કંપનીની આજુ બાજુના ખેડૂતો શાકભાજીનુ વાવેતર કરતા, પણ ડસ્ટીંગના કારણે છોડની વ્રુધ્ધી થતી નહોતી

IMG-20170604-WA0004જયેન્દ્રસિંહ કેર*/

ફોનની રીન્ગ વાગતા જોયુ તો દિનેશભાઇ ના નંબર હતા, ફોન ઉપાડતા દિનેશભાઇ બોલ્યા, “આજ સાંજના ઘરે આવો  સફળતા માટે ની પાર્ટી રાખી છે.”

મને એ દિવસની યાદ આવે છે જ્યારે પૂર્વ સંધ્યા સમયે દોસ્તો બધા બેઠા બેઠા વાતોના ગપાટા મારતા હતા ત્યા પર્યાવરણ દિવસની વાત નિકળતા મારા એક દોસ્તે સોમાનાથ કેલસાઈન બોક્સાઈડ પ્રા.લી. કંપની દ્રારા જે ડસ્ટીંગ થઈ રહ્યુ છે તેના વિષે વાત કરી,આ ડસ્ટીંગ કેમ રોકી શકાય એના માટે મને થોડુ નોલેજ હતુ,, એટલે બિજે દિવસે તેની મુલાકાતે ગયા. સોમાનાથ કેલસાઈન બોક્સાઈડ પ્રા.લી. જામ ખંભાલીયા તાલ્લુકા ના ધરમપુર ગામમાં આવેલ છે, જામ ખંભાલિયા તાલ્લુકો  દેવભુમિ દ્રારકા જીલ્લાનુ વડુ મથક છે જે વેપાર ક્ષેત્ર માટે જાણીતુ છે, જ્યા મોટા પાયે શાકભાજી નો વેપાર થાય છે તથા અહિં મોટા પાયે શાકભાજીનુ વાવેતર સતવારા સમાજ ના ખેડૂતો દ્રારા કરવામાં આવે છે.

ધરમપુર ગામમાં કુલ વસ્તિના 90% લોકો સતવારા સમાજ ના રહે છે. તેઓની ખેતી ની જમીન ટુકી હોવાથી વધારે ભાગે શાકભાજીનું વાવેતર કરે છે. ત્યાના ખેડૂત દિનેશભાઇ ના જણાવિયા પ્રમાણે સોમાનાથ કેલસાઈન બોક્સાઈડ પ્રા.લી. કંપની છેલ્લ 30 વર્ષ થી અહી બોક્સાઇડનુ લોડિંગ અનલોડિંગ તથા પ્રોસેસ બહુ મોટા પ્રમણમાં કરે છે. જેના કારણે બોક્સાઇડ ડસ્ટ ઉડે છે અને આજુ બાજુ માં ખેડૂતો ની ખેતી લાયક જમીનમા પર મોટા પાયે અસર થાય છે.

કંપની ની આજુ બાજુના ખેડૂતો શાકભાજી નુ વાવેતર કરે છે. જેમા ડસ્ટીંગના કારણે છોડની વ્રુધ્ધી થતી નથી. તથા શાકભાજીનાં ફળ ની સારી ગુણવતા થતી નથી. જેના કારણે ખેડૂતોને બજાર ભાવ સારા મળતા નથી. જેથી ખેડૂતોની આજીવીકા પર ખરાબ અસર થાય છે તથા જાહેર આરોગ્યને નુકસાન પહોંચે છે.ઊનાળા ના સમયમાં કોઈ પાક ન હોવાથી ખેતી લાયક જમીન પર ડસ્ટ જમા થાય છે જેથી ચોમાસા મા વરસદનુ પાણી જમીનમા ઊતરતુ નથી જેના કારણે ખેડૂતોએ વારંવાર ખેડ કરવી પડે છે. જે ખેડૂતો ને ખર્ચાળ સાબીત થાય છે.ખેડૂતોના જણાવીયા પ્રમાણે તેઓની ખેત ઉત્પાદનમાં આસરે 30%નો ઘટાડો નોંધાયો છે.

દિનેશભાઇ તથા બિજા ખેડુતો સ્પષ્ટ હતા કે તેઓ કાઇક કરવા મગતા હતા તેઓ એ ભુતકાળમાં આ સમસ્યાને લઈ સરપંચશ્રીને જણાવેલ પરંતુ કોઇ નિરણય આવેલ નથી. ત્યાર બાદ દિનેશભાઇ ની સાથે રહિ કંપનીની સાઇડ વિઝીટ કરતા જોવા મળ્યુ કે ત્યા ઓપન પ્લોટ એરીયામાં બોક્સાઈડના ઊંચ્ચા ઢાગલાઓ કરવામા આવે છે, ઢગાલાઓ ખૂલ્લા તથા પાણીનો છંટકાવ કરવામા આવતો નથી તથા કંપની દ્રારા ખુબજ ડસ્ટીંગ કરવામા આવતુ હતુ. ત્યાર બાદ દિનેશભાઇ તથા ત્યાના અસર ગ્રસ્ત આસરે ૩૦ ખેડુતોને ભેગા કરી અને બધાને માહીતી આપી કે હવા પ્રદુષણ ના કાયદાનો ઊપયોગ કરી અને ગુજરાત પ્રદુષણ બોર્ડ ને પત્ર લખવનો જેથી તેઓ યોગ્ય કાર્યવાહી કરશે.ત્યાર બાદ તા. ૦૪/૦૭/૨૦૧૬ના રોજ  કંપનીનુ કન્સન ટુ ઓપરેટ તથા ડાયરેક્સન, સોકસ, અને ક્લોઝર નોટીસ RTI(જાહેર માહિતી અધિકાર) દ્રારા મંગાવેલ.

