આઝાદીના ૭૦ વર્ષે “અડીખમ ગુજરાત” દલીતોથી કેમ “અભડાય છે ગુજરાત”

both supa rakabi

કિરીટ રાઠોડ/

દેશમાં રાષ્ટ્રપતિની કોણ બનશે ? તેની ચર્ચાએ જોર પકડયું હતું. તેવામાં ભાજપ પક્ષે સમગ્ર દેશમાં દલિત પ્રેમ અંકે કરવા રાષ્ટ્રપતિના નામની જાહેરાત કરી જે નામ હતું “ રામ ” નાથ કોવિંદ, આ નામ પસંદ કેમ કરવામાં આવ્યું તે કોમામાં દર્શાવેલ અક્ષરથી ખબર પડી જાય તેમ છે. તો બીજી બાજુ કોંગ્રેસે પણ “મીરા” કુમારને ઉમેદવાર જાહેર કરીને દલિત સામે દલિતનું કાર્ડ મુક્યું.

દેશમાં રાષ્ટ્રપતિની ચુંટણી “ દલિત રાષ્ટ્રપતિ ” ની બની રહી.

ગુજરાત પણ હિન્દુત્વની લેબોરેટરી છે. અને અહી રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિને દલિત નહિ પણ કોળી સમાજે પોતાના સમાજના માની ફટાકડા ફોડીને આવકાર્યા. અને ભાજપના અનુસુચિત જાતિ મોરચા અને દલિત સંસદસભ્યો અને ધારાસભ્યોએ દલિત રાષ્ટ્પતિ તરીકે બહુમાન કર્યું.

આ સમયગાળામાં દલિત આંદોલનમાં એક વિચાર માંગીલે તેવો સવાલ દલિત કર્મશીલશ્રી માર્ટીન મેકવાને સાથી કાર્યકર મિત્રોને પૂછ્યો કે શું દલિત રાષ્ટ્રપતિ બનાવથી દલિતો સાથે પાળવામાં આવતી આભડછેટ બંધ થશે ? તો જવાબ હતો “ના”.

કારણકે દેશમાં આ અગાઉ પણ કે.આર.નારાયણ દલિત રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે. પણ દલિત સમસ્યાનો અંત આવ્યો નથી.

ગુજરાતમાં “નવસર્જન  સંસ્થા”  વર્ષોથી દલિત સમસ્યાના ઉકેલ માટે લડત ચલાવે છે. જેમાં ખાસ દલિતો સાથે પાળવામાં આવતી આભડછેટની નાબુદીના કાર્યક્રમો કરવામાં આવે છે. તેના ભાગરૂપે પ્રથમ કાર્યક્રમ ૧૫ જુલાઈ ૨૦૧૭ ના રોજ યોજવાનું નક્કી કર્યું. જેમાં મુખ્ય મુદ્દો હતો કે  ભારત દેશ જ્યારે આઝાદીના ૧૦૦ વર્ષની ઉજવણી કરતો હશે ત્યારે શું દેશ આભડછેટ મુક્ત ભારત હશે ? આ પ્રશ્ન સાથે આવતા ત્રીસ વર્ષને લક્ષમાં રાખી “ આભડછેટ મુક્ત ભારત આંદોલન -૨૦૪૭ ”ની સ્થાપના કરવામાં આવી,

આ આંદોલનના મુખ્ય મહેમાન તરીકે ડો.બાબા સાહેબના પૌત્ર શ્રી પ્રકાશરાવ આંબેડકરને બોલાવવામાં આવ્યા, કારણ કે ડો.બાબા સાહેબ આંબેડકરનું સપનું પણ આભડછેટ મુક્ત ભારત બને તે હતું.

