અન્ન સલામતી અધિનિયમ ૨૦૧૩નો નહીવત અમલીકરણ, એકલ વિધવા અને વૃદ્ધ બહેનો ના પેન્શનમાં  થતો વિલંબ અને ભ્રષ્ટાચાર

IMG_20170308_151233059 copyશબરી સંગઠન સાથે જોડાયેલ ૧૫૦૦ મહિલાઓનો ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીને આવેદન પત્ર:

અમે શબરી સંગઠન સાથે જોડાયેલ ૧૫૦૦ મહિલાઓ આજ રોજ ૮ મી માર્ચ ૨૦૧૭  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે અમદાવાદમાં દાંડીપુલ પાસે ભેગા થયા છીએ. અમે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલથી આવેલ છીએ. અમે તમામ જીલ્લાના કલેકટર, મામલદાર કચેરીમાં અમારી માગણીઓ નું આવેદનપત્ર આપેલ છે.તેની પર આજદિન સુધી  કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી તેથી  નાછૂટકે અમારે અમદાવાદ રજૂઆત કરવા આવું પડ્યું છે.

અન્ન સલામતી અધિનિયમ-૨૦૧૩ને અમલમાં આવ્યે ૪ વર્ષ થયાં છે છતાં ગુજરાતમાં તેનો અમલ યોગ્યરીતે થયો નથી. ૧મી એપ્રિલ ૨૦૧૬થી “માં અન્નપુર્ણા યોજના” હેઠળ શરૂ થયેલ આ કાયદામાં ૭૫% ગ્રામીણ અને ૫૦% શહેરી પરિવારોને વ્યક્તિદીઠ ૫ કિલો અનાજ અને અંત્યોદય પરિવારોને ૩૫ કિલો અનાજ મળે તેવી જોગવાઈ છે.  તેમાં ૨ રૂ કિલો ઘઉં, ૩ રૂ કિલો ચોખા, ૧ રૂ. કિલો બરછટ  અનાજ આપવાની જોગવાઈ છે. ઉપરાંત, અનાજ ભથ્થું, સગર્ભા બહેનને રૂ ૬૦૦૦ રોકડ સહાય વગેરેનો જોગવાઈ પણ છે. પરંતુ કાયદાની જોગવાઈ મુજબ ગુજરાતમાં ક્યાય અમલીકરણ નથી થતું.

