પ્રશાંત દયાલ*/
હિન્દુવાદી કોણ … ભાજપ કે કોંગ્રેસ….
સોમવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોંલકીએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી.. સ્વભાવીક રીતે બે વર્ષની ઉજવણી કરી રહેલી ભાજપની નેતાગીરી સામે તેમના આક્ષેપ હતા.. પત્રકારો સાથેના પ્રશ્ન-જવાબમાં તેમણે કોંગ્રેસ મુસ્લીમ તરફી હોવાની વાતને ગોળ-ગોળ જવાબ આપ્યો.. કોંગ્રેસ મુસ્લીમ તરફી હોવાની વાત કરીએ ત્યારે ભાજપ હિન્દુ તરફી છે તેવી સર્વમાન્ય છાપ છે..
પણ મને લાગે છે કે આ મુદ્દે મારે કેટલીક બાબતો તમારી સામે મુકવી જોઈ.. સંભવ છે કે આ મારો વ્યકિતગત મત છે… જે આજે મારા માટે સાચો છે પણ અંતિમ નથી, છતાં આજનું સત્ય માની તે મુદ્દે ચર્ચા ચોક્કસ થવી જોઈએ…
પત્રકારત્વની મારી શરૂઆતના દિવસો હતા, જયારે ભાજપની કોઈ છીંકણી પણ સુંઘતુ ન્હોતુ.. મારા બે ચાર પત્રકાર મીત્રો જેમાં અશ્વીન ત્રિવેદ્દી.. સર્વજ્ઞ બારોટ અને જનકભાઈ જેવા મીત્રોને બાદ કરતા બહુ ઓછા મીત્રો ખાનપુર ખાતે આવેલી ભાજપની ઓફિસે આવતા હતા.. ત્યારે કોંગ્રેસ સત્તા સ્થાને હતી.. તેના કારણે પત્રકારોની મોટી સંખ્યા કોંગ્રેસ ઓફિસમાં જોવા મળતી હતી..
હું પોતે પણ માનતો હતો કે ભાજપ એટલે હિન્દુ તરફી પક્ષ.. અને કોંગ્રેસ એટલે મુસ્લીમોનો પક્ષ.. જો કે મારો આ મત ઉભો થવા પાછળના કેટલાંક કારણો હતો.. 1980થી ખાસ કરી અમદાવાદમાં મુસ્લીમ બુટલેગરો ફુલુફાલી રહ્યા હતા, જેમા અબ્દુલલતીફ પણ એક હતો… કોંગ્રેસના નેતાઓ સાથે તેને ઘરોબો હતો તે વાત કોંગ્રેસ નકારી શકે નહીં આજે પણ મારી પાસે તેના પુરાવા છે..
જો કે તે ગૌણ બાબત છે પણ આવી જ ઘટનાઓને કારણે મારા જેવા પત્રકારનું માનસ પણ બદલ્યુ હતું… મનના એક ખુણામાં એવુ હતું કે ભાજપ સત્તા સ્થાને આવે તે તે સ્થિતિ બદલાશે.. પણ સમય સાથે સમજ અને માનસીકતા બન્ને બદલાઈ.. કેટલીક નહીં સમજાયેલી બાબતો પણ સમજવવા લાગી….
હિન્દુવાદી કોણ….
પહેલો મત હતો કે ભાજપ હિન્દુવાદી પક્ષ છે.. પણ સમય જતા લાગ્યુ કે ભાજપ માટે હિન્દુ એક વોટબેન્કથી વિશેષ કઈ નથી… તેને હિન્દુવાદ સાથે દુર દુર સુધી કોઈ સંબંધ નથી… સત્તા પ્રાપ્તી માટે એક શોર્ટકટ હતો… 2005માં મારા પુસ્તકમાં હોટલાઈન મેગેઝીનમાં છપાયેલો એક પત્ર ટાંકીને લખ્યુ હતું હતું કે નરેન્દ્ર મોદી હિન્દુ તરફી નથી અને મુસ્લીમ વિરોધી નથી તે તકવાદી અને તકલાદી છે..
