આદિવાસી વિસ્તારમાં રોજગારીનો મોટા પ્રશ્નો: ખેતીલાયક ઓછી જમીન, ચોમાસા પર આધારિત ખેતી, રોજગારી માટે સ્થળાંતર

IMG_20170511_102004સામાજિક ન્યાય કેન્દ્ર, અમદાવાદ/ 

આદિવાસી વિસ્તારમાં રોજગારીનો મોટો પ્રશ્ન છે, ખેતીલાયક ઓછી જમીન અને ચોમાસા પર આધારિત ખેતી ને લીધે અહીના લોકોને રોજગારી માટે સ્થળાંતર કરવું પડે છે. ૬-૭ મહિના સુધી ના લાંબા સમય રોજગારી માટે જનાર લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. સતત લોકોની સાથે સંવાદ, મુલાકાત દરમ્યાન આ સમસ્યા બાબતે નક્કર કાર્ય કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત ભૂતકાળમાં આ સંદર્ભે થયેલ કામ ના અનુભવને આધારે ચોક્કસ રણનીતિ સાથે આ દિશામાં કાર્ય કરવાનું નક્કી કરવામાં આવ્યું. જેના ભાગરૂપે જ ‘અસંગઠિત કામદાર જાગૃતિ ઝુંબેશ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉદેશ્ય :

 • અસંગઠિત કામદારને લઈને કાયદાથી માહિતગાર કરવા.
 • અસંગઠિત કામદાર તરીકે નોંધણી કરાવવી.
 • અસંગઠિત કામદાર અને મુકારદમને લઈને ડેટાબેઝ ઉપલબ્ધ કરવો.
 • અસંગઠિત કામદારના પ્રશ્નો સમજવા અને તે બાબતે એમના વિચારો જાણવા.
 • મુકારદમ સાથે સંવાદ અને પરીસ્થીતી સમજવી.
નામ તારીખ ગામનું નામ સમય હાજર રહેલ સંખ્યા
૧૦ મે ૨૦૧૭ ઢોંગી આંબા ૧૦ થી ૨ ૩૪
૧૦ મે ૨૦૧૭ ઇસખંડી ૩ થી ૭ ૩૭
૧૧ મે ૨૦૧૭ મોટી કસાડ ૧૧ થી ૩ ૩૯
૧૧ મે ૨૦૧૭ લહાન કસાડ ૩ થી ૭ ૫૮
૧૨ મે ૨૦૧૭ કીરલી ૧૧ થી ૨ ૨૭
૧૨ મે ૨૦૧૭ કાકડવિહીર ૨:૩૦ થી ૬ ૭૪
૧૩ મે ૨૦૧૭ જારસોળ ૧૦:૩૦ થી ૩ ૪૩

IMG_20170510_164229અસંગઠિત કામદાર જાગૃતિ ઝુંબેશમાં થયેલ પ્રક્રિયા :

સૌ પ્રથમ જાહેર સભા કરવામાં આવતી હતી કે જેમાં મુખત્વે કાનૂની સહાય કેન્દ્રનો પરિચય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આદિવાસી વિસ્તારના મુખ્ય પ્રશ્નો અને તેની સામે અધિકાર કયા તે સંદર્ભે વિશેષ ચર્ચા કરવામાં આવતી હતી. જેમકે, માહિતીનો અધિકાર, ગ્રામસભાની સતાઓ, મહાત્મા ગાંધી રોજગારી ગેરંટી એક્ટ, બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ નો કાયદો, વગેરે બાબતે માહિતી આપવામાં આવી હતી.

આ દરમ્યાન ગામના સ્થાનિક પ્રશ્નો બાબતે વિગતે ચર્ચા કરી તે માટે કયો ઉકેલ હોઈ શકે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે નીચે પ્રમાણેની સમસ્યાઓ બહાર આવી હતી.

 • સ્થાનિક રોજગારીની નહીવત તક
 • પાણીની સમસ્યા
 • રસ્તાની સમસ્યા
 • આરોગ્યની અસુવિધા

આ સંદર્ભે ગામ સમસ્યાને આધારિત ઉકેલ બાબતે ફરી ગામની મુલાકાત કરવામાં આવશે. તથા તે બાબતે ગામના લોકો સક્રિય રહેશે તેવું જણાવ્યું.

