ગ્રામ પંચાયત અને શહેરી વિસ્તારમાં રહેતા અનુસુચિત જાતિના લોકો સ્મશાન ભૂમિનો ઉપયોગ કરે છે તેને સ્મશાન હેતુ માટે નીમ કરવી અને સ્મશાનના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવી.
 5. ગુજરાતની તમામ ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા અનુસુચિત જાતિના ઘરવિહોણા પરિવારોને આવાસ બનાવવા માટે ઘરથાળના પ્લોટો ફાળવવા.
 6. ગુજરાતના તમામ શહેરી વિસ્તારમાં રહેતા અનુસુચિત જાતિના ઘરવિહોણા પરિવારોને ૨૫ ચો.મી ના પ્લોટ ફાળવવાની યોજનાનું અમલીકરણ કરી આવાસ બનાવવા માટે ઘરથાળના પ્લોટો ફાળવવા.
 7. ગુજરાતની તમામ નગરપાલિકાના સફાઈ કામદારો માટે ખાસ આવાસ બનાવવા માટે ઘરથાળના પ્લોટ ફાળવવાની યોજના બનાવવી

આર્થિક અધિકાર અંગે

 1. રાજ્ય સરકાર દ્વારા બિન અનામતના વર્ગોને શેક્ષણિક યોજનામાં લાભ માટે ૬.૦૦ લાખની આવક મર્યાદા નક્કી કરી છે તે મુજબ અનુસુચિત જાતિ માટેની ૨.૫૦ની આવક મર્યાદા વધારીને ૬.૦૦ લાખની આવક મર્યાદા કરવી.
 2. દેશના બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં અનુસુચિત જાતિ અને જન જાતિના સર્વાંગી વિકાસ માટે અનુસુચિત જાતિ અને અનુસુચિત જન.જાતિ સબ પ્લાન (ખાસ અંગભૂત યોજનાના અમલીકરણ)નો કાયદો બનાવવો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s