વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને બદલે જળ સંચય અને ભૂગર્ભજળ રિચાર્જિંગની વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે

રોહિત પ્રજાપતિ/

ઘરમાં પાણી આવે ત્યારે આપણે પીવાનું પાણી અને ટાંકી ભરવાની વ્યવસ્થા દરરોજ કરીએ છીએ  પરંતુ જ્યારે ચોમાંસુ આવે અને વરસાદ આવે ત્યારે ‘વડોદરા મહાનગર સેવા સદન’ કે જે પાણીનો વેરો લે છે અને ચોખ્ખું પીવા લાયક પાણી પૂરું પાડવાની જેની કાયદાકીય જવાબદારી છે, તે નાગરિકો માટે પાણી ભરી લેવાના એટલે કે ‘ભૂગર્ભજળ રિચાર્જિંગ’’ના કામોને પ્રાધાન્ય આપવાને બદલે “વરસાદી પાણીના નિકાલ” કરવાના જ કામે લાગે છે!

ચોમાંસુ આવે ત્યારે ‘આપણી’ અને ‘વડોદરા મહાનગર સેવા સદન’ની ચિંતા “વરસાદી પાણીના નિકાલ”ની હોવી જોઈએ કે વરસાદી પાણીના‘જળ સંચય’ અને ‘ભૂગર્ભજળ રિચાર્જિંગ  રિચાર્જિંગ’ની હોવી જોઈએ? ચોમાસુ આવે ત્યારે શહેરમાં ‘વડોદરા મહાનગર સેવા સદન’ અને સોસાયટીઓમાં ફક્ત અને ફક્ત ‘વરસાદી પાણીના નિકાલ’ની જ ચર્ચાઓ શરૂ થઈ જાય છે.

સૌનો જાત અનુભવ છે કે ચોમાંસુ આવે ત્યારે “પૂર” અને “વિસ્તારમાં પાણી ભરાવવાની” સમસ્યાઓનો સામનો મોટા પાયે શહેરના નાગરિકોએ કરવો પડે છે અને સાથે સાથે આખું વર્ષ પીવા લાયક પાણીની અછતનો. આવું કેમ બને છે તેનો વિચાર સુધ્ધાં આપણે કરતાં નથી.

આજે મારે એક વાત સ્પષ્ટ કરવી છે કે જે સમાજ ચોમાંસુ આવે ત્યારે ફક્ત અને ફક્ત “વરસાદી પાણીના નિકાલ”ની જ વાતો કર્યા કરે છે તે ફક્ત અધૂરી સમજની જ નિશાની નથી પરંતુ તેથી આગળ વધીને વાત કરીએ તો આ પ્રકારની ‘મોં માંથા વગર”ની ‘સમજ’ને કારણે તે વધૂ અને વધુ સમસ્યાઓને આમંત્રણ આપે છે.

ઘરમાં પાણી આવે ત્યારે આપણે પીવાનું પાણી અને ટાંકી ભરવાની વ્યવસ્થા દરરોજ કરીએ છે પરંતુ જ્યારે ચોમાંસુ આવે અને વરસાદ આવે ત્યારે ‘વડોદરા મહાનગર સેવા સદન’ કે જે પાણીનો વેરો લે છે અને ચોખ્ખું પીવા લાયક પાણી પૂરું પાડવાની જેની કાયદાકીય જવાબદારી છે તે શહેર માટે પાણી ભરી લેવાના એટલે કે ‘ભૂગર્ભજળ રિચાર્જિંગ’ના કામોને પ્રાધાન્ય આપવાને બદલે ‘વરસાદી પાણીના નિકાલ’ કરવાના જ કામે લાગે છે !!! નાગરિકો પણ વરસાદી પાણીના ‘ભૂગર્ભજળ રિચાર્જિંગ’’ના ઉપયોગને પ્રાધાન્ય આપવાને બદલે ‘વરસાદી પાણીના નિકાલ’ની જ માંગણીઓ કરે છે.

