ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગૌચર જમીનોમાં ફળવાયેલી ખનીજ ઉત્ખનની હરકતો સરકારને કેમ દેખાતી નથી

mining_activity-1રોમેલ સુતરિયા/

વન અધિકાર અધિનીયમ – ૨૦૦૬ અંતર્ગત સમગ્ર ગુજરાત ના ૯૦ લાખ આદિવાસીઓમાંથી સરકાર પાસે જંગલ જમીન પર કાયદેસરના જમીન હકો ની માન્યતા મેળવવા ૧,૮૨,૮૬૯ દાવા રજુ થયા છે, જેમાંથી માત્ર ૭૩,૯૨૧ દાવાઓ ને સરકારે મંજુરી આપી છે.૧,૦૮,૯૪૮ દાવાઓ હજુ પણ પેંડીંગ છે. જેનો નીકાલ થયો નથી.

ટ્રાઇબલ ડેવલોપમેંટ ડીપાર્ટમેંટ – ગુજરાત ના આંકડાઓ મુજબ વન અધિકાર અધિનીયમ – ૨૦૦૬ ના અમલીકરણ મુદ્દે ૩૦ જુન ૨૦૧૪ નો પ્રોગ્રેસ એડિંગ રિપોર્ટ મુજબ તે સમયે અર્થાત વર્ષ ૨૦૧૪ માંજ વન અધિકાર અધિનીયમ – ૨૦૦૬ અંતર્ગત સમગ્ર ગુજરાત ના ૧,૮૨,૮૬૯ દાવામાંથી ૬૩,૫૫૮ દાવાઓ મંજુર કરેલ હતા તેમજ રિપોર્ટ અનુસાર ગુજરાત હાઇકોર્ટ ના નિર્દેસ અનુસાર જે તે સમયે પેંડીંગ ૧,૧૯,૩૧૧ દાવા પુન: ચકાસણી હેઠળ હતા.

૨૦૧૪મા ૬૩,૫૫૮ આદિવાસીઓના જંગલ જમીન અંતર્ગત મંજુર કરેલ અને પેંડીંગ ૧,૧૯,૩૧૧ દાવા પુન: ચકાસણી હેઠળ હતા.વર્તમાન સરકાર ૭૮,૦૦૦ આદિવાસીઓને જંગલ જમીન આપી હોવાનો દાવો કરી રહી છે. જે મુજબ છેલ્લા ત્રણ વર્ષ મા ગુજરાત સરકારે માત્ર ૧૪,૪૪૨ આદિવાસીઓના દાવા મંજુર કરી આદિવાસીઓને મુર્ખ બનાવવાનો પ્રયાસ કર્યો છે.

વન અધિકાર અધિનીયમ – ૨૦૦૬ અંતર્ગત આદિવાસીઓ ની બાપ દાદા ની જે જમીનો ની કાયદેસર માન્યતા પ્રાપ્ત થયેલ છે તેવા તમામ લોકો ને સરકાર શ્રી દ્વારા અધિકાર પત્રો અપાએલા છે.રાઇગ્ટ્સ ઓફ રેકર્ડ ના આધારે નિયમ મુજબ સરકારે અધિકાર પત્રો મેળવેલ આદિવાસીઓ ને આજ દિન સુધી ૭/૧૨ ફાળવેલ નથી જે સરકાર ના બદઇરાદા અને આદિવાસી વિરોધી નિતિ ઉજાગર કરે છે.

ગુજરાત સરકાર આદિવાસી સમાજ ને એક તરફ જંગલ જમીન ના નામે મત મેળવવા રિજવવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ બીજી તરફ ભાજપ સરકાર આદિવાસીઓ ને સરકારી દસ્તાવેજો મા વન અધિકાર ના અયોગ્ય અમલીકરણ ના જવાબદાર સાબિત કરી આદિવાસીઓ ને સરકાર વિરોધી ચિત્રી રહ્યા છે.

૨૪/૧૧/૨૦૧૬ના ઠરાવ ક્રમાંક : વનઅ/૧૦૨૦૧૬/૭૨૪/ચ-૧ , આદિજાતિ વિકાસ વિભાગ મુજબ વન અધિકાર અધિનિયમ ના અયોગ્ય અને ધીમા અમલીકરણ ના જવાબદાર આદિવાસીઓ છે.ઠરાવ મુજબ માંપણી એજન્સીઓ ને તાપી અને વલસાડ જેવા જીલ્લા ઓ મા આદિવાસીઓ ગામ મા પણ પ્રવેસ કરવા દેતા નથી તો સરકાર યાત્રા ના તાયફા કર્યા સિવાય શા માટે આદિવાસીઓ ગામ સરકાર ને ઘુસવા નથી દેતા તે વિચારે અથવા જો આ વાત ખોટી છે ભાજપ અને સરકાર આદિવાસી ગામોમા જઇ શકતા હોય તો આવા ઠરાવો કરી આદિવાસી સમાજ ને બદનામ કરવા ની નિતિ શા માટે?

