છેલ્લા ૩૭વર્ષમાં અનૂસૂચિતજાતિના વિકાસ માટે કોઇ પણ વર્ષમાં ૭% વસ્તીના ધોરણે નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ નથી

India Caste Protests

મહેન્દર જેઠમલાની*

અનૂસૂચિતજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે ખાસ અંગભૂત યોજના  માટે છેલ્લા ૩૭ વર્ષમાં કોઇ પણ વર્ષમાં વસ્તીના ટકાવારી પ્રમાણે નાણાકીય જોગવાઇ કરાઇ નથી અને ૩૭ વર્ષો પૈકી ૩૨ વર્ષોમાં કરવામાં આવેલ બજેટનુ સંપૂર્ણ ખર્ચ કરવામાં આવેલ નથી.

અનૂસૂચિત જાતિના વિકાસ સાઘવા માટે વર્ષ ૧૯૭૯-૮૦માં ખાસ અંગભૂત યોજના જેને અંગ્રેજીમાં એસસીએસપી (Special Component Plan for Schedule Castes) કહેવામાં પણ આવે છે એ અનૂસૂચિત જાતિના લોકોના વિકાસની પ્રક્રિયા ઝડપી કરવા ખાસ અંગભૂત યોજના (SCSP) એ અમલમાં મૂકવામાં આવેલ છે. ખાસ અંગભૂત યોજનાના અમલીકરણ માટે આયોજન પંચ દ્વારા અમુક માર્ગદર્શિકાના સૂચનો  કરવામાં આવ્યા છે. જેમાં રાજયના કુલ આયોજન ફંડ/ બજેટમાંથી  (ખાસ અંગભૂત યોજના- SCSP)  હેઠળ અનૂસૂચિત જાતિઓના વિકાસ, ક્લ્યાણ માટે જે તે રાજયની  અનૂસૂચિતજાતિની વસ્તીની ટકાવારી પ્રમાણે નાંણાકીય જોગવાઈઓ કરવામાં આવે.

ગુજરાત રાજયમાં અનૂસૂચિતજાતિની વસ્તી ૭% જેટલી છે. રાજય સરકારે રાજયના આયોજનની કુલ બજેટમાં ૭% જેટલી નાણાકીય જોગવાઇ અનૂસૂચિતજાતિની સમાજના વર્ગોના વિકાસ અને કલ્યાણ માટે એસસીપી આયોજન હેઠળ જોગવાઇ કરવી.  ઉપરાંત ખાસ અંગભૂત યોજના અમલ માટે વિભાગવાર વિસ્તૃત  આયોજન તૈયાર કરવું.  તૈયાર કરેલ આયોજનને અમલમાં મૂકવા માટે વહીવટીય માળખાઓ અને રણનીતિ તૈયાર કરવી જોઇએ.

SCSP હેઠળ ફાળવવામાં આવેલ બજેટના નાણાને બીજી પ્રવૃત્તિઓ હેઠળ ન વાપરવા આવે આ યોજના હેઠળ ફાળવવામાં આવેલ નાણાકીય ગ્રાંટ ને ગૌણ સદર ૭૮૯ એસસીપી હેઠળ દર્શાવવામાં આવે. SCP હેઠળ ફક્ત એવા પ્રકારનું આયોજન તૈયાર કરવામાં આવે જે અનૂસૂચિતજાતિની સીઘો લાભ આપી શકે.    SCSP ના અમલ થકી ગરીબીમાં નોંઘપાત્ર ઘટાડો થવો જોઈએ. અનૂસૂચિતજાતિના વિસ્તારોમાં લાંબાગાળા માટે ટકાઉ સંસાઘનોની રચના થવી જોઈએ. આરોગ્ય અને શિક્ષણની સેવાઓથી અનૂસૂચિતજાતિના લોકોનુ માનવ સંસાઘનનો વિકાસ થવો જોઈએ.