‘વડોદરા મહાનગર સેવા સદન’ને અને તેમની રહેમ નજર હેઠળ વિશ્વામિત્રી નદીની કોતરો પૂરીને નદીની ‘કુદરતી પૂર નિયંત્રણ’નીવ્યવસ્થાને નેસ્ત નાબૂદ કરી શહેરના ‘ભૂગર્ભજળ રિચાંર્જિંગ’’ની કુદરતી વ્યવસ્થાઓને પણ નેસ્ત નાબૂદ કરી નાખી છે. દુ:ખ અને આશ્ચર્યની વાત એ છે કે ‘વડોદરા મહાનગર સેવા સદન’ પાસે ‘કન્ટૂર મેપ’ જ નથી. શહેરમાં ‘કન્ટૂર મેપ’ વગર જ બનાવવામાં આવેલ રોડ અને‘રોડની ઊંચાઈ’ અને પછી દર વર્ષે વધતી જતી ‘રોડની ઊંચાઈ’ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાનું કારણ છે તે બાબત આપણાં ધ્યાનમાં જ આવતી નથી.

વડોદરાના નાગરિકોએ નીચે મુજબની તાત્કાલિક માંગણીઓ ‘વડોદરા મહાનગર સેવા સદન’ પાસે કરવાની જરૂર છે અને પોતાનો સક્રિય સહયોગ તેમાં આપવા કામે લાગી જવાની જરૂર છે.

  • ફક્ત અને ફક્ત “વરસાદી પાણીના નિકાલ”ની વ્યવસ્થોઓની વાત કરવાને બદલે શહેરમાં ઠેક ઠેકાણે ‘જળ સંચય’ અને‘ભૂગર્ભજળ રિચાર્જિંગ’’ની વ્યવસ્થાઓ ખાસ અભ્યાસ કરીને મોટે પાયે ઊભી કરવાની માંગણી કરવાની જરૂર છે.
  • વિશ્વામિત્રી નદીની કોતરોમાં કરેલ ગેરકાયદેસર પુરાણને હટાવી નદીની કોતરો ખાલી કરવાની માંગણી કરવાની જરૂર છે.
  • ‘કન્ટૂર મેપ’ વગર જ બનાવવામાં આવેલ રોડ અને રોડની ઊંચાઈ અને પછી દર વર્ષે રોડની વધતી જતી ‘રોડની ઊંચાઈ’ પર રોક લગાવવાની માંગણી કરવાની જરૂર છે.
  • ‘કન્ટૂર મેપ’ વગર જ બનાવવામાં આવેલ રોડ અને રોડની ઊંચાઈ ‘કન્ટૂર મેપ’ પ્રમાણેની જ કરવાની માંગણી કરવાની જરૂર છે.
  • વડોદરા શહેરનો ‘કન્ટૂર મેપ’ તૈયાર કરવાની માંગણી કરવાની જરૂર છે.
  • જે તે વિસ્તારમાં કઈ કઈ દિશાઓમાંથી અને કઈ કઈ જગ્યાઓથી વરસાદી પાણી આવે છે અને તે કઈ તરફથી બહાર જાય છે તેના વિગતવાર વરસાદી પાણીના મેપ તૈયાર કરવાની માંગણી કરવાની જરૂર છે અને તેને જ આધારે પોતાના વિસ્તારમાં‘ભૂગર્ભજળ રિચાંર્જિંગ’’ની વ્યવસ્થાઓ ઊભી કરવાની માંગણી કરવાની જરૂર છે અને તેના માટે પોતાનો સહયોગ આપવા માટે કામે લાગવાની જરૂર છે.
  • જે તે વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે અડચણ રૂપ ઊંચા કરી દેવામાં આવેલા રોડ જેવી તમામ બાબતો નકશા ઉપર માર્ક કરી તને માટે યોગ્ય ઠોસ પગલાં ભરવાની માંગણી કરવાની જરૂર છે.

વડોદરા શહેરના નાગરિકોએ ઉપરોક્ત પ્રશ્નો અંગે પોતાના વિસ્તારમાં અને સોસાયટીઓમાં મિટિંગો યોજવાની તાત્કાલિક જરૂર છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s