કાંતિલાલ પરમાર*/
હાલ આણંદ જીલ્લાના ખંભાત તાલુકાનુ ગોલાણા આમ તો એક નાનક્ડુ ગામ છે પરંતુ જેમ અમૃતસરનો જલિયાવાલા બાગ સ્વતંત્ર ભારત માટે ઝઝુમતા સેંકડો શહિદોનુ સ્મારક છે તેમ ગોલાણા મનુવાદી ભારતમાં સમાનતા – સામાજીક સ્વતંત્રતા માટે લડતા લડતા પોતાના જ દલિતમિત્રોની વિભુષણી કાર્યોને લીધે દરબારોના હાથે શહિદ થયેલાઓનુ સ્મૃતિચિન્હ છે.
ખેતી પ્રધાન ભારત દેશની મોટા ભાગની વસ્તી ગામડાઓમાં વસે છે અને હજારો વર્ષોથી જડ બની ગયેલ વિવિધ મનુવાદી પરંપરાઓ મુજબ જીવે છે. હૈદ્રાબાદ યુનિવર્સીટીના સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસર શ્રીમતિ સુજાતા પટેલના એક સંશોધન મુજબ ગોલાણા – ખંભાત વિસ્તારની જમીન દરબાર તરીકે ઓળખાતા ક્ષત્રિયોના તાબામાં હતી જેઓ પોત-પોતાના વિસ્તારનુ મહેસુલ ઉઘરાવી મુસલમાન અને તે પહેલાના શાસકોને આપતા હતા અને સુબેદાર તરીકે સત્તા ભોગવતા હતા.
પરંતુ અંગ્રેજોના આગમન બાદ આ જમીનો દરબારોના હાથમાથી પાટીદારોના હાથમાં આવી. પાટીદારોએ ખેતીનુ વ્યવસાયીકરણ કરી મબલખ પાક ઉપજાવી સારી એવી મહેસુલ અંગ્રેજોની તિજોરીમાં જમા કરતા થયા, અને ક્રમશઃ દરબારો હસ્તકની બધી જમીનો અંગ્રેજોની મદદથી મેળવી ખેડા-આણંદ જીલ્લા વિસ્તારના ચરોતર પ્રદેશની સમ્રુધ્ધ અને પ્રભાવશાળી કોમ તરીકે ઉભરી આવ્યા.
આઝાદી પછી જમીન અંગેના વિવિધ કાયદાઓ, સુધારાઓ અમલમાં આવ્યા જે મુજબ સરકારની પડતર જમીનોની નિરાશ્રીત કુટૂંબો, વિવિધ સરકારી યોજનાઓ માટે ફાળવણી થવા લાગી આથી, એકંદરે એક સમયે આ સમગ્ર વિસ્તારમાં સરકારી માલિકિ ભોગવતા દરબારો હવે જમીન વિહોણા બનતા ગયા. આ પરીવર્તનથી રોષે ભરાયેલ દરબારોનુ ભરવાડ અને અન્ય એવી બીજી કોમો સાથે ઘર્ષણના કિસ્સા બનવા લાગ્યા. આવા જ એક કિસ્સાનો ભોગ બન્યા હાલ આણંદ જીલ્લાના ખંભાત તાલુકાના ગોલાણા ગામના વણકરો, જે “ગોલાણા હત્યાકાંડ” તરીકે ઓળખાય છે.
કેસ નંબર ૩૫૪/૧૯૮૭ માં સુપ્રિમ કોર્ટ ન્યાયાધીશ શ્રી એમ.કે.મુખર્જી અને શ્રી એસ.પી.કુર્ડુકરની ખંડપીઠના ૦૪-૦૪-૧૯૯૭ ના ચુકાદા મુજબ ગોલાણા ખાતે ગુજરાત સરકાર તરફથી ઘર વિહોણા કુટૂંબોને ઘર બાંધવા સરકારી પડતર જમીનમાંથી પ્લોટ ફાળવવામાં આવેલ જે અંગે અનુસુચિત જાતિ વર્ગની બે જ્ઞાતિઓ વણકર અને હરીજન વચ્ચે વિવાદ જન્મેલ અને અગાઉ જણાવ્યું તેમ દરબારો તો નારાજ હતા જ.
બનાવના દિવસ ૨૫-૦૧-૧૯૮૬ ના રોજ સવારે ૮-૯ વાગ્યે હરીજન અને વણકર જ્ઞાતિના લોકો વચ્ચે આ જમીન બાબતે ઝઘડો થયો એમાં એક હરીજને વણકર ઇચ્ચાભાઇને ધારીયુ મારી હાથ પર ઇજા કરી ભાગી ગયો.
