ગુજરાત અનુસુચિત જાતિ અત્યાચાર સંઘર્ષ સમિતિ દ્વારા થાનગઢ અહેવાલ માટે 182 ધારાસભ્યોની ભલામણ લેવા અંગેનો પત્ર:
વિષય – મોજે.થાનગઢ, જીલ્લો-સુરેન્દ્રનગર માં વર્ષ ૨૦૧૨ માં ૩ દલિત યુવાનોના પોલીસ ફાયરીંગના મોતના બનાવનો પૂર્વ અગ્રસચિવ, સંજય પ્રસાદ (IAS).નો અહેવાલ જાહેર કરવા સમંતિ આપવા બાબત
સંદર્ભ – અપીલ નં -૪૧૫૮/૨૦૧૩ ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર
માનનીય,
ઉપરોક્ત વિષયના અનુસંધાને આપશ્રીને જણાવવાનું કે સુરેન્દ્રનગર જીલ્લામાં ૨૨ અને ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ માં પોલીસ ગોળીબારમાં ૩ દલિત યુવાનોના મૃત્યુ થયા હતા. આ બનાવમાં દલિત સમાજનો આક્રોશ સમગ્ર ગુજરાતમાં ફાટી નીકળેલ હોઈ પૂર્વ મુખ્યમંત્રીશ્રી, નરેન્દ્ર મોદી દ્વારા દલિત સમાજની સહનિભૂતિ મેળવવા માટે તત્કાલીન અગ્રસચિવ, સંજય પ્રસાદ (આઈ.એ.એસ), સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના અધ્યક્ષ સ્થાને ઉચ્ચક્ક્ષાની તપાસ સમિતિ બનાવવામાં આવી હતી. આ તપાસ સમિતિને પાંચ મુદ્દાની તપાસ કરવાનો પરિપત્ર ૨૬/૦૯/૨૦૧૨ ના રોજ સંજય પંડ્યા ઉપસચિવ (કા-વ્ય), ગૃહ વિભાગ, ગાંધીનગર દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો.
આ તપાસ સમિતિનો અહેવાલ સંજય પ્રસાદે ૧ મે ૨૦૧૩ ના રોજ અહેવાલ ગૃહ વિભાગને સુપ્રત કરેલ છે. આ તપાસ અહેવાલ જાહેર કરવા માટે તા-૨૨/૦૮/૨૦૧૬ ના રોજ શ્રી, વી.એસ.ગઢવી, રાજ્ય માહિતી કમિશ્નર, ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા ગૃહ વિભાગને હુકમ કરેલ છે કે આ તપાસ અહેવાલના સંદર્ભમાં સત્વરે નિર્ણય થવો જોઈએ. કારણ કે આ બાબતમાં વિલંબ થયેલ છે. નિર્ણય થયા પછી અહેવાલની નકલ વિના વિલંબે વિવાદીશ્રીને પૂરી પાડવા હુકમ કર્યો છે.
ઉપરોક્ત ગુજરાત માહિતી આયોગના હુકમનો ઝડપી અમલ થાય તેમજ તપાસ અહેવાલ રાજ્ય સરકાર જાહેર કરે તેવી આ સમિતિના નેજા હેઠળ ગુજરાતના દલિત સમાજની માંગણી આપની સમક્ષ કરીએ છીએ,
આપ થાનગઢના પીડિત પરિવારને ન્યાય મળે તેમાં સહમત હોઈ તો આ રજૂઆતમાં આપની સહી / સિક્કાની સહમતી આપવા વિનતી કરીએ છીએ.
***
ભલામણ પત્ર
સુરેન્દ્રનગર જીલ્લામાં ૨૨ અને ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ માં પોલીસ ગોળીબારમાં ૩ દલિત યુવાનોના મૃત્યુ થયા હતા. આ બનાવમાં દલિત સમાજનો આક્રોશ સમગ્ર ગુજરાતમાં ફાટી નીકળેલ હોઈ પૂર્વ મુખ્યમંત્રીશ્રી, નરેન્દ્ર મોદી દ્વારા દલિત સમાજની સહનિભૂતિ મેળવવા માટે તત્કાલીન અગ્રસચિવ, સંજય પ્રસાદ (આઈ.એ.એસ), સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના અધ્યક્ષ સ્થાને ઉચ્ચક્ક્ષાની તપાસ સમિતિ બનાવવામાં આવી હતી. આ તપાસ સમિતિને પાંચ મુદ્દાની તપાસ કરવાનો પરિપત્ર ૨૬/૦૯/૨૦૧૨ ના રોજ સંજય પંડ્યા ઉપસચિવ (કા-વ્ય), ગૃહ વિભાગ, ગાંધીનગર દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો.
આ તપાસ સમિતિનો અહેવાલ સંજય પ્રસાદે ૧ મે ૨૦૧૩ ના રોજ અહેવાલ ગૃહ વિભાગને સુપ્રત કરેલ છે. આ તપાસ અહેવાલ જાહેર કરવા માટે તા-૨૨/૦૮/૨૦૧૬ ના રોજ શ્રી, વી.એસ.ગઢવી, રાજ્ય માહિતી કમિશ્નર, ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા ગૃહ વિભાગને હુકમ કરેલ છે કે આ તપાસ અહેવાલના સંદર્ભમાં સત્વરે નિર્ણય થવો જોઈએ. કારણ કે આ બાબતમાં વિલંબ થયેલ છે. નિર્ણય થયા પછી અહેવાલની નકલ વિના વિલંબે વિવાદીશ્રીને પૂરી પાડવા હુકમ કર્યો છે.
ઉપરોક્ત ગુજરાત માહિતી આયોગના હુકમનો ઝડપી અમલ થાય તેમજ તપાસ અહેવાલ રાજ્ય સરકાર જાહેર કરે તેવી થાનગઢના પીડિત પરિવાર અને ગુજરાતના દલિત સમાજની માંગણીમાં હું ટેકો જાહેર કરી મારી લેખિત સમંતિ આપું છું.
લિ.
(ધારાસભ્યની સહી /સિક્કો, તારીખ)