નવસર્જન ટ્રસ્ટ-ગુજરાત/
વર્ષ ૨૦૧૨માં થાનગઢમાં ૩ દલિત યુવાનોના પોલીસ ફાયરીંગના મોતનો તપાસ અહેવાલ RTI હેઠળ જાહેર થશે.કરવા ગુજરાત માહિતી આયોગનો ચુકાદો — કે થાનગઢ તપાસ અહેવાલમાં સત્વરે નિર્ણય કરવો — દલિત આંદોલનની જીત છે. માહિતી અધિકાર અધિનિયમ -૨૦૦૫ ની કલમ ૮(૧)(ક) અને ૮(૧)(ગ) અનુસાર કોઈ સ્થિતિ ઉભી થાય તેમ આયોગને જણાયેલ નથી.
આ બાબતમાં વિધાનસભાની ખાતરી બનતી હોવાથી તપાસ અહેવાલની નકલ પૂરી પાડી શકાય તેમ નથી તેવું તારણ પણ સ્વીકાર પાત્ર નથી તેવું આયોગે નોંધ્યું છે. જેથી આ તારણ મુજબ અહેવાલ વિભાનસભામાં રજુ કરવો જરૂરી નથી. આ બાબત પ્રગટ કરવાથી રાજ્ય વિધાન મંડળના વિશેષાધિકારના ભંગનો પણ અસ્વીકાર કરેલ છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં ૨૨ અને ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ માં પોલીસ ગોળીબારમાં ૩ દલિત યુવાનોના મૃત્યુ થયા હતા. આ બનાવમાં દલિત સમાજનો આક્રોશ સમગ્ર ગુજરાતમાં ફાટી નીકળેલ હોઈ નરેન્દ્ર મોદી દ્વારા દલિત સમાજની સહનિભૂતિ મેળવવા માટે તત્કાલીન અગ્રસચિવ, સંજય પ્રસાદ (આઈ.એ.એસ), સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના અધ્યક્ષ સ્થાને ઉચ્ચક્ક્ષાની તપાસ સમિતિ બનાવવામાં આવી હતી. આ તપાસ સમિતિને પાંચ મુદ્દાની તપાસ કરવાનો પરિપત્ર ૨૬/૦૯/૨૦૧૨ ના રોજ સંજય પંડ્યા ઉપસચિવ (કા-વ્ય), ગૃહ વિભાગ, ગાંધીનગર દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો.
આ તપાસ સમિતિનો અહેવાલ સંજય પ્રસાદે ૧ મે ૨૦૧૩ ના રોજ અહેવાલ ગૃહ વિભાગને સુપ્રત કરેલ હોવા છતાં વિધાનસભામાં રજુ કરવાનું બહાનું હાથ ધરી રાજ્ય સરકાર દ્વારા આજદિન સુધી આ રીપોર્ટ જાહેર કર્યો ન હોઈ આ સમગ્ર રીપોર્ટ મેળવવા માટે કિરીટ રાઠોડ, નવસર્જન ટ્રસ્ટ દ્વારા આર.ટી.આઈ હેઠળ માંગણી કરવામાં આવી હતી. પરંતુ ગૃહ વિભાગ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ -૨૦૦૫ ની કલમ -૨૪(૪) હેઠળ ગૃહ વિભાગની વિશેષ શાખાને મુક્તિ મળેલના પરિપત્ર આધીન આ તપાસ અહેવાલની માંગણીનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે અરજદાર કિરીટ રાઠોડ દ્વારા ગુજરાત માહિતી આયોગ સમક્ષ રીપોર્ટ મેળવવા માટે અપીલ દાખલ કરવામાં આવી હતી. જેથી ગુજરાત માહિતી આયોગે તા- ૦૭-૧૧-૨૦૧૫ ના રોજ બલવંતસિંગ. મુખ્યમાહિતી કમિશ્નર દ્વારા વચગાળાનો હુકમ કરી ગૃહ વિભાગને ફેર વિચારણા કરવા માટે હુકમ કર્યો હતો. તેમ છતાં તા-૨૮/૧૨/૨૦૧૫ ના રોજ અપીલ અધિકારી અને સંયુક્ત સચિવ, ગૃહ વિભાગ, ગાંધીનગર દ્વારા આ રીપોર્ટ જાહેર થવાથી માહિતી અધિકાર અધિનિયમ -૨૦૦૫ ની કલમ ૮(૧)(ક) અને ૮(૧)(ગ) મુજબ રાષ્ટ્રની સલામતીની સાથે વિધાનમંડળના વિશેષાધિકારનો ભંગ વગેરે જેવી બાબતો આધીન તપાસ અહેવાલ આપવાની માંગણીનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો.
ગુજરાત માહિતી આયોગ દ્વારા આ કેશની વધુ સુનાવણી ૦૫-૦૮-૨૦૧૬ ના રોજ રાખવામાં આવી હતી. જેમાં અરજદાર અને ગૃહ વિભાગના પંકજ દવે, ઉપસચિવ, ગૃહ વિભાગનાઓ હાજર રહી દલીલો રજુ કરી હતી. સુનાવણીના અંતે આ અપીલનો આખરી હુકમ ૨૨-૦૮-૨૦૧૬ ના રોજ વી.એંસ.ગઢવી, રાજ્ય માહિતી કમિશ્નર, ગુજરાત માહિતી આયોગ દ્વારા આખરી ચુકાદ્દામાં નોંધ્યું છે કે પ્રસ્તુત અહેવાલના સંદર્ભમાં સત્વરે નિર્ણય થવો જોઈએ. કારણ કે આ બાબતમાં વિલંબ થયેલ છે. નિર્ણય થયા પછી અહેવાલની નકલ વિના વિલંબે વિવાદીશ્રીને પૂરી પાડવા હુકમ કર્યો છે.
થાનગઢના તપાસ અહેવાલ અંગે આયોગના ચુકાદાને મંજુલા પ્રદીપ, નિયામક, નવસર્જન ટ્રસ્ટ દ્વારા આવકારવામાં આવ્યો છે. તેમજ સરકાર જો આ બાબતે સત્વરે નિર્ણય નહિ કરે તો હાઈકોર્ટનામાં જાહેર હિતની અરજી દાખલ કરવાની તૈયારી બતાવી છે. તેમજ ગુજરાતના તમામ વિધાનસભા વિસ્તારમાં સમિતિ દ્વારા ધારાસભ્યોને મળી આ આયોગના હુકમનું સત્વરે અમલીકરણ થાય તે માટે સમંતિ લેવા આવશે.