સરકારે પેસા કાયદો લાગુ કરવા ની જે વાત થકી આદિવાસી મતદારો ને રિજઝવવાનો પ્રયાસ કર્યો છે તે નકામો છે કારણ ૨૦ વર્ષ થી લાગુ કરાયેલા કાયદાનુ ચુંટણી ટાણે અમલ કરવાની વાત સાબિત કરે છે ક સરકાર ને મત જોડે લેવાદેવા છે કાયદા ના અમલીકરણ મા નહી કારણ ઉપર જણાવ્યુ તેમ હજુ વનાધિકાર અંતર્ગત દાવા કરવા ફોર્મ ની વારંવાર રજુઆતો કરે છે પરંતુ આજ દિન સુધી તેની કોઇ વ્યવસ્થા નથી કે વનાધિકાર કાયદો લાગુ થયેલ નથી.

સરકાર ના કાયદાઓ મુજબ અનેક ગામો મા ખનીજો ઉત્ખનન ના વિવાદો મા સરકાર તેમજ ગ્રામસભા આમને સામને છે જે દર્શાવે છે કે આ સરકાર ગ્રામસભાનુ સન્માન કરતી નથી.વનાધિકાર ના જે દાવા પેંડીંગ છે જો સરકાર પેસા કાયદો લાગુ કરેલ હોય તો તત્કાલ રજુ થયેલ અને ગ્રામસભાની મંજુરી મેળવી ચુકેલ તમામ વન અધિકાર અધિનીયમ – ૨૦૦૬ અંતર્ગત ના પેંડીંગ દાવાઓ ને કાયદેસર માન્યતા આપી દેવી જોઈએ.

ગ્રામ સભાઓ ની મંજુરી અને ભલામણો બિરુધ્ધ ફળવાએલી તમામ રેતી લિઝો અને સ્ટોન ક્રસીંગ યુનિટો ને તત્કાલ બંદ કરી દેવી જોઈએ.

તાપી જીલ્લા તેમજ અન્ય આદિવાસી વિસ્તારો મા ગૌચર જમીનો મા ફળવાયેલી ખનીજ ઉત્ખનની હરકતો સરકાર ને કેમ દેખાતી નથી.નામ અને સર્વે નંબર સહીત ની વિગતો આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા સરકાર ને આપી ચુક્યુ છે છતા સરકારે તાપી જીલ્લામા સરકારી અને ગૌચર જમીનો ઉપર ધમધમતા સ્ટોન ક્રસરો સામે કોઇ જ પગલા ના ભરી આદિવાસીઓ પ્રત્યે ની બેવડી નીતિ જાહેર કરી દીધી છે.

આદિવાસી સમાજ ની જમીન જે બિન આદિવાસીઓને ફાળવી ના શકાય તેવા નિયમ ૭૩ એ.એ. ના ભંગ બદલ વર્ષો પહેલા કરવામા આવેલા દંડ થયેલા બીલ્ડરો અને ઉધ્યોગપતિઓ પાસેથી સરકારે આજ દિન સુધી દંડ ની રકમો વસુલ નથી કરી જે દર્સાવે છે કે સરકાર ને આદિવાસીઓ ની નહી ભુ-માફિયાઓ ની ચિંતા વધારે છે.

ઓસ્કાર ફાઇનાંસ લી.(ચિટફંડ) ના તેમજ અન્ય નામો ધ્વારા સમગ્ર ગુજરાત તથા ખાસ આદિવાસી વિસ્તારો ના નાગરીકો ની લુટ થયેલી છે જેમા લાખો નાગરિકો ના કરોડો રુપિયા ડુબી ચુક્યા છે.પરંતુ સરકાર ના પેટનુ પાણી પણ હલ્યુ નથી.આ તે કેવી સંવેદનશીલતા?

સમગ્ર ગુજરાતના અસંગઠીત હજારો નાગરીકો ની જે બચત ડુબી ગઇ છે તે પરત અપાવવા સરકાર શુ કરી રહી છે? આજ દિન સુધી ગુજરાત સરકારે આવી કઇ કઇ કંપનીઓ છે તેનુ બ્લેક લિસ્ટ પણ જાહેર કર્યુ નથી કે નાગરીકો ના રુપિયા પરત મળે તેમ કોઇ જ કાર્યવાહી કરી નથી.