IMG-20170604-WA0010તે મહિતી તા.૧૩/૦૮/૨૦૧૬ મળતા, તા.૨૦/૦૮/૨૦૧૬ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પત્ર લખી ને વિઝીટ કારવા આવે તેવી માંગ કરી.આ પત્ર ની અનંદર કન્સન ટુ ઓપરેટની કન્ડીસન તથા શોકસ નોટીસનો તથા નુસન્સ નો ઉલ્લેખ કરેલ હતો.ત્યાર બાદ આ ફરીયાદ પત્ર પર તા. ૨૨/૦૯/૨૦૧૬ ના રોજ રિમાન્ડર લેટર લખવામાં આવ્યો. કમ્પ્લાયન લેટર અને રિમાન્ડર લેટર પર તા.૩૦/૦૯/૨૦૧૬ ના રોજ  RTI દ્રારા મહિતી માગેલ. તેનો જવાબ તા. ૧૫/૧૦/૨૦૧૬ ના રોજ મળતા તેમા જણાવેલ હતુ કે કોઈ કાર્યવાહી કરેલ નથી. ત્યાર બાદ  બીજી વખત તા.૧૮/૧૦/૨૦૧૬ ના રોજ લેટર લખ્યો, જેમા કન્સન ટુ ઓપરેટની કન્ડીસન તથા શોકસ નોટીસ નો ઉલ્લેખ કરી અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની રુબરુ મુલાકાત કરી ને રિજિયોનલ ઓફિસરને લેટર આપેલ તથા દિનેશભાઇએ જણાવ્યુ કે આ કંપની એર એક્ટ 1981 અને કન્સન ટુ ઓપરેટ ની કન્ડિસનનુ ઊંઘન કરે છે જેને લઇ કંપની ને શોકસ નોટીસ પાણ મળેલ છે જેથી વિઝીટ કરી ને યોગ્ય કાર્યવાહિ કરવા માંગણી કરી.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્રારા તા.૨૭/૧૦/૨૦૧૬ ના રોજ વિઝીટ કરવામાં આવી. વિઝીટ સમયે દિનેશભાઈ હાજર ન હતા તેના નાનાભાઇ હાજર રહ્યા હતા. વિઝીટ સમયે ખેડૂતો દ્રારા વાવેલ પાક ના ફોટો લિધા તથા વાસ્તવિક પરીસ્થીનો ઉલ્લેખ કરેલ. ત્યાર બાદ તા. ૩૧/૧૦/૨૦૧૬ RTI દ્રારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે કરેલ વિઝીટ રિપોર્ટ માંગેલ. તે વિઝીટ રિપોર્ટ તા. ૨૦/૧૧/૨૦૧૬ ના રોજ મળેલ જેમા નિચે જણાવેલ હતુ કે,

 • ઓપન પ્લોટ એરીયામાં લોડિગ કરવામાં આવે છે. તથા ફીલ્ટર બેગ ચાલુ કરવામાં આવાતુ નથી.
 • પ્લાન્ટ ચાલુ કરતા પહેલા APCM કાર્યરત કરવા.
 • પ્રીમાઈસીસ/પ્લાન્ટમાંથી ડસ્ટીંગ આજુ બાજુ ના ખેતરમાં ન જાય તે માટે યોગ્ય પગલા લેવા.
 • હવા પ્રાદુષણ નિયંત્રણના સાધનો નિયમિત ચલાવવા.
 • CC&A ની શરતો નુ પાલન કરવુ.
 • CCA ની શરતો નુ પાલન કરવુ.
 • ક્રશર ને કવર કરવુ તેમજ કન્વેયર બેલ્ટ કવર કરવુ.
 • એલીવેટર બેલ્ટ કવર કરવુ તેમજ લિકેજ દુર કરવુ.
 • ચીમનીમાં લગાડેલ SMF યોગ્ય જગ્યાએ મુક્વા.
 • ગ્રીન બેલ્ટ ડેવલોપ કરવો.

આજે ત્રણ મહિના પછિ કંપનીનુ કામ શરુ કરવામાં આવ્યુ ત્યારે કંપની દ્રારા ફિલ્ટર બેગ શરુ કરવામાં આવ્યો તથા ગ્રીનબેલ્ટ વિક્સાવવામાં આવ્યો જેના કારણે આજે ડસ્ટીંગ થતું બંધ થઇ ગયેલ છે. જેના કરણે આજે ખેડુતોમાં ખુશી જોવા મળેલ છે જેને લઈ દિનેશભાઈ દ્રારા આજે પાર્ટીનુ આયોજન કરેલ છે.

*ઇન્વાયરો લિગલ કોર્ડિનેટર, સી.પી.આર. – નમતી

2 thoughts on “કંપનીની આજુ બાજુના ખેડૂતો શાકભાજીનુ વાવેતર કરતા, પણ ડસ્ટીંગના કારણે છોડની વ્રુધ્ધી થતી નહોતી

 1. આ સરકાર માત્ર વેપારી અને ઉઘોગ પતી ઓ માટેની છે તેમા નાના માણસો ને સાચો ન્યાય ક્યાં થઈને?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s