ત્યારબાદ અસંગઠિત કામદારને લઈને આવેલ કાયદા બાબતે વિગતે માહિતી આપવામાં આવી તે પહેલા તેમના તરફથી એક કામદાર તરીકે તેમણે કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે બાબતે ચર્ચા કરી મુખ્ય મુદાને તારવવામાં આવ્યા.

ગામના લોકો તરફથી આવેલ તેમની સમસ્યાઓ

 • કામના પ્રમાણમાં અપૂરતું વેતન
 • કામના કલાકો વધારે
 • સ્થાનિક રહેવાની અને જમવાની સુવિધાનો અભાવ
 • આરોગ્ય માટે કોઈ ચોક્કસ વ્યવસ્થાનો અભાવ
 • બાળકોના શિક્ષણ પર અસર
 • મહિલાઓને ખાસ કરીને પડતી આરોગ્યની મુશ્કેલીઓ.
 • નિયમિત માસિક વેતનની કોઈ પદ્ધતિ નહિ.. ૬ મહિના બાદ મળતું કામનું વળતર
 • આકસ્મિક મૃત્યુ કે અન્ય જોખમી બનાવોમાં કોઈ વીમા કે વળતર નહિ
 • નક્કી કરેલ ટન પર ભાવ બાદ મળતા ભાવ અસમાનતા
 • ગામના વિકાસ માં કોઈ જ ભાગીદારી નહિ
 • વ્યક્તિગત યોજના કે અન્ય યોજના ના લાભ સુધી પહોચ નથી.

ઉપરોક્ત મુદાઓની વાત થતા આ સમસ્યાઓથી કઈ રીતે બહાર આવી શકીએ એ બાબતે વાત કરવામાં આવી. જેમાં લોકો એક વાત પર સહમત થતા નથી. જે સંગઠન હોવું જોઈએ તે બાબત પર લોકોએ ભાર મુક્યો. સાથે સાથે જે અધિકારો, કાયદાઓ કામદારના પક્ષ માં છે તેમનો કઈ રીતે ઉપયોગ થઇ શકે તે બાબતે પણ વાત કરવામાં આવી. આ સંદર્ભ ‘અસંગઠિત કામદારની સામાજિક સુરક્ષા અધિનિયમ ૨૦૦૮ બાબતે વિગતે વાત કરવામાં આવી.

IMG_20170510_114000અસંગઠિત કામદારની સામાજિક સુરક્ષા અધિનિયમ -૨૦૦૮

૨૪ ફેબ્રુઆરી ૨૦૦૯ના રોજ કેન્દ્ર દ્વારા ગેજેટ્સમાં બહાર પડી તેના નિયમોનું નામ અસંગઠિત કામદાર સામાજિક સુરક્ષા નિયમ -૨૦૦૯ રાખેલ છે. આ સંદર્ભે આ કાયદો કોને લાગુ પડશે, તેની પૂર્વ શરતો, કામદાર તરીકેની નોંધણીની પ્રક્રિયા અને હાલ અમલમાં આવેલી યોજનાઓ બાબતે વિગતે માહિતી આપવામાં આવી.