ઘાયલ ઇચ્છાભાઇ સમાજસેવી વણકર શ્રી પોચાભાઇ સાથે બસ સ્ટૅન્ડથી ૨૫ કિલોમીટર દુર ખંભાત પોલીસ સ્ટેશને આ અંગે ફરીયાદ કરાવા જતા હતા ત્યારે હરીજનો, દરબાર અને ઓબીસી વાઘરી કોમના લગભગ ૧૦૦-૨૦૦ લોકોને લઈને, “ઢેડાઓને મારી નાખો” ના નારા લગાવતા ત્યાં આવી પહોંચ્યા અને તેમની પર હુમલો કર્યો.
પરીસ્થિતિની ગંભીરતા માપી જતા આ વણકરબંધુઓ તેઓના વણકરવાસ તરફ જીવ બચાવવા ભાગ્યા. હરીજનો સાથે આવેલ દરબારો અને વાઘરીઓનુ ટોળૂ પણ એમનો પીછો કરતા વણકરવાસ પહોંચ્યુ. આતંકના વાતાવરણથી વણકરવાસમાં ભાગદોડ મચી ગઈ. બંદુક અને અન્ય મારકણા હથીયાર લઇને આવેલ હરીજનો-વાઘરીઓ-દરબારોના ટોળાએ ગોળીબારમાં ૪ વણકરબંધુઓ પોચાભાઇ, પ્રભુદાસ, ખોડાભાઇ અને મોહનભાઇની હત્યા કરી અને ૧૩ જેટલા વણકરબંધુઓને ગંભીર ઇજાઓ કરી તેમજ વણકરવાસના ઘરોને સળગાવી મુક્યા.
કુલ ૪૧ લોકો સામે TADA, એટ્રોસીટી, હત્યા અને અન્ય કલમો હેઠળ ગુન્હો નોંધી કેસ ચાલેલ જેમાં ૫ આરોપીઓ અનુસુચિત જાતિના હરીજન હતા! ૭ OBC વાઘરી હતા અને અન્ય ૨૮ દરબારો હતા. લગભગ દસ વર્ષ ચાલેલ કેસમાં, વણકર સાક્ષીઓની નિર્ભયપણી જુબાની અને અન્ય પુરાવાના આધારે અંતે સુપ્રિમ કોર્ટે આરોપી ચંદુભાઇ માલુભાઇ પરમાર, જમુભાઇ દોડિયા, નાથુભાઇ પ્રતાપસિંહ પરમાર, પ્રતાપસિંહ અમરસિંહ પરમાર, અમરસિંહ તખતસિંહ પરમાર, ધીરુભાઇ માવુભાઇ પરમાર, ખેરસંગ નાથુભાઇ પરમર, અમરસંગ દિપસિંહ પરમાર, રણછોડભાઇ રામાભાઇ પરમાર, નાથુભાઇ રામભાઇ પરમાર, અભેસિંગ મવુભાઇ પરમાર વિરુધ્ધ ચુકાદો આપેલ.
હવે આખા બનાવમાં એક વાત દુઃખદ લાગી કે આરોપીઓમાં દલિતબંધુ હરીજનો હતા. અનુસુચિત જાતિના નામે સમગ્ર દલિતવર્ગને સંગઠિત કરવા માંગતા લોકોએ આ નોંધવુ રહ્યુ. બીજુ આરોપીઓમાં ૭ વાઘરીઓ હતા તે પણ SC-ST-OBC એક્તા મંચ માટે બુમો પાડતા રાજકારણીઓએ જોવુ રહ્યુ. તત્કાલિન અમરસિંહ ચૌધરી સરકારમાં ગુજરાતની બહુમતિ અનુસુચિત જાતિ વણકરને ગોલાણા (આણંદ) અને સાંબરડા (બનાસકાંઠા) એમ બે સ્થળોએ અત્યાચારનો સામનો કરવો પડેલો.
—
*નવસર્જન ટ્રસ્ટ, અમદાવાદ
Thanks.
E darbaro etli himmat na kari sakya hot jo harijano ane vaghari o emani sathe chalya na hot ane dalito ma pan ghani var jova male 6 ke vankar ane chamar jevi bahumati dharavta dalito aany nani jati jevi k HADI SAMAJ vigere jevi jati o no rajkiy samajik sarkari yonna o na labh jevi babto thi dur rakhvana praytno karti hoi jethi aava gharsano ubha thaya hoi se…. Ek dalit. AT. HADI SAMAJ