ગુજરાત સરકારે તત્કાલ ચિટફંડ ના કૌભાંડો મુદ્દે ગંભીરતા દાખવી સમગ્ર તપાસ SEBI તથા CBI ને સોંપવી જોઇએ તેમજ તમામ બચતકર્તાઓ ને રાહત મળે તે માટે બીજા રાજ્યો પાસેથી પ્રેરણા લઇ ચીટફંડ ના પિડિતો માટે કોરપસ ફંડ તૈયાર કરવુ જોઇયે.

ગુજરાત મા ઓસ્કાર,માઇક્રો ફાઇનાંસ,મૈત્રેય,શારદા,સહારા જેવી મોટી કંપનીઓ ના જ કૌભાંડ ના આંકડા જોઇયે તો ગુજરાત મા ૨,૦૦૦ કરોડ રુપિયા થી વધુ નાણા ગુજરાત ની પ્રજા ના ડુબી ચુક્યા છે.બીજી અનેક નાની મોટી કંપનીઓ ને ધ્યાને લેવામા આવે તો આ આંકડો દેશ ના સૌથી મોટા કૌભાંડ ના રુપે બહાર આવે તેમ છે માટે સરકાર આ મુદ્દે એક પણ શબ્દ બોલતી નથી.

જે નાગરીકો પોતાની બચત ગુમાવી ચુક્યા છે તે નાણા પાછા મળે તે તેમનો અધિકાર છે પ્રજા ની રક્ષા ની જવાબદારી સરકાર ની છે આવી કંપનીઓ પર સરકાર ની રહેમ નજર વીના લુટ શક્ય જ નહોતી આવી કંપનીઓ ને અટકાવવા તથા ડુબેલા તમામ નાણા પરત મેળવવા જાગૃત બની કાયદેસર સંઘર્ષ એક અંતિમ વિકલ્પ છે. જેથી તમામ કંપનીઓ ના બચતકર્તાઓ સંગઠીત થઇ એક આવાજ – એક મોર્ચા સાથે સંકળાઇ કાયદેસર લડતમા જોડાવવા જોઈએ.

ચિટફંડ મુદે સરકાર તત્કાલ ગુજરાત ની પ્રજા ને રાહત આપે અને ભ્રષ્ટાચાર સામેની આ લડત મા સરકાર પ્રજા ની પડખે રહે તે જરુરી છે.

ઇંકમ ડીક્લેરેસન સ્કીમ અંતર્ગત ચિટફંડ ની લુટ કાળુ નાણુ સફેદ થઇ ગયા ની પ્રબળ શંકા અમોને છે સરકારે IDS મા કાળુ નાણુ જમા કરનાર ની તત્કાલ તપાસ કરવી જોઇએ કે તે જમા કરનાર ચિટફંડ ના પિડિતો પાસેથી તો નાણા લુટેલા નથી જે અહેવાલ સરકારે તત્કાલ તૈયાર કરવો જોઇયે.

સરકાર વહેલી તકે અહી આદિવાસીઓ ના ઉપર લેખિત મુદ્દાઓ ઉપર પ્રતિક્રીયા નહી આપે તો ૨૮ ફેબ્રુઆરી થી અમારુ સંગઠન આદિવાસી કિસાન સંઘર્ષ મોરચો બીજા વિવિધ જનસંગઠનો જોડે મળીને ગુજરાત ના હજારો આદિવાસી તેમજ હજારો ચિટફંડ પિડિતોને ન્યાય અપાવવા રાજ્ય વ્યાપી આંદોલન શરુ કરશે.

ગુજરાત ના તમામ યુવાનોને તેમજ દલિત+ઓ.બી.સી.+મુસ્લિમ સમાજ ના સંગઠનો ને પણ અમે અપીલ કરીયે છીયે કે આદિવાસી સમાજ ના પ્રશ્નો માટે ૨૮ ફેબ્રુઆરી પછી શરુ થનારા રાજ્યવ્યાપી આંદોલન ને ગુજરાત નો દરેક નાગરીક સહકાર આપે.કારણ આદિવાસી સમાજ ના જળ-જંગલ-જમીન બચાવવા ના પ્રય્ત્નો થી જ પર્યાવરણ ની અને જંગલો ની રક્ષા કરી શકીશુ.


One thought on “ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગૌચર જમીનોમાં ફળવાયેલી ખનીજ ઉત્ખનની હરકતો સરકારને કેમ દેખાતી નથી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s