ત્યારે મારા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના નજીકના મીત્રોના નાકનું ટેરવુ ચઢયુ હતું… કારણ તેઓ માનતા હતા કે મોદી કટ્ટર હિન્દુ છે…પણ 2010માં મોદીને લાગ્યુ કે મુસ્લીમો વગર ઉધ્ધાર નથી એટલે તેમણે સદભાવના ઉપવાસ શરૂ કર્યા… જો મુસ્લીમોથી લાભ મળતો હોય તો ભાજપને મુસ્લીમોની મદદ લેવામાં પણ સંકોચ નથી..
1989થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સત્તા સ્થાને છે. સત્તા મળતા જ તરત ઠરાવ કરી અમદાવાદનું કર્ણાવતીનગર કરવાનું નક્કી કરી કેન્દ્ર સરકારને ઠરાવ મોકલી આપ્યો…જો કે ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી એટલે તે દિશામાં કઈ થયુ નહીં.. પણ ત્યાર બાદ બે વખત એનડીએ સરકાર આવી અને છેલ્લાં બે વર્ષથી નરેન્દ્ મોદીની સરકાર છે છતાં આજે નહીં અને કયારેય નહીં અમદાવાદનું કર્ણાવતી થવાનું છે તેવો મારો દ્રઠ વિશ્વાસ છે કારણે કર્ણાવતીનો તુક્કો તો હિન્દુઓને મુર્ખ બનાવવા માટે હતો ભાજપને તેની સાથે કોઈ નીસ્બત નથી.
ભાજપ સત્તા ઉપર આવી તેની સાથે મુસ્લીમ બુટલેગરો સાફ થઈ ગયા .. પણ આ બહુ ભ્રામક વાત છે. જે દારૂનો ધંધો કરતા હતા તે હવે બીલ્ડર થઈ ગયા.. તેમણે પોતાના કાળા નાણાનું રૂપાતરણ કર્યુ… તેમાં પણ ભાજપના સ્થાનિક નેતાઓ તેમના ભાગીદાર થઈ ગયા… મારી પાસે મુસ્લીમ બીલ્ડરો સાથે ભાગીદારી કરનાર ભાજપના નેતાઓના નામ છે પણ તેને ઉલ્લેખ અહિયા કરતો નથી…
બીજી તરફ મુસ્લીમો દારૂનો ધંધો કરતા હતા તેના કરતા અનેક મોટો ધંધો હિન્દુ બુટલેગરો કરે છે.. તેમના નામ સરનામા મારી પાસે છે.. પણ તેમા પણ પડતો નથી… પણ દારૂ-જુગારમાં જેમના ઘર બરબાદ થઈ રહ્યા છે.. તેમને મન આજે પણ ભાજપ એટલે મુસ્લીમોથી રક્ષણ આપનાર મસિહા જેવી છે.
વાત માત્ર દારૂ-જુગાર પુરતી સિમીત નથી ગૌમાંસનો વેપાર પણ કોંગ્રે શાસન કરતા વધ્યો છે.. પણ કોંગ્રેસ નબળી.. લાચાર અને ગરીબડી છે તેના કારણે ગૌમાંસના મુદ્દે તેની હાલત કફોડી છે.. આ મુદ્દે જ ભાજપ વિરોધપક્ષમાં હતું ત્યારે કાગરોળ મચાવતુ પણ આજે રોજ ગાયો કપાતી હોવા છતાં મુસ્લીમો નારાજ થશે તેવા ડરે કોંગ્રેસ ચુપ છે.. પણ કોંગ્રેસ ચુપ છે તેનો અર્થ એવો નથી કે ગાયો સલામત છે. ખુબ કપાય છે અને ભાજપ સત્તા ઉપર રહેશે ત્યાં સુધી કપાતી રહેશે…
2002ના તોફાનો થયા.. તે ભાજપે કરાવ્યા તેવો એક ભ્રમ છે.. જે સાચો નથી. તોફાનો થયા અને મુસ્લીમો મોટી સંખ્યામાં મર્યા તે વાત સાચી પણ પણ તંત્રની નિષ્ક્રીયતામાંથી જન્મેલો આક્રોશ હતો. જેમાં મોદી સરકારની સંમત્તી હતી અને આશીર્વાદ હતો તેની ના નથી. છતાં ફાયદો દેખાયો એટલે આખી સ્થિતિ ભાજપ ચાલુ હોડીમાં બેસી ગયુ..