 • ખાસ કરીને કામદાર તરીકેની નોંધણી આ કાયદામાં જરૂરી છે. જો વ્યક્તિ કામદાર તરીકે નોંધણી થયેલ હોય તો જ તેને દરેક યોજનાઓનો લાભ મળી શકે એમ છે. તેથી લોકો સાથે નોંધણી બાબતે વિગતે માહિતી આપી તેની નોંધણી માટે શિબીર પૂર્ણ થતા ફોર્મ ભરવાની પ્રક્રિયા ગ્રામ્ય સ્તરે જ કરવામાં આવી.
 • નોંધણીની પ્રક્રિયામાં જરૂરી દસ્તાવેજોની જરૂર હોતા લોકોને આ બાબતે માહિતગાર કરવામાં આવ્યા. કે જેથી કોઈ ગેરસમજ ન થાય અને તેથી અગાઉ પણ જરૂરી દસ્તાવેજ આવાનું જણાવ્યું હતું.
 • ઘરમાં જે વ્યક્તિ કામ માટે બહાર જાય છે તે દરેક અસંગઠિત કામદાર તરીકે જ ઓળખ પ્રાપ્ત થાય છે. અને તેથી જ પતિ અને પત્ની અને ૧૮ વર્ષથી ઉપરના સંતાનોને કામદાર નોંધણી તરીકેની પ્રક્રિયા કરવામાં આવી.
 • વ્યક્તિગત યોજનાઓ જેવી કે, પ્રોવિડન્ટ ફંડ, કામદારને ઈજાલાભ, આવાસ, બાળકો માટે શિક્ષણ યોજનાઓ, કામદારોનું ક્ષમતાવર્ધન, અંતિમવિધિ સહાય અને વૃદ્ધાશ્રમ બાબતે માહિતી આપવામાં આવી.

IMG_20170510_110930અસંગઠિત કામદાર તરીકેની નોંધણીની પ્રક્રિયા

નોંધણી માટે જરૂરી દસ્તાવેજો સાથે શિબિર દરમ્યાન જ નોંધણી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. આ બાબતે નીચે પ્રમાણેના દસ્તાવેજોની જરૂર હતી.

૧. ચૂંટણી કાર્ડ

૨. આધાર કાર્ડ

૩. રેશનકાર્ડની

૪. જોબકાર્ડ

૫. જન્મનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

૬. બેંક ની પાસબુક

૭. પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટા

ઉપરોક્ત જરૂરી દસ્તાવેજોને લઈને ફોર્મ ભરવામાં આવ્યું જેમાં ઘણા લોકો પાસે જોબકાર્ડ, બેંકની પાસબુક, જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો ન હોવાના કિસ્સા બહાર આવ્યા હતા. આ ઉપરાંત જેની પાસે દરેક દસ્તાવેજ છે તેની ઝેરોક્ષ અને પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટા સાથે રાખવાનું કહેવામાં આવ્યું. તથા જેની પાસે અમુક દસ્તાવેજો છે જ નહિ તે માટે પણ સંકલન કરવાનું નક્કી કરવામાં આવ્યું.

ફોર્મ ભરેલ ની સંખ્યા

ઢોંગી આંબા : ૩૪ , ઇસખંડી : ૩૭ , મોટી કસાડ: ૩૯, લહાન કસાડ: ૫૮, કીરલી : ૨૭, કાકડ વિહિર: ૭૪ અને જારસોળ: ૪૩

સ્થળાંતરિત કામદાર સંદર્ભે કરેલ પ્રક્રિયા

જાગૃતિ ઝુંબેશ દરમ્યાન કામદારની નોંધણીની પ્રક્રિયા તો જરૂરી હતી જ આ સાથે તેમની પરિસ્થતિને સમજવી અને જરૂરી આંકડાકીય માહિતીની સાથે તેમના અનુભવોને સમજવામાં આવ્યા. આ માટે પણ પ્રશ્નાવલી ભરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે નીચે પ્રમાણેની માહિતીનો સમાવેશ થાય છે.

 • કામદારની પ્રાથમિક માહિતી
 • આજીવિકા અને તે સંદર્ભે વળતર
 • સ્થળાંતરિત જગ્યા પરની સગવડતાઓના સંદર્ભે પરીસ્થીતી સમજવી
 • મુકારદમ પાસેથી લેતા એડવાન્સ અને તેને પરત આપવાની સંપૂર્ણ પ્રક્રિયા
 • આ ઉપરાંત, મુકારદમ ને લઈને પણ અલગથી માહિતી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં તેમને પડતી મુશ્કેલીઓ અને કામદાર સાથેના સંબંધોને સમજવામાં આવ્યા હતા.