અત્યાર સુધીમાં યોજાયેલ કાર્યક્રમની ટુકી વિગત :

પ્રથમ કાર્યક્રમ :

૧૫ જુલાઈ ૨૦૧૭ના રોજ નાની દેવતી – દલિત શક્તિ કેન્દ્ર ખાતે યોજાયો, આ દિવસે સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસતા વરસાદ હોવા છતાં ૧૦૦૦ ગામનો લોકો જોડાય. આ કાર્યક્રમનું મુખ્ય સૂત્ર : ‘ રામનામ સત્ય છે; આભડછેટ હકીકત છે.’ જાહેર કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું મુખ્ય પ્રતીક: દસ ફૂટ ની રકાબી અને સાડા પાંચ ફૂટનો કપ (ચા-પાણી આપવા-સ્વીકારવા તે સમાનતાનું સાંસ્કૃતિક પ્રતીક) રાખવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સરકારને નવતર રીતે આવેદનપત્ર આપીને માંગણી રજુ કરવાનું આયોજનના ભાગરૂપે સૂપડાનું આવેદનપત્ર ગુજરાતના મુખ્યમંત્રીને આપવાનું નક્કી થયું ; જેમાં મુખ્યમંત્રીને આવનાર ૧૫મી ઑગસ્ટ, 2017ના રોજ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા પછીના પોતાના ભાષણમાં ગુજરાતનામાત્ર એક ગામને’આભડછેટ-મુક્ત’ જાહેર કરવાનું આહવાન કરવામાં આવ્યું.

સૂપડું શા માટે? : ગુજરાતમાં સદીઓથી સૂપડું બનાવવાનો જ્ઞાતિ આધારિત વ્યવસાય દેશને સ્વચ્છ અને તંદુરસ્ત રાખનાર વાલ્મીકિ સમાજ કરે છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અસરગ્રસ્ત ગામ ઋણી, જ્યાં હાલમાં મુખ્યમંત્રી મુલાકાતે ગયા હતા ત્યાંનાં વાલ્મીકિ પરિવારો આજે પણ સૂપડાં બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે. સૂપડાં પર ચામડું મઢવાનું  કામ રોહિત પરિવારો કરે છે. વર્ષે ભારત દેશને સેંકડો કરોડ રૂપિયા રળી આપતા ચામડાંના વ્યવસાય સાથે સંકળાયેલા ઉનાના દલિત પરિવારોના માથે ગુજરાતે શું વિતાડ્યું તેનો ઇતિહાસ તાજો છે. અનાજને કાંકરા મુક્ત કરનાર સૂપડાના ઘડવૈયા ભારતના નાગરિકો ગણાય છે પરંતુ કાગળ પર; સામાજિક રીતે નહીં. સૂપડું તે ભારતના દલિતોને સરખા નાગરિક ન ગણવાનું પ્રતીક છે.

આ પ્રથમ કાયક્રમના અંતે બે સિમ્બોલ (૧)આભડછેટ મુક્ત ભારત આંદોલન -૨૦૪૭  (૨)૨૦૪૭ માં ભારત આભડછેટથી આઝાદ થશે ? વાળા લખાણની બનાવેલ રકાબી જાહેર કરવામાં આવી. અને ૫૦૦૦ થી વધુ રકબીઓ લોકોએ ખરીદી,

“રામ’પણ મારું નામ છે અને ‘મીરાં’ પણ. હિંદૂ-ખ્રિસ્તી-મુસલમાન-શીખ-બૌદ્ધ છું. ગામને છેવાડે મારું ઘર છે. ઉનામાંરહું છું અને સહરાનપુરમાં પણ. આઝાદ ભારતના સિત્તેરમા વર્ષે પણ ‘અલગ’ નાગરિક છું”

આ કાર્યક્રમમાં હાજર રહીને ટેકો આપવા તમામ ધારાસભ્ય અને સંસદસભ્યોને લેખિત આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં ન આવ્યા.

untouchબીજો કાર્યક્રમ :

દલિત સમાજ દ્વારા બનાવેલ દેશનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ મુખ્યમંત્રીને આપવાનો કાર્યક્રમ –

રાષ્ટ્રધ્વજની વિગતો:

(૧) અત્યાર સુધીનો કદાચ ભારતનો આ સૌથી મોટો રાષ્ટ્રધ્વજ છે.

(૨) તેનું માપ ૧૨૫ ફૂટ x  ૮૩.૩ ફૂટ છે.