મારી જાણકારી અને માહિતી પ્રમાણે મુસ્લીમોને સંહાર કરવામાં કોંગ્રેના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં સક્રિય હતા. જે હિન્દુઓ પકડાયા તેમને મદદ કરવામાં ભાજપ કે હિન્દુ પરિષદના કાર્યકરો કયાંય નજરે પડયા નહીં કોંગ્રેસે જેલમાં ટીફીન પહોંચડવાની મદદદ કરી મને તે કોંગ્રેસી નેતાઓના નામની પણ ખબર છે.. પણ કોંગ્રેસની કમનસીબી એવી છે કે તે આ મુદ્દે કઈ બોલી શકે તેમ નથી…
કોંગ્રેસ મુસ્લીમ તરફી નહીં.. પણ સ્વંતત્રતા બાદ ભારતના મુસ્લીમાનોને સૌથી વધુ કોઈએ નુકશાન કર્યુ હોય તો તે કોંગ્રેસે કર્યુ છે…. કોંગ્રેસે તેમના શાસનમાં મુસ્લીમોને ભણવા દીધા જ નહીં.. તેમને ગેરેજવાળા તરીકે રાખ્યા.. કોંગ્રેસે દેશમાં એક પણ મુસ્લીમ નેતાને રાષ્ટ્રીય નેતા તરીકેનો દરજ્જો આપ્યો નહીં,. મુસ્લીમ નેતાઓની હેસીયત માત્ર તેમના મહોલ્લા પુરતી જ રહી પછી તે બદરૂદ્દીન શેખ હોય કે પછી હસનલાલા હોય.. અહમદ પટેલ રાષ્ટ્રીય નેતાની હરોળમાં આવતા નથી કારણ તે ભરૂચમાં પણ ચુંટણી જીતી શકતા નથી….
અયોધ્યામાં રામ મંદિરનું તાળુ ખોલાવવાનું શ્રેય રાજીવ ગાંધીને જાય છે.. બાબરી મસ્જીદ નરસિંહવારાવની મહેરબાનીને કારણે જ તુટી હતી… 2002માં મુસ્લીમો જેટલા મર્યા તેની કરતા વધુ મુસ્લીમો 1969ના તોફાનોમાં આ જ અમદાવાદમાં મર્યા હતા ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ સત્તા સ્થાને હતી.. ફર્ક એટલે હતો કે કોંગ્રેસ કહી શકતી નથી કે અમે ભાજપ કરતા વધુ મુસ્લીમો માર્યા હતા…
કોંગ્રેસ માત્ર હિન્દુવાદી જ નહીં બ્રાહ્ણણવાદી પણ છે કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારે ભારતના લશ્કરીવડા-સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ સહિત મહત્વના સાથે બ્રાહ્મણો રહ્યા હતા.. તમે હિન્દુ હોવ તો તમને ભાજપ મુર્ખ બનાવશે અને મુસ્લીમ હોવ તો કોંગ્રેસ દ્વારા મુર્ખ થવા તમારૂ પ્રારબ્ધ છે.
જય હિન્દ…
*પીઢ પત્રકાર. સ્રોત: https://www.facebook.com/prashant.dayal.75/