ગૃહ,પંચાયત,જી.એ.ડી, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગોને દલિતોના બંધારણીય અધિકારોના સવાલોમાં કાર્યવાહીની નોટીસ

ગુજરાત અનુસુચિત જાતિ અત્યાચાર સંઘર્ષ સમિતિની ૧૬ માંગણીઓમાં કાર્યવાહી કરવાની માંગ:

તાજેતરમાં ઉના અને થાનગઢના દલિત અત્યાચારના મુદ્દે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર દલિત સમાજ દ્વારા રેલી, ધરણા યોજીને વિરોધ પ્રદશનો કરવામાં આવ્યા હતા. જેમાં દલિત અસ્મિતા યાત્રા અને દલિત અધિકાર યાત્રા દ્વારા દલિત સમાજની વર્ષો જૂની પડતર માંગણીઓમાં કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

ગઈ તા- ૨૧-૦૮-૨૦૧૬ ના રોજ ગાંધીનગર ખાતે દલિત શક્તિ સંમેલન યોજાયું હતું. જેમાં રાજ્યના નવા ૧૬ માં મુખ્યમંત્રી સમક્ષ ૧૬ માંગણીઓનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ સરકાર દ્વારા ન્યાયના હિતમાં કોઈ પગલાં ભરાયા ન હોઈ અંતે ગુજરાત અનુસુચિત જાતિ અત્યાચાર સંઘર્ષ સમિતિ દ્વારા નિયામક, રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગ સમક્ષ લેખિત રજુઆતો કરી દલિત સમાજની બંધારણીય અધિકારો માટેની ૧૬ માંગણીઓ રજુ કરવામાં આવી હતી.

આ રજૂઆતથી રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગ દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ, પંચાયત અને ગ્રામગૃહ નિર્માણ વિભાગ, ગૃહ વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને નોટીસ આપીને દિન – ૩૦ માં કાર્યવાહી કરી અહેવાલ મંગાવવામાં આવ્યો છે. જો આ બાબતે રાજ્ય સરકારના જવાબદાર વિભાગો નિયત સમયમાં અહેવાલ નહી આપે તો આયોગ દ્વારા સમન્સ પાઠવવાને જવાબદાર વિભાગો વિરુદ્ધ બંધારણીય અનુચ્છેદ ૩૩૮ મુજબ કાર્યવાહી કરશે તેવું નોટીસમાં જણાવવામાં આવ્યું છે.

દલિત સમાજની માંગણીઓની રજૂઆત કરનાર મંજુલા પ્રદીપ, નિયામક, નવસર્જન ટ્રસ્ટ અને સમિતિના કિરીટ રાઠોડ જણાવે છે કે અમોએ રજુ કરેલ માંગણીઓ બંધારણીય અધિકારો મુજબની છે. અને આ માંગણીઓમાં રાજ્ય સરકારે હકારાત્મક વલણ દાખવેલ ન હોઈ રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગમાં ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી હતી, અમને આશા છે કે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ત્વરિત પગલા ભરી ૧૬ મુદ્દોની માંગણીઓનોનો ઝડપી નિકાલ કરે.
આયોગ સમક્ષ રજુ કરેલ ગુજરાતના ૫૦ લાખ દલિતોના ૧૬ સવાલો

માંગણીઓ –

આભડછેટનો ઉકેલ માટે કાર્યવાહી કરવા અંગે:-
1. નવસર્જન સંસ્થા દ્વારા ૧૫૮૯ ગામનો આભડછેટની ભાળના સર્વે અહેવાલમાં જાહેર જગ્યાઓમાં પળાતી આભડછેટના દુષણની સમીક્ષા કરવા હાઈકોર્ટના નિવૃત જજના વડપણ હેઠળ સ્પે.ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ) ની રચના કરીને બંધારણની કલમ – ૧૭ (આભડછેટની નાબુદી) નો કડક અમલ કરી, ગતિશીલ ગુજરાતને આભડછેટ મુક્ત રાજ્ય બનાવી ડો.બાબા સાહેબ આંબેડકરનું સપનું સાકાર કરવું.

ડો.બાબા સાહેબ આંબેડકર અંગે:-
1. ગુજરાત સરકાર ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરી રહી છે. ત્યારે દલિતોના ખાસ અંગભૂત યોજનના વણ વપરાયેલ ૫૫૫૦/- કરોડની રકમમાંથી રાજ્યમાં ડો.બાબા સાહેબ આંબેડકરની સૌથી ઉચી પ્રતિમા બનાવવાની યોજના બનાવવી.
2. ગુજરાતના દરેક તાલુકા સ્તરે ડો.બાબા સાહેબ આંબેડકર ભવન બનાવવાની યોજના જે હાલ બંધ હાલતમાં છે તેને ચાલુ કરો.