(૩) બંધારણીય સભાની રાષ્ટ્રધ્વજ સમિતિ (જેના ડૉ. આંબેડકર સભ્ય હતા)માં નક્કી થયા મુજબ, આ રાષ્ટ્રધ્વજ હાથે વણેલી ખાદીમાંથી તૈયાર કરવામાં આવ્યો છે.

(૪) આ ધ્વજ માટે કાપડ ધોવા, રંગવા અને સીવવાનું કામ દલિત શક્તિ કેન્દ્રના વિદ્યાર્થી અને શિક્ષકોએ કર્યું છે.

(૫) આ ધ્વજ માટે ખાદી વણવાનું કામ સુરેન્દ્રનગર જિલ્લાનાં દલિત પરિવારોએ કર્યું છે.

(૬) રાષ્ટ્રધ્વજમાં અશોકચક્ર ૨૫ ફૂટ x  ૨૫ ફૂટ નું છે.

(૭) આ રાષ્ટ્રધ્વજ બનાવતા ૨૫ દિવસનો સમય લાગ્યો છે.

(૮) રાટ્રધ્વજમાં ૨૧૨૦ ચોરસ મીટર ખાદીનો ઉપયોગ થયો છે.

(૯) રાષ્ટ્રધ્વજ બનાવવા પાછળ અંદાજે રૂપિયા ૫૩,૦૦૦નો ખર્ચ થયો છે. માનવ શ્રમની કિંમત ગણી નથી.

રાષ્ટ્રધ્વજ શા માટે?: રાષ્ટ્રધ્વજ નિયમ અનુસાર, હાથે વણેલ ખાદીનો હોવો જરૂરી છે અને ખાદી વણવાનું કામ પેઢીઓથી દલિતો કરે છે. ભારતના નવા વરાયેલા રાષ્ટ્રપતિના પૂર્વજો પણ આ કામ કરતા હતા. સંત કબીર પણ આ કામ કરતા હતા. જે નાગરિકો રાષ્ટ્રધ્વજ પોતાના હાથે બનાવે છે તેમની સાથે આજે પણ આભડછેટ?

‘આભડછેટમુકત ભારત-મિશનઃ 2047’ તે સાચા અર્થમાં રાષ્ટ્રને અખંડિત બનાવવાનું આંદોલન છે. તેનો ધ્યેય કોઈને શામ-દામ-દંડ-ભેદથી ચૂંટણીમાં હરાવવાનો કે જીતાડવાનો નથી; પરંતુ ભારતને આભડછેટથી મુક્ત કરવાનો છે. આ મિશનના કોઈ દુશ્મન ખરા? રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રની અખંડિતતાનું પ્રતીક છે.

આવેદનપત્ર મુખ્યમંત્રીને શા માટે? કોઈ પણ ચુંટાયેલી સરકારની બંધારણીય ફરજ આભડછેટને નાબૂદ કરવાની છે. જે બંધારણને વફાદાર રહેવાના શપથ લીધા છે, તે બંધારણમાં આભડછેટ નાબૂદીનો મૂળભૂત અધિકાર તરીકે સમાવેશ થયો છે. ધાર્મિક માન્યતાઓ ગમે તેટલી મજબૂત હોય; રાષ્ટ્રનું બંધારણ સર્વોપરી છે.

તા. 11 ઑગસ્ટ, 2017ના રોજ દલિતોની સમાનતાના સપના અને અસ્મિતાના પ્રતીકરૂપે આ રાષ્ટ્રધ્વજની યાત્રા દલિત શક્તિ કેન્દ્રથી શરૂ થઈ ગાંધીનગરમાં પહોચી આ યાત્રામાં ગુજરાતના 26 જિલ્લાના 150 તાલુકાના લગભગ 1500 લોકો જોડાયા, પણ ગુજરાત સરકારે દલિતોએ બનાવેલ દેશનો સૌથી રાષ્ટ્રધ્વજ ન સ્વીકારી દલિતોની સાથે રાષ્ટ્રધ્વજનું પણ અપમાન કર્યું. અને લેખિતમાં કલેકટરે જવાબ આપ્યો કે આ રાષ્ટ્રધ્વજને સાચવવાની જગ્યા તેમની પાસે નથી.