ગુજરાત રાજયમાં ખાસ અંગભૂત યોજના નુ અમલ વર્ષ ૧૯૮૦-૮૧ થી ૨૦૧૬-૧૭ સુધી છેલ્લા ૩૭ વર્ષોમાં  રાજયના પ્લાન બજેટમાંથી અનૂસૂચિત જાતિઓ ના વિકાસ કરવા માટે અમલમાં મૂકાયેલ ખાસ અંગભૂત યોજના હેઠળ કરવામાં નાણાકીય જોગવાઇ અને તેના ખર્ચ અંગે અભ્યાસના આંકડાઓ ભેગા કરી એનાલીસીસ કરેલ છે, જેના આંકડાઓ અને અવલોકન નીચે આપેલ છે.

રાજયમાં ખાસ અંગભૂત યોજના ૬ઠ્ઠા પંચ વર્ષીય યોજના (૧૯૮૦-૮૫) થી ગુજરાતમાં અમલમાં મૂકવામાં આવેલ અને પહેલા પાંચ વર્ષમાં  રાજયના કુલ આયોજન  બજેટ રૂ. ૩૬૭૦ કરોડ પૈકી (ખાસ અંગભૂત યોજના SCSP) માટે રૂ. ૧૩૯.૨૬ કરોડની જોગવાઇ કરવામાં આવી અને ૯૫.૩૪ કરોડનુ ખર્ચ કરવામાં આવ્યં હતુ, આમ રાજયના કુલ આયોજન બજેટમાંથી ખાસ અંગભૂત યોજના માટે ૩.૭%ની જોગવાઇ કરવામાં આવી અને ખર્ચ  રૂ. ૯૫.૩૪ કરોડનુ કરવામાં આવ્યું હતુ, જે રૂ. ૧૩૯.૨૬ કરોડ જોગવાઇ ના ૬૮.૪૬% ખર્ચ કરવામાં આવ્યુ હતું, એવીજ રીતે ૭મી પંચ વર્ષીય યોજના અંતર્ગત (૧૯૮૫ થી ૧૯૯૦) ના સમયગાળામાં અંગભૂત યોજના માટે માટે ૨.૮૬% ની જોગવાઇ કરવામાં આવી હતી અને જોગવાઇના ૮૯.૭૯% બજેટ ખર્ચ કરવામાં આવ્યુ હતુ. ૮મી પંચ વર્ષીય યોજનાના સમય ગાળા હેઠળ અંગભૂત યોજના માટે ૨.૯૭% જોગાવાઇ અને ખર્ચ ૧૧૧% કરવામાં આવ્યુ હતુ.

૯મી પંચ વર્ષીયના સમય ગાળા ( ૧૯૯૭ થી ૨૦૦૨) માં જોગવાઇ ૩.૭૫% અને કહ્ર્ચ ૮૦.૮૪% , ૧૦મી પંચવર્ષીય યોજના (૨૦૦૨-૨૦૦૭) માં અંગભૂત યોજના માટે ૫.૨૩% જોગવાઇ અને ૮૨.૬૯% બજેટનુ ખર્ચ કરવામાં આવ્યુ હતું. વર્ષ ૨૦૦૭-૦૮ થી ૨૦૧૬-૧૭ સુધીના સમય ગાળામાં રાજયના આયોજનની બજેટમાં ખાસ અંગભૂત યોજના માટે સરેરાશ ૫% જેટલી બજેટની જોગવાઇ જોવા મળે છે અને   સરેરાશ ખર્ચ ૮૦% જોવા મળે છે.

આમ છેલ્લા ૩૭વર્ષના લાંભા સમયગાળામાં અનૂસૂચિતજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે ખાસ અંગભૂત યોજનાના અમલ માટે કોઇ પણ વર્ષમાં ૭% વસ્તીના ધોરણે નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ નથી, ઉપરાંત ઓછા નાણાકીય જોગવાઇ કર્યા પછી માત્ર ૯મી પંચવર્ષીય યોજના  અંતર્ગત ફાળવવામાં આવેલ નાણાકીય જોગવાઇઓનુ સંપૂર્ણે ખર્ચ કરવામાં આવેલ છે. બાકી ૩૨ વર્ષના સમય ગાળામાં કયારે પણ ખાસ અંગભૂત યોજના માટે ફાળવવામાં આવેલ બજેટનુ ૧૦૦% ખર્ચ કરવામાં આવેલ નથી.

expenditure

*પાથેય બજેટ સેન્ટર , અમદાવાદ


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s