કિરીટ રાઠોડ*/
એક તરફ ભાજપ સરકાર દલિતોની હામી હોવાનો દેખાડો કરી રહી છે. જયારે બીજી તરફ આજ ભાજપ સરકાર રાજ્યપાલના હુકમના ૧૦૦ દિવસ થવા છતાં દલિતોના સવાલોના ઉકેલ માં કોઈ કાર્યવાહી કરવા માંગતી નથી…
તાજેતરમાં ઉના અને થાનગઢના દલિત અત્યાચારના મુદ્દે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર દલિત સમાજ દ્વારા રેલી, ધરણા યોજીને વિરોધ પ્રદશનો કરવામાં આવ્યા હતા. જેમાં દલિત સમાજની વર્ષો જૂની પડતર માંગણીઓ અંગે ગત તા-૨૧ ઓગસ્ટ ૨૦૧૬ ના દિને ગાંધીનગર ખાતે દલિત શક્તિ સંમેલન યોજીને દલિત સમાજની વિવિધ માંગણીઓ અંગે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ માંગણીઓમાં રાજ્ય સરકારે હકારાત્મક વલણ દાખવેલ ન હોઈ અંતે સમિતિના કન્વીનર કિરીટ રાઠોડ સહીત આગેવાનો દ્વારા બંધારણીય વડાશ્રી ઓ.પી.કોહલી, રાજ્યપાલશ્રી સમક્ષ સમિતિના સભ્યો દ્વારા તા-૧૮-૧૦-૨૦૧૬ ના રોજ રૂબરૂ મળીને લેખિત આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી,
રજૂઆતના અંતે તા-૦૨-૧૧-૨૦૧૬ ના દિને રાજ્યપાલ દ્વારા ગુજરાત સરકારના અગ્ર સચિવ, સામાજિક ન્યાય અને આધીકારીતા વિભાગ, ગાંધીનગરને નોટીસ પાઠવીને સત્વરે વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો હતો.
જેમાં (1) થાનગઢ રીપોર્ટની વિગતો પુરા રીપોર્ટ સાથે જાહેર કરવો
(2) ઉના કાંડની તપાસ સત્વરે પૂર્ણ કરી જવાબદારો સામે ચાર્જશીટ મુકવા અંગે
(3) સફાઈ કામદારોને પડતી અગવડતાઓ અંગે પગલા ભરવા
રાજ્યપાલ સમક્ષ રજુ કરેલ ગુજરાતના દલિતોના ૧૮ માંગણીઓ…
ઉના કાંડ અંગે –
- ઉના દલિત અત્યાચારના બનાવનું ઝડપી ચાર્જશીટ કરવું અને જવાબદારો સામે પગલા ભરવા
થાનગઢ હત્યાકાંડ –
- થાનગઢ હત્યાકાંડમાં સંજય પ્રસાદ (આઈ.એ.એસ), દ્વારા તપાસ સમિતિનો અહેવાલ જાહેર કરવા અંગે ગુજરાત માહિતી આયોગ,ગાંધીનગરનો તા- ૨૨-૦૮-૨૦૧૬ ના હુકમનું પાલન કરવામાં આવેલ નહોઇ સત્વરે આપના સ્તરેથી કાર્યવાહી કરી તપાસ અહેવાલ જાહેર કરવો
આભડછેટનો ઉકેલ માટે કાર્યવાહી કરવા અંગે:-
- નવસર્જન સંસ્થા દ્વારા ૧૫૮૯ ગામનો આભડછેટની ભાળના સર્વે અહેવાલમાં જાહેર જગ્યાઓમાં પળાતી આભડછેટના દુષણની સમીક્ષા કરવા હાઈકોર્ટના નિવૃત જજના વડપણ હેઠળ સ્પે.ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ) ની રચના કરીને બંધારણની કલમ – ૧૭ (આભડછેટની નાબુદી) નો કડક અમલ કરી, ગતિશીલ ગુજરાતને આભડછેટ મુક્ત રાજ્ય બનાવી ડો.બાબા સાહેબ આંબેડકરનું સપનું સાકાર કરવું.
ડો.બાબા સાહેબ આંબેડકર અંગે:-
- ગુજરાત સરકાર ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરી રહી છે. ત્યારે દલિતોના ખાસ અંગભૂત યોજનના વણ વપરાયેલ ૫૫૫૦/- કરોડની રકમમાંથી રાજ્યમાં ડો.બાબા સાહેબ આંબેડકરની સૌથી ઉચી પ્રતિમા બનાવવાની યોજના બનાવવી.