અંતે અસ્વીકૃત અને અપમાનિત થયેલ રાષ્ટ્રધ્વજને પરત નાની દેવતી લાવવામાં આવ્યો.

ત્રીજો કાર્યક્રમ –

પુના કરારના ૮૫ વર્ષે પણ “અભડાય છે ગુજરાત”

૨૪ સપ્ટેમ્બર ૧૯૩૨ માં પુના કરાર થયો જેને ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૭ માં ૮૫ વર્ષ પુરા થયા હોવા છતાં પણ અભડાય છે ગુજરાત કાર્યક્રમ યોજવાનું નક્કી થયું. કારણ કે આજે પણ પુના કરારનો સાચો ઈતિહાસ દલિત સમાજ જાણતો નથી. જેથી આ કાર્યક્રમથી પુના કરારનો ઈતિહાસ લોકો જાણે. ખાસ આ પુના કરારમાં ડો.બાબા સાહેબ આંબેડકરે ડબલ મતાધિકારની માંગણી કેમ પડતી મુકવી પડી અને હાલની રાજકીય અનામતથી દલિત સમાજને શું મળ્યું તે બન્ને મુદ્દા કાર્યક્રમના કેન્દ્ર સ્થાને હતા. આ કાર્યક્રમ ગુજરાતના ત્રણ ઝોનમાં કરવામાં આવ્યા ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૭ નારોજ પ્રથમ કાર્યક્રમ નરેન્દ્ર મોદી વડાપ્રધાનના માદરે વતન વડનગરમાં યોજાયો, બીજો કાર્યક્રમ ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ લીંબડી તાલુકાના શિયાણી ગામે (જી.સુરેન્દ્રનગર) ખાતે યોજાયો અને ત્રીજો કાર્યક્રમ ૨ ઓક્ટોમ્બર ૨૦૧૭ નારોજ અમદાવાદ જીલ્લાના ધોળકા મુકામે યોજાઈ ગયા.

 

આ ત્રણેય કાર્યક્રમના મુખ્યમહેમાં શ્રી પ્રકાશ આંબેડકર, શ્રી માર્ટીન મેકવાન, શ્રી ઉત્તમ પરમાર અને શ્રી સિધાર્થ પરમાર હતા.

આ કાર્યક્રમમાં ૧૨ રાજ્યોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અને પોતાના રાજ્યોમાં દલિત સમસ્યાનું વર્ણન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ઇન્દુ બહેનની ટીમ દ્વારા પુના કરાર અંગે શરૂથી છેલ્લે સુધીના ઈતિહાસના દશ્યના ચિત્રો રજુ કરી અનોખી રીતે સમાજ આપી હતી.

આ કાર્યક્રમના અંતે હાજર લોકોનો મત લેવામાં આવતો. કાર્યક્રમના સ્થળે બે માટલા મુકવામાં આવતા એક માટલું અલગ મતાધિકાર માટે અને બીજું માટલું અનામત માટે રાખવામાં આવ્યું. જેમાં ત્રણેય કાર્યકમના મળીને અંદાજીત ૧૫૦૦૦ મત “અલગ મતાધિકાર”માં પડ્યા હતા. માંડ ૧૫ મતો “અનામત” ને મળ્યા હતા.

આગામી દિવસોમાં અલગ મતાધિકારની માંગણી સમગ્ર દેશમાં ઉઠાવવામાં આવશે.

આભડછેટ મુક્ત ભારત આંદોનલ -૨૦૪૭ ને ગામે ગામ બહોળો પ્રતિસાદ સાપડી રહ્યો છે. તેમજ આ કાર્યક્રમથી દલિત સમુદાયના લોકો આભડછેટ વિષે ખુલીને બોલે છે અને વિરોધ પણ કરે છે.


One thought on “આઝાદીના ૭૦ વર્ષે “અડીખમ ગુજરાત” દલીતોથી કેમ “અભડાય છે ગુજરાત”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s