ગીર સોમનાથ ની કે.વી.સવનિયા સ્કુલ માં પેપર લીક અને સોમનાથ સાયન્સ એકેડમી કોડીનારમાં જાણીતા વિદ્યાર્થીઓ ને પહેલા પ્રવેશ આપતા જન અધિકાર મંચ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો. તેમજ પરીક્ષામાં પણ ગેરરીતી થઈ હોય તો આ પરીક્ષા રદ કરવામાં આવે એવી જન અધિકાર મંચ દ્વારા માંગ ઉઠી છે.
ગુજરાત માં ૬૬૦૦૦ જ્ગ્યાભરી રોજગારી આપવાની વાતો કરે છે ત્યારે છેલ્લા ૨ વર્ષ થી એક પણ ભરતી માં કૌભાંડો ના થયું હોય એવું બન્યું નથી. તલાટી ની પરીક્ષામાં ગીર સોમનાથ ના કે.વી.સવનિયા સ્કુલ માં પેપરનું લીક તપાસ દરમિયાન એક પેપર ઓછુ નીકળ્યું આ બાબત ને લઈ ને ઉગ્ર વિરોધ થયો અને ૧૦૦ વિદ્યાર્થીઓ એ પરીક્ષા નો બહિસ્કાર પણ કર્યો અને મામલતદાર ને આવેદન પણ આપવામાં આવ્યું તેમજ આ સમગ્ર ઘટના ને લઈ ને મામલતદાર પણ ઘટના સ્થળે પહોચ્યા હતા.
આ પેપર લીક ની બાબત ને લઈ ને જન અધિકાર મંચ દ્વારા પણ ઉગ્ર વિરોધ કર્યો તેમજ જન અધિકાર મંચે આ બાબત ને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી અને જવાબદાર સંસ્થા અને અધિકારી પણ કાયદેસર ની કાર્યવાહી થઈ અને પરીક્ષાને બહિષ્કાર કરેલ વિદ્યાર્થીઓ ને હિતના નિર્ણય લેવાય એવી માંગ કરી તેમજ વધુ માં સરકાર પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સરકાર જો આ રીતે ૬૬૦૦૦ ની ભરતી કરવાની હોય તો આવી રોજગારી અમારે નથી જોતી અને સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા જ બંધ કરી દેવામાં આવે અને સર્કએર ના મળતિયા ને જ આ ૬૬૦૦૦જગ્યા આપી દો જેમના લીધે ગરીબ અને મધ્યમ વર્ગ ના વિદ્યાર્થીઓ ના પૈસા અને સમય નો વ્યય ના થાય.
—
પ્રમુખ, ગુજરાત જન અધિકાર મંચ
પરીક્ષામાં ગેરરીતી: કોડીનારમાં જાણીતા વિદ્યાર્થીઓ ને પહેલા પ્રવેશ આપતા જન અધિકાર મંચ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો
પ્રવીણ રામ*/