અમારી માંગણીઓ નીચે મુજબ છે  

 • અન્ન સલામતી અધિનિયમ-૨૦૧૩ મુજબ રાજય સરકારે હજુ પણ અગ્રિમતા અને અંત્યોદય પરિવારની યાદીઓ બનાવી નથી અને જો બનાવી હોયે તો તાત્કાલિક જાહેર કરવામાં આવે અને તેને દરેક પંચાયતમાં, સસ્તા અનાજની દુકાનદારમાં, મામલતદાર અને તાલુકા પંચાયતમાં નાગરિકોને વિના મુલ્ય જોવા ઉપલબ્ધ હોવી જોઈએ.
 • મોટા ભાગના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં નાગરીકો અને સસ્તા અનાજની દુકાનદારને પણ  આ કાયદા વિષે ખુબજ ઓછી માહિતી છે. તેના માટે રાજ્ય સરકાર તાત્કાલિક જાહેરાતો કરે.
 • ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં અન્ન સલામતી કાયદાનું અમલીકરણ કરવામાં આવતું નથી અને કાયદાની જોગવાઈ પ્રમાણે અનાજ પૂરું પાડવામાં આવતું નથી. તે સમયસર ઉપલબ્ધ કરવામાં આવે અને જે નાગરિકોને અત્યાર સુધી કાયદા મુજબ અનાજ આપવામાં આવ્યું નથી તેમને અનાજ ભથ્થું આપવામાં આવે.
 • સસ્તા અનાજની દુકાન મહિનામાં એક જ દિવસ ખોલવામાં આવે છે.સસ્તા અનાજની દુકાનોમાં બોર્ડ પર અનાજના ભાવ લખવામાં આવતા  નથી. દુકાનદારો   બોર્ડને  ઘરમાં  સંતાડી રાખે છે. અને પુરતો અનાજનો જથ્થો આપતા નથી. સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામે મહિલાઓ જ્યારે ફરિયાદ કરે ત્યારે તેમની સામે અભદ્ર ભાષા બોલવામાં આવે છે. “અમે અધિકારીને દર મહીને  દસ હજારનો હપ્તો આપીએ છીએ તમારાથી જે થાય તે કરો” એમ પણ દુકાનદારો કહે છે અને  દાદાગીરી કરે છે. આ તમામ દુકાનદાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવે અને તેમના લાયસન્સ રદ કરવામાં આવે.
 • બી.પી.એલ. રેશનીંગ કાર્ડનું જ્યારે વિભાજન કરવામાં આવે છે ત્યારે તેને એ.પી.એલ. કરી નાખવામાં આવે છે અને નવા રેશનીગ કાર્ડ કઢાવવા આવે છે તે  એ.પી.એલ. જ કાઢી આપવામાં આવે છે. તો શું  કારણથી બી.પી.લ કાર્ડ ધારકને  બી.પી.લ કાર્ડ જ મળવું જોઈએ.
 • રેશનિંગ કાર્ડની અનાજ લેવાની કુપન કઢાવવાના રૂપિયા ૧૦ લેવામાં આવે છે અને કુપન કઢાવવામાં માટે ૩થી  ૫ કિલોમિટર દૂર ભાડું  ખર્ચીને જવું પડે છે. તે તાત્કાલિક બંધ થવું જોઈએ.
 • અન્ન સલામતી અધિનિયમની જોગવાઈ પ્રમાણે રાશન કાર્ડ મહિલાઓના નામે હોવા જોઈએ તે કોઈ પણ મહિલાના નામે હજુ સુધી આપવામાં નથી આવ્યા.
 • હજી સુધી એકલ અને વૃદ્ધ મહિલાઓને અન્ન સલામતી અધિનિયમની જોગવાઈ પ્રમાણે અંત્યોદયકાર્ડ આપવામાં આવતા નથી. અમારી માંગણી છે રાજયની તમામ એકલ અને વૃદ્ધ મહિલાઓને  અન્ન સલામતી અધિનિયમની જોગવાઈ પ્રમાણે અંત્યોદય  કાર્ડ આપવામાં આવે.
 • અન્ન સલામતી અધિનિયમ મુજબ સગર્ભા મહિલાને ૬૦૦૦ રૂપિયા  તથા અલગથી પૌષ્ટિક આહાર આપવાનો હોય છે પણ તે આપવામાં આવતા નથી. અમારી માંગણી છે રાજયની તમામ સગર્ભા મહિલાને ૬૦૦૦ રૂપિયા  તથા અલગથી પૌષ્ટિક આહાર આપવામાં આવે.
 • ગુજરાત માં કુલ ૧૩૬૦૭ ગ્રામ પંચાયત છે અને ગામડા ની સંખ્યા  ૧૮૫૮૦. જયારે રાજયમાં સસ્તા અનાજની દુકાન કુલ ૧૭૦૫૨ છે. જેમાં શહેરો અને નગરપાલિકામાં આવેલી દુકાન પણ સામેલ છે એટલે ગુજરાત ઘણાબધાં ગામો એવા છે જેમાં સસ્તા અનાજની દુકાન જ  નથી. અમારી માંગણી છે દરેક ગામ એક સસ્તા અનાજ ની દુકાન ફરજિયાત હોવી જોઈએ.
 • અમારી માંગણી છે જ્યારે ગુજરાતમાં ૫૦% ગ્રામ પંચાયત મહિલા માટે અનામત હોયે એટલે ૧૩૬૦૭ ગ્રામ પંચાયતમાં ૫૦% મહિલા છે તે બધી પંચાયતમાં કુલ ૬૮૦૩   સસ્તા અનાજની દુકાન ચલાવવાની જવાબદારી મહિલા સરપંચ અને ગ્રામ પંચાયતને આપો.