- ગુજરાતના દરેક તાલુકા સ્તરે ડો.બાબા સાહેબ આંબેડકર ભવન બનાવવાની યોજના જે હાલ બંધ હાલતમાં છે તેને ચાલુ કરો.અનામત અંગે:-
- ગુજરાત સરકારમાં સરકારી નોકરીઓમાં દલિત – આદિવાસી – ઓ.બી.સીની ૪૦ હજારથી વધુ બેકલોગની જગ્યા ૨૦૧૭ પહેલા ભરો અને ગુજરાત સરકાર અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતી અને ઓ.બી.સી માટે અનામતનો કાયદો બનાવે.
- પ્રાઇવેટ સેક્ટરમાં અનામત નીતિનો અમલ કરવા ખાનગી ક્ષેત્ર અનામત કાયદાઓ બનાવવો,
અત્યાચાર ધારા અંગે:-
- ગુજરાતમાં અત્યાચાર ધારા હેઠળ નોંધાયેલ ૫૦૦૦ થી વધુ કેશો કોર્ટોમાં પડતર હોઈ તેનો ૨૦૧૭ પહેલા નિકાલ કરો
- ગુજરાત સરકાર દ્વારા અત્યાચાર ધારો – ૧૯૮૯ અને એમેન્ડમેન્ટ – ૨૦૧૫ નો કડક અમલ કરવા દરેક જીલ્લામાં અત્યાચાર ધારા હેઠળ નોંધાયેલ કેશોના ઝડપી નિકાલ માટે સ્પે (અલાયદી) કોર્ટો બનાવવી અને આ કેશો ચલાવવા સ્પે. (અલાયદા) વકીલોની નિમણુંકો કરવી. આની શરૂઆત (૧) મહેસાણા, (૨) અમદાવાદ (ગ્રામ્ય), (૩) જુનાગઢ, (૪) બનાસકાંઠા, (૫) ખેડા, (૬) અમરેલી, (૭) રાજકોટ (ગ્રામ્ય), (૮) કચ્છ, (૯) સુરેન્દ્રનગર, (૧૦) વડોદરા (ગ્રામ્ય) અને (૧૧) ભરૂચ જિલ્લાઓ સંવેદનશીલ જીલ્લાઓથી કરવી.
- ગુજરાત સરકાર દ્વારા અત્યાચાર ધારાનો કડક અમલ કરવા માટે મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાં અત્યાચાર ધારાના અમલીકરણની સમીક્ષા ટીમોએ જે ભલામણો કરી તેનો અમલ તાત્કાલિક કરવો.ગ્રામપંચાયતમાં પંચાયત ધારામાં સુધારા અંગે:-
- ગુજરાતની ગ્રામ પંચાયતોમાં અનુસુચિત જાતિને મળેલ રાજકીય અનામત હેઠળ ચુંટાયેલ સરપંચો વિરુદ્ધ ખોટી અવિશ્વાસની દરખાસ્તને અટકાવવા માટેનો કાયદો ગુજરાત સરકાર બનાવે
- પંચાયત ધારો -૧૯૯૩ માં ગામમાં મૃત પશુનો નિકાલ કરવાની જવાબદારી સામાજિક ન્યાય સમિતિને સોપેલ બંધારણ વિરુદ્ધનું વેઠ પ્રથા (જ્ઞાતિ પ્રથા ) મજબુત કરતુ કામને નાબુદ કરો.સફાઈ કામદારો અંગે
- મેન્યુઅલ સ્કેવન્જર્સ પ્રોહીબીશન એક્ટ – ૨૦૧૩ નો કડક અમલ કરવો.
- સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ૧૯૯૩ પછીના ૩૦૦ ગટર કામદારોના મોતના બનાવોમાં ભોગ બનેલના વારસદારોને પુનઃ વસન કરવાનો હુકમ થયેલ હોઈ આ બનાવમાં રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરી તમામ મૃતકના વારસદારોને રૂપિયા ૧૦.૦૦ લાખ ( દશ લાખ ) વળતર ચુકવવા બજેટમાં જોગવાઈ કરવી.જમીન અંગે-
- અનુસુચિત જાતિના ચર્મકામમા રોકાયેલ લોકો માટે સાથણીની જમીન આપવી
- અનુસુચિત જાતિના ચર્મકામમા રોકાયેલ પરિવારને ખેતી કરવા માટે ૫ – ૫ એકર સરકારી પડતર જમીન આપોઆર્થિક અધિકાર અંગે-
- અનુસુચિત જાતિને સરકારની યોજનાનો લાભ મેળવવા BPL પ્રથા રદ કરી ૬.૦૦ લાખની આવક મર્યાદા જાહેર કરો
- દેશના બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં દલિત અને આદિવાસી સર્વાંગી વિકાસ માટે ખાસ અંગભૂત યોજનાના અમલીકરણનો કાયદો (અનુસુચિત જાતિ અને અનુસુચિત જન.જાતિ સબ પ્લાન એક્ટ) બનાવવો.
—
*કન્વીનર, ગુજરાત અનુસુચિત જાતિ અત્યાચાર સંઘર્ષ સમિતિ