ગુજરાતમાં ૩૭ કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલા છે જેનું ગુજરાત ગૌરવ લઇ રહ્યું છે. એક પણ નિયમોનુસાર ચાલતા નથી

મહેશ પંડ્યા*/

વિશ્વમાં અને દેશમાં ગુજરાત ને મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનો જોરદાર પ્રયાસ થઇ રહ્યો છે.ત્યારે ગુજરાત ની પર્યાવરણીય તંદુરસ્તી તપાસવી પણ ખુબ જ જરૂરી છે.ગુજરાતમાં ૨૦૦૩થી વાઈબ્રન્ટ સમિત યોજાય છે.તે થકી ગુજરાતમાં ઉદ્યોગોને આહવાન અપાય છે.મેઇક ઇન ઇન્ડિયામાં પણ ગુજરાતને એક ઇન્ડસ્ટ્રીઝ હબ તરીકે ઉપસાવવામાં આવી રહ્યું છે .પરંતુ ગુજરાત આ જરૂરિયાતોને સંતોષી શકશે?પાણી ,જમીન, પુરતી છે ખરી? કેટલું પ્રદુષણ થયું છે અને હવે તેમાં ઉમેરો થશે તો શું થાય?

(૧)હવા પ્રદુષણ :

૬ એપ્રિલ ૨૦૧૫ ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ ના ૧૦ સ્ટેશનો સ્થાપ્યા જે દ્વારા રોજે રોજ હવાનું પ્રદુષણ માપવામાં આવે અને ઓનલાઈન પરિણામો બતાવવામાં આવે જેથી લોકોને પ્રદુષણ ની સ્થિતિ અંગે જાણકારી મળે. અમદાવાદના મણીનગર પર પસંદગી ઉતારવામાં આવી .જોકે આ સ્ટેશનને નવેમ્બર મહિનામાં જ બંધ કરી દેવાયું.

(૨) ઘન કચરાનું વ્યવસ્થાપન (MSW)

CAG નો અહેવાલ ૨૦૧૨ અને ૨૦૧૫ પ્રમાણે એકપણ શહેર માં ઘન કચરાનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરતુ નથી .NGT એ રાજકોટ અને સુરત ના કેસ માં ચુકાદો આપ્યા પછી પણ અમલીકરણ થતું નથી. અમદાવાદ નો પીરાણા નો ઘન કચરાનો પર્વત સૌનું ધ્યાન ખેંચે છે.તે માટે પણ સ્થાનિક લોકોએ ગુજરાત વડી અદાલતનો આશરો લેવો પડ્યો છે.દેશના પ્રત્યેક નાગરિકે સ્વચ્છતા વેરો છેલ્લા એક વર્ષથી ભવરો પડે છે છતાય પરિણામ શૂન્ય .

(૩)ઉદ્યોગો દ્વારા ઉત્તપન થતો જોખમી ઘન કચરો (TSDF Site)

ઉદ્યોગો દ્વારા જે જોખમી ઘન કચરો નું વ્યવસ્થાપન કરવામાટે જે જગ્યાઓ નક્કી થઇ છે તે તેના માપદંડો મુજબ કામ નથી કરતી તેવું CAG નું અવલોકન છે. વાપી અને સુરતમાં તો આવી TSDF સાઈટ તુટી જવાથી ખુબજ મોટાપ્રમાણ નુકશાન થયું છે.

(૪)કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(CETP)

ગુજરાત માં કુલ ૩૭ જેટલા કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલા છે જેનું ગુજરાત ગૌરવ લઇ રહ્યું છે તે એક પણ CETP નિયમોનુસાર ચાલતા નથી .જેની CAG દ્વારા ભારે ટીપ્પણીઓ કરવામાં આવી છે.છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે ૨૧૨ કરોડ ની સહાયતા કરી તેમ છતાય પરિસ્થિતિમાં કોઈ જ ફરક નથી પડ્યો .