એકલ મહિલા અને વૃદ્ધ મહિલા ના પેન્શનને લગતા સવાલો

 • મોટા ભાગની એકલ અને વૃદ્ધ મહિલા પાસે બી પી એલ કાર્ડ હોતું નથી અને હોય તો ૦-૧૬ના સ્કોરમાં આવતી નથી.. ઉપરાંત, જે મહિલાઓ પાસે બી.પી.લ કાર્ડ હોયે અને ૦-૧૬ ના સ્કોર માં આવતી હોયે તેમને આ લાભ નિયમિત મળતો નથી. મોટા ભાગના કિસ્સામાં આ લાભ મળતાં ૩ મહિનાથી ૬ મહિના સુધીનો સમય થાય છે ઉપરાંત સહાય આપવાની સામે તલાટી, પોસ્ટ ઓફિસ અને બેંકના અધિકારી અને તાલુકા પંચાયતના અધિકારી લાંચ પણ માંગે છે. એટલે એ બહેનના હાથમાં બહુ જ ઓછી રકમ આવે છે.
 • રાજ્યની તમામ એકલ (વિધવા,ત્યકતા) અને ૬૦ વર્ષથી ઉપરની મહિલાઓને માસિક રૂપિયા ૨૦૦૦ પેન્શન મળવું જોઈએ. તેમને માટે બી.પી.એલ  અને એ.પી.એલ ના નિયમ ના હોવો જોઈએ.
 • રાજ્યની તમામ એકલ ( વિધવા,ત્યકતા) મહિલાઓને ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અલગ કાયદો અને યોજના બનાવે તેમની સામાજિક સુરક્ષા,તેમના બાળકો સન્માનજક જીવન જીવી શકે,તેમના પરિવારનું ઉત્થાન થઇ શકે તે માટે સરકારે કાયદાનું ચુસ્તપણે અમલ કરવું.
 • એકલ મહિલાઓના બાળકોના પાલન પોષણ માટે જેમ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં સરકાર દ્વારા વીતીય સહયોગની યોજના લાગુ કરે છે.તેવી જ યોજના ગુજરાતમાં લાગુ કરે.
 • દરેક ગામમાં તલાટી દ્વારા કેટલી મહિલા એકલ, નિરાધાર ત્યગતા, અને વૃદ્ધ છે તેમની યાદી  બનાવી જોઈએ.જેથી તેમના માટે યોજના બનાવી શકાય.
 • તમામ એકલ અને ત્યકતા મહિલાને અંત્યોદય કાર્ડ આપવાની સરકારની યોજનાનો ચુસ્તપણે ફરજીયાત અમલ કરવો અને તેમને સરકારી યોજ્નાના તમામ લાભ મળવા જોઈએ.
 • જે એકલ અને વૃદ્ધ મહિલાના છોકરા ૨૧વર્ષ થાય ત્યારે સહાય બંધ કરવામાં આવે છે. તે નિયમ તાત્કાલિક ધોરણે બંધ કરવો જોઈએ.
 • એકલ અને વૃદ્ધ સહાય યોજનામાં ૦ થી ૧૬ અને બી.પી.લના ધોરણના હોવા જોઈએ રાજયની  તમામ એકલ અને  વૃદ્ધ મહિલાને આ સહાય મળવી જોઈયે.

રોજગારને લગતા

 • અસંગઠિત ક્ષેત્રે ની તમામ મહિલાઓને સમાન કામના સમાન વેતન મળવું જોઈએ.
 • ખેતીમાં લઘુતમ વેતનને બદલે જીવનધોરણ જીવવા માટે યોગ્ય (લીવીગવેજ ) વેતન ૩૫૦/- રૂપિયા મળવું જોઈએ.

મનરેગા ને લગતા

 • .મનરેગા યોજના હેઠળ વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળ અધિકાર પત્ર મળેલો તે જમીનમાં સુધારણા તથા જળ સંચય ના કામો તાકીદે શરુ કરો.
 • મનરેગા યોજના હેઠળ ખેતતલાવડી અને સામુહિક કુવાઓ બનાવવામાં આવે..
 • મનરેગાના વહીવટી માટે પૂરતા સ્ટાફની નિમણુક કરો.
 • મનરેગા ના કામ સ્થળે પ્રાથમિક સુવિધા,ઘોડિયાઘર ,પીવાના પાણીની સુવિધા ,છાયડા ની સુવિધા સરકાર ધ્વારા કરવામાં આવે.
 • મનરેગા હિસાબો માટે ગ્રામસભા યોજીને સોશિયલ ઓડીટની પ્રકિયા તમામ ગામોમાં કરાવો.
 • મનરેગા યોજના હેઠળ અમોને જમીન સુધારણા કામો જેવાકે સંરક્ષણ દીવાલ ,ખેત તલાવડી ,પાળાબંધી ,ચેકડેમ જેવા કામો તાકીદે શરુ કરો.
 • મનરેગા યોજના હેઠળ વર્ષ દરમ્યાન ૧૦૦ દિવસના બદલે ૨૦૦ દિવસની રોજગારી વ્યક્તિદીઠ આપો.
 • મનરેગા યોજનામાં લઘુતમ વેતન દર ન હોવો જોઈએ. તેના બદલે દરેક કામદારને ૩૫૦/- દૈનિક રોજગાર આપો.

અન્ય સવાલો

 • તમામ પ્રકારના દાખલા તરત જ મળવા જોઈએ. સરકારી યોજ્નાના અમલીકરણમાં ચાલતી એજન્ટ પદ્ધતિ તાત્કાલિક બંધ કરવી.
 • મહિલાઓની આરોગ્ય તપાસ દરેક સરકારી આરોગ્યકેન્દ્રમાં મફતમાં થવી જોઈએ.

One thought on “અન્ન સલામતી અધિનિયમ ૨૦૧૩નો નહીવત અમલીકરણ, એકલ વિધવા અને વૃદ્ધ બહેનો ના પેન્શનમાં  થતો વિલંબ અને ભ્રષ્ટાચાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s