ઝુંબેશ દરમ્યાન ટીમના અનુભવો અને મંતવ્યો

 • અસંગઠિત કામદાર નો પ્રશ્ન ખુબ જરૂરી છે અને તેને લઈને કાર્ય કરવું જોઈએ.
 • નોંધણી માટે પણ કાયદાકીય લડત લડવી પડશે. કારણકે જીલ્લા સ્તરે માત્ર બાંધકામના ક્ષેત્ર સાથે સંકળાયેલ કામદારોની જ નોંધણી થાય છે.
 • ફોર્મ માં જરૂરી દસ્તાવેજો નહી હોવાને લીધે ફોર્મ ને સબમિટ કરવામાં થોડો સમય જઈ શકશે.
 • આ મુદાને રણનીતિ પૂર્વક આગળ લઇ જવું પડશે.
 • સ્થાનિક સ્તરે જ ગામ માંથી સ્વયંસેવક મળી રહે એમ છે જેની સાથે આગળ કાર્ય થઇ શકે.
 • મુકારદમ સાથે પણ અલગથી રણનીતિ બનાવવાની જરૂર છે.

આયોજન 

 • અસંગઠિત કામદાર ના અધિકાર બાબતનું આ પ્રથમ પગલું હતું તેથી આ શરૂઆત છે અને તેને ચોકસાઈથી આગળ અન્ય ગામો માં અને ત્યારબાદ જિલ્લાસ્તરે લઇ જવાશે.
 • જે ગામમાં આ ઝુંબેશ થઇ તે જ ગામના જે કામદારનું નોંધણી ફોર્મ ભરવાનું બાકી છે અને જેના દસ્તાવેજો આપવાના બાકી છે તે ગામમાં ગામ લોકોની અનુકુળતાને ધ્યાનમાં રાખીને ફરી વખત જવાનું આયોજન કરવામાં આવ્યું છે.
  • ઢોંગી આંબા- ૨૦ મે , ઇસખંડી – ૨૧ મે, મોટી કસાડ ૨૪ મે, લહાન કસાડ – ૨૬, કીરલી – ૨૯ મે , કાકડવિહીર -૨ જુન અને જારસોળ- ૫ જુન

ઝુંબેશ ની સફળતાઓ

 • અસંગઠિત કામદારની સમસ્યાને એક સ્તર સુધી લઇ જઈ શક્યા કે જેથી આ મુદે લોકો પોતાની સમસ્યાને વાચા આપી શકશે.
 • વધારે નજીકથી લોકોને સમજી શક્યા અને કાનૂની સહાય કેન્દ્ર નો પરિચય તેમને આપી શક્યા જેને આગળ લઇ જઈ શકાશે.
 • આંકડાકીય માહિતી પણ મળી કે જે આગળ જતા કાયદાકીય લડત માટે ઉપયોગી સાબિત થશે.
 • ૨૫૮ લોકો ની નોંધણી ની પ્રક્રિયાની શરૂઆત થશે. જેનાથી અન્ય લોકો સુધી પણ પહોચી શકાશે.
 • ગામના અન્ય પ્રશ્નો પણ સામે આવ્યા કે જેને માટે લોકો સાથે વિકાસ અને અધિકારના મુદે કાર્ય કરવાની શરૂઆત થશે.
 • ગામમાંથી જ ઓછા માં ઓછા બે સ્વયંસેવક ને આગળ સમાવેશ કરી શકાશે.
 • સ્થાનિક નેતૃત્વ માટે ગામના આગેવાનોની પણ ઓળખ થઇ. જે આગળ જતા ખુબ ઉપયોગી સાબિત થશે.
 • ટીમના સભ્યો લગભગ નવા છે અને તેથી આ પ્રકારની ઝુંબેશથી વધારે નજીક આવ્યા અને ટીમભાવના અનુભવાઈ.

શીખ:

 • ઝુંબેશ માટે જે પ્રચાર પ્રસાર થવું જોઈતું હતું તેમાં થોડી કચાશ રહી એવું લાગે છે.
 • ગામ ની તારીખ નક્કી કરતી વખતે લગ્ન જેવા પ્રસંગોને પણ ધ્યાનમાં રાખવાની જરૂર હતી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s