(૫)કલાયમેટ ચેન્જ વિભાગ

સરકારે ઢોલ નગર વગાડીને કહેલું કે એશિયામાં પ્રથમ વખત ગુજરાતે આ જુદો વિભાગ ૨૦૦૯થી શરુ કર્યો છે.પરંતુ તેનું અમલીકરણ હજુ પણ નજરે ચઢતું નથી.છેલ્લા બે વર્ષથી જ આ વિભાગ ખરા અર્થ માં કાર્યન્વીન્ત થયો છે. ગયા મહિનામાં તેની વેબ સાઈટ બનાવવામાં આવી પર્યાવરણ મિત્રની વારંવારની રાજુઅતોને પરિણામે અને માહિતી આયોગ ના ચુકાદાને પગલે વેબ સાઈટ બનાવી. ગુજરાતે સૌથી છેલ્લે તેનો એક્શન પ્લાન મેં ૨૦૧૫ માં રજુ કર્યો. ગુજરાત માં તાજેતરમાં બે પુર આવ્યા(બ,કાંઠા અને અમરેલી) જેમાં આવીભાગ નો કોઈ જ રોલ ના હતો. ગુજરાતની ગરમી બાબતે પણ એક્શન પ્લાન ચુપ છે. દુષ્કાળ અંગે પણ પ્લાન મૌન છે.

(૬)ગુજરાત ની નદીઓના પ્રદુષણ

તાજેતર માં કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ દ્વારા નદીઓ પર નો એક અહેવાલ બહાર પડયો હતો તેમાં ગુજરાત ની સાબરમતી સહિતની મોટાભાગની નદીઓને પ્રદુષિત બતાવી છે

(૭) ઝાડ કાપવાની નીતિ

ગુજરાતમાં વિકાસને નામે આડેધડ ઝાડ કાપી રહ્યા હોવાથી પર્યાવરણ મિત્ર એ હાઈકોર્ટ માં અરજી કરેલી. નામદાર કોર્ટ ના ચુકાદા મુજબ ૨૦૧૧ સુધીમાં ઝાડ કાપવા અંગેની માર્ગદર્શિકા બનાવવાનો નિર્દેશ આપ્યો હોવા છતાં સરકારને આવી નીતિ બનાવવામાં રસ નથી.પાંચ વર્ષ પહેલા એક જ દિવસ માં ૬ લાખ છોડ રોપીને લીમ્કા અવોર્ડ અમદાવાદ શહેરે મેળવેલો .ક્યાં ગયા આ વૃક્ષો?બ.કાંઠા માં પણ એક જ દિવસ માં ૧૨ લાખ છોડ વાવવાનો રેકોર્ડ છે પણ ઝાડ દેખાતા નથી.

(૮)પર્યાવરણ વ્યવસ્થાપન અને અસરગ્રસ્તોને વળતર ચુકવવામાં સરકાર ને રસ નથી

સાબરકાંઠાના કેટલાક ખેડૂતો પ્રદુષણને લીધે થતા નુકસાન બાબતે વાડી અદાલતમાં ગયા હતા.૨૦૦૯ ની સાલ માં નામદાર વડી અદાલતે એક ચુકાદા આપ્યો કે ખેડૂતોએ શા માટે અદાલત સુધી આવવું પડે છે?કલેકટર અને પ્રદુષણ નીયંત્રણ બોર્ડ દ્વારા નુકશાન નક્કી કરીને વળતર આપવાની પદ્ધતી વિકસાવવી જોઈએ જેથી લોકોને સરળતાથી વળતર મળી રહે. પણ સરકાર આ બાબતે નિષફળ રહેતા ખેડૂતો અને અસરગ્રસ્તો એ NGT પાસે જવું પડે છે.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે કરોડો રૂપિયાની બેંક ગેરેંટી વણ વપરાયેલી પડી રહી છે.જેનો ઉપયોગ વળતર અને પર્યાવરણીય નુકસાની ભરવા થવો જોઈએ.

આમ ગુજરાત અને ભારત સરકારે ગંભીરતાથી પ્રદૂષણ નિવારણ નું કામ કરવું આવશ્યક છે.


*પર્યાવરણ મિત્ર


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s