અનામત અંગે:-
1. ગુજરાત સરકારમાં સરકારી નોકરીઓમાં દલિત – આદિવાસી – ઓ.બી.સીની ૪૦ હજારથી વધુ બેકલોગની જગ્યા ૨૦૧૭ પહેલા ભરો અને ગુજરાત સરકાર અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતી અને ઓ.બી.સી માટે અનામતનો કાયદો બનાવે.
2. પ્રાઇવેટ સેક્ટરમાં અનામત નીતિનો અમલ કરવા ખાનગી ક્ષેત્ર અનામત કાયદાઓ બનાવવો,

અત્યાચાર ધારા અંગે:-
1. ગુજરાતમાં અત્યાચાર ધારા હેઠળ નોંધાયેલ ૫૦૦૦ થી વધુ કેશો કોર્ટોમાં પડતર હોઈ તેનો ૨૦૧૭ પહેલા નિકાલ કરો
2. ગુજરાત સરકાર દ્વારા અત્યાચાર ધારો – ૧૯૮૯ અને એમેન્ડમેન્ટ – ૨૦૧૫ નો કડક અમલ કરવા દરેક જીલ્લામાં અત્યાચાર ધારા હેઠળ નોંધાયેલ કેશોના ઝડપી નિકાલ માટે સ્પે (અલાયદી) કોર્ટો બનાવવી અને આ કેશો ચલાવવા સ્પે. (અલાયદા) વકીલોની નિમણુંકો કરવી. આની શરૂઆત (૧) મહેસાણા, (૨) અમદાવાદ (ગ્રામ્ય), (૩) જુનાગઢ, (૪) બનાસકાંઠા, (૫) ખેડા, (૬) અમરેલી, (૭) રાજકોટ (ગ્રામ્ય), (૮) કચ્છ, (૯) સુરેન્‍દ્રનગર, (૧૦) વડોદરા (ગ્રામ્ય) અને (૧૧) ભરૂચ જિલ્‍લાઓ સંવેદનશીલ જીલ્લાઓથી કરવી.
3. ગુજરાત સરકાર દ્વારા અત્યાચાર ધારાનો કડક અમલ કરવા માટે મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાં અત્યાચાર ધારાના અમલીકરણની સમીક્ષા ટીમોએ જે ભલામણો કરી તેનો અમલ તાત્કાલિક કરવો.

ગ્રામપંચાયતમાં પંચાયત ધારામાં સુધારા અંગે:-
1. ગુજરાતની ગ્રામ પંચાયતોમાં અનુસુચિત જાતિને મળેલ રાજકીય અનામત હેઠળ ચુંટાયેલ સરપંચો વિરુદ્ધ ખોટી અવિશ્વાસની દરખાસ્તને અટકાવવા માટેનો કાયદો ગુજરાત સરકાર બનાવે
2. પંચાયત ધારો -૧૯૯૩ માં ગામમાં મૃત પશુનો નિકાલ કરવાની જવાબદારી સામાજિક ન્યાય સમિતિને સોપેલ બંધારણ વિરુદ્ધનું વેઠ પ્રથા (જ્ઞાતિ પ્રથા ) મજબુત કરતુ કામને નાબુદ કરો.

સફાઈ કામદારો અંગે
1. મેન્યુઅલ સ્કેવન્જર્સ પ્રોહીબીશન એક્ટ – ૨૦૧૩ નો કડક અમલ કરવો.
2. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ૧૯૯૩ પછીના ૩૦૦ ગટર કામદારોના મોતના બનાવોમાં ભોગ બનેલના વારસદારોને પુનઃ વસન કરવાનો હુકમ થયેલ હોઈ આ બનાવમાં રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરી તમામ મૃતકના વારસદારોને રૂપિયા ૧૦.૦૦ લાખ ( દશ લાખ ) વળતર ચુકવવા બજેટમાં જોગવાઈ કરવી.

જમીન અંગે-
1. અનુસુચિત જાતિના ચર્મકામમા રોકાયેલ લોકો માટે સાથણીની જમીન આપવી
2. અનુસુચિત જાતિના ચર્મકામમા રોકાયેલ પરિવારને ખેતી કરવા માટે ૫ – ૫ એકર સરકારી પડતર જમીન આપો

આર્થિક અધિકાર અંગે-
1. અનુસુચિત જાતિને સરકારની યોજનાનો લાભ મેળવવા BPL પ્રથા રદ કરી ૬.૦૦ લાખની આવક મર્યાદા જાહેર કરો
2. દેશના બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં દલિત અને આદિવાસી સર્વાંગી વિકાસ માટે ખાસ અંગભૂત યોજનાના અમલીકરણનો કાયદો (અનુસુચિત જાતિ અને અનુસુચિત જન.જાતિ સબ પ્લાન એક્ટ) બનાવવો.

— મંજુલાબેન પ્રદીપ, નિયામક, નવસર્જન ટ્રસ્ટ, અમદાવાદ; કિરીટ રાઠોડ, ગુજરાત અનુસુચિત જાતિ અત્યાચાર સંઘર્ષ સમિતિ 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s